સંબંધ ( Part -1) Parul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

સંબંધ ( Part -1)

વર્ષા અને કવિતા એક જ બિલ્ડિંગમાં આજુ-બાજુ રહે.પાડોશીને નાતે એકબીજાં સાથે સારાં એવાં સંબંધ હતાં.વર્ષા કંઈપણ સારું ખાવાનું બનાવે તો કવિતાનાં ઘરે અચૂક મોકલાવે.કવિતા પણ કંઈક સારું બનાવે તો વર્ષાનાં ઘરે જરૂર મોકલાવે.બેવ જણાંને એક-બીજાં સાથે સારું ફાવી ગયું હતું.બંને સુખ-દુ:ખની વાતો કરે.શોપિંગ કરવાં સાથે જાય.ક્યાંય પણ આવવુ જવું હોય તો સાથે ને સાથે.સારો એવો સુમેળભર્યો સંબંધ હતો.

ક્યારેક તો બીજાં પડોશીઓને બંનેનાં ગાઢ સંબંધ પર અદેખાઈ પણ થતી.એકબીજાંનાં પ્રસંગો સાચવી લે. ઘરે આવનાર મહેમાનોને પણ સંભાળી લેતાં હતાં.એકબીજાં માટે સગ્ગી બહેનોથી પણ વિશેષ હતી.

એક દિવસ કવિતા રાત્રે ઘરમાં ટી.વી.જોઈ રહી હતી.ઘણી રાત થઈ ગઈ હતી.આકાશ હજી સુધી ઘરે આવ્યો ન હતો એટલે રાહ જોઈ રહી હતી.અચાનક મોબાઈલમાં રીંગ વાગી.કવિતાએ જોયું તો આકાશનો જ ફોન હતો.

"હૅલો, આકાશ ક્યાં છે તું? કેટલાં વાગ્યા?" જરા ગુસ્સામાં કવિતા બોલી.

"હૅલો, કવિતાભાભી , હું આકાશનો ફ્રેન્ડ અનંત બોલું છું.આકાશનો એક્સીડન્ટ થઈ ગયો છે.હું અને બીજાં લોકો એને હોસ્પિટલ લઈ જઈએ છે.તમે પણ જલ્દીથી વિનાયક હોસ્પિટલ આવી પહોંચો."

એક્સીડન્ટનું નામ સાંભળતાં જ કવિતા એકદમ નર્વસ થઈ ગઈ.થોડી ડરી પણ ગઈ હતી.આવાં વખતે એને વર્ષા જ સૌથી પહેલાં યાદ આવી.હાથમાં પર્સ અને ઘરની ચાવી લઈ એ ફટાફટ વર્ષાનાં ઘર તરફ ભાગી.ડૉર બેલ વગાડી.કોઈ દરવાજો ખોલે જ નહિ.કવિતાએ બે-ત્રણ વાર ડૉર બેલ વગાડી તો ય કોઈએ દરવાજો ખોલ્યો નહિ.કવિતાએ મોબાઈલ કરી જોયો , પણ કોઈ રીસ્પોન્સ હતો નહિ.વર્ષાનાં ઘરમાં બધાં જ ઘસઘસાટ ઊંઘી રહ્યાં હતાં.

'મોબાઈલ કદાચ સાયલન્ટ પર હશે.' કવિતાએ મનમાં વિચાર્યું.કવિતા ત્યાંથી ઉતાવળમાં નીકળી ગઈ.ઑટો કરી હૉસ્પિટલ પહોંચી.આકાશને પગમાં વાગ્યું હતું.આકાશ અંદર એક્સ-રે રૂમમાં હતો.એક્સ-રે રૂમમાંથી આકાશને પ્રાઈવેટ વૉર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો ને એક્સે -રે રીપોર્ટ આવવાની રાહ જોવાઈ રહી હતી.

"કેવી રીતે આ ઘટના બની?" કવિતાએ અનંતને પૂછ્યું.

"અમે બાઈક પર જઈ રહ્યાં હતાં.રાતનો સમય હતો એટલે સામેથી રોંગ વે માં ફુલ સ્મીડમાં જતી કારની જરાક ટક્કર લાગી ગઈ.અમારું બેલેન્સ છટ્ક્યું ને અમે પડ્યાં.અમારી પર બાઈક પડી.હું થોડો દૂર પડ્યો એટલે બચી ગયો.પણ આકાશનાં પગ બાઈક નીચે આવી ગયાં ને....."

અનંત કવિતાને આ વાત જણાવી રહ્યો હતો ને સામેથી હાથમાં રીપોર્ટ લઈને ડૉક્ટર શાહ આવતાં દેખાયાં એટલે અટકી ગયો.

ચિંતા ભરેલી આંખોંથી કવિતા અને અનંતે ડૉક્ટર સામે જોયું.

"વધારે ચિંતા કરવાં જેવું નથી.જમણાં પગમાં ત્રણ ફ્રેક્ચર્સ આવ્યાં છે.ઓપરેશન કરવું જોશે.કાલે મોટાં ડૉકાટર મિ. અમિત નારંગ આવવાનાં છે. એ એકવાર રીપોર્ટ્સ જોઈ લે અને આકાશને ઑબ્ઝર્વ કરી લે પછી ફાઈનલ થશે. Don't worry everything will be fine. O. K. "

આટલું બોલી ડૉક્ટર શાહ ત્યાંથી જતાં રહ્યાં.

કવિતા અને અનંત અંદર રૂમમાં આકાશને મળવાં જાય છે.આકાશ અનંતને ડૉક્ટરે લખીને આપેલી મેડિસિન્સ લેવા માટે મોકલે છે.કવિતાને એ.ટી.એમ. કાર્ડ આપી પૈસા કઢાવી કાઉન્ટર પર જમા કરાવવાં માટે કહે છે.

"આ લો, ભાભી મેડિસિન્સ લઈ આવ્યો છું." કવિતાનાં હાથમાં મેડિસિન્સ આપતાં અનંત બોલે છે.

જે મેડિસિન્સ હમણાં આકાશને આપવાની હતી એ આપી બાકીની મેડિસિન્સ કવિતા અંદર ડ્રૉઅરમાં રાખી દે છે.

અનંત આકાશ સાથે બાઈકને ગેરેજમાં આપવાં વિશે વાતચીત કરી રહ્યો હોય છે ને એનો મોબાઈલ વાગે છે.જુએ છે તો વાઈફનો કૉલ હોય છે.

"હૅલો."

"ક્યાં છે તું? હજી સુધી ઘરે આવ્યો નથી.ક્યારનો મારો ફોન કટ કરે છે.કેટલી રાત થઈ ગઈ છે."

"આવું છું ઘરે જ આવું છું.ઘરે આવીને શાંતિથી બધી વાત કરું છું."

"જલ્દી આવ."

"હા."

"આકાશ , અત્યારે હવે હું ઘરે જાઉં છું.કાલે સવારે વહેલો પાછો આવી જઈશ."

"ya, o. k "

"ચાલો ભાભી ,હવે હું હમણાં રજા લઉં છું.સવારે આવી જઈશ."

"o. k., અનંતભાઈ."

અનંત ત્યાંથી જતો રહે છે.

કવિતા આકાશની પાસે બેઠી છે.આકાશની આંખોં ઘેરાવાં માંડે છે.

"તું પણ થોડો આરામ કરી લે." એટલું બોલી આકાશ સૂઈ ગયો.

આકાશનાં સૂઈ ગયાં પછી કવિતા બાજુનાં બેડ પર આડી પડી.

(ક્રમશ:)