ગમાર - ભાગ ૩ Shital દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગમાર - ભાગ ૩

ઘરે પહોંચી ને પણ તે થોડી વ્યગ્ર હતી. તન્વી એ દરવાજો ખોલ્યો નૈના હાંફળી ફાંફળી અંદર આવી ગઇ . તે હજી પણ ધ્રુજતી હતી. તેની આ દશા જોઇ ને તન્વી પણ ગભરાઈ ગઇ. તેના માટે ફટાફટ પાણી લાવી તેને બેસવા કહ્યું, પણ તે બેસવા ને સ્થાને પોતાની સાડી ફંગોળી બાથરૂમ માં જતી રહી.
ક્યાંય સુધી શાવર નીચે ન્હાતી રહી જાણે પોતાની જાતને શાવર થી શાંત કરતી હોય,શાવર ના પાણી ની એક એક બૂંદ વાટે તેના દુઃખ ને તેના રૂદન ને વહાવતી હતી. તન્વી એ જ્યારે દરવાજો નૉક કર્યો ત્યારે નૈના ને સમય નું ભાન થયું અને તે સ્વસ્થ થઇ બહાર આવી.
“ શું થયું નૈના કેમ આટલી ડિસ્ટબૅ છે? ઓફિસ માં કે on the way કંઇ થયું? કોઈ એ તારી સાથે બદસલૂકી કરવાની કોશિષ તો નથી કરી ને?” તન્વી ચિંતા માં સવાલો પૂછ્યે જતી હતી.
“ કૂલ કૂલ (Cool) ડીઅર કંઇ જ નથી થયું આ તો થોડી થાકી ગઇ, આજે ઓફિસ માં કામ થી બસ એટલે “ નૈના એ વાત વળાવતા કહ્યુ.
“તું મારા થી કંઇ છૂપાવે છે નૈના , આજ તું થાકેલી નહીં ડરેલી હતી”. તન્વી એ ભાર પૂર્વક કહ્યું.
“ ના ના એ તો તારો વહેમ છે હું કોઇ થી કેમ ડરું અને કોના થી ડરું ડોન્ટ બી સીલી યાર કોણ છે મારુ અહીં તારા સિવાય ? ડરવા માટે મારે રાજકોટ જવું પડે તો કદાચ માઁ- બાપ થી થોડો ડર પણ લાગે .ચલ વાત છોડ હવે શું જમવું છે એ બોલ ઓર્ડર કરી દઇએ આજ”. નૈના એ ટોપિક બદલ્યો.
‘ચલ આજ બહાર જઇ ડિનર કરી આવી ‘ તન્વી એ કહ્યું.
“બહાર ? ન. ના બહાર નહીં આ……આજે થોડો થાક લાગ્યો છે ને તનુ બીજીવાર જઇશું “. નૈના સાડી સંકેલવા નાં બહાને તન્વી ની નજર થી ખસી ગઇ.
“ચલ એવું હોય તો ખીચડી જ બનાવી દઇએ ,તને મારા હાથ ની ખીચડી ભાવે જ છે ને”. નૈના એ વાત ને પૂર્ણવિરામ લાવતા કહ્યું.
રાત્રે જમી ને બંને મોબાઇલ અને ટીવી જોતા બેઠી હતી. તન્વી એ જોયું કે નૈના થોડી-થોડી વારે વિચાર માં જતી રહેતી હતી પણ તન્વી એ ફરી થી કશું ન પૂછયું.
બીજે દિવસે થી બધું નોર્મલ હતું. નૈના ની એ જ નોટીનેસ જોઇ ને તન્વી નાં મગજ માંથી રાત ની વાત નીકળી ગઈ અને રોજીંદી લાઇફ માં ગોઠવાઇ ગયા.
શનિવારે રાત્રે તન્વી બોલી, “ નૈના કાલે સન્ડે છે. ઘર માં આમ પણ ગ્રોસરી પૂરી થવા આવી છે કાલ જઈને લઇ આવીએ.”
“ હા પણ વહેલી સવાર થી ગ્રોસરી ની માળા ન જપતી. આપણે બપોર પછી જઈશું અને પછી ડિનર બહાર કરી લઈશુ. આમ પણ બે-ત્રણ દિવસ પહેલા તારી ઈચ્છા હતી જ ને.” નૈના એ તન્વી ને કહ્યું.
“ સારું મેડમ એમ કરીશું” તન્વી એ શરણાગતિ નાં સ્વર માં કહ્યું.
રવિવારે હોલીડે હોવાથી બંને આરામ થી સુતા રહ્યા. ઉઠીને ચા-નાસ્તો કરી પરવારી ગ્રોસરી લિસ્ટ તૈયાર કર્યું. પછી ઘર માં સાફ સફાઈ કરી. સાંજે ચાર વાગ્યા સુધી માં ફ્રી થઇ ફરી થોડો આરામ કરી સાંજે બહાર જવા રેડી થઇ ગયા.
બંને રીલાયન્સ માં જઇ જરૂરી વસ્તુઓ ની ખરીદી પૂણૅ કરી ઘરે જઇ બધું વ્યવસ્થિત ગોઠવી મોડી સાંજે ફરી બહાર નીકળ્યા. થોડા વેસ્ટર્ન વેર ની ખરીદી કરી ડિનર માટે વિજય ચાર રસ્તા તરફ ગયા.
વિજય ચાર રસ્તા અમદાવાદી ની ફેવરીટ ખાણીપીણી ની જગ્યાઓ માંથી એક કહેવાતી. ત્યાં શ્રીજી નાં વડાપાંવ, પંજાબ પરાઠા પોઇન્ટ, રસસંગમ, એક વન ઉનો પિઝા, મેકડોનાલ્ડ જેવા ઘણા ફૂડ ઝોન હતા. બંને મેકડોનાલ્ડ માં ગયા.
બંને પોતપોતાની પસંદ ની વસ્તુ મેનુ માંથી પસંદ કરતા હતા. ત્યાં નૈના ની નજર થોડે દૂર એક ટેબલ પર પડી.
(ક્રમશઃ)