લવ બ્લડ - પ્રકરણ-61 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બ્લડ - પ્રકરણ-61

લવ બ્લડ
પ્રકરણ-61
સુજોય અને રીપ્તા બંન્ને જે જગ્યાએ બેઠાં હતાં તેની સામેની તરફ આશ્રમની હદ હતી પછી અંદર આશ્રમ થોડે દૂર હતો. સૂજોયની નજર સતત એ તરફ હતી. રીપ્તાની આંખો નમી જતી હતી એને ઊંઘ આવી રહી હતી સુજોયે એની સામે જોયું એને ખબર પડી ગઇ કે આને ઘેન ચઢ્યુ છે પણ કાંઇ બોલ્યો નહીં થોડીવાર ચૂપચાપ જોયા કર્યુ કે થાકેલી છે ભલે થોડી ઊંઘ ખેંચી લેતી.
આશ્રમની હદમાંથી થોડો ટોર્ચનો પ્રકાશ ફેલાયો સુજોય સાવધ થઇ ગયો એણે ઊંધતી રીપ્તાને ત્યાંજ રહેવા દઇ એ પોતાની ગન લઇને એ પ્રકાશ તરફ આગળ વધ્યો ધીમે ધીમે પાઘોડિયા ભરીને આગળ વધી રહ્યો હતો. થોડીવારમાં ટોર્ચની દિશામાં આગળ વધી જ્યાં ટોર્ચનો પ્રકાશ શરૂ થતો હતો ત્યાં ટોર્ચ મારનારની નજીક પહોચી ગયો અને ટોર્ચ બંધ થઇ ગઇ.. કાળા ઘોર અંધારામાં આગળ શું થયું ખબર ના પડી.
**********************
દેબુએ ફરીથી માં ને ફોન કર્યો અત્યારે રીંગવાગી અને તરતજ ફોન ઉપાડ્યો. એને માંની ચીસો સંભળાઇ એણે ચીસ પાડીને કહ્યું "માં માં શું થયું ? તમે કેમ ચીસો પાડો છો શું થયું ? અને ફોન પર કોઇ આદીવાસીનો અવાજ સંભળ્યો અને એની જંગલીભાષામાં એણે કહ્યું "તારી માં મારાં કબજામાં છે તું ત્યાંથી ફોન કરીને મને ડીસ્ટર્બ ના કરીશ નહીતરં હમણાં સામેથી ગોળી આવશે અને તને વીંધી નાંખશે તારો અવાજ ઊંચો થયો તો તારો ખેર નથી.
તારી આ ડાર્લીગ માં તારી સાથેજ આવી રહી છે બાવાની સેવામાં ... તારો બાપ ત્યાંજ છે તારાં માં બાપનું મિલન તારે જોવું છે ને ? તું પહોચ્યો છું ત્યાં એનાં અડધા સમયમાં હું ત્યાં હોઇશ હવે ફોન મૂક સાલા.. એમ કહી ફોન કપાઇ ગયો.
દેબુ ગભરાઇ ગયો હતો એને થયુ માં ને કોણે કીડનેપ કરી ? અહીં કેમ લઇને આવે છે ? શું પ્લાન છે ? પાપા પણ અંદર ફસાયા હશે આ બધું શું ચક્કર છે ? એણે નુપુર સામે જોયું નુપુરે કહ્યું "શું થયુ માં ને ? શું તું બોલી રહ્યો છે ? દેબુ બધી વાત કરી માં ને કોઇએ કીડનેપ કરી છે અને અહીં આશ્રમ લાવે છે. ચોક્કસ આ બાવાનાં કારસ્તાન છે.
આ બાવાને તો હું નહીં છોડુ. સાલો નીચ મારાં હાથમાં આવે એનુ માથુજ કાપી લઇશ. દેબુ એટલો ગુસ્સામાં હતો કે થર થર ધ્રૂજતો હતો ડર અને ગુસ્સો બંન્ને એનાં મગજ પર હાવી થઇ ગયો હતો.
નુપુરે કહ્યું દેબુ આમ ઉગ્ર ના થા શાંત ચિતે વિચાર કરીએ આમ કોઇ ભૂલ કરી બેસીશુ પ્લીઝ ચાલ સુજોય અંકલ પાસે જઇએ એમને બધી વાત કરીએ એ કંઇ રસ્તો બતાવશે એટલે ચીફ સાથે વાત થાય એલોકોને જાણ કરવી ખાસ જરૂર છે.
દેબુએ ચિંતીત ચહેરે કહ્યું "ઓકે ચાલ.. એ લોકો સુજોય આવ્યો હતો એ દિશામાં અંધારાંમાં ચાલતા ચાલતા જઇ રહ્યાં હતાં થોડે દૂર પહોચી દેબુ બોલ્યો આટલામાંજ હતાં અને એ લોકો રીપ્તા સૂતી હતી ત્યાં આવી પહોચ્યાં.
દેબુ એકદમ નજીક જઇને જોયું તો રીપ્તાજ ઊઘતીજ હતી એણે રીપ્તાને ઉઠાડીને કહ્યું "નીંદર માં હતી ? કેમ સૂઇ ગઇ ? સુજોય અંકલ ક્યાં છે ?
રીપ્તા સફાળી બેઠી થઇ ગઇ એ ઊંઘરેટા અવાજે બઘવાઇ બોલી "તમે લોકો અહીંયા ? શું થયુ ? અને સુજોય અંકલ ક્યાં છે ? મને નીંદર આવી ગયેલી સોરી..
દેબુએ કહ્યું "હું તને એજ પ્રશ્ન કરુ છું સુજોય અંકલ ક્યાં છે ? રીપ્તા માં ને કોઇએ ઘરેથી કીડનેપ કરી છે મેં એને અંકલનાં ફોનથી ફોન કરેલો. મને ખૂબ ડર લાગી રહ્યો છે કે માંની સ્થિતિ શું હશે ? હું અંકલને જણાવવા અને કંઇક રસ્તો કાઢવા કહેવા આવ્યો. મારે મદદની જરૂર છે.
રીપ્તા સાંભળીને આઘાત પામી "માંને કીડનેપ કરી ? કોણે ? કેમ ? દેબુ કહે એને પણ અહીં બાવાનાં આશ્રમે લાવે છે કહેતો હતો તમારાંથી અડધા સમયમાં બાવાનાં પગમાં હશે માં.
રીપ્તા કહે હમણાંતો અહીંજ હતાં મારી આંખ લાગી ગઇ અને એટલામાં ક્યાં ગયા ? દેબુ અંકલ વિચિત્ર વર્તન કરી રહેલાં એમણે જીપમાં જઇને ડ્રીંક લીધેલું પછી ખબર નહીં મને સૂવાનુ કહી આરામ કર કહ્યું અને ગૂમ થયાં લાગે હું ખૂબ થાકી હતી આંખ મળી ગઇ..
રીપ્તાએ કહ્યું "તારી પાસે ફોન છે સિધ્ધાર્થ અંકલને ફોન કર કંઇક જરૂર જાણવા મળશે એમને માહીતી આપણી જરૂરી છે.
દેબુએ તરતજ ફોનથી ચીફનો સંપર્ક કર્યો અને બધી જ વાત જણાવી. ચીફ ચિંતામાં પડી ગયાં એમણે કહ્યું "હું તપાસ કરાવુ છું હવે અધારું પણ ધીમે ધીમે ઓછું થશે સવાર પડી ગઇ છે એટલે ઘણું સ્પષ્ટ થઇ જશે તમે લોકો ત્યાંજ રહો અને સુજોયને ફોન આપ હું એને સમજાવુ છું.
દેબુ કહે "સુજોય અંકલ અહી નથી રીપ્તાને આરામ કરવાનુ કહીને ક્યાંક ગયા છે અહીં આસપાસ નથી કોઇ અમે એ જ ચિંતામાં છીએ.
સિદ્ધાર્થ વિચારમાં પડી ગયો. એણે કહ્યું તમે લોકો ત્યાંજ રહેજો આઘાપાછા ના થતાં હું ફરીથી ફોન કરુ છું આગળ શું કરવું છે એ સમજાયા પછીજ એકશનમાં આવશે. નુપુર અને રીપ્તા દેબુને આશ્વાસન આપવાં લાગ્યાં.
*****************
ક્યાંય સુધી બાવો આવ્યો નહીં. સુરજીત એનાં આગળનાં એક્શનની રાહ જોઇ રહેલો સુરજીતે સૌરભ અને ઘોષને કહ્યું આમને આમ રાત વીતી ગઇ એ હજી પાછો આપ્યો નથી ખબર નહીં ક્યાં શું કરી રહ્યો છે ? પણ હવે સવાર પડશે આપણાં લાભમાંજ છે અંધારામાં થોડી અગવડ પડત. પણ મને પ્રશ્ન એ છે કે એને આટલી સીધી વાત કર્યા પછી એ ક્યાં ગૂમ થઇ ગયો ? તમે ત્રણે જણાં અહીંજ રહો. મેડમનું ધ્યાન રાખજો હું બહાર જઇને આવુ ખબર તો પડે શું ચાલી રહ્યું છે ?
સુરજીતે એવુ કહ્યું અને કાચની દિવાલ પાછળ બીજા ભાગમાં વધુ માણસો આવ્યા હોય એવાં અવાજ આપ્યાં. સુરજીત સાવધ થયો એ કાચમાંથી બીજી તરફ જોવા પ્રયત્ન કરવા લાગ્યો કંઇ દેખાતું ન હતું પણ કંઇક વાતચીતનો અવાજ આવી રહેલો પણ કોણ શું બોલે છે સમજાતું નહોતું.
રીતીકા સુરજીત પાસે આવીને કહ્યું "મારી ચિંતા વિના તું કંઇ પણ કરજે મને વિશ્વાસ છે કે બાવો કંઇ નહીં કરી શકે મને આ લોકોનાં આશરે ના છોડીશ તું કહે તો તારી સાથે આવવા તૈયાર છું સુરજીત રીતીકાની સામે જોઇ રહ્યો અને બોલ્યો "ઓકે હું તને સાથે રાખીશ.
*************
બોઇદો અને એનો સાથી બંન્ને પુર ઝડપે જીપમાં સુચીત્રાને લઇને જંગલમાં પ્રવેશી અડધે સુધી આવી ગયેલાં સ્પીડોમીટરમાંથી કાંટો તૂટીને બહાર નીકળી જાય એટલી જીપની ઝડપ હતી.
બોઇદાનો સાથી બોલ્યો "મેડમને અંદર તો નાંખ્યા પછી ક્યારે ક્યાંથી મોબાઇલ કાઢ્યો ખબરજ ના પડી એતો સારું થયુ આટલાં જીપમાં અવાજમાં મને ફોનની રીંગ સંભળાઇ હતી જંગલમાં એમનો મોબાઇલતો બંધ થઇ ગયેલો પણ સેટેલાઇટ ફોનથી કોઇ વાત કરે છે સમજાઇ ગયું અને એ છોકરો પેલો દેબુજ હતો. હવે આમને પહોચાડી આપણે આપણું ઇનામ લઇ લઇશું. બાપજી ખૂબજ જલ્સા કરાવશે એ નક્કીજ.
બોઇદો દાઢમાં હસ્યો "કોઇને કંઇ ખબરજ ના પડી અને આપણે આપણુ કામ પાર પાડી દીધુ.. પણ મને એ ના સમજાયુ કે પેલાને આ દેબુની માં માં શું રસ પડ્યો ? હશે આપણે શું ? એનો બાપ ત્યાં છે. હશે કોઇ એનું ઊચું ષડયંત્ર આપણે આપણાં ઇનામથી મતલબ..
સુચિત્રા બંન્નેની વાત સાંભળી રહેલી એને થયુ મને કીડનેપ કરાવવામાં બાવા સિવાય કઇ વ્યક્તિ રસ ધરાવી શકે ? સુરજીત ત્યાં છે એટલે મારે ક્યાં ચિતાં છે સારું થયુ હું સુરજીતને તો મળીશ ત્યાં જે થવાનું હોય એ થાય. મારો દેબુ સલામત રહે બસ એજ ઇશ્વરને પ્રાર્થના...
***********
ડમરુનાથે કહ્યું "પેલા સાહેબને બોલાવ્યા ? આવી ગયાં ? એ ના હોત.. તો આપણુ કામ થાત નહીં. પેલો મીનીસ્ટર અને સહામણીક પણ અંદર પીને- સાલાઓ આખી રાત પેલી છોકરીઓની ફેંદી છે પ્રવાર એ પતી ગયેલાં એમને એમનાં રૂમમાં પહોચાડી દે હમણાં નવા મહેમાન આવવાનાં છે.
પેલાં સુરજીતે મને ચેલેન્જ કરી છે પણ આ આવનાર મહેમાન આવી જાય પછી એનો જવાબ એને આપીશ અને આખરી ખેલ ખેલીશ પછી જોઊં છું શું થાય છે ?
ચાલ હું એને ચેતવીને આવુ છું જોઊં છું પછી એ શું જવાબ આપે છે અને ડમરૂનાથ સુરજીત પાસે જવા માટે નીકળ્યો તો જોયું કે...
વધુ આવતા અંકે -પ્રકરણ-62