The secrets of નઝરગઢ ભાગ 7 DrKaushal Nayak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

The secrets of નઝરગઢ ભાગ 7

આપણે આગળ ના ભાગ માં જોયું કે વિદ્યુત ની સેના નઝરગઢ તરફ કુચ કરે છે,જેની જાણ આનવ ને એનો સેનાપતિ વિરલ કરે છે,વિરલ વિદ્યુત ની સેના નું વર્ણન આનવ સમક્ષ કરે છે.આનવ આવનારા વિધ્વંસ ને જોઈ ને દુ:ખી થઇ જાય છે.અને વિરલ ને નઝરગઢ ની સેના તૈયાર કરવા જણાવે છે.અને પોતાના દિલ ની વાત એ આકાશ તરફ જોઈ ને જણાવે છે જ્યાં અવની એ મોકલેલ જાદુઈ પતંગિયું બધો સંદેશ સાંભળી ને માયાપુર પહોચાડે છે,વિદ્યુત રાત્રી ના છેલ્લા પ્રહર માં નઝરગઢ પર આક્રમણ કરી દે છે,ત્યારે આનવ ના આદેશ થી વિરલ અને તેની સેના વિદ્યુત ની સેના નો સામનો કરે છે જેમાં વિદ્યુત સમ્રાટ નામના દાનવ ભેડિયા નાં ઉપયોગ થી વિરલ પર આક્રમણ કરે છે,જે લડાઈ માં ભીષણ દગા પૂર્વક વિરલ પર આક્રમણ કરે છે,વિરલ યુદ્ધ માં શહીદ થાય છે એ જોઈ આનવ ખુદ લડાઈ ના મેદાન માં ઉતરે છે.

ક્રમશ:........

વિરલ ના મૃત્યુ થી ક્રોધે ભરાઈ ને આનવ પોતે યુદ્ધ માં આવવાનો નિર્ણય લીધો.

વિદ્યુત : બસ આ જ ક્ષણ ની પ્રતીક્ષા હતી ભીષણ ..... આનવવેલા પોતે યુદ્ધ માં આવી રહ્યો છે, આ સ્વર્ણિમ અવસર કોઈ પણ સંજોગો માં ગુમાવવાનો નથી.

ભીષણ : હા ...આજે આનવ જીવિત મહેલ માં પાછો નહિ જાય એ વચન આપું છું તમને.

એક ભવ્ય શંખનાદ સાથે આનવ એ મેદાન માં પ્રવેશ કર્યો,એની નઝર ફક્ત વિદ્યુત તરફી હતી

આનવ એ વિદ્યુત સામે પડકાર ફેંક્યો.

આનવ : વિદ્યુત ..... તું મારી જ પ્રતીક્ષા કરી રહ્યો હતો ને ? દેખ ...હું તારી સામે ઉભો છું ,જો તારી ભુજાઓ માં એટલી શક્તિ હોય કે મને પરાસ્ત કરી શકે તો આવી જા મેદાન માં.

વિદ્યુત : બસ આ જ ક્ષણ ની તો વરસો થી રાહ દેખી રહ્યો છું હું આનવ.પરંતુ હું મારી શક્તિ નઝરગઢ નાં શાસન માં બગાડવા ઈચ્છું છું તને હરાવવા માટે તો મારા સૈનિકો જ પૂરતા છે.

એટલું કહી ને વિદ્યુત એ એના શક્તિશાળી સૈન્ય ટુકડી ને આનવ પર આક્રમણ નો આદેશ આપ્યો.

જાણે ક્ષણ ભર માં જ આનવવેલા એ વિદ્યુત ની શક્તિશાળી werewolves નો ટોળકી નો ખાત્મો બોલાવી દીધો.

એ વખતે વિદ્યુત એ પ્રથમ વખત દુનિયા ના સૌથી શક્તિશાળી vampire આનવ વેલા નું વિકરાળ રૂપ જોયું.

આનવ એ જરા પણ સમય વ્યર્થ કર્યા વગર પોતાની પ્રચંડ ગતિ નો ઉપયોગ કરી ચારેય દિશા માં વિદ્યુત ના સૈન્ય પર ચોતરફી આક્રમણ કર્યું.

વિદ્યુત ના સૈનિકો અને ખુદ વિદ્યુત પાસે સમજવા માટે પણ સમય ના મળ્યો કે ત્યાં શું થઇ રહ્યું છે.આનવવેલા ની વિધ્વંસકારી શક્તિ થી વિદ્યુત ની સેના માં હાહાકાર મચી ગયો.વિદ્યુત ના સૈનિકો પોતાના પ્રાણ બચાવવા માટે નાસ ભાગ કરવા લાગ્યા.અને જે સૈનિકો એ હિંમત બતાવી આનવ ની સમક્ષ ગયા એ પોતાના પ્રાણ ગુમાવી બેઠા.

સમયસુચકતા વાપરી ભીષણ વિદ્યુત પાસે પહોચ્યો.

વિદ્યુત ના તો જાણે શ્વાસ જ ગળા માં ભરાઈ ગયા હતા.

વિદ્યુત : ભીષણ ..તારું કથન સત્ય હતું,આપણે આનવવેલા ની શક્તિ સમજવા માં ભૂલ કરી.

ભીષણ : આપણે નહિ મહારાજ ..તમે આનવ ને અશક્ત સમજવા ની ભૂલ કરી,મેં તમને પેહલા જ ચેતવણી આપી હતી.

વિદ્યુત : હા ...મને મારી ભૂલ સમજાઈ ગઈ છે,આપણે તુરંત જ કંઇક કરવું પડશે અન્યથા ..આનવ વેલા આખી werewolf પ્રજાતિ નો સર્વ નાશ કરી નાખશે.

ભીષણ : પરંતુ શું મહારાજ,આનવ ની ગતિ ખુબ જ છે,એના પર પ્રહાર કરતા પહેલા એની ગતિ રોકવી આવશ્યક છે.

વિદ્યુત : મારી પાસે એક ઉપાય છે.હું કુટિલતા થી આનવ ને રોકવાનો પ્રયત્ન કરું છું ત્યાર બાદ ... તું જાણે છે શું કરવાનું છે .....

ભીષણ : શું સાચે એનો ઉપયોગ કરવાનો સમય આવી ચુક્યો છે ? આપણે સદીયો થી એ શસ્ત્ર ની રક્ષા કરતા આવ્યા છીએ.

વિદ્યુત : હા હું જાણું છું,પરંતુ જો અત્યારે એનો ઉપયોગ નહિ કરીએ તો કદાચ આપણી સમગ્ર પ્રજાતિ નાશ પામશે.

ભીષણ : પરંતુ ....

વિદ્યુત : વધુ વિચારવાનો સમય નથી ભીષણ ...

ભીષણ : ઠીક છે ... પરંતુ તમે એને રોકશો કઈ રીતે.

વિદ્યુત : વિદ્યુત ની ભુજાઓ હજુ પણ આનવ ને હરાવવા સક્ષમ છે

ભીષણ : હું કેટલાક સૈનિકો આપ ની મદદ માટે મોકલું છું.

અહી આ બાજુ આનવ નો વિધ્વંસ ચાલુ જ હતો.

સમ્રાટ જે વિરલ ના ઘાતક પ્રહાર થી બેસુદ પડ્યો હતો એ ઉભો થયો,એને જોયું કે આનવ સંહાર કરી રહ્યો છે,એને આનવ ની સમક્ષ યુદ્ધ માટે ચુનૌતી ફેંકી.

આનવ ની નઝર સમ્રાટ પર પડી,એને જોતા જ વિરલ ની મૃત્યુ નો આક્રોશ આનવ માં જાગી ઉઠ્યો.ક્રોધ થી એની આંખો રક્ત રંજીત થઇ ચુકી હતી.

સમ્રાટ : આનવ .. શક્તિ પ્રદર્શન નો એટલો જ શોખ હોય તો, આવ મને તારી શક્તિ બતાવ.જે રીતે તારા સેના પતિ ને મોત ને ઘાટ ઉતાર્યો , એ જ રીતે તારો પણ અંત કરીશ.

આનવ નો ગુસ્સો પોતાની ચરમ સીમા પર હતો.

સમ્રાટ એ પુનઃ આલાપ આરંભ્યો...

સમ્રાટ : તારા ભાઈ સમાન વિકર્ણ ને પણ આવી જ રીતે અમે સૌ એ તડપાવી ને મારેલો...

સમ્રાટ જોર જોર થી હસવા લાગ્યો...

સમ્રાટ : અને તારા પુત્ર ......

સમ્રાટ વાક્ય પૂરું કરે એ પહેલા એનું માથું એના ધડ થી અલગ થઇ ને સીધું વિદ્યુત ના ચરણો માં પડ્યું.

આનવ વેલા ના એક જ આઘાત થી સમ્રાટ હમેશા માટે શાંત થઇ ગયો...પરંતુ અહી આનવ નો ગુસ્સો તો વધી જ રહ્યો હતો.

Werewolves ના રક્ત થી સંપૂર્ણ રીતે ખરડાયેલા ચહેરા થી વિદ્યુત સામે જોયું.

વિદ્યુત ને સંપૂર્ણ જીવન માં પ્રથમ વખત એવું જણાયું કે એનો કાળ એની સમક્ષ ઉભો છે.

વિદ્યુત : આનવ ...તારો ગુસ્સો હું સમજુ છું.તારા પુત્ર ની હત્યા કરવાનો મારો કોઈ જ ઉદ્દેશ્ય ન હતો.તે જ સામે ચાલીને એને મોત ના મુખ માં મોકલ્યો.

આનવ : અંતિમ અવસર આપું છું વિદ્યુત પોતાના પ્રજાતિ ના અસ્તિત્વ ની જરા પણ ચિંતા હોય તો ...તારી સેના ને નઝરગઢ થી પલાયન કરવાનો આદેશ આપ...હું વચન આપું છું કે ફક્ત તારા જ પ્રાણ લઈશ ..અને તારી સંપૂર્ણ સેના ને જીવન દાન આપીશ.

વિદ્યુત : હું પણ તો એ જ કહું છું ..આનવ ..તે વર્ષો સુધી નઝરગઢ પર રાજ કર્યું છે ,હવે સમય આવી ગયો છે કે નઝરગઢ ને મારા રૂપ માં એક નવો અને શક્તિશાળી રાજા મળે.

આનવ : મારા જીવિત રહેતા તો હું તને નઝરગઢ નાં મહેલ ના દરવાજા સુધી પણ નહિ પહોચવા દવ.

વિદ્યુત : ઠીક છે ..જેવી તારી ઈચ્છા ..તો હું તારા મૃત્યુ પશ્ચાત ત્યાં પ્રવેશ કરીશ એ પણ તારા અધમુઆ શરીર પર કદમ રાખી ને.

વિદ્યુત ના ઈશારા બાદ એના બધા જ સૈનિકો એ આનવ ને બધી બાજુ થી ઘેરી લીધો.

વિદ્યુત પણ એક અત્યંત કુશળ અને શક્તિશાળી wolf હતો.

એને ચાલાકી થી આનવ પર પ્રહાર કર્યો અને આનવ ને પાછો હડસેલી દીધો.

આનવ ને યુદ્ધ માં પ્રથમ વખત કોઈ સક્ષમ યોદ્ધા મળ્યો.પરંતુ આ યોદ્ધા શક્તિશાળી હોવાની સાથે ધૂર્ત અને કુટિલ હતો.

વિદ્યુત ની યોજના પ્રમાણે ...એને આનવ ને એની સાથે યુદ્ધ માં વ્યસ્ત રાખ્યો અને..એને ઘેરી ને ઉભેલા સૈનિકો એ કોઈ પણ vampires ને આનવ ની મદદ માટે આવવા ના દીધા.અને સાથે સાથે તેઓ એ પણ આનવ પર ઘાતક પ્રહાર શરુ કરી દીધા.આનવ શક્તિશાળી તો હતો જ પણ એ ચક્રવ્યૂહ માં ફસાઈ ચુક્યો હતો.લાંબા સમય સુધી એમ ચાલતું રહ્યું,વિદ્યુત એ ફક્ત આનવ ને વ્યસ્ત રાખવાનું કામ કર્યું બાકી નું કામ એના સૈનિકો કરી રહ્યા હતા.

ધીરે ધીરે આનવ ની શક્તિ ક્ષીણ થઇ રહી હતી.પરંતુ હજુ પણ એ એટલી જ કુશળતા થી યુદ્ધ કરી રહ્યો હતો ,એમાં જ એને કેટલાય સૈનિકો જે એને ઘેરી ને ઉભા હતા એમને મોત ને ઘાટ ઉતાર્યા પરંતુ ,યોજના પ્રમાણે જેટલા સૈનિકો મરતા એની બદલા માં ભીષણ બીજા સૈનિકો ઉભા કરી રહ્યો હતો.જેના થી આનવ નું માનસિક મનોબળ તૂટી રહ્યું હતું ,જે વિદ્યુત કરવા માંગતો હતો.

આખરે વિદ્યુત ની નઝર ભીષણ પર પડી જેના હાથ માં એમનું પૌરાણિક હથિયાર હતું.

એ જોઈ ને વિદ્યુત એ તુરંત આનવ ના ડાબા પગ પર એક શક્તિશાળી હુમલો કર્યો.જેની અસર સમજે એ પહેલા જ ભીષણ એ હથિયાર સાથે એ ચક્રવ્યૂહ માં પ્રવેશી ગયો.

એ હથિયાર એક વિશિષ્ટ ભાલો હતો જે અનેક મિશ્રિત ધાતુ માંથી બનેલો અને અભિમંત્રિત હતો જેના નીચલા છેડે એક મોટી સાંકળ બંધાયેલી હતી ,જેનો મુખ્ય ઉદ્દેશ્ય vampires ને કાબુ કરવા અને મારવા માટે નો હતો

બેધ્યાન આનવ પર ભીષણ એ સાંકળ ફેંકી એને કાબુ કરી લીધો.

હવે આનવ લડવા માટે સક્ષમ નહતો.સાંકળ ની અભિમંત્રિત શક્તિ ઓ આનવ ની શક્તિઓ નું શોષણ કરી રહી હતી અને એને અત્યંત પીડા આપી રહી હતી.આનવ નું શરીર જાણે સાંકળ થી બળી રહ્યું એમ જણાતું હતું.

ત્યાર બાદ વિદ્યુત એ ભાલો એના હાથ માં લીધો અને ઈજાગ્રસ્ત આનવ ના ડાબા પગ પર ફરીથી પ્રહાર કર્યો અને ભાલો એના પગ માં પરોવી દીધો.

આનવ એ ચિત્કાર કર્યો.

આનવ : આખરે તમે લોકો એ દગા પૂર્વક જ યુદ્ધ કર્યું જે તમારી ઓળખાણ છે.

વિદ્યુત : શું કરી શકીએ આનવ ? આ યુદ્ધ છે ..સત્તા નું અને શાસન નું ..અને એના માટે દરેક વસ્તુ ઉચિત પણ છે અને યોગ્ય પણ,કદાચ તું આ વાત સમજી શક્યો હોત તો તારે તારા પુત્ર અને ભાઈ ને ગુમાવવાના ના થાત ,જો તે ઉદારતા ના બતાવીને મને જીવન દાન ના આપ્યું હોત...તો કદાચ આજે આ પરિસ્થિતિ જ નાં હોત.અને તું પણ જીવિત બચી જાત,પણ અફસોસ તારા શાસન માં તું ઉદારતા છોડી શક્યો નહિ.

પણ તું ચિંતા ના કરીશ ....હું આ ભૂલ નહિ કરું.હું નઝરગઢ માં શાંતિથી અને સમજદારી થી શાસન કરીશ.

આનવ : મુર્ખ વિદ્યુત ...તારી મહત્વકાન્ક્ષા તારા પતન નું કારણ બનશે,અને ભવિષ્ય માં એક સમય એવો આવશે કે તું સર્વ શક્તિશાળી હોવા છતાં તારી મૃત્યુ તારા માટે એક અચરજ બની જશે.અને તારા પોતાના જ વ્યક્તિ તારી મોત નું કારણ બનશે

વિદ્યુત હસવા લાગ્યો

વિદ્યુત : એમ ? ઠીક છે ...મતલબ તું માને છે કે હું સર્વ શક્તિશાળી બનીશ.

આનવ : હા છતાં પણ ...તારે સંપૂર્ણ જીવન ભટકતા જ ગાળવું પડશે...હજુ એવા ઘણા રહસ્યો છે જેના થી તું અજાણ છે,નઝરગઢ કોઈ દિવસ તારું નહોતું ,અને ક્યારેય થશે પણ નહિ.

ભીષણ : લાગે છે મૃત્યુ સમીપ આવતા આનવવેલા ભવિષ્યવક્તા બની ચુક્યા છે.

બધા હસવા લાગ્યા.

વિદ્યુત : હવે બધું ચર્ચા નહિ આનવ...પોતાના અંતિમ શ્વાસ ભરી લે.

વિદ્યુત એ ભાલો આનવ ના પેટ માં પરોવી દીધો.

આનવ હવે અસહ્ય દર્દ થી પીડાઈ રહ્યા હતા,અને એની આંખો માં અંધકાર છવાઈ રહ્યો હતો.

વિદ્યુત : આ યુદ્ધ માં તારો ખુબ સાથ રહ્યો મારા ભાઈ ભીષણ જેથી આનવ ને પ્રાણ મુક્ત તું જ કરીશ.

વિદ્યુત એ ભીષણ ના હાથ માં ભાલો આપ્યો.

ભીષણ એ આનવ પર પ્રહાર કર્યો અને ભાલો આનવ ના હદય માં માર્યો...

આનવ એ અનિરુદ્ધ ના નામ નો ચિત્કાર કર્યો......

વિદ્યુત અને ભીષણ ખુશી ના કારણે હસી રહ્યા હતા ત્યાં ...

તીર જેમ એક તલવાર ભીષણ ના છાતી નાં આરપાર થઇ ગઈ

બધા ની હસી જાણે એક દમ થંભી ગઈ,ભીષણ જમીનદોસ્ત થઇ ગયો.

વિદ્યુત એ તલવાર સામે જોઈ ને અચરજ માં પડી ગયો કે પ્રહાર ક્યાંથી થયો,

ત્યાં જેમ એમની આજુબાજુ ધૂળ ની ડમરી ઉડતી હોય એમ ધૂળ ની ચાદર છવાઈ ગઈ ,થોડીક ક્ષણો માં જયારે ચાદર હટી તો વિદ્યુત એ જોયું કે ચક્રવ્યૂહ બનાવેલા બધા જ એના સૈનિકો જમીન મર મૃત પડ્યા હતા.

વિદ્યુત કઈ સમજે એ પહેલા તો એના શરીર પર આઘાત થયો અને એ દુર જઈ પછડાયો.

પ્રહાર ની પીડા માંથી બહાર આવી એને સામે જોયું તો એને પોતાની આંખો પર વિશ્વાસ નહતો.

અનિરુદ્ધ અને વિકર્ણ એની સામે ઉભા હતા.

ભીષણ પણ તૂટતા શ્વાસે આ જોઈ રહ્યો હતો એના પણ અચરજ નો પાર નહતો.

વિદ્યુત : અનિરુદ્ધ તું ? અને વિકર્ણ ? ...બન્ને

અનિરુદ્ધ : હા જીવિત છીએ.... તારા સૈનિકો એ દિવસે અમને શોધી જ ન શક્યા.અમે જીવિત હતા.

પરંતુ તું ...નઝરગઢ અને મારા પિતા પર હુમલો કરવાની દુષ્ટતા કરી ને તે પોતાની મૃત્યુ ને આમંત્રણ આપ્યું છે.

અનિરુદ્ધ ગતિ થી વિદ્યુત પાસે ગયો અને અને પગ થી એની છાતી પર પ્રહાર કર્યો.અને વિદ્યુત ઉપાડી હવા માં ફંગોળ્યો.

વિદ્યુત પર થતું આક્રમણ જોઈ.વિદ્યુત ના સૈનિકો એ અનિરુદ્ધ ના પીઠ પાછળ આઘાત કરવાનો પ્રયાસ કર્યો.

પરંતુ એ સૈનિકો કઈ કરે એ પહેલા જ અવની એ મંત્ર થી એ લોકો ને વૃક્ષ ની ઝાડિયો માં કેદ કરી લીધા.

અનિરુદ્ધ નું ધ્યાન એ બાજુ ગયું એને અવની ને તુરંત આનવ પાસે પહોંચવા કહ્યું,અવની અને ત્રિશા બન્ને ભાગીને આનવ પાસે પહોચ્યા.

અનિરુદ્ધ વેગ થી ભીષણ પાસે પહોચ્યો અને એના છાતી માં ખુમ્પેલી તલવાર ખેંચી ને પુનઃ એના પેટ માં પરોવી ખેંચી લીધી.

ભીષણ બેસુદ થઇ ગયો.

પોતાના પિતા ની પીડા જોઈ એના ક્રોધ ની સીમા પાર થઇ ગઈ.એને વિદ્યુત ના બચેલા સૈનિકો પર ભયંકર આક્રમણ કરી દીધું ,એને અને વિકર્ણ એ મળી ને ભેડિયા ઓની લાશો ના ઢેર કરી નાખ્યા.

વિદ્યુત અનિરુદ્ધ ની સામે આવ્યો.

અનિરુદ્ધ એ તલવાર બાજુ પર મૂકી અને પોતની શક્તિ થી વિદ્યુત પર પ્રહાર કર્યો ,વિકર્ણ પણ ત્યાં જોડાઈ ગયો.વિદ્યુત વિકર્ણ અને અનિરુદ્ધ વચ્ચે ઘમાસાન યુદ્ધ પ્રારંભ થઇ ગયું.

વિદ્યુત ને સમજાઈ ગયું કે જો વધારે લાંબો સમય યુદ્ધ ચાલશે તો એનો અંત થઇ જશે ,કારણ કે અનિરુદ્ધ અને વિકર્ણ ને એકસાથે હરાવવા લગભગ અશક્ય હતું.

એને જોયું કે ભીષણ પણ અધમુઈ હાલત માં ધીમે ધીમે ઉભો થઇ રહ્યો છે.

એટલે સમય સુચકતા વાપરી...એને વિકર્ણ ને પ્રહાર થી દુર હડસેલી દીધો અને અને સૈનિકો ને ઈશારા થી બોલાવી ને અનિરુદ્ધ સાથે યુદ્ધ માં લગાવી દીધા.અને પોતે ગતિ થી ભીષણ પાસે પહોચ્યો અને એને ઊંચકી ને જંગલ તરફ પલાયન કરી ગયો

વિદ્યુત ને ભાગતો જોઈ ,વિદ્યુત ની વધેલી ખુટેલી સેના પણ એની પાછળ ભાગી.

અનિરુદ્ધ અને વિકર્ણ એ એમનો પીછો કરવાનો પ્રયત્ન કર્યો પણ અવની એ અનિરુદ્ધ ને અવાજ નાખ્યો.

અનિરુદ્ધ અને વિકર્ણ ઘાયલ આનવ પાસે પહોચ્યા.

આનવ ની હાલત જોઈ અનિરુદ્ધ ની આંખો માં ચોધાર આંસુ હતા.

અનિરુદ્ધ એ આનવ નું માથું પોતાના ખોળા માં લીધું.

આનવ : અન..અનિરુદ્ધ ....હું નઝર ....નઝરગઢ ની રક્ષા ના કરી શક્યો.

અનિરુદ્ધ : નહિ પિતાજી ...તમે નઝર ગઢ ની બહાદુરી થી રક્ષા કરી છે ,ભૂલ મારી છે કે જ્યારે જરૂર હતી ત્યારે હું તમારી સાથે નહતો.

આનવ : હું જ ઈચ્છતો નહતો કે તું અહી આવે,તું જ નઝરગઢ નું ભવિષ્ય છે.આજ થી નઝર ગઢ તારી જવાબદારી છે.મ...મારો સમય પૂર્ણ થયો.

અનિરુદ્ધ : નહિ પિતાજી હું તમને ,ક્યાય જવા નહિ દવ.

અવની તમે બન્ને બહેનો કેમ કઈ કરતા નથી ? મારા પર દયા કરો ...મારા પિતા ની મદદ કરો.

અવની : એ શક્ય નથી અનિરુદ્ધ .....

અનિરુદ્ધ : કેમ શક્ય નથી ...? તમે લોકો એ મને અને વિકર્ણ કાકા ના પ્રાણ પણ તો બચાવ્યા હતા.

અવની : હા કારણ કે તમારા ઘા સાધારણ અને સામાન્ય શસ્ત્ર ના હતા.

પરંતુ જે શસ્ત્ર થી તારા પિતા પર વિદ્યુત એ હુમલો કર્યો છે એ કોઈ સાધારણ શસ્ત્ર નથી.....આ એક જાદુઈ શસ્ત્ર છે ...જે સદીયો થી આ werewolves નો ખજાનો છે...જેનો ઉપયોગ તેઓ એ કોઈ દિવસ કર્યો નથી.

પરંતુ એ મુર્ખ આ હથિયાર ની શક્તિ જાણી શક્ય જ નહિ.

અનિરુદ્ધ : મતલબ ...?

અવની : આજ થી સદીયો પહેલા આ શસ્ત્ર અમારી માતા માયા એ werewolf ના સરદાર ને નરભક્ષી અને ક્રૂર vampires ને કાબુ માં રાખવા માટે આપેલું.

એજ રીતે vampires ને પણ આવા દાનવ werewolf ને મારવા માટે હથિયાર આપેલું.

પરંતુ મુર્ખ વિદ્યુત એ હથિયાર ની સાચી શક્તિ સમજ્યા વગર જ એનો પ્રયોગ આનવ વેલા પર કર્યો ,જયારે એતો પોતાના નગર અને રાજ્ય ની રક્ષા કરી રહ્યા હતા.જેથી આ હથિયાર એમના પ્રાણ ગયા નથી.

અને હજુ સુધી આ હથીયાર ના આટલા આઘાત પછી પણ આનવ જીવિત છે.

પરંતુ .....

વિકર્ણ : પરંતુ શું અવની ?

અવની : આ હથિયાર અત્યંત શક્તિશાળી છે એ આનવવેલા ના હદય ના આરપાર થઇ ચુક્યું છે અને ધીમે ધીમે આ હથિયાર હમેશા માટે એમના હદય માં સમાઈ જશે.અને ત્યારબાદ આનવવેલા હમેશા માટે આ હથિયાર ની સાથે ચીર નિંદ્રા માં ચાલ્યા જશે.

અનિરુદ્ધ : ચીરનિંદ્રા મતલબ ?

અવની : મતલબ કે એવી સુશુપ્તાવસ્થા જેમાં ન તો એ જીવિત હશે ના તો એ મૃત.એમના શ્વાસ થંભી જશે પરંતુ એ મૃત નહિ હોય.

અનિરુધ્ધ એ આનવ સામે જોયું ....

અનિરુદ્ધ : પિતાજી હું કઈ પણ કરી ને તમને પુનઃ જીવિત કરવાનો પ્રયાસ કરીશ.

આનવ : એની કોઈ જરૂર નથી અનિરુદ્ધ ..તું શાંતિ થી જીવન વ્યતીત કરીશ તો પણ અનેક સંતોષ મળશે. અને વી....વિકર્ણ મારા ભાઈ....

વિકર્ણ : મારા માટે શું આદેશ છે મહારાજ ?

વિકર્ણ દુ:ખી અવાજ માં કહ્યું

આનવ : મારા પુત્ર ની હમેશા સાથે રહેજે ,એને એના પિતા ની કમી કોઈ દિવસ મહેસુસ ના થાય એનું ધ્યાન રાખજે.

વિક્રર્ણ અને અનિરુદ્ધ પોતાના આંસુ રોકી શક્યા નહિ.

આનવ : તમે બન્ને બહેનો એ મારા પુત્ર અને વિકર્ણ ને બચાવી ને મારા પર ઉપકાર કર્યો છે ,અને સમય પર આવી ને નઝરગઢ ની રક્ષા કરી છે,અત્યારે તો હું આ ઉપકાર નો બદલો આપવાની હાલત માં નથી.

અવની : એવું કહી ને અમને શરમ માં ના મુકશો મહારાજ.....

આનવ : બસ એક અંતિમ ઈચ્છા છે જે આપની પાસે માંગું છું.

અવની : ચોક્કસ થી મહારાજ

આનવ : વચન આપો કે કોઈ પણ પરિસ્થિતિ આવે ..તમે મારા મારા પુત્ર નો સાથ કોઈ દિવસ નહિ છોડો.

અવની અને અનિરુદ્ધ એ એકબીજા ની સામે જોયું .....

અવની એ ઊંડો શ્વાસ ભર્યો ....

અવની : હું તમને વચન આપું છું મહારાજ આનવ વેલા ,હું તમારા પુત્ર નો સાથ આજીવન નિભાવીશ.

આનવ નાં શ્વાસ ધીમે ધીમે મંદ પડી રહ્યા હતા.

અનિરુદ્ધ બસ પોતાના પિતા ના માથા પર હાથ મૂકી ને જોઈ રહ્યો હતો.

આનવ એ અનિરુદ્ધ ને અંતિમ દ્રશ્ય સુધી જોતા જોતા આંખો બંધ કરી લીધી.

અનિરુદ્ધ ના દુ:ખ નો પાર ના રહ્યો.

અવની એ એને સાંત્વના આપી ,પણ એ પોતાના આંસુઓ ને કાબુ રાખી ન શકી.

ચારેય બાજુ સન્નાટો છવાઈ ગયો.

યુદ્ધ ના મેદાન માં અનેક શહીદો ના રક્ત રંજીત શવ પડ્યા હતા.અનેક પરિવારો ઉજડી ગયા.

આનવ વેલા નું બેસુદ શરીર હજુ પણ અનિરુદ્ધ નાં ખોળા માં હતું.

ત્રિશા એ મૌન તોડ્યું

ત્રિશા : જ્યાં સુધી મહારાજ આનવ ને પુન: જીવિત કરવાનો કોઈ ઉપાય ના મળી જાય ત્યાં સુધી એમના શરીર ને સુરક્ષિત રાખવું અત્યંત આવશ્યક છે

વિકર્ણ : હા. અનિરુદ્ધ વિદ્યુત અને ભીષણ હજુ પણ જીવિત છે અને એ નવું કાવતરું ચોક્કસ થી ઘડશે ..

અવની : હા એવી વ્યવસ્થા કરવી પડશે કે જેથી કરી ને મહારાજ ના શરીર ને કોઈ હાનિ ના પહોચે.

ત્રિશા : નઝરગઢ માં કોઈ એવી ગુપ્ત જગ્યા છે જ્યાં કોઈ પહોચી ન શકે ?

વિકર્ણ : નઝરગઢ માં ઘણી ગુપ્ત જગ્યા છે પરંતુ વિદ્યુત ને દરેક જગ્યા વિષે જાણકારી છે.

અનિરુદ્ધ : મારા પિતા ને કોઈ ગુપ્ત જગ્યા એ રાખવાની જરૂર નથી ...એ અહી જ રહેશે ..હમેશા મારી નઝર ની સમક્ષ.

અને છતાં પણ કોઈ ની નઝર માં નહિ આવે.

અવની : હું સમજી ગઈ છું તું શું કહેવા માંગે છે.

અવની એ યુદ્ધ ના મેદાન ની વચોવચ મંત્ર ની શક્તિ થી એક મોટો વિશાલ ખાડો તૈયાર કર્યો.એમાં અનિરુદ્ધ એ એક નાનકડી ઓરડી બનાવડાવી..અને એમાં એક મોટા કબાટ માં આનવ વેલા ના શરીર ને રાખ્યું.

અવની અને ત્રિશા એ જાદુ થી એ ઓરડી ના ફરતે સુરક્ષા ચક્ર ઉભું કરી દીધું.અને અનિરુદ્ધ એ ખાડો પુનઃ ભરી ને એ યુદ્ધ ના મેદાન પર એક નાનકડા ઉદ્યાન જેવી રચના કરી દીધી.અને બરોબર એ ઓરડી ની ઉપર અનિરુદ્ધ એક બેંચ મુકાવડાવી.

અવની : અનિરુદ્ધ .... આ bench શા માટે ?

અનિરુદ્ધ : જયારે પણ હું મહેલ ની ખિડકી થી આ bench ને દુર થી જોઇશ તો મને હમેશા મારા પિતા ત્યાં બેસેલા દેખાશે, જયારે પણ મને કોઈ મૂંઝવણ થશે ,કે મારા પિતા ની યાદ આવશે, હું આ bench પર જઈ બેસીશ.મને લાગશે મારા પિતા મારી સાથે બેઠા છે.

અને ભલે મારા પિતા ને મુક્ત કરતા મને સદીયો લાગી જાય ,બની શકે કદાચ હું જીવિત પણ ના રહું ...પણ મારા પિતા ના પુનઃ જીવિત થવાની આશા સાથે આ bench હમેશા અહી જ રહેશે ,અમર રહેશે.

ક્રમશ: .....................

નમસ્કાર વાચક મિત્રો ,

આશા છે કે આપ સૌ ને The secrets of નઝરગઢ નવલકથા માં આનંદ આવ્યો હશે.આપના સુંદર પ્રતિભાવ હમેશા માર્ગદર્શન આપે છે ,ખાસ કરી ને અમુક વાચકો જે નવલકથા માં રસ દાખવી ને ઉત્સાહ વધારે છે એ સૌ નો હું ખુબ આભારી છું,અને આ નવા પ્રકાશિત ભાગ માં મને જે કોઈ પ્રતિભાવ વિશિષ્ટ અને નવીન લાગશે તથા જો કોઈ વાચક આવનારા ભાગ ની કથાનક નું અનુમાન લગાવશે તો મને વિશેષ આનંદ મળશે એને એ પ્રતિભાવો નો screenshot હું ચોક્કસ થી મારી Instagram story પર મુકીશ.

નવલ કથા ને સફળ બનાવવા બદલ આપ સૌ નો ખુબ ખુબ આભાર.અને જોડાયેલા રહો નવલકથા નઝરગઢ સાથે.