Characterless
ગતાંકથી ચાલુ......
અઢારમાં ભાગમાં તમે જોયું કે અમારા ક્લાસમાં મારી અને સરલની પ્રેમ વિશેની ખોટેખોટી અફવા ઉડી હતી.એમાં સાગર-સરલ બંને લોકો મને જ આ બાબતે દોષી ગણે છે અને મારી પર ગુસ્સો કરે છે, એમની સાથે મારી થોડી બોલાચાલી થાય છે. પછી હું કોલેજથી સીધો દોસ્ત ગાર્ડનમાં જાઉં છું ત્યારે સુરજના પપ્પાનો સુરજની તબિયત સારી છે એ બાબતે ફોન આવે છે ત્યારે હું અને રાહુલ બંને જણા હોસ્પિટલમાં સુરજને મળીએ છીએ જે હજી કોમામાં છે. અને અંતે કુલર આગળ સમીક્ષાદીદી અમને મળે છે પછી તેઓ અમને એક વાત જણાવે છે. હવે જોઈએ આગળ શું થશે ?
સમીક્ષાદીદીએ કહ્યું કે આકાશ ! ઘણા સમયથી એક વાત કહેવાની હતી. તો મેં કહ્યું જણાવો દીદી શું વાત છે ? દીદીએ કહ્યું હા તો સાંભળ, યાદ છે લગભગ ૨ મહિના પહેલા રાત્રિનો સમય હતો. સરલ મને મળવા આવેલી, અચાનક જ તું આવ્યો અને સરલને કહ્યું કે જણાવીને તો આવી શકતી હતી વગેરે વગેરે. એ વખતે તારા અવાજથી હું જાગી ગઈ હતી, તમે બંને જણા ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા. મેં કહ્યું હા દીદી ! પછી દીદીને સુરજની ઘટના વિશે વાત કરી અને કહ્યું કે બ્લડ આપ્યા બાદ સરલ એમને મળવા આવી હતી. દીદીએ કહ્યું તમારો મિત્ર કોમામાં છે એ વાત સરલે મને જણાવી હતી હવે કેવી તબિયત છે સુરજની. મેં કહ્યું દીદી હવે ખુશીની વાત એ છે કે ડોક્ટરના કહેવા પ્રમાણે એનો રિકવરી રેટ સારો છે.
પછી મેં દીદીને પૂછ્યું આગળ શું થયું ? તો દીદીએ કહ્યું તમે મળ્યા એના બીજા દિવસે સાંજના સમયે હું રૂમમાં એકલી હતી અને મમ્મી થોડીવાર માટે બહાર ગઈ હતી. ત્યાં જ એક ભાઈ મારા રૂમમાં આવ્યો અને પૂછ્યું તબિયત કેવી છે ? એ વખતે હું બોલી તો શકતી હતી પરંતુ ગળું દાઝેલું હતું તેથી મને બોલવામાં તકલીફ પડતી હતી. મેં ફક્ત માથું હલાવીને સંમતિ દર્શાવી, પછી એમણે હસતા હસતા કહ્યું બરાબર. ત્યારબાદ એ ભાઈ બોલ્યા કે લલિતને તો આજીવન કેદની સજા થઈ છે એનો બદલો તો લેવામાં આવશે જ ! તો મેં કહ્યું દીદી, આરોપીનું નામ લલિત છે એમ. દીદીએ કહ્યું હા ! પછી આગળ ઉમેર્યું કે એ ભાઈ કહેતો હતો કે તારી જિંદગી તો એસીડે બગાડી પરંતુ મેં સાંભળ્યું છે કે તારી એક બેન પણ છે એની જિંદગી કેવી રીતે બરબાદ કરવી એનું કામ શરુ થઈ ગયું છે આ તો તને જણાવવા આવ્યો હતો અને હા એની પર એસિડ અટેક નહીં પરંતુ..... અને એ ભાઈ કંઈક કહેવા ગયો પરંતુ કંઈ કીધું નહીં અને બોલ્યો નથી કહેવું, ત્યારબાદ એણે તકિયો લીધો અને મારો ચહેરો દાબી દીધો અને ત્યાં જ કોઈક આવતું હોય એવું લાગ્યું અને એણે તકિયું હટાવ્યું પછી કહ્યું એકપણ શબ્દ બોલીશ તો તારી બેનને મારી નાખીશ, અને એ ભાઈ જતો રહ્યો. તકિયાથી એણે મારો ચહેરો દબાવ્યો અને હું થોડું બોલી શકતી હતી પરંતુ ગળાના ભાગમાં હાથથી મુક્કો માર્યો એનાથી મારુ બોલવાનું સાવ ઓછું થઈ ગયું હું વાત કરું તો મને દુખાતું હતું.
મેં કહ્યું, દીદી ! આટલું બધું થઈ ગયું અને તમે ચૂપ રહ્યા ? દીદીએ કહ્યું આકાશ હું ડરી ગઈ હતી કે એ સરલને કંઈ કરી ના દે. મારી જિંદગી તો બરબાદ થઈ ગઈ પરંતુ મારી બેનની જિંદગી મારા કારણે બરબાદ નહીં થવા દઉં અને એ બોલતા બોલતા એ રડવા લાગ્યા, મેં કહ્યું દીદી રડો નહીં. દીદીએ કહ્યું અમુકવાર છાનામાના સરલ મને મળવા આવતી હતી ત્યારે ખુશ જણાતી હતી એટલે મને લાગ્યું કે હવે એ લોકો કંઈ કરશે નહીં. પરંતુ આજે તને જોયો એટલે મનમાં થયું કે તને બધું જણાવી દઉં. મેં કહ્યું સારું કર્યું દીદી તમે જણાવી દીધું, અને સરલની ચિંતા ના કરતા અમે છીએ ને !
પછી મેં દીદીને ફોનમાંથી એક ફોટો બતાવ્યો અને કહ્યું કે આ ભાઈ હતો ? તો દીદીએ કહ્યું કે ના ! અને પૂછ્યું આ કોણ છે ? મેં કહ્યું આ વિજયભાઈ છે જે મારા દોસ્ત સાગરના મોટાભાઈ છે. તો દીદીએ કહ્યું કે આમનો ફોટો કેમ બતાવ્યો તે ? તો મેં કહ્યું એ દિવસે મેં એમને તમારા રૂમ આગળ જોયા હતા જોકે એમણે મને એમ કહ્યું હતું વકીલાતના ભાગરૂપે એ એસિડ અટેક પીડિતાને મળવા આવ્યા છે અને પહેલા એ આરોપી લલિત જોડે પણ ગયેલા એટલે મેં તમને વિજયભાઈનો ફોટો બતાવ્યો. તો દીદીએ કહ્યું કે હા ! કોઈક તો આવ્યું હતું પરંતુ જે પણ ભાઈ હતા એમણે મારી મમ્મી જોડેથી બધી માહિતી લીધી હતી. મેં કહ્યું બરાબર દીદી ! અને હવે તમે ચિંતા ના કરતા ફક્ત એ જણાવો કે એ ભાઈ કેવો લાગતો હતો મતલબ એ જાડો-પાતળો કે કેવો હતો એમ ? તો દીદીએ કહ્યું એ ભાઈની ઊંચાઈ થોડી ઓછી હતી અને જાડો પણ હતો. મેં કહ્યું ઓકે ! પછી ઉમેર્યું કે સરલ સાથે એના મિત્રો છે જ. અને અમારી વાત ચાલતી હતી ત્યાં જ પ્રમીલા માસી આવ્યા અને મને પૂછ્યું કે તું શું કરે છે અહીંયા ? મેં કહ્યું અમે પાણી પી રહ્યા હતા અને દીદીને પણ પીવું હતું એટલે એમને પીવડાવ્યું પછી થોડીવાર એમની પાસે બેસ્યા હતા. ત્યારબાદ મેં હસતા હસતા પ્રમીલા માસીના બંને ગાલ ખેંચ્યા અને કહ્યું તમારે બહુ જ પ્રશ્નો હોય છે ? અને રાહુલને ઈશારામાં કહ્યું ચાલો ભાગો !
તે દિવસની જેમ પ્રમીલા માસી ફક્ત અમારી સામે જ જોઈ રહ્યા. અમે હોસ્પિટલની બહાર પહોંચ્યા, રાહુલે કહ્યું ભાઈ આ બધું શું હતું ? મેં કહ્યું કે ભાઈ ! મને કડી મળી ગઈ તો રાહુલે પૂછ્યું શેની કડી ? મને સમજાવ. કડીની વાત સમજાવતા પહેલા મેં રાહુલને સરલ-સમીક્ષાદીદીની આખી વાત જણાવી. પછી કહ્યું દીદી જોડે હવે કંઈ વાત કરવી નથી હાલ એ ખોટા ચિંતામાં આવી જશે.
મેં કહ્યું દીદીએ વાત કરી એમાં આપણને બહુ જ ફાયદો થયો. ઘણા સમયથી સરલને લગતા પ્રશ્નોના જવાબ નહોતા મળતા આજે થોડી થોડી વાતની ખબર પડી મને. રાહુલે કહ્યું સરખી રીતે જણાવ ભાઈ ! મેં રાહુલને વિજયભાઈની કલેક્ટર કચેરીથી લઈને સુંદર ગાર્ડન સુધીની બધી જ વાત જણાવી. પછી આજની કડી જોડીને સમજાવ્યું કે દીદી જે દિવસની વાત કરતા હતા એ દિવસ નર્સે ભૂલ કરેલી ખબર છે ? એ જ દિવસ હતો અને તને એ પણ યાદ હશે કે મારો ફોન મને મળતો નહોતો પછી મને મારો ફોન સમીક્ષાદીદીના રૂમની સામે જે કુલર છે એની બાજુમાં પાટલીની નીચેથી મળ્યો ત્યારે મેં જોયું તો એ વખતે રૂમ આગળ વિજયભાઈ હતા અને પેલો ભાઈ એ રૂમનું કોઈ વ્યક્તિ જોઈ ના શકે એ રીતે વિજયભાઈની બાજુમાં ઉભો હતો. એટલે વાત એમ છે કે દોસ્ત આ બધામાં વિજયભાઈ અને એમની સાથેનો ભાઈ વિલન લાગે છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે સાગરને આ વાતની ખબર છે કે નહીં એ આપણે જાણતા નથી પરંતુ હવે ધીમે ધીમે આપણે બધું જ જાણીશું.
રાહુલે કહ્યું તું પાક્કું કેવી રીતે કહી શકે કે વિજયભાઈની સાથે જે ભાઈ હતો એ જ ધમકી આપવાવાળો ભાઈ હતો ? મેં કહ્યું અરે ભાઈ ! એટલે તો મેં દીદીને પૂછ્યું હતો એ કેવો લાગે છે દીદીએ જે કહ્યું એ પ્રમાણે જ એ હતો ઊંચાઈ થોડી ઓછી હતી અને જાડો પણ હતો. મને લાગે છે ત્યાં સુધી વિજયભાઈ અને એમની સાથે આવેલો ભાઈ જ આમાં સંડોવાયેલા છે. રાહુલે કહ્યું એ જ ભાઈ હોય તો એ તરત જ ત્યાંથી ફરાર થઈ ગયો હોત ને ? મેં કહ્યું ભાઈ ! હવે લોકો બહુ જ ચાલાક થઈ ગયા છે. કંઈક તો કારણ હશે ત્યારે એ ઉભો રહ્યો હશે !
અચાનક જ મને કંઈક યાદ આવ્યું અને કહ્યું કે જો રાહુલ ! સુરજના એક્સિડન્ટ પહેલા એણે મને ફોન કરેલો અને મને કહ્યું હતું કે મારે સરલ વિશે વાત કરવી છે, પરંતુ અફસોસ સુરજ હાલ કોમામાં છે મતલબ એ કંઈક તો જાણે જ છે. રાહુલે આશ્ચર્ય સાથે કહ્યું ભાઈ ! બહુ જ મોટી રમત રમાઈ રહી છે. અને આકાશ ! હાલ તું જો સરલ તારાથી દૂર છે સાગર પણ ગુસ્સામાં છે આ બધું પણ રમતનો એક ભાગ તો નથી ને ? મેં કહ્યું હા ભાઈ ! હોઈ પણ શકે હાલ તો મારા મગજમાં હજારો વિચારો ફરી રહ્યા છે.
પછી મેં કહ્યું રાહુલ ! યાદ છે તમે ત્રણે જણા મારા ઘરે આવ્યા હતા અને એ વખતે સાગર એમ બોલ્યો હતો કે સરલ મને સોરી કહેવા આવવાની હતી પરંતુ એણે એક ફોન પણ ના કર્યો. આજે તો એ ખુદ કહેતી હતી કે એને કંઈ જ અફસોસ નથી. અને સાગરના કહેવા પર તો મેં સરલ જોડે વાત કરી હતી તો સાગરે મારી પર શક કેમ કર્યો ? અને હા બીજી વાત એણે બધું જ મને નિખિલ જોડે કહેવડાવ્યું કે સરલને સમજાવજે. તો એવું તો નથી ને કે સાગર પણ આમાં શામેલ છે. રાહુલે કહ્યું ભાઈ ! આપણે ફક્ત આપણી રીતે વિચારીએ છીએ આ રીતે તું સીધો કોઈને વિલન ના બનાવ. આપણે બંને કડી પર કામ કરીએ અને સચ્ચાઈ બહાર લાવીએ. પછી મેં કહ્યું હા ભાઈ ! અને મને એક જ વ્યક્તિની જરૂરત લાગે છે હવે આપણો શક હકીકતમાં બદલવા માટે. તો રાહુલે કહ્યું કે કોણ ? મેં કહ્યું સુરજ. જો સુરજ જલ્દીથી કોમામાંથી બહાર આવી જાય ને તો આપણું કામ થઈ જાય, રાહુલે સંમતિ દર્શાવી.
મેં રાહુલને કહ્યું કે ભાઈ ! આ વાત આપણી વચ્ચે જ રહેશે કોઈને પણ જણાવવાની નથી, નિખિલ અને કાવ્યા ને પણ નહીં. રાહુલે કહ્યું હા ભાઈ હું તારી સાથે જ છુ અને જીત આપણી જ થશે. પછી મેં કહ્યું ભાઈ આપણો શક સાચો પડયો તો એમની રમતને હરાવીને આપણે જીતી જઈશું તોપણ અંતે આપણે જ હારી જઈશું યાર ! અપનો કો હરા કે આજ તક કોન જીતા હૈ. પરંતુ આ વખતે આપણી દોસ્તની જિંદગીનો પ્રશ્ન છે તો હિમ્મત તો દાખવવી જ રહી.
મેં કહ્યું તું સાગર પર પૂરેપૂરું ધ્યાન આપજે અને હું વિજયભાઈ પર ધ્યાન આપીશ અને થોડીપણ નવી માહિતી મળે એટલે તારે મને જણાવી દેવાનું રાહુલ. રાહુલે કહ્યું હા ભાઈ ! અને અમે પ્રવાસમાં જવાના છીએ એમાં સાગરની જોડે જ રહીશ તેથી કંઈક તો જાણવા મળશે. નિખિલને પછી કહીશુ હાલ જેટલા ઓછા લોકોને ખબર પડે એટલું સારું.
અચાનક જ મને એક વિચાર આવ્યો અને મેં એ વિચાર રાહુલને જણાવ્યો. હવે એ વિચારની અને જે રમત રમાઈ રહી છે એને અમે કેવી રીતે રોકીશું અને બધાની સામે સત્ય ઉજાગર કરીશું એ જાણવા માટે તમારે ૨૦ માં ભાગની રાહ જોવી પડશે.
એક અંગત વાત જણાવું રાહ જોજો મિત્રો જીવનની સચ્ચાઈ બહુ જ અલગ હોય છે. ધીમે ધીમે ઘણા ચહેરા સામે આવશે...................
સ્માઈલ પ્લીઝ
(સૌથી મોટી સ્માઈલ સત્યની હોય છે પરંતુ એ બધાને ઉદાસ કરી દે છે)
વધુ આવતા અંકે...........