આપણે જોયું કે ઓફિસ માટે તૈયાર થયેલી નૈના અને તેની રૂમ મેટ કમ ફ્રેન્ડ તન્વી બંને મીઠી મજાક કરતાં હોય છે . ત્યારબાદ નૈના ઓફિસે જવા નીકળે છે હવે આગળ….
એસ.જી.હાઇવે પર આવેલી શાહ એન્ડ સન્સ માં મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ માં નૈના જોબ કરતી હતી.મોટાભાગે તે પોતાના વ્હીકલ પર જ ઓફિસે જતી પણ આજ તેને કેબ લીધી.
તેના ઘર થી લગભગ ૨૦-૨૫ મિનિટ નો જ રસ્તો હતો.તે કણૉવતી કલબ રોડ પર આવેલા શપથ માં જોબ કરતી હતી.તે ઉબેર દ્વારા ત્યાં જવા લાગી.
આજે તે રસ્તાઓ ને ,તેના પરથી પસાર થતા ટ઼઼ાફિક ને માણતી હતી. એસ.જી.હાઇવે પર ચાલતી કેબ ની એક તરફ ઓવરબ્રીજ અને બીજી બાજુ શો રૂમસ તે નિહાળતી હતી ધીમે ધીમે કેબ આગળ ચાલતી હતી.
નૈના પોતાની પસંદ ની બિલ્ડીંગો -ટિટાનિયમ,મોનડીલ સ્કવેર ,ઇસ્કોન મૉલ ને તે રોજ જોતી પણ ડ઼ાઇવ કરતાં ધ્યાન થી ન જોઇ શકતી .
તે વિચારતી હતી ‘ કોણ કહે છે કે મુંબઈ જેવું મોડૅન સીટી આખા ઇન્ડિયા માં જોવા ન મળે ,કુછ દિન તો ગુજારો ગુજરાત મેં’ મન માં હસી આગળ વિચાયૅુ સ્પેશ્યલી અમદાવાદ મેં ,મુંબઈ ને પણ પાછળ પાડી દે તેવું આકૅીટેક્ચરીંગ છે અમદાવાદ નું ,પ઼હલાદ નગર નજીક આવતા તે વિચારો માંથી બહાર આવી શપથ પાસે ઉતરી કેબ નું ભાડું ચૂકવી ઓફિસ તરફ રવાના થઈ.
ઓફિસે પહોંચતા જ નૈના બધાની નજર નું કેન્દ્રબિંદુ બની.બધા તેને નિહાળતા ‘યુ આર લુકીંગ ગોજિૅયસ ‘ ‘ફેબ્યુલસ’. જેવી કોમેન્ટો તો કેટલીક ન બોલેલી પણ નજર થી આપેલી કોમેન્ટ ને પોતાના ભેદી હાસ્ય માં પચાવી તે પોતાની કેબીન તરફ ગઇ મીટીંગ શરૂ થવામાં જ હતી.
કોન્ફરન્સ હૉલ માં પહોંચતા મિસિસ .સૌમિલા શાહે પણ તેને નખશિખ નિહાળી પછી ક્લાયન્ટસ જોડે બીઝી થઇ ગયા.નૈના નું પે઼ઝન્ટેશન પણ તેના દેખાવ જેટલું જ સુંદર હતું
મીટીંગ પછી મિસિસ શાહે કહ્યું’ your presentation was as very good as your look Naina’
નૈના પોતાની લટ ને ઝાટકો મારીને ઉંચી કરી ને એ જ હાસ્ય સાથે પોતાની કેબીન તરફ ગઇ અને રોજીંદા કાયૅ માં લાગી ગઇ.
ઓફિસ માં મોટાભાગે તે બધા સાથે મયૉદિત વાતચીત રાખતી હોવાથી બધા કમૅચારી તેની સાથે એક ગેપ રાખી વાત કરતાં.
મોટાભાગે તે ઓફિસે પેન્ટ ,શટૅ ,ટ઼ાઉઝર વીથ ફોમૅલ શુઝ માં આવતી ક્યારેક ચેન્જ ખાતર જિન્સ ટી-શટૅ ક ડે઼સ પહેરતી .
ઓફિસ માં ઓછું બોલનારા નૈના ક્યારેક બધા ને કેન્ટીન માં જોઇન પણ કરતી મયૉદિત શબ્દો માં થોડી મજાક -મસ્તી કરી ફરી પોતાના અસલી મૂડ માં કાયૅ કરવા લાગતી , આ રીતે તેને પોતાના સિનિયર નું માન જાળવતા અને જુનિયર્સ પાસે કામ કરવા માં તકલીફ ન પડતી .તેના આ પરફેક્શ પ઼િય સ્વભાવ થી જ તે ટૂંકા સમય માં મિસિસ .શાહ ની પસંદ ની કમૅચારી બની હતી.
મિસિસ સૌમ્યા શાહ શાહ એન્ડ સન્સ ના માલીક હતા. મિ.શાહ નાં મૃત્યુ પછી કંપની તેમને જ સંભાળી હતી.સંતાનો માં એક માત્ર દિકરી ઓસ્ટ્રેલિયા સેટલ હતી.તેથી કંપની મિસિસ. શાહે કેટલાક જૂનાં અને પ્રામાણિક કમૅચારી તો કેટલાક નૈના જેવા એક્યુરેટ ,ચપળ કમૅચારી ને લઇ કંપની નો પ્રોગ્રેસ વધતો જતો હતો.
સાંજે થોડું વધારે કામ હોવાથી નૈના ઓફિસે થી મોડી નીકળી, કેબ તેને આપેલા સમય પર ન આવી તેથી તે રાહ જોતી ઊભી હતી. ત્યાં જ સિગ્નલ બંધ થતા ત્યાં ઉભેલા વ્હીકલસ માંથી એક વ્યક્તિ પર તેની નજર ગઇ , તેને જોતાં જ નૈના ના ચહેરા પર ગભરામણ છવાઇ ગઇ.
થોડી ડરી ગયેલી નૈના કેબ ની રાહ જોયા વિના રીક્ષા માં બેસી ત્યાંથી ઘર તરફ નીકળી ગઈ.
( ક્રમશઃ)