Chambalni vaato books and stories free download online pdf in Gujarati

ચંબલ ની વાતો

ચંબલ, આ નામ સાંભળતા જ આજ ની પેઢી ને પાનસિંહ તોમર યાદ આવે ચંબલ ના ડાકુઓ યાદ આવે, ચંબલ નામ જ ખુદ એક બદનામ થઇ ગયું છે, થોડા સમય પહેલા જયારે ઈરફાન ખાન નુ દેહાંત થયું ત્યાર બાદ એની થોડી ફિલ્મો જોય એમાં એક કહાની વધારે રસપ્રદ લાગી એ હતી પાન સિંહ તોમર ની ત્યાર બાદ થોડું એના વિશે જાણવા નુ મન થયું અને ચંબલ તારો અજંપો પુસ્તક હાથ માં આવ્યું એટલે આજે આપણે વાત કરવી છે એવા જ ઘણા ડાકુઓ ની એવા જ ઘણા બાઘીઓ ની.

ચંબલ નદી નો તટ એ પ્રકારે છે ત્યાં ઘણી બધી ખીણો ઘણી બધી કોતરો છે એ આવા વાતાવરણ ને કારણે ડાકુઓ પોલીસ ને બહુ સહેલાઇ થી માત દય શકે છે, આમ તો આપણા સોંરાષ્ટ્ર માં પણ ઘણા બધા બહારવટિયા થયા પણ આ ચંબલ ના ડાકુ ઓ અને આ બહારવટિયા ના વિચારો અને એના વર્તન માં જમીન આસમાન નો ફર્ક છે બહારવટિયા મોટા ભાગે દેશી રજવાડાઓ ની સામે બહારવટે નીકળ્યા હોય છે અને એવુ કહેવા માં આવે છે કે બહારવટિયા બાર જાત ના વટ રાખતા કોઈ ની બેન દીકરી ની આબરૂ નો લેવી જેવા, પણ આ ડાકુઓ માં જોવા જાયે તો મોટા ભાગ ના ડાકુ ને આવી કોઈ ખાનદાની પરંપરા કે પછી આવા સિંદ્ધાંતો સાથે લેવા દેવા ન હતી હા એમાં પણ માન સિંહ જેવા હતા કે જેને પોતાની ટોળકી ના સિંદ્ધાંતો બનાવ્યા હતા એના નામ ની ધર્મશાળા હજુ પણ હાલતી હોય એને ઘણા ની દીકરીયું ના દહેજ પૂર્યા હોય બાકી બીજાઓ માં આવી ખાનદાની અને સિંદ્ધાંતો ની વાત પ્રમાણ માં ઓછી જોવા મળે એ પછી ડાકુ સુલતાના હોય કે પછી લાખનસિંહ હોય કે પછી પુતલી બાય હોય, સોંરાષ્ટ્ર અને સોરઠ ના બહારવટિયા ને હજુ આપણા લોકકલાકાર, સાહિત્ય કાર બિરદાવે છે અને ઘણા યુવાનો ને રામવાળા, કાદુ મકરાણી, જોગીદાસ ખુમાણ જેવી ખાનદાની રાખવા ની અને એના જેવી નેકટેક પાડવા ની પ્રેરણા પુરી પાડે છે.

હવે પ્રશ્ન એ થાય કે ચંબલ ની ધરતી માં આટલા બધા ડાકુ બને છે કય રીતે તો એના મુખ્ય બે ત્રણ કારણો છે જેમ કે પેલા તો ત્યાં ની ભૌગોલિક પરિસ્થિતિ એ રીત ની છે કે જેમાં ડાકુઓ ને પકડાવા નો ભય નહિવત થઇ જાય છે બીજું કે ત્યાં કોઈ પણ જાત ના વિકાસ નો અભાવ છે હજુ એ લોકો ના જીવન માં શિક્ષણ થી માંડી ને જીવન ની પ્રાથમિક જરૂરિયાતો નો અભાવ છે મુખ્ય આધાર ખેતી છે ત્યાં ની એક કહેવત છે કે જો ત્રણ દીકરા હોય તો એક ખેતી કરે એક ડાકુ થાય અને એક આર્મી માં જાય. ત્યાર બાદ જોવા જાયે તો એના ડાકુ બનવા ના કારણો જોયે તો સાવ નાની એવી બાબત થી પોતે ડાકુ બની ગયા હોય છે કોઈ સાથે ઝગડો થયો અને પહોંચી ના સકતા વેર વારવા ચંબલ ની રાહ પકડી કોઈ ટોળકી માં સામેલ થઇ ને બદલો લેવો આવી ભાવના થી ડાકુ થઇ ગયા હોય. પછી મારાં ધ્યાન માં એક મુખ્ય કારણ આવ્યું એ એવુ છે કે ત્યાં ની પોલીસ મોટા ભાગે લોકો ની સેવા કે લોકો ની મદદ ની બદલે એને હેરાન કરતી હોય છે જેમ કે કોઈ એ જોરજબરદસ્તી થી કાંઈ પડાવી લીધું અને પોલીસ માં ફરિયાદ કરવા જાવ તો પોલીસ તરફ થી મદદ તો દૂર ની વાત રહી પણ ઉલ્ટા ની ફરિયાદી ને હેરાન ગતિ ભોગવવી પડે છે તો આવી કનડગત ને કારણે ઘણા એ ચંબલ નો રસ્તો પકડ્યો હકીકત એ જોયે તો પુરા દેશ માં આવી જ પરિસ્થિતિ છે કોઈ નાનો માણસ પોલીસ પાસે ફરિયાદ લય ને જાય એટલે તો પોલીસ ને એમ કેવાય કે ઘી કેળા મળી જાય ખરેખર તો એ લોકો પ્રજા ના સેવક છે પણ એ જે રીતે વરતે છે જેમ પોતાના બાપ ની જાગીર હોય. આ લોકો ને આવી અસામાજિક પ્રવૃત્તિ થી અલગ પાડવા માટે વિનોબા ભાવે એ જે અભિયાન ચલાવ્યું એના થી ઘણો ફેર પડ્યો છે ઘણા ખુંખાર ડાકુઓ સરકાર ને હવાલે થઇ ગયા છે પરંતુ હજુ આમાં ઘણું કરવું ઘટે છે પેલા તો ત્યાં ની ભ્રષ્ટ પોલીસ ને સુધારવી પડે ત્યાર બાદ ત્યાં શિક્ષણ થી લય ને રોજગારી ની ઉત્ત્તમ તકો ઉભી કરવી કેમ કે માણસ ક્યે ને નવરો નખ્ખોદ વાળે એના જેવું, માણસો પાસે કાંઈ કરવા ને કામ નો હોય આવા સમયે કંઈક પોતાને ગમતું નો થાય એટલે બહારવટે નીકળી જાય પણ અગર એ જ લોકો પાસે સારી નોકરી ધંધો હોય તો તે આવા રસ્તે ઝટ દય ને નો વડે.

~ ભાવિન જસાણી

તા. ક. વ્યાકરણ ની ભૂલચૂક માફ કરવી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED