અનુવાદિત વાર્તા -૪ ભાગ -(૧) Tanu Kadri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનુવાદિત વાર્તા -૪ ભાગ -(૧)

ઓ' હેનરી દ્વારા લખાયેલ * જીવન ચક્ર *

જસ્ટિસ ઓફ દિ પિસ બેનાજા વાઈડપ પોતાની ઓફીસનાં દરવાજા ઉપર બેઠીને પાઈપ પિતા હતા. જેનિથનાં અડઘા રસ્તા ઉપર પહાડો બાપોના સમયનાં લીધે નીલા અને બુખારા દેખાતા હતા. એક મરધી તે વિસ્તારનાં રસ્તા ઉપર ચુ ચુ કરતી હતી. એ વખતે રેન્સી બીલાબ્રો અને તેની પત્ની એક લાલ બળદગાડી માં આવે છે. જે.પી નાં દરવાજા ઉપર બળદગાડી રોકાવી બંને નીચે ઉતારે છે. રેન્સી છ ફૂટ ઉંચો, લાંબો પાટલો વ્યક્તિ હતો. જેના વાળ સોનેરી હતા. પેલી સ્ત્રીએ સફેદ પહેરણ પહેર્યો હતો.પોતાની ઈચ્છાઓનાં ભાર નીચે દબાયેલ લાગતી હતી. તેઓ બંનેને આદર સાથે અંદર બોલાવવા જજે પોતાના જૂતા પહેર્યા. અને બંને ને અંદર આવવા દીધા. ખુબજ નાર્માસ અવાજ સાથે પેલી સ્ત્રીએ કહ્યું અમારે બંને ને છુટાછેડા જોઈએ છે. પછી રેન્સી તરફ એવી રીતે જોયું કે એની વાતમાં કોઈ ભૂલ, કોઈ ખામી કે કોઈ અસ્પષ્ટતા તો નથી થતીને ? રેન્સી સ્વીકારતો હોય એ રીતે માથું હલાવી અને કહ્યું " છૂટાછેડા " હા હવે અમે સાથે નથી રહી શકતા. " જ્યારે એક સ્ત્રી અને પુરુષ એક બીજાનો ધ્યાન રાખે તો આ પહાડોમાં જીવવું આકર્ષક લાગે છે, પણ જ્યારે કોઈ સ્ત્રી જંગલી બિલાડીની જેમ બોલાતી હોય અને ધુવડની જેમ વ્યવહાર કરતી હોય ટો એની સાથે રહેવું બીજા વ્યક્તિનાં વશમાં નથી. "

કોઈપણ જાતનાં તિરસ્કાર વગર સ્ત્રીએ કહ્યું " જયારે તે બેકાર કીડા જેવો હોય દદારુ બનાવતા લોકો સાથે રહેતો હોય, શિકારી કુતરાને પાળીને લોકોને ડરાવતો હોય"... રેન્સી નો જવાબ આવ્યો જ્યારે તે ઉકળતો પાણી કમ્બરલેન્ડનાં સર્વશ્રેષ્ઠ કુતરા ઉપર નાખતી હોય, જ્યારે તે મનુષ્યનાં ખાવા માટે યોગ્ય ભોજન બનાવતી ન હોય અને કોઈપણ વાંક વગર રાત્રે ઊંઘવા ન દેતી હોય. .... "જ્યારે તે રૂપિયા માંગવાવાળાઓ સાથે હંમેશા ઝગડો કરતો હોય અને આખા પહાડી વિસ્તારમાં સૌથી ખરાબ વ્યક્તિ તરીકે જાણીતો હોય ટો રાત્રે કેવી રીતે ઊંઘી શકે ? "

જે.પી. સાહેબ પોતાના કર્તવ્યનો પાલન કરવા માટે સક્રિય થઇ ગયા. તેઓએ પોતાની ખુરશી અને ટેબલ આવનાર અતિથી માટે રાખી અને કાયદાઓ ની પુસ્તકો ટેબલ ઉપર મૂકી. ચશ્માં ને લુછી ને સાફ કર્યા અને કહ્યું " જ્યાં સુધી ન્યાલાયલનાં અધિકારોનો સંબધ છે કાનુની ધારણાઓ છૂટાછેડા જેવા વિષય ઉપર મૌન છે. પરતું સમાનતા, વૈઘ્યાનીક, અને ચિરંતન નિયમો અનુસાર જે કામમાં પરસ્પર સમાધાન ન હોય તે સારો સૌદો નથી. જો એક જસ્ટીસ ઓફ દિ પીસ બે વ્યક્તિઓને વિવાહ સંબધમાં બાંધી શકે છે ટો તે તેઓને છૂટાછેડા પણ અપાવી શકે છે. આ ન્યાયાલય છૂટાછેડા અપાવવાનું આદેશ આપશે અને સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા એને મંજુર કરવા નિર્ણય આપશે.

રેન્સી બીલબ્રોએ તમાકુની થેલી કાઢી તેમાં પાંચ ડોલરની નોટ હતી, તે ટેબલ ઉપર રાખી અને કહ્યું આજ અમારી પુંજી છે. ન્યાયાધીસે કહ્યું " આ ન્યાયાલયમાં છૂટાછેડાની સામાન્ય ફી પાંચ ડોલર જ છે". તેઓએ એ નોટ ઉઠાવી પોતાના કોટ નાં ખીસા માં રાખી , એક લાંબા કાગળ ઉપર અત્યત શારીરિક અને માનાશિક શ્રમ પછી આદેશ લખ્યો અને બાકીના અડઘા ભાગ ઉપર એની નકલ રાખી. રેન્સી અને એની પત્નીને વાંચી બતાવી. તે બંને નાં મુખ ઉપર મુક્તિ નો ભાવ આવી ગયો. " દરેક વ્યક્તિ અને ગ્રામ ને બતાવવાનાં આવે છે કે રેન્સી બીલબ્રે અને તેમની પત્ની અરીલા બીલબ્રો આજે મારી સામે હાજર થયા હતા અને પોતાના પુરા હોશ માં શપથ લીધી કે આજથી તેઓ બંને એક બીજાણું કહ્યું નહિ માને. રાજ્ય ની શાંતિ અને મહત્વ અનુસાર છૂટાછેડાનાં આદેશ નું પાલન કરશે. એમાં ચૂક નહિ થાય. ભગવાન એમની મદદ કરે. ટેનેસી રાજ્યનાં અંતર્ગત પીડમાર્ટડ ગામ નાં જસ્ટીસ ઓફ દિ પીસ બેનાજા વાઈડપ " ન્યાયધીસનાં આ સંમતિનામા રેન્સીના હાથમાં આપવાવાળો જ હતો કે અરીલાની અવાજે એમને રોક્યા. બંને પુરુષો એકબીજા ની સામે જોવા લાગ્યા. " જજ સાહેબ આ વ્યક્તિને અત્યારે આ કાગળ નાં આપો" અત્યારે બધું નક્કી થયેલ નથી. પોતાની પત્ની ને એ રૂપિયો પણ નહિ આપનાર એને છૂટાછેડા આપવાનો આ કેવો વિચાર છે. હું હાર્ગબેક પહાડી ઉપર મારા ભાઈ એડનાં ઘરે જવાનું વિચારું છું. મને એક જોડી જૂતા અને થોડુક અન્ય સમાન જોઈએ. જો રેન્સી છૂટાછેડા આપવાની તાકાત રાખે છે તો એને મારા માટે ભારણપોષણનાં પૈસા આપવા જોઈએ. રેન્સી સ્તબ્ધ થઇ ગયો. ભરણપોષણ ની રકમ માટે પહેલા કોઈ ચર્ચા થયેલ ન હતી. સ્ત્રીઓ હંમેશા ડરાવી આપનાર બાબતો ઉભી કરી દે છે. ન્યાયાધીસ ને લાગ્યું કે આ પ્રશ્ન કાનુન દ્વારા ધ્યાન આપવા યોગ્ય છે. નિયમો ભરણપોષણ માટે કઈ કહેતા નથી. જજે પૂછ્યું " અરીલા તું ભરણપોષણ માટે આની સામે કેટલા રૂપિયા યોગ્ય સમજે છે. . તેને કહ્યું મારા જૂતા અને બીજી વસ્તુઓ માટે પાંચ ડોલર તો જોઈએ. ભરણપોષણ માટે આ કોઈ મોટી રકમ નથી. આનાથી હું મારા ભાઈનાં ઘરે પહોચી જૈસ. જજે કહ્યું રકમ વધારે તો નથી જ રેન્સી છૂટાછેડા આપતા પહેલા તે તારી પત્નીને પાંચ ડોલર આપવાનું તને આદેશ આપવામાં આવે છે. એક ઊંડી સાંસ લઇને રેન્સીએ કહ્યું કે હવે મારી પાસે બીજા રૂપિયા નથી, જે હતા તે બધા મેં આપી દીધા.

પોતાના ચશ્માંમાંથી કઠોર દ્રષ્ટી નાખતા જજે કહ્યું તારી ઉપર ન્યાયાલય ની માનહાનીનો કેશ દાખલ કરવમાં આવશે. રેન્સી એ વિચારી ને કહ્યું કે એને કાલ સુધીનો સમય આપવામાં આવે, જેથી એ ગમેતેમ રૂપિયા ભેગા કરી શકે. તેને કહ્યું હું કોઈની પાસેથી ઉધાર લઇ શકું છું અથવા ચોરી કરી શકું છું. મને આ રૂપિયા આપવાની કોઈ ખબર ન હતી. બેનાજા વાઈડપ એ કહ્યું " કાલ સુધી આ કેસ મુલતવી રાખવામાં આવે છે. કાલે ફરી તમે બંને આવજો. એના પછી છૂટાછેડાની કાર્યવાહી આગળ ચલાવવામાં આવશે. બંને પતિ પત્ની ત્યાંથી ગયા. જજ આવીને બારણાની વચ્ચે બેઠાં અને જૂતા ઉતારવા લાગ્યા. રેન્સીએ કહ્યું કે આજે રાત્રે આપણે કાકાનાં ત્યાં રોકાઈએ.