હકીકત એ તો આ વિષય પર વાત કરવા કે લખવાં માટે હું ખુબ નાનો કહેવાવ પરંતુ આજે એક જવાહરલાલ નહેરુ નુ એક પુસ્તક હાથ માં આવ્યું " જગત ના ઇતિહાસ નુ સંક્ષિપ્ત રેખા દર્શન " એમાં ઘણી બધી વાતો એવી હતી કે જેમાં મારી જાત ને મારો અભિપ્રાય આપ્યા વગર રોકી ન શક્યો. જયારે ભારત ની વાત આવે એટલે આપણા મગજ માં એક નકશો તરી આવે જે અત્યારે ભારત નો છે પરંતુ ભારત ને સમજવા માટે એક વિશાળ માનસિકતા ની જરૂર પડે, કઈ રીતે? ભારત શુ ફક્ત એક ભૂમિ નો ભાગ છે તો કહે ના કેમ કે આજે આપણા રાષ્ટ્ર ગીત માં પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા નો ઉલ્લેખ થાય છે તો સિંધ તો 1947 માં પાકિસ્તાન માં જતું રહ્યું પરંતુ હજી ક્લચરલી એ ભારત નુ એક અંગ છે એવી જ રીતે તમે નનકાના સાહેબ અને કરતાર પૂર સાહેબ ને જોશો તો એ પણ હાલ પાકિસ્તાન માં છે પરંતુ એ ઓળખાય છે ભારતીય સંસ્કૃતિ ને લીધે મોટા ભાગ ની શીખ પ્રજા ભારત માં વસે છે, ગાંધાર થી ગાંધારી આવી હતી એ એક સમયે ભારત નુ ભાગ હતું.
વાત કરીયે બહાર ની સંસ્કૃતિ ની તો એ સંસ્કૃતિ માં અને આપણી સંસ્કૃતિ માં મુખ્ય તફાવત એ છે કે એની સંસ્કૃતિ ખરતા તારા જેવી સંસ્કૃતિ છે અને આપણી એક સૂર્ય જેવી એની સંસ્કૃતિ આવે છે એક સમયે તેજસ્વી એટલે કે બહુ ફૂલે ફાલે છે અને અસ્ત થઇ જાય છે અને આપણી સંસ્કૃતિ સૂર્ય જેવી નો મતલબ કે આ સૃષ્ટિ ના સર્જન ની સાથે તેની શરૂઆત થાય છે અને આ દુનિયા ના અંત સમયે જ એ નષ્ટ થશે કેમ કે દુનિયા ની મોટા ભાગ ની સંસ્કૃતિ એમાં ઈરાન, ઇરાક, મેસોપોટેમીયા, ગ્રીસ, મિસર, નોસાસ, એરેબીયન, બાબીલોન, નીનેવાં આ તમામ સંસ્કૃતિ ખરતા તારા ની જેમ આવી અને એક સમયે બહુ તેજસ્વી પણ થઇ પરંતુ ટૂંકા સમયમાં જ અસ્ત થઇ ગઈ એટલે અહીંયા ઇકબાલ ની લખેલી એક વાત યાદ આવે
" यूनान-ओ-मिस्र-ओ-रूमा, सब मिट गए जहाँ से,
अब तक मगर है बाक़ी, नाम-ओ-निशाँ हमारा,
कुछ बात है कि हस्ती, मिटती नहीं हमारी,
सदियों रहा है दुश्मन, दौर-ए-ज़माँ हमारा "
દુનિયા ની મોટી મોટી સંસ્કૃતિ જે એક સમય એ દુનિયા ને રુલ કરતી હતી જે દુનિયા ને જીવન જીવતા શીખવાડતી હતી એ સંસ્કૃતિ ના ફક્ત અવષેશો જ બાકી રહ્યા છે, તો એક સવાલ થાય કે આવુ કેમ,? કુછ બાત હે કી હસ્તી મિટતી નહિ તો એ બાત શુ છે? દુનિયા ને રુલ કરવા માટે કોઈ પણ દેશ પાસે 3 તાકાત હોવી જરૂરી છે પેલી ઇન્ટેલેક્ટયુઅલ પાવર બીજું મિલિટરી પાવર અને ત્રીજું ઈકોનોમી પાવર આ ત્રણ વસ્તુ જો હોય તો કોઈ પણ દેશ દુનિયા પર રાજ કરી શકે પણ જયારે દુનિયા ને લીડ કરવા ની વાત આવે ત્યારે આમાં એક વસ્તુ નુ ઉમેરણ થાય એ ક્લચર પાવર, કુછ બાત એ જ છે કે ભારત ના લોકોએ ક્યારેય પણ વિશ્વ વિજેતા કે રુલ કરવા નુ વિચાર્યું જ નથી એને હમેશા દુનિયા ને લીડ કરવા નુ જ વિચાર્યું છે જેના લીધે હજુ પણ ભારત માં ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા આટલી ટકેલી છે.
આમાં ઘણા મત મતાંતર છે ઘણા વિદેશ પ્રેમીઓ ની દલીલ એવી હોય કે ભારત માં વર્ણ વ્યવસ્થા ની પ્રોબ્લેમ છે ભારત માં સ્ત્રીઓ ને સમાન દરજ્જો નથી આપવા માં આવતો, ઉચ્ચ નીચ ની ફરક છે વગેરે વગેરે, આ બાબત માં એક બે વાત કરી લઈએ દુનિયા ની મોટા ભાગ ની સંસ્કૃતિ માં ઈશ્વર પુરૂષ છે ભારત માં સ્ત્રીઓ ને એટલે કે માતાજી ને પણ ભગવાન માની ને પૂજવા માં આવે છે, ભારત માં અર્ધ નારેશ્વર પણ શિવ નુ એક સ્વરૂપ છે, બીજું ધાર્મિક બાબતો પર ચર્ચા કરવા નો મોકો ફક્ત ભારત માં જ સ્ત્રીઓ ને અપાય છે બાકી દુનિયા ની કોઈ પણ સભ્યતા માં સ્ત્રીઓ ને આવી ચર્ચા કે વિચારણા કરવા નો મોકો અપાતો નથી અહીંયા ગાર્ગી એ ઋષિ યાગ્ય વલ્ક સાથે અને ઉમાં ભારતી ને શંકરાચાર્ય સાથે સંવાદ કરવા નો મોકો મળ્યો હતો.ત્યાર બાદ રામાયણ ના રચના કોને કરી વાલ્મિકી એ આ એક નિમ્ન જાતિ માંથી આવતા હતા તો પણ એને એ જ સમ્માન મળ્યું જે બ્રાહ્મણ આચાર્ય ને મળે છે.
©️ ભાવિન જસાણી