આજે લખેલા બે પત્રો તમેં વાંચો અને ગમે તો તમારા પ્રતિભાવ ચોક્કસ પ્રદર્શીત કરશો જી 🙏
પત્ર~1
પ્રિય વાત્સલ્ય,
કેમ છે ? તારો ચહેેરો કહે છે કે આજે તું ખુશ છે. આજે તું તારા સપના પૂરા કરવા,
આ અજાણી દુનિયા ને પોતાની કરવા જઈ રહ્યો છે ત્યારે મારે તને કંઈક કહેવું છે.
વહાલ, તું મને ખુબ પ્રિય છે માટે મારી
વાત ને શાંતિ થી સમજવા કોશીશ કરજે. તું
તારા જીવન માં એવા ધ્યેય નક્કી કરજે કે તારા થી પૂરાં થઈ શકે. તારા ધ્યેય તને પ્રેમ અને ઉત્સાહ થી હંમેશા ભરેલા રાખે તેવા રાખજે, તારી સક્ષમતા ને તું ઓળખતા શીખજે, જે તને આગળ વધવા માં ખૂબ કામ
લાગશે.તું શું કરીશ તો દુુનિયા ને સારું લાગશે
એવું ક્યારેેય ના વિચારતો. હા, ખબર ના પડે તો યોગ્ય વ્યક્તિની સલાહ ચોક્ક્સ લેવી.
મારા વ્હાલપ, તને અને તારા અનુજ ને ખૂબ જતન થી, એક અણમોલ રતનની જેમ સંભાળ્યા છે, મારાથી દૂર તને મોકલતા પીડા તો ખૂબ થાય પણ હું એ વાત થી પૂરેપૂરી સજાગ છું કે શેમાં તારું શ્રેય છે ? મારા આપેલા સંસ્કારને, ઘડતરને ટકોરા બંધ બનાવવા તને આંચલ થી દૂર તો જવું જ પડે તેમ હું માનું છું. થોડો સમય તને આકરું લાગશે પણ જેમ જેમ તારો આત્મવિશ્વાસ વધશે તેમ તું તારી ધ્યેય પ્રાપ્તિ માટે નો દ્રષ્ટિકોણ વધારે સુનિશ્ચિત કરી શકીશ. માટે આગળ વધ રસ્તો તને આપોઆપ મળવા લાગશે.
હરપળ મનમશ્ચિક માં તમને બન્નેને રાખનાર
તારી માં.....
પત્ર ~ 2
મારા પ્રિય અંશ,
તું વિચારશે કે માં હંમેશા અલગ અલગ નામ થી બોલાવે છે ! પણ તું મારો જ અંશ છે ને ? એટલે જ એ નામ થી બોલાવ્યો. તું
તો પ્રગતિ ના સોપાન ચડવા લાગ્યો અને મારા હૈયાની ઊર્મિઓ ગર્વ થી ફૂલી નથી સમાતી.... એક વાત કહું....તું જે રીતે તને મળેલ પગાર નું મેનેજમેન્ટ કરે છે ને, તે ખૂબ બિરદાવવા લાયક છે.આવું સરસ તો મેં પણ મારી જિંદગી માં નથી કર્યું.
તારા પગાર માંથી અમુક રકમ પપ્પાને મોકલે છે, જરૂરિયાત વાળા ને માટે થોડું અલગ રાખે છે, અમુક ભવિષ્ય ને સિક્યોર રાખવા બચત રૂપે રાખે છે, તું કરકસરથી ખૂબ સરસ ઘર પણ ચલાવે છે અને પછી તું તારા મોજશોખ માટે પણ મર્યાદિત રકમ વાપરે છે ....બેટા તારું આ સંચાલન એટલું સરસ છે કે બધા જ ખુશ રહે.
આ બધું એટલે જ શક્ય બન્યું છે કે તે તારી બચપન ની જિંદગી ને ખૂબ નજીક થી જોઈ અને સમજી છે. ન મળેલી વસ્તુ માટે દુઃખી થતો પણ જીદ ના કરતો. તારી આ સમજદારી જ તને ખૂબ આગળ વધવા માટે
કામ લાગી.
હા, તું હવે હંમેશા ધ્યાન માં બેસવા લાગ્યો છે ને ! તારા બાળપણ થી લઈને હજુ હમણાં સુધી તને ક્યારેય ધ્યાનમાં બેસવું નથી ગમ્યું.પણ તે હવે શરૂ કર્યું ....કદાચ એટલે જ તું તારા દરેક કાર્યો, ખૂબ પરેશાની વાળા હોય છતાં શાંતિ થી સંભાળી કરી શકે છે. પહેલા તું કેટલી આસાની થી અકળાઈ જતો, તારાથી રમકડાંની ટ્રેનના પાટા ના જોડાતા કે તારાથી ગેમમાં આઉટ થઈ જવાય તો ખૂબ રડતો, ખૂબ ગુસ્સે થતો અને આજે તું એ જ ગુસ્સા ને માત કરી ને શાંતિથી દરેક સમસ્યા નો હલ લાવી શકે છે. એ જ તારી સફળતાનું રહસ્ય છે.
બેટા તું હોય કે તારો અનુજ હોય મારા માટે તો બંન્ને મારી આંખો, મારી ધડકન, મારા જીવનનું વજૂદ તમે બન્ને જ છો. તમે ખુશ તો હું ખુશ . ઈશ્વર ને કરેલી પ્રાર્થના મારું તર્પણ છે અને તમે બન્ને તેનું ફળ ....
એ જ તારી માં....