સ઼બંધ (Part-3) Parul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સ઼બંધ (Part-3)

ડૉક્ટરનાં ગયાં પછી વૉર્ડ બૉય આવ્યો. આકાશ અને કવિતાને ચા - નાશ્તો આપી જતો રહ્યો."

"કવિતા સાંજે ટીફિન નહીં લઈ આવતી. હું અહીં જ ખાઈ લઈશ. અનંત આવે પછી તું જતી રહેજે. પછી કાલે સવારે સીધી ટિફીન લઈને આવજે." આકાશે કવિતાને કીધું.

"હા."

"ચા-નાશ્તો કરી, આકાશે મેડિસિન લીધી. કવિતા જોડે વાત કરતો હતો ને અનંત આવી ગયો.

અનંતનાં આવ્યાં પછી કવિતા ત્યાંથી ઘરે આવવા માટે નીકળી ગઈ.

વિઝિટીંગ આર્સમાં આકાશ અને કવિતાનાં ફ્રેન્ડ્સ, રીલેટીવ્સ ખબર પૂછવા માટે આવતાં રહેતાં હતાં. વર્ષા પણ એનાં હસબન્ડ હિતેશ સાથે મળવાં માટે આવી .

આવીને હિતેશનાં ખબર અંતર પૂછ્યાં. પછી ધીરે રહીને બોલી, "કવિતા નથી."

"એ તમારાં આવવાંનાં પાંચ મિનિટ પહેલાં જ ઘરે જવા માટે નીકળી." આકાશે જવાબ આપ્યો.

આકાશનાં એક્સીડન્ટ પછી કવિતા માટે એવાં સંજોગો બની રહ્યાં હતાં કે એનો ને વર્ષાનો મેળાપ થઈ રહ્યો હતો જ નહિ. મોબાઈલ દ્વારા પણ સંપર્ક કરવાનું બનતું ન હતું. આકાશ સાથે થોડી વાત-ચીત કર્યા પછી , "હજી એક સંબંધીને ત્યાં જવું છે." એમ કહી વર્ષા ને હિતેશે ત્યાંથી જવાની રજા લીધી.

કવિતા ઘરે આવી. ફ્રેશ થઈ. વર્ષાને મળવા ગઈ. વર્ષા ઘરે મળી નહિ. મોબાઈલ કર્યો, પણ વર્ષા હિતેષ જોડે બાઈક પર હતી એટલે એને રીંગ સંભળાઈ રહી ન હતી.

કવિતાએ પોતાનાં માટે રસોઈ કરી. જમી લીધું. બીજાં દિવસે આકાશનાં પગનું ઓપરેશન હતું, એટલે એની તૈયારી કરી. આખા દિવસની દોડધામથી થાકેલી હતી એટલે રાત્રે જલ્દી સૂઈ ગઈ.

સવારે વહેલી ઉઠી ગઈ. ઘરનું કામ પતાવ્યું રસોઈ કરી. ટીફિન લઈ હોસ્પિટલમાં પહોંચી ગઈ. આકાશ જમ્યો, પછી એને ઓ. ટી. માં લઈ ગયાં. લગભગ ચાર કલાક સુધી ઑપરેશન ચાલ્યું. ઑપરેશન પત્યાં પછી આકાશને આઈ.સી.યૂં માં લઈ જવામાં આવ્યો.

"આકાશને 24 કલાક આઈ.સી.યૂ. માં રાખવામાં આવશે. પછી એને પોતાનાં વૉર્ડમાં મોકલવામાં આવશે." ડૉક્ટરે ઓ.ટી.નાં બહાર નીકળ્યા પછી બોલ્યાં.

"ઓ.કે.ડૉક્ટર." કવિતા અને અનંતે કહ્યું.

"અરે, હા.., જરા આકાશની ફાઈલ લઈ મારી કેબિનમાં આવજો. કઈ મેડિસિન્સ ચાલુ રાખવાની છે એ જરા જોઈ લઉં."

" યસ, ડૉક્ટર."

ડૉક્ટરનાં કેબિનમાંથી બહાર આવ્યાં પછી અનંતે કવિતાને કહ્યું, " ભાભી હવે તમે ઘરે જાઓ, આરામ કરો, ને સીધા પરમ દિવસે આવજો. આમ પણ આઈ.સી.યૂ. માં આપણને અંદર જવા દેશે તો નહિ. હું છું અહીંયા."

" ના અનંતભાઈ."

ના સાંભળી અનંત ચોંકી ગયો.

"હું અહીંયા જ છું. તમે જાઓ એક દિવસ આરામ કરી લો."

અનંત કવિતાને ના પાડી શક્યો નહિ. એ ઘરે જતો રહ્યો. કવિતા રૂમમાં ગઈ.ટીફિનમાં જે કંઈ વધ્યું હતું તે ખાધું. ટીફિન ધોયું. પછી બેડ પર આડી પડી. ઘણી થાકેલી હતી એટલે આડી પડતાં જ આંખ મીંચાઈ ગઈ. થોડી વારમાં તો ઘસઘસાટ સૂઈ ગઈ.

સવારે વૉર્ડ બૉય ચા- નાશ્તો લઈને આવ્યો ત્યારે આંખ ઉઘડી. બ્રશ કરી, મોઢું ધોઈ ચા- નાશ્તો કર્યા. પછી ન્હાવા ગઈ. નાહ્યાં પછી માથું ઓળાવ્યું. હાથમાં મોબાઈલ લઈ ટાઈમ પાસ કરતી બેઠી હતી. વૉર્ડ બૉય ખાલી વાસણ લેવા આવ્યો ત્યારે એની પાસે ન્યૂઝ પેપર મંગાવ્યું. વૉર્ડ બૉય ન્યૂઝ પેપર આપી ગયો. કવિતાએ ન્યૂઝ પેપર વાંચવાં લાગી. વાંચતાં વાંચતાં એને થયું કે વર્ષાને ફોન કરું.એણે વર્ષાનાં મોબાઈલ પર કૉલ કર્યો.

હૅલો, વર્ષા."

"ના...., હું શીતલ. વર્ષા બાથરૂમમાં છે. તમે...."
" હું , કવિતા, વર્ષાની ફ્રેન્ડ. તમે કોણ....?"

"હું વર્ષાની બહેન છું."

"ઓહ.., ઓ.કે., હું પછી વર્ષા સાથે વાત કરી લઈશ."

"તમને ડૉક્ટર મળવા માટે બોલાવે છે." એક નર્સે કવિતાને આવીને કીધું.

"હા, જાઉં છું મળવા માટે."

(ક્રમશ:)