પૃથ્વીનો વિનાશ, નવા વિશ્વની આશ - એક સાયન્સ ફિક્શન થ્રીલર નોવેલ
પૃથ્વીનો અંત નજીક છે. અન્ય ગ્રહ પર જીવન અર્થે માનવ સ્પેસશીપનો એક કાફલો નીકળી ગયો છે, સ્પેસશીપનો બીજો કાફલો ઉડાન માટે તૈયારી કરી રહ્યો છે પરંતુ... એ પહેલાં જ એના અંતને નજીક આવેલો સૂર્ય પૃથ્વીથી વધારેને વધારે જ નજીક આવી રહ્યો છે! આટલા સમય જે સૂરજે ઊર્જા પૂરી પાડી હતી એ જાણે કે એનું વ્યાજ પણ લેવા ના આવી રહ્યો હોય?! અત્યાર સુધી જે સૂર્યે ઊર્જા અને ચેતના આપીને જીવન આપ્યું હતું; એ જાણે કે હવે તાંડવ કરવાનો હતો! હાલ સુધી માનવ માટે જે અમૃત સમાન હતો એ સૂર્યે આજે ઝેર સમાન બની ગયો હતો! સૂર્ય એના અંતને પામવાની હતો! જોકે આમાં કંઈ પણ અપ્રાકૃતિક નહોતું, બધા તારાઓની જેમ જ સૂરજ પણ હવે એના અંતને પામવાની હતો! પણ હવે શું?!
છેલ્લા એક વર્ષમાં પૃથ્વીની હાલત બતથી બત્તર થતી જઈ રહી છે. પ્રદૂષણ જાણે કે કોઈ રાક્ષસની જેમ ચારેબાજુ ઘેરાય ગયું છે. હવે હવા વધારે ને વધારે જ શ્વાસ લેવા હાનિકારક થઈ ગઈ છે! સૂર્ય એક તારો છે, પણ હવે એ એના અંતને નજીક આવી ગયો છે. બધા બહુ જ ચિંતામાં છે.
આ વિકટ પરિસ્થિતિમાં બધા જ દેશોની સરકાર એકજૂથ થઈ ગઈ છે. છેલ્લા અમુક સમયથી કોઈ પણ દેશ એકલો હોય એવું નહિ બન્યું! આખી પૃથ્વીને એક દેશ કે ખંડ તરીકે જ ગણવામાં આવે છે. અરે, આખાય પૃથ્વીની એક જ ગ્લોબલ લેંગ્વેજ રાખવામાં આવી છે! બધા જ દેશો એક થઈ ગયા છે. આર્થિક રીતે પણ બધાં દેશો ખર્ચ સમાન રીતે ભોગવી રહી છે!
છેલ્લાં અમુક સમયમાં પૃથ્વી બહુ જ પ્રદૂષિત થઈ ગઈ છે. ચારેબાજુ કારખાનાનાં ધુમાડાઓ જ જોવા મળે છે. સમુદ્રનાં પાણીમાં પણ કચરો વધારે થઈ ગયો છે! જ્યારે પ્રદૂષણ વધી રહ્યું હતું, ત્યારે જ સૂર્ય પણ એના સમય પ્રમાણે હવે એના અંતને નજીક જઈ રહ્યો હતો! પૃથ્વી આ પ્રદૂષણથી બચી શકે, એ પહેલાં જ સૂર્યે એના ભયાનક સ્વરૂપને ધારણ કરી દીધું હતું!
જેમ દરેક તારાઓ જન્મે છે, મોટા થાય છે અને અંતને પામે છે; એવી જ રીતે સૂર્ય પણ એક તારો છે, અને હવે એના અંતનો સમય નજીક આવી રહ્યો હતો! વૈજ્ઞાનિકોનાં મત અનુસાર એ પૃથ્વી અને બાકી સોલર સિસ્ટમનાં ગ્રહને પણ ખાઈ જશે, મતલબ કે પોતાનામાં સમાવી લેશે એટલો મોટો થઈ જશે! આ વિચારમાત્રથી જ અમુકલોકોના જીવ તાળવે ચોંટી જાય છે!
પૃથ્વી પર બધાં જ દેશો એક થઈને આ વૈશ્વિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એના જ એક ભાગરૂપે માનવ સ્પેસશીપનો એક કાફલો બીજા ગ્રહ ઉપર જીવન માટે ઉડી ગયો છે. પણ માનવ સ્પેસ શિપ નો બીજો કાફલો ઉડાન ભરે એ પહેલાં જ સૂર્યે વિકરાળ થઈ ગયો છે!
વધુ આવતા અંકે...
ભાગ 2માં જોશો: "શું આપને બધા મરી જઈશું?!" એક નાનકડા છોકરાએ એની મમ્મીનાં ખોળામાંથી મોં બહાર કાઢતા પૂછ્યું. ડર અને કંઇક અમંગળ થવાની ભાવનાને લીધે એ અત્યંત જ ડરી ગયું હતું!
"ના... બિલિવ ઈન સાયન્સ! કોઈને કઈ જ નહિ થાય!" એક સ્પેસશીપનો સાયંટિસ્ટ બોલ્યો.
સ્પેસશીપનાં બે કાફલામાં પહેલાંનાં કાફલામાં એક મોટી સ્પેસશીપ હતી. એ સ્પેસશીપમાં ગવર્મેન્ટ ઈન ચીફ (સરકારી પદાધિકારીઓ) અને સાઇન્ટીસ્ટ ટીમ હતી. એ ટીમમાંથી જ એક યુવાન છોકરો અને એક છોકરીએ એક પ્રેઝન્ટેશન શુરૂ કર્યું, જે લાઈવ બીજી સ્પેસશીપમાંથી પણ આધુનિક ટીવી સ્ક્રીનથી જોઈ શકાતું હતું.