લવ ની ભવાઈ - 25 Kishan Bhatti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ની ભવાઈ - 25

હવે આગળ ,
રાત્રે દેવ ઘરે આવે છે પણ તે સુઈ શકતો નથી તે ફક્ત કાજલના જ વિચારો કરે છે તે ઊંઘવાની કોશિશ કરે છે પણ તેમાં તે નાકામ થાય છે તે રાતના 11 વાગ્યાની સુવાની કોશિશ રાત્રે 2 વાગ્યે પણ તે હજી સુધી ઊંઘી શક્યો નથી પણ પછી થાકીને અને વિચારોના લીધે તેને ક્યારે ઊંઘ આવી જાય છે ખબર પડતી નથી સવારે મુકેલ એલાર્મ પણ દેવને જગાડી શકતો નથી આજે દેવના મમ્મી તેને જગાડવા માટે આવે છે દેવ ઘડિયાળ માં જોવે તો સવારના 6 વાગવા આવ્યા છે બસનો સમય તો 7 વાગ્યા નો હોવાથી તે ઝડપથી તૈયાર થાય છે ને બસ સ્ટોપ તરફ જવા નીકળે છે ફરી તેને તેના મગજમાં કાજલ આવી જાય છે તે બસ સ્ટોપ પર બેઠા બેઠા કાજલ આજે બસમાં આવશે કે નહીં તે જ વિચારોમાં ખોવાયેલો રહે છે બસ દેવના ગામ માં આવી જાય છે દેવનો મિત્ર કહે ત્યારે ઊંઘમાંથી જાગ્યો હોય તેમ તે બસ તરફ ચાલવા લાગે છે .
દેવ બસમાં તો બેસી જાય છે પણ કાજલ તેના મગજમાંથી દૂર થતી નથી તે બસની સાથે સાથે દેવના વિચાર પણ દોડવા લાગે છે ને વિચારે છે કે આજે કાજલ બસમાં આવે એટલે મારે તેને બધી વાત કરી જ દેવી છે.એક પછી એક ગામ જવા લાગે છે દેવ પણ કાજલના ગામની આતુરતાથી રાહ જોવા લાગે છે બસની બહાર નજર ફેરવે છે અને કાજલનું ગામ કેટલું દૂર છે અને ક્યારે આવશે તે રાહ જોવા લાગે છે પણ કહે છે ને કે જ્યારે તમારે કોઈ વ્યક્તિને મળવું હોય તો ઝડપથી મળી નથી શકતા સમય તમારો સાથ આપતો નથી અને ધીમે ધીમે ચાલતો હોય એવું લાગે એવું આજે દેવ સાથે બને છે.
આમ ને આમ સમય ધીમે ધીમે બસની સાથે સાથે આગળ વધે છે.દેવને જેનો ઇંતેજાર હતો તે કાજલનું ગામ આવી ગયું છે તે દેવ બસની બહાર બારી માંથી નજર બહાર ફેરવે છે પણ કાજલ ક્યાંય જોવા મળતી નથી દેવ ને પોતાની જાત પર ગુસ્સો આવવા લાગે છે દેવને હવે બસમાં પણ મન લાગતું નથી તે હવે ઝડપથી અમરેલી આવે તેની રાહ જોવા લાગે છે પણ આજે સમય પણ દેવ સાથે વેર હોય તેમ ધીમે ધીમે સરકી રહ્યો છે .દેવ અમરેલી પહોંચતા જ ભાવેશ ત્યાં બસ સ્ટોપ પર જ રાહ જોઈ ને ઉભો હોય છે તો દેવ ભાવેશ ને પૂછે છે શું તું અહીંયા ક્યારે આવ્યો?
ભાવેશ : દેવ બસ 10 મિનિટ જ થઈ કેમ શુ થયું દેવ ?
દેવ : કાઈ નહીં ભાઈ . આતો કાજલ બસમાં ના મળી એટલે મને એમ થયું કે તું વહેલો આવ્યો હોય અને તે વહેલી બસમાં આવી હોય અને તે જોઈ હોય તો?
ભાવેશ: ના મેં નથી જોઈ.
દેવ : ઓકે ભાઈ ચાલ બાઇક લઈને આપના રસ્તેથી બાઇક ચલાવ જો કાજલ મળી જાય તો ?
ભાવેશ : હા દેવ ચાલ બેસી જા અપને આઇટીઆઈ તરફ જઈએ.
દેવ : હા ભાવેશ.
એમ કહીને દેવ ભાવેશની બાઇકમાં બેસી જાય છે બાઇક બસ સ્ટોપથી નીકળી ને કોલેજ રસ્તા તરફ દોડવા લાગે છે પણ કાજલ ક્યાંય જોવા મળતી નથી આજે ભાવેશ પણ ડેરિંગ કરીને કૉમર્સ કોલેજમાં બાઇક લઈને જતા રહે છે કાજલ જે કલાસમાં છે તે કલાસમાં જોવા જાય છે.
શુ કાજલ પહેલાથી જ કલાસમાં હશે? શુ કાજલ દેવ સાથે પહેલાની જેમ અહીં કોલેજમાં વાત કરશે?
શુ કાજલ અને દેવની સ્ટોરી આગળ વધશે? તે માટે વાંચતા રહો લવની ભવાઇ.