CHARACTERLESS - 14 Parth Kapadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

CHARACTERLESS - 14

Chracterless

 

ગતાંકથી ચાલુ......

 

                    તેરમા ભાગમાં તમે જોયું કે નર્સની ભૂલના કારણે અમે બધા ચિંતામાં આવી ગયેલા. પછી મારો મોબાઈલ મળતો ન હોવાથી અમે બધા જ મોબાઈલ શોધતા હતા અને મને ત્યાં વિજયભાઈ (સાગરના મોટાભાઈ) જોવા મળ્યા હતા જે બહુ નવાઈની વાત હતી, ફોન પર એમના જોડે વાત થઈ ત્યારે તેઓ જૂઠું બોલ્યા હતા. ફરીથી મારી સામે નવો પ્રશ્નાર્થ ચિન્હ ! અને અંતે સાગર મને ફોન કરે છે કે તું સુંદર ગાર્ડનમાં આવી જા. હવે જોઈએ આગળ શું થશે ?

                    હું બહાર ચાલવા માટે નીકળ્યો અને સાગરનો ફોન આવ્યો કે જલ્દી મારી સોસાયટીથી થોડે દૂર "સુંદર ગાર્ડન" છે ત્યાં આવ. મેં કહ્યું શું થયું ? તો એ ફક્ત "સરલ" બોલ્યો અને આગળ તો કંઈ બોલ્યો જ નહીં તેથી હું પણ મૂંઝવણમાં. મેં એને પૂછ્યું સરલને કંઈ થયું છે પણ એટલા માં તો ફોન કટ થઈ ગયો, મને ચિંતા થવા લાગી અને ઘરે જઈને તરત જ બાઈક લઈને હું સુંદર ગાર્ડન તરફ જવા માટે નીકળ્યો.

                    ત્યાં પહોંચ્યો તો સાગર ઉભેલો હતો હું તરત એની પાસે ગયો અને કહ્યું શું થયું ભાઈ સરલ ક્યાં છે ? ફોનમાં તે કંઈ જવાબ ના આપ્યો અને ફોન કટ થઈ ગયો હતો. મારુ બોલવાનું ચાલુ હતું અને તરત જ પાછળથી હસવાનો અવાજ આવ્યો, મેં પાછળ ફરીને જોયું તો સરલ હતી અને એ હસતા હસતા સાગર પાસે આવી અને એને તાળી આપી ત્યારબાદ બંને જણા મારી સામે હસવા લાગ્યા. અને કહ્યું કૈસા રહા હમારા મજાક ? મને બહુ જ ગુસ્સો આવી રહ્યો હતો. અરે તમને ખબર પડે છે આવી મજાક હોય ? હું કેટલો ચિંતામાં આવી ગયો હતો. ધીસ ઈજ ટૂ મચ ! સાગરે કહ્યું સોરી ભાઈ આ તો હું પહેલીવાર અહીંયા ચાલવા આવેલો અને મને સરલ મળી એ પણ અહીંયા જ રોજ ચાલવા આવે છે એવું એણે જણાવ્યું. પછી અમે વાતો કરતા જ હતા ને સરલે કહ્યું કે ચાલો ! આકાશ સાથે પ્રેન્ક કરીએ પછી બીજું તો બધું તારી સામે જ છે ભાઈ.

                    મેં કહ્યું ભાઈ ! બધી વાત સાચી પરંતુ હાલ તું જો કેવી ગંભીર પરિસ્થિતિ ચાલી રહી છે પાછું ગઈ કાલે હું ઊંઘ્યો પણ નહોતો અને ચિંતામાં તું વધારે ચિંતા નાખે છે. અને હા સરલ તારો પ્લાન હતો ને તને હવે મારે શું કહેવું ? સરલે કહ્યું ચીલ યાર સોરી ! પછી એણે મને ચોકલેટ આપીને કહ્યું કે "સ્માઈલ પ્લીઝ" આખા ગામને સ્માઈલ પ્લીઝ કહે છે ને ! તું તો સ્માઈલ આપ, પછી અમે ત્રણે જણા હસવા લાગ્યા.

                    પછી સરલે કહ્યું કે હું જાઉં છું તમે કન્ટીન્યુ કરો. સરલના ગયા પછી હું અને સાગર બેસ્યા, અમારી વાતચીત ચાલતી જ હતી અને ત્યાં જ વિજયભાઈ આવ્યા અને કહ્યું કે કેમ છો ભાઈલોગ ? અમે કહ્યું મજામાં. વિજયભાઈ અમારી પાસે બેસ્યા અને સુરજ વિશેની વાત કરી પછી સાગરને કહ્યું કે તું દુકાને જા અને પાણીની બોટલ લઈને આવ.

                    જેવો સાગર નીકળ્યો તરત જ વિજયભાઈએ મને કહ્યું કે આકાશ ! આપણી હમણાં વાત થઈ ત્યારે હું ઘરે નહોતો પરંતુ સિવિલ હોસ્પિટલમાં હતો, પ્રોજેક્ટ વર્ક માટે થઈને એસિડ અટેક પીડિતા જોડે વાત કરવાની હતી તેથી હું અને મારો મિત્ર ત્યાં ગયેલા આ તો તે સાગરના ફોનમાંથી કોલ કર્યો એટલે મારે જૂઠું બોલવું પડ્યું કારણ કે સાગરને હું આ બધું કરું છું ને એ ઓછું ગમે છે, એ એમ કહે છે કે આ બધામાં આ રીતે ના પડાય આપણે ફસાઈ જઈએ વગેરે વગેરે. મેં કહ્યું એમ વાત છે બરાબર. મારા મનમાં જે પ્રશ્ન ફરી રહ્યો હતો એનો જવાબ મને મળી ગયો હતો તોપણ આ જવાબ સંતોષ નહોતો આપી શક્યો, કારણ કે મને એ વાતની નવાઈ લાગી કે શા માટે વિજયભાઈ મારી જોડે બધું કન્ફેસ કરવા આવ્યા. એ તો મને ના જણાવે તો પણ વાંધો નહોતો. ટૂંકમાં મને એમ લાગ્યું કે કંઈક તો ચાલી રહ્યું છે જે મારી સામે છે પરંતુ મને દેખાઈ નથી રહ્યું. મેં વિચારી લીધું કે આ બાબતને હળવી લેવી યોગ્ય નથી અને હવે હું મારી રીતે તપાસ કરીશ.

                    એવામાં જ સાગર બોટલ લઈને આવ્યો, અમે બધાએ પાણી પીધું પછી વિજયભાઈએ કહ્યું કે તમે બંને બેસો હું નીકળું મારે થોડું કામ છે કહી તેઓ નીકળી ગયા. પછી સાગરે કહ્યું આજે તો સરલ જોડે મજા આવી ગઈ અને ભાઈ મેં નિર્ણય કર્યો છે કે સરલ પસંદ છે તો એને જ ઘરે લાવીશ. મેં કહ્યું ધેટ'સ માય બોય ! પરંતુ એક જ દિવસમાં નિર્ણય લઈ લીધો જોરદાર કહેવાય. સાગરે કહ્યું ભાઈ તે જ કહ્યું હતું ને કે ટાઈમપાસ ના કરતો જોકે એ કરવાનો પણ ન હતો પરંતુ આજે સરલ જોડે રહ્યા પછી લાગ્યું કે હું નિર્ણય લઈને જ આગળ વધુ. તોપણ મેં કહ્યું કે ભાઈ જે પણ હોય ઉતાવળ ના કરતો, હજી દોસ્ત બનીને થોડો સમય કાઢ ! તો તું એને ઓળખી શકીશ જો એમ લાગે કે રેડી તો પછી સંબંધમાં આગળ વધ. અને હા મારી એક વાત હંમેશા યાદ રાખજે ટાઈમપાસ અને બીજા હેતુથી પણ આગળ ના વધતો એ પછી સરલ હોય કે કોઈપણ !


                    સાગરે કહ્યું ભાઈ ! હું બધી જ વાતનું ધ્યાન રાખીશ તું ચિંતા ના કર. પછી મેં કહ્યું બરાબર ભાઈ ચાલ હવે સમય થઈ ગયો છે તો ઘરે જવું પડશે, મારે તો મસ્ત રીતે સૂવું છે યાર ! પછી અમે બંને ઘરે જવા માટે નીકળ્યા.જતા જતા સાગરે કહ્યું કાલથી "મિશન સરલ" ચાલુ ઓકે. મેં કહ્યું ઓકે ! કાલે કોલેજમાં મળીએ ત્યારે.

                    બીજા દિવસે અમે બધા જ કોલેજમાં મળ્યા પરંતુ સુરજની કમી વર્તાઈ રહી હતી. સુરજ પણ ખરી નોટ ! બોલે બહુ જ ઓછું પરંતુ બોલે ત્યારે ભલભલાને પાછા પાડી દે. અમે બધા વાતો કરતા હતા અને મેં જોયું તો સાગર સરલની જોડે જ ! સાગર અને સરલનું આ રોજનું થયું બંને એકબીજા સાથે વધારે સમય વિતાવવા લાગ્યા.

                    ખુશીની વાત એ હતી કે સાગરનો પ્રભાવ સરલ પર ધીમે ધીમે પડી રહ્યો હતો પરંતુ મારી અને સરલ વચ્ચે વાત ઓછી થઈ ગઈ હતી, કારણ કે "સાગરના કિનારે સરલનું ફરવું એટલે સરલ એના દોસ્ત આકાશના તારાને ક્યાંથી જોઈ શકે" મેં વિચાર્યું હાલ સાગર માટે બરાબર મોકો છે એટલે હું વધારે ખુશ હતો.

                    આમ ને આમ દિવસો વીતતા ગયા, એક દિવસે નિખિલે મને કહ્યું કે આકાશ ! તને એવું નથી લાગતું કે સાગર અને સરલ વચ્ચે કંઈક છે. આમ તો મને ખબર જ હતી તોપણ હું બોલ્યો લાગે તો છે ભાઈ ! બટ આઈ એમ નોટ સ્યોર. નિખિલે પણ આ વાતમાં સંમતિ દર્શાવી.

                    એક દિવસ સરલ મારી પાસે આવી અને કહ્યું આકાશ એક વાત કહેવી હતી ? મેં કહ્યું બોલ ! થોડીવાર સુધી તો સરલ કંઈ જ બોલી નહીં. મેં કહ્યું કંઈ તકલીફ છે ? તો સરલે કહ્યું અરે ના ! પછી એ બોલી કે સાગર પ્રપોઝડ મી ! તો મેં નવાઈ સાથે પૂછ્યું કે તે શું જવાબ આપ્યો ? તો એણે કહ્યું "હા". મેં કહ્યું નોટ બેડ, સો ! કોન્ગ્રેચ્યુલેશન સરલ. તો સરલે કહ્યું થેન્ક યુ આકાશ. અને આગળ ઉમેરતા કહ્યું કે સાગર બહુ જ મસ્ત છોકરો છે યાર, લાગણીને સમજે છે સૌથી મોટી વાત તો એ કે મને આદર આપે છે. મેં કહ્યું, સરલ માટે સાગર સરસ !

                   થોડીવાર પછી મેં સાગરને ફોન કર્યો અને કહ્યું કે, ભાઈ ! યે સબ ક્યાં હૈ ? તો સાગરે કહ્યું શું ભાઈ ? મેં કહ્યું સરલ આવી હતી મારી પાસે અને મને બધી વાત જણાવી તો ગાંડા તું તો જણાવી શકતો હતો ને ! પછી મેં હસતા હસતા ઉમેર્યું કે સૌ પહેલા સરલની વાત હતી ત્યારે મને જણાવવા આવેલો તો આટલી સરસ ખુશખબરી તે મને કેમ ના જણાવી ? તો સાગરે કહ્યું કે ભાઈ તને જણાવવાનો જ હતો ! પરંતુ મારી પહેલા સરલે તને જણાવી દીધું. ચાલો કંઈ નહીં હવે સાંભળ, કાલે રાત્રે અમે સુંદર ગાર્ડનમાં બેસ્યા હતા અને વાતો કરી રહ્યા હતા અને અચાનક મને શું સૂઝ્યું કે મેં એને પ્રપોઝ કરી દીધો અને ખુશીની વાત એ હતી કે એણે બહુ સમય પણ ના લગાડ્યો હા કહેવામાં !


                    મેં કહ્યું બહુ જ સરસ. તો ભાઈ પાર્ટી ? (કુચ ભી હો પાર્ટી તો બનતી હૈ) સાગરે કહ્યું મળશે ને ભાઈ ! તારા માટે ક્યાં ના છે. તો મેં કહ્યું હું એકલો નહીં ભાઈ આપણું આખું ગ્રુપ. તો સાગરે કહ્યું બધાને જણાવવું પડશે એવું જ થયું ને ! મેં કહ્યું, તો શું આ ખુશખબરી આપણા ગ્રુપને નથી જણાવવાની ? સાગરે કહ્યું હાલ નહીં દોસ્ત ! હવે મને બીજા પ્રશ્ન ના કરતો. મેં કહ્યું ઓકે ! તારી ઈચ્છા.

                    સાગરે મને કહ્યું કે આ ખુશખબરી આપણા ગ્રુપમાં નથી જણાવવાની એટલે આ વાત તો મારા માટે નવાઈની હતી કારણ કે સાગર ના કેમ પાડતો હતો ? આમ તો વાત ના જણાવવી એ એટલી ગંભીર વાત પણ નહોતી.અત્યાર સુધી બધી જ વાતો ગ્રુપથી અજાણ નથી રાખેલી જેમ કે નિખિલ અને કાવ્યાનું જ ઉદાહરણ લઈ લો પરંતુ આ બધા વિચારો મારા મગજમાં ફરી રહ્યા હતા, પછી મેં વિચાર્યું હું જ વધારે વિચાર કરી રહ્યો છું

                    એક વાતનો અફસોસ હતો કે "વિજયભાઈનો પ્રશ્નાર્થ ચિન્હ" ના જવાબો માટે મારી રીતે પ્રયત્ન કર્યો પરંતુ અંતે સરવાળો શુન્ય જ આવ્યો. (પતા તો લગા કે રહૂંગા)

                    આમ ને આમ ૨ મહિના વીતી ગયા, સમય કેટલો નિયમિત છે ! મજાલ છે કોઈ એને રોકી શકે બસ એ તો ચાલ્યો જ જાય છે. અને હા ! એ બળવાન એટલા માટે છે કારણ કે એને કોઈની જરૂર નથી બસ એ તો ચાલ્યો જ જાય છે. મજાની વાત કરી ને મેં !

                    હવે વાત એમ છે કે ૨ મહિના વીતી ગયા તો હવે આગળ જે થવાનું છે એ તો મને ખબર નથી પરંતુ બહુ જ અલગ અને રસપ્રદ જોવા મળશે તો મારી સાથે જોડાઈ રહો ૧૫ માં ભાગ માટે અને સાથે સાથે બીજા ભાગો માટે પણ ! 

 

 

 

 

😊સ્માઈલ પ્લીઝ😊

(તમારા કારણે કોઈના ચહેરા પર સ્માઈલ આવે ને વ્હાલા તો તમારું જીવન સફળ)

 

 

 

 

વધુ આવતા અંકે..........