લવ બ્લડ - પ્રકરણ-62 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બ્લડ - પ્રકરણ-62

લવ બ્લડ
પ્રકરણ-62
ડમરૂનાથ હોલમાં આવીને જોયુ તો ઘોષ અને સૌરભ એકલાં બેઠાં છે એમણે સૌરભને પૂછ્યું" એય જાડીયા પેલો સુરજીત અને મેડમ ક્યાં ગયાં ? ક્યારે નીકળ્યા ? પછી બાજુમાં ઉભેલા સેવકને જોરથી તમાચો ચોંડી દીધો.. સાલા રાસ્કલ આ લોકોને બહાર કેમ જવા દીધા ? તને ખબર નથી હું એમને.. બાવો આગળ બોલે પહેલાં સેવકે ડરતાં કહ્યું "બાપજી તમે ક્યાં કીધુ હતું કે બહાર નહીં જવા દેવાનાં ? એતો મહેમાન હતાં ને આપણાં ?
બાવાએ બીજી બે ઝાપટ રસીદ કરતાં કહ્યું "બધુ કહેવાનું હોય ક્યાં ગયા ? કંઇ બાજુ ગયાં ? પેલાએ કહ્યું અહીંથી બહાર નીકળી દોડતાં ડાબી બાજુ ગયાં છે તપાસ કરી આવુ ? પકડી લાવુ ? બાવાએ કહ્યું "જા જલ્દી તપાસ કર એલોકોને લઇ આવજે અને ના લાવ્યો તો તારી લાશ પડશે આજે.
પેલો ગભરાઇને ડાબી બાજુ દોડ્યો બાવાએ તરતજ મોહીતો અને પ્રવારને ફોન કરીને ચેતવ્યા કે સુરજીત અને મેડમ હોલથી ક્યાં ગયા ? તપાસ કરાવો અને પેલા સર આવી ગયાં ? કેટલે પહોચ્યો ? કેટલી કુમક પોલીસની આવી છે ? બધાંને હથિયારધારીને કહી દો જેને જુઓ એ ગોળી મારી દો કોઇ આશ્રમમાં પ્રવેશવા ના જોઇએ બઘાંજ ગેટ બંધ કરાવી દો આજે આખરી ખેલ ખેલવાનો છે અને હાં પેલી છોકરીઓને અહીં હોલમાં લઇ આવો કોઇ એકપણ આઘી પાછી ના થવી જોઇએ એમાં ક્યાંય ભૂલ ના થાય.
પ્રવારે કહ્યું "બાપજી બધાંજ ગેટ બંધ છે પૂર્વની હદમાં કાંટાળી તાર છે એમાં વીજળી ચાલુ કરાવી દઊ છું બધોજ બંધોબસ્ત પાકો છે કોઇ આશ્રમમાં પ્રવેશી નહીં શકે.
બાવાની આંખમાં તીખાર અને હોઠ પર હાસ્ય આવી ગયું પછી બોલ્યો બસ થોડાંક કલાક છે પછી કોઇ મારું બગાડી નહી શકે જોઊં છું મને કોણ હાથ અડકાડે છે ?
ત્યાંજ પ્રવાર પાછો દોડતો આવ્યો બાપજી ઉત્તર દિશામાંથી મશાલ લઇને મોટું ટોળુ આવી રહ્યું છે ખબર નથી આ બધો કોનો પ્લાન છે ત્યાં કોઇજ નથી શું કરુ ?
ડમરૂનાથ વિચારમાં પડી ગયો.. આ શું થઇ રહ્યું છે ? આ પેલો ડામીસ સુરજીતનોજ પ્લાન છે.. કંઇ નહી એમ કહીને ગેસ્ટ હાઉસ તરફ રીતસર દોડ્યો.
**********
ઓ મેડમ હવે આપણે પહોચી ગયાં છીએ તમારાં મીસ્ટર રોયને મળશે મજા આવશે હવે કંઇ કહેવું છે ? સુચીત્રાનાં મોઢાં પર હવે કપડું બાંધી દીધું અને બાંધીને એનાં સાથી સાથે ખાસ ગેટમાંથી આશ્રમમાં પ્રવેશી ગયો. સુચિત્રાને એક પાછળનાં ભાગમાં એક રૂમમાં લઇ ગયાં.
**************
દેબુએ કહ્યું "સુજોય અંકલ નથી આપણે ત્રણ અહીંયા છીએ ચીફ શું કરી રહ્યાં છે ? શેની ધીરજ કરી રહ્યાં છે ? એનાંથી ના રહેવાયુ એ ફોન કરવા પ્રયત્ન કરતો હતો ત્યાંજ ચીફનો ફોન સામેથી આવ્યો "દેબુ સુજોય આવ્યો ? નથી આવ્યો ? ક્યાં ગયો ? એ કોઇ મુશ્કેલીમાં તો નથીને ? હવે અજવાળુ થવા આવ્યું અમે લોકો આગળ વધી રહ્યાં છીએ તું છોકરીઓને લઇને આગળ વધ અને એવુ લાગે તો પહેલાં તું આગળ જા અમે આ બાજુથી આગળ વધીએ છીએ છોકરીઓને તને ફોલો કરવા કહેજો એ લોકોને ડર લાગતો હોય તો અમારી પાસે મોકલી દે તું સુજોયની તપાસ કર છેલ્લી ઘડીઓ એણે કોઇ પ્લાન બદલ્યો છે કે શું ?
સિધ્દાર્થ સૂચના આપતો હતો એ ત્રણે જણાં સાંભળી રહેલાં નુપુરે કહ્યું ના અમે તારી સાથેજ રહીશું કોઇ ડર નથી આપણે સુજોય અંકલની સાથે થઇ જઇએ.
દેબુએ કહ્યું ના સર અમે ત્રણે સાથેજ જઇએ છીએ ત્યાં આશ્રમની હદ પર તમારી સાથે થઇ જઇશું સુજોય અંકલ મળે તરતજ ખબર કરીશું
સિધ્ધાર્થ કહ્યું અને જીપ હમણાં નથી લઇ રહ્યાં એનાં અવાજથી એ લોકો સતર્ક થઇ જશે અને પગપાળાજ આગળ વધી રહ્યાં છીએ બેંગલ પુલીસની કુમક પણ નજીક આવી ગઇ છે એટલે વાંધો નથી પણ તું જાણ કરતો રહેજો. ટેઇક કેર એમ કરીને ફોન મૂક્યો.
દેબુએ અને રીપ્તા-નુપરે એમની ગન સાથે રાખીને આગળ વધવા માંડ્યા ઝાડીમાંથી ધીમે ધીમે આગળ વધી રહેલાં ત્યાંજ આશ્રમની હદમાંથી ગોળી છૂટી અને એક સાથે ધાંય ધાંયનાં અવાજ આવ્યા ત્રણ સતર્ક થઇ ગયાં ઝાડીમાં છુપાઇ ગયાં બચી ગયાં. દેબુએ કહ્યું "એ લોકોને આપણી ખબર પડી ગઇ લાગે છે આપણે ત્રણે સાથે નથી ચાલવુ ત્રણે નજીકજ પણ અલગ અલગ એકબીજાને જોતાં આગળ વધીએ ટેઇક કેર કોઇ ઉતાવળ ના કરતાં. અને ધીમે ધીમે સાવધાનીથી આગળ વધી રહ્યાં હતાં.
આગળ જતાં મોટી મોટી ઝાડીઓ આવી લપાતાં છૂપતાં આગળ વધી રહેલાં એકબીજાને હવે દેખાતાં નહોતાં. દેબુએ ધીમા અવાજે કહ્યું "નુપુ.. રીપ્તા તમે લોકો કેમ દેખાતાં નથી ? આગળ ઝાડી ઓછી છે તમે આગળ બધી ઉભા રહો હમણાં હવે આગળ વધવુ નથી. થોડીવાર ચૂપકીદી છવાઇ ગઇ કોઇનો કોઇ અવાજ નહોતો આવી રહ્યો. દેબુ બઘવાયો એ ઝડપથી આગળ વધીને જોવા લાગ્યો એણે જમણી બાજુની ઝાડીમાં રીપ્તાને જોઇ ધીમેથી બૂમ પાડી કહ્યું હવે આબાજુ આવી જા અને એની ડાબી બાજુ નુપુર ના દેખાઇ એને ચિંતા થઇ એણે ઝાડીમાંથી બહાર નીકળીને જોયુ તો કોઇ બુકાનીધારી જેવો પડછંદ માણસ નુપુરનું મોં દાબીને ઝડપથી ઊંચકીને જઇ રહેલો દેબુએ બૂમ પાડી એય કોણ છે ? નુપુર-નુપુર અને પેલો જઇ રહેલો માણસ ઝાડીમાં અદશ્ય થઇ ગયો.
રીપ્તાએ દેબુની નજીક આવી પૂછ્યું ? શું થયું ? ક્યાં છે નુપુર ? પેલો માણસ જઇ રહેલો એ દિશામાં આંગળી કરીને કહ્યું કોઇ એને ઊંચકીને લઇ ગયો. રીપ્તા અને દેબુ એ દિશામાં દોડ્યા અને પેલો જેવો નજરમાં આવ્યો દેબુએ ગોળી ચલાવી પેલો નિશાન મૂકાવીને પાછો ઝડપથી ઝાડીમાં ભાગ્યો અને એનાં દોડવાનાં અવાજ આવતાં હતાં પણ દેખાતો નહોતો અવાજની દિશામાં રીપ્તા અને દેબુએ ગોળીઓ છોડી પણ કંઇ પરીણામ ના આવ્યુ બંન્ને જણાં આગળને આગળ પેલા માણસની પાછળ દોડી રહેલાં.
બધી ઝાડી પુરી થઇ ગઇ સામે સીધો આશ્રમ હતો નુપુર કે એ માણસ દેખાતો નહોતો. દેબુ બઘવાઇ ગયો એણે ચાર બાજુ બૂમો પાડવી ચાલુ કરી નુપુર નુપુર પણ કોઇ જવાબ ના મળ્યો. જવાબમાં સામેથી ગોળીઓ ચાલી.. રીપ્તા અને દેબુ નિશાન ચૂકાવી પાછાં ઝાડી પાછળ ભરાઇ ગયાં.
ગેસ્ટ હાઉસનાં રૂમમાં પહોંચી બાવાએ મીનીસ્ટરને કહ્યું તમે તો આખી રાત રંગીન કાઢી હવે તમારાં માટે તાજોજ શિકાર આવ્યો છે મસ્ત નાજુક કુમારી કળી.. મારી એની સાથે બહુ જૂનો નાતો છે હું પહેલાં એની નથ ઉતારીશ પછી તમારો વારો એમ કહી હસતો હસતો બીજા ભવ્ય રૂમમાં ગયો ત્યાં હરણીની જેમ ફફડતી નુપુર ઉભી હતી. એની પાસેથી ગન અને નાનાં ચાકુ મોહીતાએ કાઢી લીધેલાં.
મોહીતો બોલ્યો "બાપજી આ હરણી નથી આતો જંગલની વાઘણ જેવી છે મેં બે ચાર વાર પ્રયત્ન કરેલો પણ એની માં મારાં હાથમાં નથી આવી તમે આરામથી આ પ્રસાદ ભોગવી લો હું બહાર ઉભો છું.
ડમરૂનાથે કહ્યું "મને બધી ખબર છે તું જેની પાછળ હતો એ એની માં જ્યોતિને મેં મસ્ત ભોગવી છે હજી પણ એ રાત મને વરસાદની યાદ છે આ તો એનીજ છોકરી છે પેલાં રોયનાં છોકરા જોડે ફરે છે પણ આજે બાપ દીકરો બંન્ને ... એમ કહીને બિહામણું હસવા લાગ્યો.
નુપુર બધુ સાંભળી રહી હતી અને માંની કહેલી બધી વાતો યાદ આવી ગઇ એને નક્કી થઇ ગયું કે આ નરાધમોએજ મારી માંનું શિયળ લૂટ્યુ હતું એણે ડમરૂનાથને કહ્યું એય ચંડાળ ખબરદાર મારી નજીક પણ આવ્યો છે તો તારી ચામડી ઉતરડી નાંખીશ.
ડમરૂનાથે કહ્યું "આહા બોલે છે પણ રૂપાની ઘંટડી જેવું બહાદુર છે તારી માં જેવી પણ રહીં તારુ કઈ નહીં ચાલે અને કહીને બાજુમાં પડેલી સુરા મોઢે માંડી અને પછી બોલ્યો સીધી રીતે મને વશ થઇ જા ખૂબ મજા કરાવીશ તારાં એ દેબુમાં શું બળ્યુ છે મારો સહવાસ કર જન્નત બતાવીશ એમ કહીને નુપુર તરફ આગળ વધ્યો. નુપુરે એનાં હાથની કરામત બતાવીને બાવા પર પ્રહાર કરવા હાથથી પ્રહાર કર્યો પણ પહોચેલો બાવો બધી રીતે બળીયો અને ચાલાક હતો એ હાથચાલાકી સમજી ગયો અને ત્વરાથી નુપુરનો હાથ પકડી લીધો. એનાં હાથ પક્ડીને આમળીને કેડ તરફ લઇ ગયો. અને પછી...
વધુ આવતા અંકે ---પ્રકરણ-63