પત્ર - 3 Shree...Ripal Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

પત્ર - 3

આજે ફરી પત્ર લખવા માટે પ્રેરણા મળી છે. વહાલસોયા અને તરુણાવસ્થાએ પહોંચેલા યુવા ઓ માટે....
આશા રાખું કે આપ સૌ સમક્ષ મારા વિચારો ની રજુઆત કરું તેમાં આપ આપના
પ્રતીભાવ જરૂર આપશો...


પત્ર-1


પ્રિય અરમાન,
મને ખ્યાલ છે તારા નામ પ્રમાણે જ તને પણ ખૂબ બધા અરમાનો છે તારા ભાવિ જીવન માટે .... તું તે માટે ખૂબ જ મહેનત પણ કરે છે.

પણ તને ખ્યાલ છે કે તું જે કરેે છે તેેેમાં થોડો બદલાવ લાવવાની જરૂર છે ! તનેે લાગે છે કે તું જે કરે છે તે પરફેક્ટ છે પણ મારી ઈચ્છા છે કે તું મારા વિચારો વાંચ.

જો જીવનમાં આપણા પોતાના વિકાસ માટેે નિયમિતતા ખૂબ જરૂરી છે, પરંતુ જડ નિયમિતતા નહિ કેે જેેેથી થોડા દિવસો માં આપણે કંટાળી જઈએ. આપણો સ્વભાવ, આપણી કેપેસિટી, આપણી ધગશ જોઈનેે આપણે નિયમિતતા કેેેેેળવવી જોઈએ. તે ઉપરાંત આપણે જે ધ્યેય નક્કી કર્યો છે તે આપણા માટે લાયક છે કે નહીં તે પણ ચકાસવુ જોઈએ. આપણા શોખ, આપણો રસ, આપણને ગમતું કાર્ય વગેરેને ધ્યાનમાં લેવા જોઈએ. મનુષ્ય એ જીવનમાંં અમુક ધ્યેયને બાદ કરતાંં નવીનતા કેેેેળવવી જોઈએ કે જેેથી તેનેે એક સરખી જીવનશૈલી માં થોડો ચેઇન્જ મળે. બાકી તો તને ખ્યાલ છે મોટાભાગ ના લોકો જીવન માં ભણી લેેેવુ, જોબ કરવી, પછી લગ્ન કરી લેેવા બસ આ જ જીવન છે તેમ માનીને જીવન જીવી નાખે છે અને એક બોજ સાથે .....

ઈશ્વરે આવું સરસ જીવન આપ્યું છે તો સમજી વિચારી ને યોગ્ય ઉપયોગ કરી ને જીવવું જોઈએ તેમ હું માનું છું. માટે બેેેટા, તારા અરમાનો ને પૂરાં કરવા માટે તું પણ સજાગ રહે અને દરેક નું નિરીક્ષણ કરીને પોતાના માં જે યોગ્ય ફેરફાર ની જરૂર હોય તે કર. જયારે આપણે આપણને જ સારી રીતે અને સાચી રીતે ઓળખવા ની ક્ષમતા ધરાવી એ છીએ ત્યારે આપણે આપણા વ્યક્તિત્વ ને યોગ્ય નિખાર આપી શકીએ છીએ....

બસ આજે આટલું જ...બીજી વખત જ્યારે સમય મળશે ત્યારે અન્ય વાતો કરીશું.


હરપળ તને યાદ કરનાર તારી "મા"✴️ માણસ શું ઈચ્છે છે અને
શું કરી શકે તેવી ક્ષમતા છે
તે ઓળખતા શીખી જાય
તો ઘણાબધા પ્રશ્ન હલ થઈ
જાય.....

પત્ર-2


પ્રિય અંશ,
કેમ છે તું.... હંમેેશા બધા ની કેર કરનાર મારા દીકરા.....તું ખૂબ પ્રેમાળ છો, તને કુટુંબ ની હુંફ ગમેે છે, તને વડીલો ને સન્માન આપવું ગમે છે, તું દરેક કાર્ય પ્રોપર રીતે કરવા પ્રયત્ન પણ ખૂબ સારી રીતે કરે છે. પરંતુ તારો આ પ્રેમ જ ખુદ ને સફળ બનાવવા માં તને પાછો પાડે છે. તું કંઈપણ કરવા જાય છે તો અનેેેક વિચારો ના દ્વંદ્વ માં અટવાય છે. તું દરેક માટે વિચારવાનું છોડી દે તેમ કહેવાનો મારો આશય બિલકુલ નથી.... પરંતુ હવે સૌથી પહેલા તારા ધ્યેય પ્રાપ્તિ માટે ના લક્ષ્ય તરફ ધ્યાન આપવા ની જરૂર છે. તું તને ઓળખ, તું જ તારું પોતાનું વિશલેષણ કર, તારા સારા નરસા પાસા નુંં નિરીક્ષણ કર, તારી ક્ષમતાઓ ઓળખ, ક્યુ કાર્ય તુંં વધુ સારુ કરી શકે છે, તને શેમાં વધુ રુચી છે તે ઉપર ધ્યાન આપ....તો તને જીવનમાં આગળ વધવા શું કરી શકાય તે ઓળખવું સહેલુ પડશે .

કોઈપણ કાર્ય ની શરૂઆત ભલે ડગમગતી લાગે પરંતુ તેે ડગમગાટ ત્યારે જ સ્થિર થશે જ્યારે તું કાર્ય કરવા તૈયાર થઈશ. નાના બાળક ને જ્યારે ચાલતા શીખવવાનું હોય ત્યારે માબાપ બાળકના પડી જવા ના ડર થી હાથ પકડેલો જ રાખશે અથવા બાળક હાથ છોડશે જ નહી તો તે ચાલતા શીખવાનુ ડરતા ડરતા જ શીખશે અને જો તે ડગુુમગુ થતો હોય ત્યારે હાથ છોડી દેવામાં આવશે તો તે જાતે ઉભો થઈ ચાલવા પ્રયત્ન કરશે. જયારે બરાબર ચાલતા શીખશે ત્યારે આત્મવિશ્વાસ સાથે કેટલો ખુશ થશે.....

બસ ટીનએઇજ યુવાન કે યુવતીઓ માટે પણ આવી જ પરિસ્થિતિ હોય છે. માબાપ તેેેને પગભર ઉભા રહેેેવા સલાહ સૂચન આપે, થોડું કડક વલણ અપનાવશે. તે સમયે એવું લાગશે કે માબાપ થઈને મને દૂર કરવા માંગે છે અથવા સમજતા નથી. પરંતુ હકીકતમાં એવું નથી હોતું .
તને તો આવી લાગણી નથી થતી પણ આજે તારા જેવડા અન્ય યુુુવાનોના પ્રશ્નો ક્યારેેેક ક્યારેેક વર્તમાન પત્ર કે મેગેેઝીનમાં વાંચીને થાય છે કે આમાં દોષ નથી માબાપનો કે નથી યુવાનોનો . માત્ર આવા દ્વંદ્વમાં યોગ્ય સમજ નો સધિયારો જરૂરી છે.

સારું ચાલો આજે ઘણી નવી વાતો તને કહેવાય ગઈ.


હરપળ યાદ કરનાર તારી "મા" ના આશિષ....