સંબંધ (Part -8) Parul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • કાંતા ધ ક્લીનર - 50

    50.કોર્ટરૂમ ચિક્કાર ભર્યો હતો. કઠેડામાં રાઘવ એકદમ સફાઈદાર સુ...

  • ઈવા..

    ઈવાએ 10th પછી આર્ટસ લઈને સારી સ્કૂલમાં એડમિશન મેળવ્યું હતું....

  • ખજાનો - 21

    " ભલે આપણને કોઈને યાદ નથી કે આપણે અહીં કેમ આવ્યા છીએ તેમ છતા...

  • ભાગવત રહસ્ય - 53

    ભાગવત રહસ્ય-૫૩   પ્રથમ સ્કંધ –તે અધિકાર લીલા છે. જ્ઞાન અનધિક...

  • એક ષડયંત્ર.... - ભાગ 82

    (દિપકના ઘરે કનિકા જાય છે, પણ સિયા વિશે સાંભળી ઘરમાં બાકીના બ...

શ્રેણી
શેયર કરો

સંબંધ (Part -8)

વનિતાએ કહેલી વાતથી કવિતા જરા ઉદાસ રહેવા લાગી હતી. ઘણી મક્કમ અને વ્યસ્ત રહેવાં છતાં પણ એણે બોલેલી વાતો મનમાં ઘૂંટાયા જ કરતી રહેતી હતી. ન ઈચ્છવા છતાં મનનાં કોઈક ખૂણે વર્ષાએ વનિતાને પોતાની જીંદગીની અમુક અંગત વાતો જે કરી હતી એનું દુ:ખ સતાવ્યે રાખતું હતું. એણે વર્ષાને પોતાની એકદમ જ સાચી સહેલી માનીને બધી વાત કરી હતી, જેનો હવે તેને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો.

વનિતા એટલી ચાલાક હતી કે કવિતાને કોઈની વાત સાંભળવામાં રસ ન હતો છતાં એનાં કાને વાત સંભળાવીને જ રહી. કવિતાને હવે ચેન પડતું ન હતું. પોતાની જાતને કોસ્યા કરતી હતી. વનિતા બધે જ એની વાત પ્રસરાવી દેશે એ વાતનો ડર પણ લાગી રહ્યો હતો. એનો ડર સાચો પણ થઈ રહ્યો હતો, ધીરે ધીરે બધાં ને જ કવિતાની જિંદગી વિશે માહિતી મળી ગઈ હતી. કવિતા ન તો કોઈ સાથે લડી શક્તી કે ન તો પોતાની વાત મજબૂત રીતે કોઈનાં સામે કરી શક્તી હતી. ક્યારેક પોતાની જાત પર જ ગુસ્સો કરી લેતી હતી. એક પ્રકારનું ચિડિયાપણું તેનામાં જોવા મળતું હતું.

એક સમયે કવિતા વર્ષાને પોતાની સગ્ગી બહેનથી પણ વિશેષ માનતી હતી. આજે એ સંબંધ પર એને પારાવાર તિરસ્કાર થઈ રહ્યો હતો. વર્ષાએ જાણે એની સાથે વિશ્વાસઘાત કર્યો હોય એવું એને લાગતું હતું. કવિતાને પોતાને પણ વર્ષાની કેટલીક અંગત બાબતોની જાણ હતી. પણ સંબંધની ગરિમા ને કોઈ ખલેલ ન પહોંચે એ હેતુથી એણે એ વાત દબાવીને જ રાખી હતી. વર્ષા જોડે સંબંધ રાખ્યો હોવાનો એને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો.

કવિતા માનસિક રીતે ડીસ્ટર્બ રહેવા લાગી હતી. એ અસ્વસ્થતાની અસર એનાં કામ પર પડવાં લાગી હતી. એણે કામ એકદમ જ ઓછું કરી નાંખ્યું હતું. કવિતા એકવાર શાક લેવા માટે માર્કેટ માં ચાલી રહી હતી. એણે દૂરથી વર્ષા અને વનિતાને સાથે આવતાં જોયાં. એ નીચું મોઢું કરી ત્યાંથી પસાર થઈ ગઈ. એ લોકોની સામે જોયું જ નહિ. છતાં વનિતા અને વર્ષા એવી વાત કરતાં કરતાં જઈ રહ્યાં હતાં કે, "આપણાં બે વચ્ચેનાં સંબંધથી જલે છે, એટલે જ તો આપણી સામે નથી જોઈ રહી. " સાંભળવાની ઈચ્છા ન હોવા છતાં કવિતાએ સાંભળવું પડ્યું.

કવિતા ઘરે આવી. ઠંડા પાણીથી મોઢું ધોયું. સોફા પર આંખ બંધ રાખીને થોડીવાર બેસી રહી. અણગમતાં વિચારોનાં વમળ એને ઘેરી લેતાં હતાં. વાતચીત કરવાનાં વ્યવહારમાં સંજોગોવસાત થઈ ગયેલી ભૂલનું પરિણામ આવું આવશે એવું તો એણે વિચાર્યું જ ન હતું. કવિતાને ક્યાં ખબર જ હતી કે પાડોશી સાથે વધારીને રાખેલાં સંબંધમાં અણધાર્યા બનાવને લીધે તિરાડ પડી જશે. કવિતા હવે કોઈની પણ સામે "કેમ છો?" એવું પણ બોલી શક્તી ન હતી. બ્યૂટી પાર્લર એણે બંધ કરી દીધું હતું. બને ત્યાં સુધી કોઈને પણ મળવાનું ટાળતી હતી.

નજીવી બાબતમાં સંબંધ એટલો બધો વણસી જશે એવું કવિતાએ સપનાંમાં પણ નહોતું ધારેલું. આવી પરિસ્થતિમાં કવિતાને એક જ રસ્તો દેખાતો હતો. બને ત્યાં સુધી ઓછું બોલવું ને એકદમ ઓછાં લોકોને મળવું. કવિતા એકદમ જ શાંત રહેવાં લાગી હતી. એણે સારાં પુસ્તકોનું વાંચન કરવાનું શરૂ કર્યું, એકલામાં સારું સંગીત સાંભળી લેતી હતી. પોતાનાં મનને સ્વસ્થ રાખવા અને પોતે પ્રસન્ન રહેવા પ્રયત્ન કરી રહી હતી.

વર્ષા અને વનિતાની વાતોને પોતાનાં મગજમાંથી કવિતા સંપૂર્ણપણે કાઢી નાંખવા માંગતી હતી. એની તકલીફ એવી હતી કે કોઈને જણાવી શક્તી પણ નહોતી. ક્યારેક એકલી- એકલી , અંદરો - અંદર મુંઝાયા પણ કરતી હતી. સારાં કે ખરાબ લાગવાનાં વિચાર કરવાં કરતાં પહેલાં પોતીની જાતને સંભાળવાનું એને વધારે મહત્વનું લાગી રહ્યું હતું.