“બાની”- એક શૂટર - 41 Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“બાની”- એક શૂટર - 41

બાની- એક શૂટર

ભાગ : ૪૧


બાનીએ ફરી બૂમ મારી, " મિસ્ટર એહાન.....!!"

પરંતુ એહાન એ જ અવસ્થામાં શાંતિથી બેઠો હતો.

"કેદાર...!!" બાનીએ ધીમા સ્વરે કહ્યું.

"જી. દીદી...!" કેદારે હુકુમ પાળતાં કહ્યું.

"તું...જરા....!!" બાનીએ કહ્યું તે સાથે જ કેદાર ત્યાંથી દૂર બીજે તરફ જઈને ઊભો થઈ ગયો.

બાનીએ ઓઢેલો કામળો હટાવી દીધો અને મોબાઈલની ટોર્ચ ઓન કરી. પરંતુ એહાન પર જરા પણ ફરક પડ્યો નહીં.

બાનીએ પોતાનો હાથ એહાનના ખબા પર રાખ્યો. સ્પર્શનાં કારણે એહાન થોડો વિચલીત થયો પરંતુ એને શાંતિથી આંખો ખોલી. ટોર્ચનો પ્રકાશ એની આંખોને તગ કરી રહ્યો હતો. હવે એને ઝાંખું દેખાઈ રહ્યું હતું.

"એહાન....!!" બાનીએ કહ્યું.

"બાની.....!!"એહાને આશ્ચર્યથી કહ્યું, "તું આવશે જ એવું ધાર્યું ન હતું બાની....!!" એહાને બાનીનો સ્પર્શ કરેલા હાથની આંગળીઓ પકડી લેતાં કહ્યું.

સ્પર્શ થતાં જ બંનેમાં એક નાનકડો મૌન છવાઈ ગયો.

પાંચ વર્ષો બાદ નાનો અમસ્તો એકમેકનો સ્પર્શ બંનેને આહલાદક સુખ આપી રહ્યું હતું.

"હું આવી ગઈ. હવે....!! એટલે તારી પ્રેમની સાધના આ ભરપૂર વરસાદી મૌસમમાં પૂરી થઈ....!! સાબિતી થઈ ચૂકી પ્રેમની??" બાનીએ પૂછ્યું.

"સાબિતી તો ત્યારે જ પૂરી થશે જ્યારે તું મારા પ્રેમનો સ્વીકાર કરશે બાની....!!" એહાન બેઠો જ હતો. અને બાની ઉભી હતી. બંનેનો વાર્તાલાપ એવી રીતે જ ચાલતો હતો.

"હું આ બધી જ વાતની ચર્ચા કરીશ. પરંતુ તારે અહીંથી ઉઠવું પડશે. મારા પર રહેલી ચારેતરફની નજરથી તું પણ વાકેફ જ હશે. એ બધું જ ધ્યાનમાં રાખીને તને મારા ફાર્મહાઉસ પર આવવું પડશે. કેદારે એનો બંદોબસ્ત કરી જ રાખ્યો છે." બાની એકધારું બોલી ગઈ કેમ કે એનો સમય કિંમતી હતો.

બંનેમાં થોડી સેંકેન્ડ માટે મૌન સેવાયું. ત્યાં જ વરસાદના મોટા છાટાનો વરસાદ વરસવા લાગ્યો. બાનીએ પોતાનો હાથ સામે ધર્યો, " આવો...!! જઈશું."

"કેદાર....!!" બાનીએ ધીમેથી બૂમ મારી.

સતત ત્રણ દિવસ વરસાદની મૌસમમાં એક જ સ્થાને એક જ સ્થિતીમાં કિચડમાં બેસવાથી એહાનની શારીરિક હાલત કફોડી બની ગઈ હતી. ભીંજાવાથી શરીર તેમ જ પગના તળિયા પાણીથી પોપંચા થઈ ગયા હતાં. કેદાર આવ્યો.

બાની તેમ જ કેદારની મદદથી એહાનને ઉઠાડ્યો. એહાનનું આખું શરીર અકળી ઉઠ્યું. કેદાર મજબૂત આદમી હતો. એને આગળ કશું વિચારવા વગર પોતાનાં ખબા પર એહાનને લાદી દીધો. પાછળથી બાનીએ પણ પકડી રાખ્યો હતો. થોડે દૂર પાર્ક કરેલી કારમાં એહાનને પાછલી સીટ પર સુવડાવામાં આવ્યો.બાની આગળના સીટ પર બેસી. કેદાર બાનીનો કામળો લઈને આવ્યો. અને ડ્રાઇવ સીટ પર જઈ ગોઠવાયો. કાર અડધી રાત્રે શહેરથી દૂર આવેલું બાનીના ફાર્મહાઉસ પર પહોંચી.

બાનીના નોકરોચાકરો દ્વારા એહાનની સેવા કરવામાં આવી. એ બીજા જ દિવસે તાજો થઈ ગયો હતો.

****

એહાનમાં સુધારો આવ્યા બાદ આટલું જ કહ્યું હતું, " બાની...!! આપણા પ્રિય વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે. હવે એ ક્યારે પણ મળવાનું નથી જ એ સત્ય જ હોય છે. અને એ અચાનક આવી રીતે મળી જાય...એની ખુશી અનહદ હોય છે...તો એને પામવા માટે વ્યક્તિ પોતાની જાન પણ આપવા તૈયાર જ હોય છે. બસ હું તો ફક્ત મારા પ્રેમની સાબિતી આપવા સાધના કરી પ્રાયશ્ચિતનો માર્ગ સ્વીકાર કર્યો."

"એહાન તારા પ્રેમને તો માનવો જ રહ્યો. પૂરી દુનિયા મને હજુ સુધી પિછાણી નથી શકી. પણ તું મને ઓળખી ગયો." બાનીએ કહ્યું.

"તારા ધડકનનાં ધબકારને હું ન ઓળખી શકું ?!!" એહાને કહ્યું.

" પરંતુ એહાન...!! હું તો પ્રતિશોધ માટે જ જીવી રહી છું. જ્યાં સુધી હું જીવંત હોઈશ ત્યાં સુધી હું તને પ્રેમ કરીશ એહાન...!! પણ એક વાત સારી રીતે સમજી લે એહાન...!!આ રિલેશનશિપનું હવે કોઈ પણ પ્રકારનું ભવિષ્ય છે જ નહીં....!!" બાનીએ ચિંતાતુર સ્વરમાં એહાનને સમજાવ્યો.

"હું તારી સાથે ભવિષ્ય નથી ગાળવા માગતો. હું તો ફક્ત પ્રેમના દિવસો તારી સાથે વ્યતિત વ્યતીત કરવા માગું છું બાની." એહાને પોતાની વાત રાખી.

એવી ઘણી બધી મીઠી મધુરી ફક્ત પ્રેમની જ વાતો જ બાની એહાનમાં થઈ.

સતત બાની તેમ જ એહાન એક અઠવાડિયું જેટલું બંનેએ એકાંતમાં દિવસો પસાર કર્યા. કહેવાની વાત જ ક્યાંથી આવે...!! બંને ચાહતા હતાં એકમેકને..!! એક થઈને જ રહ્યાં.

****

પરંતુ ના છૂટકે જ મિસ પાહી બનવાનું રહસ્ય પણ એહાન સામે બાનીએ છતું કર્યું હતું. કેમ કે એના સિવાય બીજો છૂટકો ન હતો...!! બાનીએ સતત એક અઠવાડિયું એહાન સાથે એકાંતમાં સહવાસ ગાળ્યો હતો.

અઠવાડિયું બાદ કેદાર એહાનને કારમાં અડધી રાત્રે શહેરમાં છોડવા ગયો હતો. એહાનના ગયા બાદ બાનીએ ફાર્મહાઉસ પર બીજા ત્રણ દિવસ ગાળ્યા હતાં પછી એ પણ અડધી રાત્રે જ કેદાર સાથે પોતાના બંગલે પહોંચી હતી.

****

બે વર્ષ બાદ

મિસ અભિનેત્રી પાહી થતા અમનનું પ્રેમ પ્રકરણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ જોરશોરથી ગાજવા લાગ્યું. લોગ તરહ તરહની ગોસિપ કરતું થઈ ગયું હતું.

અમન મિસ પાહીના પ્રેમમાં બૂરી રીતે ફસી ચુક્યો હતો.

અમન આજે મિસ પાહીને પોતાના બંગલે લાવ્યો હતો. બંને અવારનવાર મળ્યા હતાં પરંતુ વધારે ભીડભાડ ન હોય એવા જ સ્થાને મુલાકાત ગોઠવી હતી.

"અમન...!! આજે અહીંયા લાવવાનું કારણ શું છે??" મિસ પાહીએ લાડમાં જ તીણા સ્વરમાં લિવિંગરૂમમાં સોફા પર બેસતાં પૂછ્યું.

"સરપ્રાઈઝ બેબ...!! ડિરેક્ટર સંતોષ સાહેબને તો ઓળખતા જ હશે ને?? આપણે એમના બંગલે આવ્યા છે. આશીર્વાદ લેવા માટે...આપણે બંને બહુ જલ્દીથી પરણી જઈશું એ જ મારા ડેડને આજે કહેવા આવ્યો છું. એમની નવી વહુને દેખાડવા લાવ્યો છું." અમન ખુશમિજાજમાં કહેવા લાગ્યો.

"ઓહ યુ મીન ડિરેક્ટર સંતોષ સાહેબ તમારા ડેડી..!! ઓહ યસ...હું પણ કેમ ભૂલી રહી છું...તમે તો મશહૂર ડિરેકટર સંતોષ સાહેબના પૂત્ર છો." ભૂલવાનું નાટક કરતાં મિસ પાહીએ ગજબથી પોતાના કપાળ પર હસતા ટપલી મારી.

"મારા ડેડ અને મોમ બંને સાથે તારી મુલાકાત આજે ગોઠવી છે." અમને ખૂશ થતા કહ્યું.

"ઓહ....અમન...!! તે તો મારું દિલ ખૂશ કરી દીધું. ક્યાં છે તમારા મોમ અને ડેડ...?" મિસ પાહીએ સ્મિત આપતા પૂછ્યું.

"ડેડની તબિયત સારી નથી રહેતી. તેઓ ઉપરના કમરામાં રહે છે. મોમ પણ એમની સાથે જ હશે." અમને કહ્યું ત્યાં જ જ્યુસના ગ્લાસ લઈને એક નોકરાણી આવી પહોંચી. એ મિસ પાહીને શંકાસ્પદ નજરે નિહાળવા લાગી. એને જ્યૂસનો ગ્લાસ મિસ પાહીના હાથમાં સોંપતા કહ્યું, " તમે 'બાની-એક શૂટર' ફિલ્મના અભિનેત્રી છો ને....!!"

"હા..." મિસ પાહીએ કહ્યું.

"મીની...!! હવે તું જઈ શકે છે." અમને હસતાં હસતાં કહ્યું, "અમારા ઘરની જૂની નોકરાણી છે. એને આદત છે વાતો કરવાનું."

મીની નામ સાંભળતા જ મિસ પાહી ઉર્ફ બાની અલર્ટ થઈ ગઈ. એ તરત વિચારવા લાગી, " મીની નામની ઓરત જ તો જાસ્મિનને મળવા આવી હતી અને અમનથી દૂર રહેવા કહી ગઈ હતી."


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊