છેલ્લા કેટલાક દિવસો મારા માટે ખૂબ જ કઠિન રહ્યા છે.
મારા પર ઘણું બધું પસાર કર્યું છે
જેમકે મે આવું ક્યારેય ન હતું અનુભવ્યું
હું વિશ્વની ટોચ પર છું જેવા પ્રેમભર્યા ની લાગણીઓ અને પછી અંતર ની અનુભૂતિ અને અચાનક બધી જ વસ્તુઓ તૂટી ગઈ હૃદયભંગ થઈ ગયું.
પણ આ વચ્ચે ક્યાંક ને ક્યાંક મારો એક ભાગ.
એ હજુ પણ અભિનવ પાસે જવા માંગે છે.અને જોર થી કહેવા માંગે છે કે હું એણે કેટલો પ્રેમ કરું છું. આટલા દર્દ છતાં પણ હજુ હું એણે જ ચાહું છું. ( આ આવજ કેટલો મૂર્ખતા ભર્યો છે...?)
હવે મારી મમ્મી ની તબિયત સારી થઈ ગઈ છે એટલે હું જઈ રહી છું ગાંધીનગર .મારી ઈચ્છા તો નથી જવાની પણ જવું પડે એમ હતું
મને કાંઈ ખબર નહોતી પડતી કે ત્યાં જઈ ને હું આ બધી પરિસ્થિતિને કઈ રીતે હેન્ડલ કરીશ એ વિચારી રહી હતી.
હું પોતાની જાત ને મનોમન તૈયાર કરી રહી હતી.કે મારા ચહેરા પર મારું દર્દ કે લાગણીઓ ના દેખાય.
સવાર થતાં ની સાથે હું ગાંધીનગર પહોચી ગઈ.
પહોંચ્યા ની સાથે જ સીધું રૂમ પર જઈ ની Adi ને જોર થી Hug કરી. એ હજુ ઊંઘ માં હતી.
Good Morning જાનેમન
ચા નઈ પીવડાવ મને તારા હાથ ની
Adi કે છે વાહ તને ચા ની પડી છે મારી કાંઈ નઈ તને ખબર જ છે કે મને એક તુ ને બીજી તારા હાથ ની ચા વગર ચાલે જ નઈ
ચા પીતા પીતા Adi સાથે વાત કરતા ખબર છે કે Adi એ અહીં બધું બરોબર સાંભળી લીધું છે. બસ પછી હું ને Adi તૈયાર થઈ ને clg માટે નીકળતા હોઈએ છીએ ત્યારે એ મને પૂછે છે કે
તું ઠીક તો છે ને...? મતલબ કે જો તારે clg ના આવવું હોય તો કંઇ વાંધો નઈ હું હેન્ડલ કરી લઈશ
અરે નાં નાં !!! હું તો ઠીક જ છું( મે જવાબ આપ્યો)
તે બીજા કોઈક ને કીધું હોત ને તો એ માની પણ ગયું હોત હું
નહીં મને ખબર છે તું કેવી પરિસ્થિતિ માંથી જઈ રહી છે.(આદિ કહે છે)
ક્યારેક ક્યારેક તો મને લાગે છે કે Adi મને મારા કરતાં પણ વધારે ઓળખે છે. હું બહુ જ નસીબદાર છું કે એ મારી best friend છે.
ક્યારેક ક્યારેક તો મને એવો વિચાર આવે છે કે દુનિયા મા બધા કેમ Adi જેવા નથી...?
Oyyyyyyy ક્યાં ખોવાઈ ગઈ. (આદિ કહે છે)
કાંઈ નહીં હું થોડું વિચારી રહી હતી. મારે યાર હવે આ પરિસ્થિતિ નો સામનો કરવો પડશે ને ક્યાં સુધી હું આમ ભાગતી રહીશ.
Adi એ કહ્યું સાંભળ હું તારા જોડે હમેશા છું. કઈ પણ થાય હું તારા જોડે જ છું
અમે બંને clg માટે નીકળી ગયા Clg પહોંચતા ની સાથે Adi ને તેની Friend નો call આવે છે. વાત પરથી મને ખબર પડે છે કે કાંઈક Important કામ છે પણ મારા કારણે તે નથી જઈ રહી
Call પુરો થતાં ની સાથે હું કહું છું તારે જવું જોઈએ હું બરોબર છું એમ પણ મારે થોડું કામ છે એ હું પૂરું કરી લઉં
Sure...? Adi પૂછે છે. હા sure કામ પૂરું કરી ને હું canteen મા તારો wait કરીશ.
Adi નીકળી જાય છે હું પણ મારું કામ કરવા માટે નીકળી જાઉં છું.
મારું કામ થોડું જલ્દી પૂરું થઈ જાય છે તો હું Canteen માં Adi નો wait કરી રહી હતી.
એટલા મા જોયું તો દૂર એક Table પર અભિનવ એના Friend જોડે બેઠો હોય છે.
I pretend like મે એણે જોયો જ નથી
થોડા સમય બાદ એ મને જોઈ લે છે તો એ મારી તરફ આવે છે.
પણ હું એણે જોયા વગર canteen ની બહાર નીકળી જાઉં છું.
એ પાછળ થી મને બોલાવે છે પણ હું પાછળ વળી ને જોતી જ નથી.
ત્યાં થી Adi ને call કરી ને કહી દઉં છું કે હું રૂમ પર જઉં છું અને
સીધું મારા રૂમ પર આવી જાઉં છું.
અભિનવ ના મને ઘણા બધા Calls ને what's app અને text માં પણ messenges આવે છે
કે શું થયું તું ઠીક તો છે ને...?
હું એક પણ call નો કે msg નો જવાબ નથી આપતી.
જવાબ આપવાનું કોઈ કારણ પણ નથી ને મારી ઇચ્છા પણ
*Wish I could not See him tomorrow*