ગમાર - ભાગ ૮ Shital દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગમાર - ભાગ ૮

તન્વી ને નૈના ની વાત બિલકૂલ સાચી લાગી એટલે તે ચૂપ થઈ ગઈ,પણ કુદરત આ બધું જોઇ ને ચૂપચાપ નૈના માટે કોઈ રસ્તો તૈયાર કરી રહી હતી.
ધીમે ધીમે લાઇફ નોમૅલ થતી ગઇ. નૈના અને તન્વી પોતાના રૂટિન માં ગોઠવાતા ગયા, ફરક એટલો પડ્યો કે જે નૈના સવાર માં તન્વી સાથે મસ્તી કરતી તે થોડી ગંભીર બની ગઇ હતી. અરીસો હવે તેનો મિત્ર ન રહ્યો,વારંવાર પોતાના વાળ ને અડીને ઉંચા કરનારી નૈના પિનઅપ હેર સ્ટાઇલ માં દેખાવા લાગી . તન્વી ને આ બધું ખૂંચતું પણ તે નૈના ની મનઃસ્થિતિ સમજતી હતી.
જાન્યુઆરી નો મહિનો ચાલતો હતો, આ વખતે અમદાવાદ માં ઠંડી સારી હતી સાથે સાથે અમદાવાદીઓ માટે દર વખત ની જેમ ઘણાં બધા ફેસ્ટીવ પણ લાવી હતી. એક તરફ ફ્લાવર શો ,તો બીજી તરફ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટીવલ તો વળી ઇન્ટરનેશનલ એર શો,વાઇબ્રન્ટ ગુજરાત અને આપણી મકરસંક્રાંતિ તો ખરી જ …….
લોકો પોતપોતાની પસંદ પ્રમાણે અને સમયે આ બધા ફેસ્ટીવ એન્જોય કરતા હતા.
મકરસંક્રાંતિ પછી મિસિસ સૌમિલા એ પોતાના સ્ટાફ માંથી અનુભવી અને વિશ્વાસુ સ્ટાફ સાથે મિટિંગ ગોઠવી જણાવ્યું કે ગાંધીનગર ખાતે બે દિવસ ની બીઝનેસ સમીટ માં પ્રથમ વાર શાહ એન્ડ સન્સ ને આમંત્રણ મળેલ છે . આ વાત ને બધા એ તાળી ઓ ના ગડગડાટ સાથે વધાવી લીધી .
મિસિસ શાહે કહ્યું કે ફક્ત તાળી પાડવાથી કામ નહીં થાય ,હવે ટૂંકા ગાળામાં એક આકષૅક પ્રેઝન્ટેશન તૈયાર કરી સમીટ માં રજૂ કરવાની તૈયારી કરવાની છે. સાથે સાથે એક ટીમ જે સમીટ માં કંપની ને લીડ કરશે તેનું સિલેક્શન પણ કરવાનું છે તો હવે પૂરા સ્ટાફ ની એ જવાબદારી રહેશે કે બધા આ કાયૅ માં પોતાનું બેસ્ટ ડેડિકેશન આપે .
સવૉનુમતે એક ટીમ તૈયાર કરવામાં આવી જેનું નેતૃત્વ નૈના ને સોંપવામાં આવ્યું . ખૂબ ટૂંકા સમય માં ઘણી તૈયારી કરવાની હતી,જો કે સ્ટાફ નો પૂરતો સપોટૅ હતો તેથી તેને કામ મુશ્કેલ ન લાગ્યું, સમય પહેલા તે ટીમ અને પોતાના પ્રોજેક્ટ સાથે રેડી હતી.
ચોક્કસ દિવસે શાહ એન્ડ સન્સ તરફ થી મિસિસ શાહ એન્ડ ટીમ સમીટ માં હાજર રહ્યા. ઘણી નવી કંપનીઓ ને સમીટ માં આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં શાહ એન્ડ સન્સ પણ હતી.
અરેંજમેન્ટ ખૂબ જ સરસ હતું, એક તો ગાંધીનગર ની મનભાવન , ખુશનુમા આબોહવા જ બધા ને આકષૅણ નું કેન્દ્ર બને તેવી હતી તદ્ઉપરાંત ખુલ્લા પ્રાંગણમાં ગોઠવાયેલા સમીટ નો નજારો ઓર આહલાદક હતો.
ચારે તરફથી તાજા ફૂલો ની ની સુગંધ મન ને ખુશ કરનારી હતી તો બીજી તરફ પ્યોર ગુજરાતી સ્ટાઇલ માં બધાનું જે સ્વાગત કર્યું તે પણ આકષૅક હતું. આવા ખુશનુમા વાતાવરણ માં સમિટ ની શરૂઆત થઈ.
લંચ બાદ શાહ એન્ડ સન્સ ને પોતાના પ્રોજેક્ટ ને પ્રેઝન્ટ કરવાનો મોકો મળ્યો , નૈના થોડી ટેન્સ લાગતી હતી કેમકે આટલા મોટા પ્લેટફોર્મ પર ક્યારેય તેને પ્રેઝન્ટેશન આપ્યું ન હતું ,ઓફીસ માં ગંમે તેવી ડીલ હોય કે ક્લાયન્ટ હોય તે સરળતાથી હેન્ડલ કરી લેતી પણ આજ તે નવૅસ હતી . મિ. ધનંજય જે નૈના ના સિનિયર હતા તેમણે નૈના ને વાતચીત કરી ,તેને કંપની માં કરેલા કાર્યો ને યાદ સાથે પ્રશંસા કરી તેને એપ્રીશીયેટ કરી,તેને મોટીવેટ કરી . તેના થી તેનો કોન્ફીડન્સ વધ્યો , આજ મિ. ધનંજય તેને પોતાના પિતા સમાન લાગ્યા તેને મન થી નત મસ્તક થઇ પોતાના પ્રેઝન્ટેશન તરફ આગળ વધી.
પ્રેઝન્ટેશન પૂણૅ થયા બાદ બધા એ તાળી ઓ ના ગડગડાટ સાથે તેને વધાવી લીધી .નૈના બધા નો આભાર માની પોતાના સ્થાને ગોઠવઇ ગઇ.
થોડી વાર પછી રિફ્રેશમેન્ટ ટાઇમ થતાં બધા પોત- પોતાની રીતે વાતચીત કરતા ચા- નાસ્તો કરતાં હતાં , નૈના બ્લેક ટી લઇ મેડમ પાસે જતી હતી ત્યાં જ પાછળ થી એક અવાજ આવ્યો નયના……
ક્રમશઃ