Featured Books
શ્રેણી
શેયર કરો

પૃથ્વીનો વિનાશ, નવા વિશ્વની આશ - 2

પૃથ્વીનો વિનાશ, નવા વિશ્વની આશ - 2

કહાની અબ તક: પૃથ્વી પરથી માનવ સ્પેસ શિપનો એક મોટો કાફલો અન્ય ગ્રહ ની શોધ માટે ઉડી ગયો છે. બીજો કાફલો પણ ઉડાન માટે તૈયારી જ કરી રહ્યો હતો કે સૂરજ એના ભયાનક રૂપને ધારણ કરી રહ્યો હતો! છેલ્લા કેટલાક સમયથી પૃથ્વીની હાલત ખરાબ છે... ઠેરઠેર પ્રદૂષણ થઈ ગયું છે. માનવ માટે ચોખ્ખી હવા પણ લેવી બહુ જ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે! પ્રદૂષણ ના માર થી બચે, એ પહેલાં જ એક તારા તરીકે સૂર્ય એના અંતને બહુ જ નજીક આવી ગયો છે! એણે એના કદને વિકરાળ કરી દીધું છે! બીજી સ્પેસ શિપ જાય એ પહેલાં જ સૂરજ ભયાનક રૂપમાં આવી ગયો હતો! મુસીબતના આ સમયમાં બધા જ દેશોની સરકાર એક થઈ ગઈ છે... આર્થિક અને સામાજિક બંને રીતે આખીય પૃથ્વીના લોકો એક થઈ ગયા છે! શું બીજો કાફલો પણ સુરક્ષિત રીતે અવકાશમાં જવામાં સફળ થઈ શકશે ?!

હવે આગળ: સ્પેસશીપનાં બીજા કાફલાનાં લોકો અંદરથી જ સૂરજનાં એ ભયાનક રૂપને જોઈને ગભરાઈ જાય છે! પણ એ લોકો પણ ત્યાંથી ભાગી જવામાં સફળ તો થાય છે જ! એ લોકો બહુ જ ઓછા સમયથી ત્યાંથી ઉડી જાય છે, નહિતર એ બધા લોકો પણ સૂરજનાં એ અસહ્ય તાપથી પીગળીને રાખ થઈ ગયા હોત!

એડવાન્સ લેવલનાં એ સ્પેસશીપમાં બધા લોકો દૂરથી જ સૂરજને વિશાળકાય સ્વરૂપ લઇ રહ્યો જોઈ રહ્યાં હતા. સાથે જ એમની જ પોતાની પૃથ્વીને આમ વિનાશનાં દ્વારે જોઈને તો અમુક લોકોએ મોં ફેરવી લીધું, અમુક લોકોએ આંખો બંધ કરી દીધી અથવા તો કહેવું જોઈએ કે એમની આંખો બંધ થઈ જ ગઈ!

"શું આપને બધા મરી જઈશું?!" એક નાનકડા છોકરાએ એની મમ્મીનાં ખોળામાંથી મોં બહાર કાઢતા પૂછ્યું. ડર અને કંઇક અમંગળ થવાની ભાવનાને લીધે એ અત્યંત જ ડરી ગયું હતું!

"ના... બિલિવ ઈન સાયન્સ! કોઈને કઈ જ નહિ થાય!" એક સ્પેસશીપનો સાયંટિસ્ટ બોલ્યો.

સ્પેસશીપનાં બે કાફલામાં પહેલાંનાં કાફલામાં એક મોટી સ્પેસશીપ હતી. એ સ્પેસશીપમાં ગવર્મેન્ટ ઈન ચીફ (સરકારી પદાધિકારીઓ) અને સાઇન્ટીસ્ટ ટીમ હતી. એ ટીમમાંથી જ એક યુવાન છોકરો અને એક છોકરીએ એક પ્રેઝન્ટેશન શુરૂ કર્યું, જે લાઈવ બીજી સ્પેસશીપમાંથી પણ આધુનિક ટીવી સ્ક્રીનથી જોઈ શકાતું હતું.

"હાલનાં સમયમાં આપની પૃથ્વી વિનાશ પામી છે..."

"પણ કોઈએ પણ જરાય ચિંતા કરવાની કોઈ જ જરૂર નહિ!" બીજા છોકરાએ પેલી છોકરીની વાતને વચ્ચેથી કાપતા જ કહેલું. સામાન્ય લોકોની સમજ માટે બધાં લોકોને એક ટ્રાન્સલેટર વોઇસ ટ્રાન્સમીટર કાનમાં પહેરવા આપવામાં આવ્યું હતું.

"દુનિયા જ્યારે આવી વિકટ સમસ્યાનો સામનો કરી રહી છે, તેવામાં આખાય પૃથ્વીની સરકાર એક થઈ ગઈ છે અને એના જ સહિયારા પ્રયાસનું જ આ સુખદ પરિણામ છે કે અમે થોડા સમય અગાઉ જ નવા પૃથ્વી જેવા ગૃહને શોધવા અમારા પ્રયત્નો શુરૂ કરી દીધા હતા!" એ છોકરાએ સહર્ષ કહ્યું. એના શબ્દોથી ઘણા લોકોને આશાની નવી કિરણ મળી ગઈ!

આવતા અંકે ફિનિશ...

ભાગ 3 અને અંતિમ ભાગ(કલાઇમેકસ)માં જોશો: "આ દુઃખની ઘડીથી ઘણું બધું જાણવા મળ્યું! ખાસ તો એ વાત જાણવા મળી કે દેશની સીમા કે જાતિ એ આપના બધા માટે મહત્ત્વ રાખતું જ નહિ! આપના બધા માટે મહત્વનું છે તો એ એ જ છે કે આપને બધાં માનવ છીએ! મારું તો દૃઢપણે માનવું છે કે જો આપને એક ના થઈ શકીએ તો કઈ જ ના કરી શકીએ!" એ છોકરાએ કહ્યું.