Featured Books
શ્રેણી
શેયર કરો

પૃથ્વીનો વિનાશ, નવા વિશ્વની આશ - 3 - છેલ્લો ભાગ

પૃથ્વીનો વિનાશ, નવા વિશ્વની આશ - 3 (કલાઈમેકસ)

કહાની અબ તક: પૃથ્વી પરથી માનવ સ્પેસ શિપનો એક મોટો કાફલો અન્ય ગ્રહ ની શોધ માટે ઉડી ગયો છે. બીજો કાફલો પણ ઉડાન માટે તૈયારી જ કરી રહ્યો હતો કે સૂરજ એના ભયાનક રૂપને ધારણ કરી રહ્યો હતો! છેલ્લા કેટલાક સમયથી પૃથ્વીની હાલત ખરાબ છે... ઠેરઠેર પ્રદૂષણ થઈ ગયું છે. માનવ માટે ચોખ્ખી હવા પણ લેવી બહુ જ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે! પ્રદૂષણ ના માર થી બચે, એ પહેલાં જ એક તારા તરીકે સૂર્ય એના અંતને બહુ જ નજીક આવી ગયો છે! બધા જ દેશોની સરકાર એક થઈ ગઈ છે... આર્થિક અને સામાજિક બંને રીતે આખીય પૃથ્વીના લોકો એક થઈ ગયા છે! માનવ સ્પેશિપનો બીજો કાફલો બહુ ઓછાં સમયથી ત્યાંથી નીકળી જવામાં સફળ થાય છે, નહિતર તેઓ ત્યાં જ રાખ થઈ ગયા હોત! એક નાનકડા છોકરા એ એના મમ્મીને ડર થી પૂછ્યું કે શું આપને મરી જઈશું; ત્યારે ત્યાંના એક સાયંટીસ્ટ એ એણે કહ્યું કે બિલિવ ઈન સાયન્સ! ત્યારે બે નવયુવાન છોકરા - છોકરી એક પ્રેઝેંટેશન શુરૂ કરે છે! તેમાં તેઓ બધા ને ચિંતા ના કરવા કહે છે તો બધાની આશા જાગે છે.

હવે આગળ: "અત્યારે આપણે એ ગૃહને શોધી પણ લીધો છે! તમે જરાય ચિંતા ના કરશો, થોડી જ વારમાં આપને ત્યાં પહોંચી પણ જઈશું!" એ છોકરીએ પણ બહુ જ ખુશ થતાં કહ્યું.

"હા... પણ એક ખાસ વાત એ છે કે આપને ત્યાં ચોક્કસ નિયમોનું પાલન કરવાનું છે! પૃથ્વીની જેમ એણે આપને પ્રદૂષિત બિલકુલ નથી કરવાની!" એ છોકરાએ એક વાર એ છોકરી તરફ અને બીજી વાર દર્શકો તરફ જોતા કહ્યું.

"આ દુઃખની ઘડીથી ઘણું બધું જાણવા મળ્યું! ખાસ તો એ વાત જાણવા મળી કે દેશની સીમા કે જાતિ એ આપના બધા માટે મહત્ત્વ રાખતું જ નહિ! આપના બધા માટે મહત્વનું છે તો એ એ જ છે કે આપને બધાં માનવ છીએ! મારું તો દૃઢપણે માનવું છે કે જો આપને એક ના થઈ શકીએ તો કઈ જ ના કરી શકીએ!" એ છોકરાએ કહ્યું.

"એની સાથે જ હું આભાર માનીશ બધાં જ દેશની સરકારનું જેમને આટલો બધો સહકાર આપ્યો! જો આપણે એક ના થઈ શક્યાં હોત તો આ કુદરતી આપત્તિઓએ તો માનવનાં નામને જ મિટાવી દીધું હોત! એ તો આપને જ છીએ જેમને માનવતા દેખાડી તો આપને આ મહામુસીબતમાંથી બહાર આવી શક્યા!" એ છોકરીએ કહ્યું.

"આ ક્ષણમાં હું એમનો પણ દિલથી આભાર માનીશ, જે વૈજ્ઞાનીકોએ દિવસ - રાત કામ કરીને આપને માટે સાયન્સને આટલું કાબિલ બનાવી શક્યાં કે જેથી આપને મનુષ્ય જ નહિ પણ અન્ય જીવોની પણ એક પ્રકાર સાથે લઈ જઈ એક અલગ નવી દુનિયા બનાવી શકીશું!" એ છોકરાએ કહ્યું તો એની આંખોમાં માનવતા માટે માનમાં આંસુઓ પણ આવી ગયા હતા!

એના આ છેલ્લાં શબ્દોને બધાં જ સ્પેસશીપનાં કાફલાઓનાં લોકોએ ચિંતાથી મુક્ત અને આનંદવિભોર કરી દીધા હતા. બધા બહુ જ ખુશ થઈ ગયા હતા... બધાના ચહેરા પર ખુશી જોઈ શકાતી હતી.

આ વખતે તો બધા સાયન્સ ને લીધી બચી ગયા, પણ જો માનવ આમ જ બેદરકાર રહ્યું તો એના માટે હજારો પૃથ્વી તો છે નહીં! આથી ખરેખર તો કુદરતી સ્ત્રોત નો ઉપયોગ જોઈ વિચારી ને કરવો જોઈએ! પૃથ્વી પર કચરો ફેલાવવો અટકાવવો જોઈએ!

જાતિ, લિંગ, સામાજિક ઊંચ - નીચ અને આર્થિક ભેદ ભાવ છોડી ને આપણે બધા બસ માનવ જ તો છીએ એવી ભાવના વિકસાવવી જોઈએ! ખરેખર ત્યારે જ આપને આ પૃથ્વી નું બરાબર ધ્યાન રાખી શકીશું અને ત્યારે જ ખરેખર સાયન્સ પણ વધારે તરક્કી કરી શકાશે!

(સમાપ્ત)