Amar prem - 20 books and stories free download online pdf in Gujarati

અમર પ્રેમ - ૨૦

આ ડિબેટમા બન્ને ના વિચારો જાણી જજીસને ડિબેટનુ રિઝલટજાહેર કરવા વિનંતી કરવામાં આવે છે.જજીસ તેમનો મત દર્શાવી રિઝલટ પિ્નસિપાલને આપે છે.પિ્નસિપાલ રિઝલટ જોઇ વિસ્મય પામે છે.બધાની નજર તેમની તરફ હોય છે અને કોણ વિજેતા થાય છે તે જાણવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે.પિ્નસિપાલ બધા સામું જોઇ કહે છે કે વહાલા પે્ક્ષકો તમને જાણીને ઐશ્વર્ય થશે કે જજીસના મત બન્નેને એક સરખા મળે છે તેથી ટાઈ પડે છે,હવે આ ડિબેટના નિયમ મુજબ જ્યારે પણ ટાઈ થાય ત્યારે પિ્નસિપાલ પોતાનો મત આપી વિજેતા જાહેર કરે છે.તેથી મારે મારો અભિપ્રાય આપવાનો વારો આવ્યો છે.

આ ડિબેટ ખૂબ જ રસપ્દ રહી છે,બન્ને પક્ષે ખૂબ જ સુંદર રજુઆત કરવામાં આવી છે.અરેંજ મેરેજ વિષે જેમણે ભાગ લીધો છે તેમાં સુરુના વિચારો તથા મુદ્દાસર વિવરણ ઉત્તમ રહ્યું છે.જયારે સામે પક્ષે લવ મેરેજ બાબતે જેમને ભાગ લીધો છે તેમાં બરખાના વિચારો તથા રજુઆત ઉત્તમ રહી છે.કોને વિજેતા જાહેર કરવા તે બહુ જ કપરુ કામ છે પરંતુ જ્યારે મારે મત આપવાનો થાય છે ત્યારે એક વાતની ચોખવટ કરવાનું બને છે તે હું અંગત રીતે જેને વિજેતા જાહેર કરુ તેનો અર્થ એવો નથી કે બીજા પક્ષની વિચારસરણી નબળી છે.મારા જમાના પ્રમાણેના વિચારો મુજબ અંગત રીતે હું અરેંજ મેરેજ પધધતિ આવકારું છું પરંતુ આ ડિબેટમા ભાગ લેનાર બરખાના આધુનિક વિચારધારા તેમજ તેની તરફેણમાં તેની રજુઆત ઉત્તમ રહી છે તેથી કોઇની પ્રત્યે પક્ષપાત નહી રાખતા મારા ઉપર આવેલી જવાબદારી પ્રત્યે સજાગ રહી મારો મત જાહેર કરુ છું. જે મુજબ આજની ડિબેટના વિજેતા તરીખે બરખાની ફેવરમા મારો મત આપી તેને પ્રથમ વિજેતા જાહેર કરુ છું. સભામાં હાજર ષોરતાગણ બરખાને આનંદ અને ઉત્સાહથી વધાવી લે છે.અને આ ડિબેટનુ સમાપન કરવામાં આવે છે.

સમારંભ પતી ગયા પછી સુરુ બરખાને વિજેતા થવા બદલ અભિનંદન પાઠવે છે.બરખા તેના અભિનંદન સ્વીકારી તેને કહે છે કે સુરુ ભલે મને વિજેતા જાહેર કરવામાં આવી પરંતુ તારી રજુઆત પણ ઉત્તમ હતી અને અંગત રીતે હું પણ અરેંજ મેરેજ પદ્ધતિને આવકારું છું.તેથી તને કોનસોલેશન નહી કહુ અને તને પણ આમાં સરખો ભાગીદાર ગણીશ.

સુરુ અને બરખા તેમના કોલેજના દિવસો દરમ્યાન વારંમવાર ગાર્ડન -રેસટોરનટ તથા સિનેમા થિયેટરની જગ્યાએ મલતા તેમનો પે્મ ગાઢ થાય છે.કોલેજના અંતિમ વર્ષમાં બરખા-સુરુને કહેછે કે હવે આપણે આવતા વર્ષથી અલગ પડવાનુંહોવાથી લગ્ન બાબતે ફેંસલો લેવા જણાવે છે.જુવો સુરુ હું જાણું છું કે તારી અને મારી જ્ઞાતિ અલગ છે,હું સિંધી કુટુંબમાંથી આવું છું અને તુ રાજપુતના રઇશ ખાનદાનમાંથી આવે છે.તારા માતપિતાની સંમતિ હોય તો જ આપણે લગ્ન કરવા છે જો તેમની ઇચ્છા ના હોય અને તારે તેમના ફેંસલા વિરુદ્ધ ના જવું હોય તો મારો તને કોઇ દબાવ નથી.આપણે બેષટ મિત્ર બની રહિસુ.સુરુ તેના માતપિતાને જાણ કરી અંતિમ નિર્ણય જણાવવા કહે છે.

લાષટ ઇયરની એકઝામ પછી સુરુ તેના ગામ આવે છે.સુરુ તેના માતાને બરખા વિષે તેના પ્રત્યે પે્મ હોવાની તથા લગ્ન કરવા માંગે છે તેવી વાત કરી આ માટે તેના પિતાની સહમતી મેળવવા માટે તેને વિનંતિ કરે છે.તેના મંમીકહે છે કે તારા પિતાશ્રીએ સૌરાષ્ટ્રના રઇસના ખાનદાન કુટુંબની છોકરી જોઇ રાખી છે અને તારા પિતાની ઈચછા તારા માટે આપણી નાતની છોકરી લાવવાની છે.એકવાર તુ છોકરી જોઇ આવ,જો તને ના ગમે તો હું તારા પિતાને તારી પસંદગી બાબત વાત કરીશ.

સુરુ તેના પિતાની ઇચ્છાથી રુપાબાને જોવા તેમના ગામ જાય છે.તેમને જોતા તેના રુપથી આકર્ષાય છે.તેમની મુલાકાત ગોઠવાય છે .તેમના આધુનિક વિચારો,ભણતરની હોશિયારી તથા વાક્છટાથી પ્રભાવિત થાય છે.રુપાબા પણ સુરુનો ખડતલ બાંધો અને પરસનાલિટીથી પ્રભાવિત થાય છે.બન્ને એકબીજાને પસંદ કરે છે અને LLB નું ભણવાનું પતી જાય પછી લગ્ન કરવા સહમત થાય છે.

અમદાવાદ આવી બરખાને તેમના માતપિતાની પસંદગીની છોકરી સાથે અરેંજ મેરેજ કરવાની ઈચછા જણાવે છે.આમ તેમના પે્મ પ્રકરણનો અંત આવે છે.તેઓ બન્ને તેમના લગ્ન જીવનથી સુખી અને સંતોષિ થાય છે.

સુરસિંહજીએ પોતાના પે્મ પ્રકરણ બાબત કુટુંબની મરજી પ્રમાણે નિર્ણય લીધો હતો પરંતુ અત્યારના આધુનિક જમાના અને વરસોના વહેતા પ્રવાહ અને પોતે LLB સુધી ભણ્યા હોવાથી આધુનિક વિચારો ધરાવતા થઈ ગયા હતા.અજય અને સ્વરા જો એકબીજાને પે્મ કરતા હોય અને એકબીજાને પસંદ કરતા હોય તેા તેમના પે્મમા આડખીલી રુપ નહીં બંને તેવો નિર્ણય કરે છે.............

મિત્રો હવેના પ્રકરણથી અજય અને સ્વરાની કહાની નવો મોડ લેશે તેથી હવે પછીના પ્રકરણો વાંચવાનું ચુકશો નહી

વધુ માટે વાંચો પ્રકરણ -૨૧

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED