ઓ'હેનરી 'વિલિયમ સિડની પોર્ટર' નું ઉપનામ છે. એમના દ્વારા લખાયેલ વાર્તાઓ આખા વિશ્વાસમાં પ્રખ્યાત છે. ઓ'હેનરી નો જન્મ ૧૧ સપ્ટેમ્બરનાં રોજ થયો હતો. પંદર વર્ષ ની ઉમર માં તેઓ એ ભણવાનું છોડી દીધું. પરતું ભણવા અને વાંચવાની ઉત્સુકતા ઓછી ન થઇ. તેઓ દ્વારા લખાયેલ વાર્તાઓમાં મોટા ભાગે જીવનની વાસ્તવિકતાઓ જોવા મળે છે. અહિયાં ઓ'હેનરી ની એક ગરીબ વ્યક્તિ ની વાસ્તવિક સ્થિતિને પ્રદર્શન કરતી વાર્તા પોસ્ટ કરું છું. વાર્તાનો શીર્ષક છે પોલીસ અને પ્રાથના.
મેડીસન ચોક માં મુકવામાં આવેલ એક બેંચ ઉપર શોપી કંટાળી ને પડખા ફેરવતો હતો. જ્યારે જંગલી બતાકોનો અવાજ આવવા લાગે ચામડાના પોશાકનાં અભાવે સ્ત્રીઓ પોતાના પુરુષોની વધુ નજીક આવવા લાગે અને ચોક માં મુકવામાં આવેલ બેંચ ઉપર શોપી બેચેન થઇને પડખા ફેરવાવા લાગે ત્યારે ત્યારે તમે કહી શકો કે ઠંડી ની મોસમ શરુ થવાની છે. શોપી જ્યાં બેઠયો હતો ત્યાં તેના હાથમાં એક પીળું પાંદડું આવીને પડ્યો જે આ વાતની પૂર્વ સૂચના હતી. શોપીએ આ તથ્યને એકદમજ સ્વીકારી લીધો કે હવે આવનારી પરિસ્થિતિમાં એને કેવી કેવી મુશીબતોનો સામનો કરવાનો છે. અને કેટલી મહેનત કરવી પડશે. બસ આ જ કારણે આજે શોપી ને ઊંઘ નહતી આવતી.
શોપીના મગજમાં ઠંડીથી બચવા માટેની કોઈ પૂર્વ યોજના ન હતી ભૂમધ્ય સાગરનાં કિનારે ઉદ્દેશહીન ફરવાની કલ્પના ન હતી. એની આત્માનો એટલુજ ઇચ્છતી હતી કે ઠંડીનાં 3 મહિના જેલમાં કપાઈ જાય. ત્રણ મહિના સુધી ખાવા પીવાની વ્યવસ્થાની સાથે સાથે પોલીસનાં સિપાહીઓ થી અને સૌથી વધુ કડકડતી ઠંડીથી રક્ષણ મળી જાય. વર્ષોથી બ્લેકવૈલનું જેલખાનું જ એના માટે સર્દીઓથી બચવા નું નિવાસ્થાન રહેતો. જે રીતે ન્યુયોર્કનાં ભાગ્યવાન લોકો સર્દીઓમાં રબીરા બીચ અથવા યામબીચ ઉપર જતા તેજ રીતે શોપી પણ સર્દીઓમાં જેલમાં હિજરત કરવાની વ્યવસ્થા કરી લેતો. અને હવે જેલમાં હિજરત કરવાનો સમય આવી ગયો હતો. ગઈ કાલ રાતમાં એને બેંચ ઉપર કાતિ પરંતુ કોર્ટ, ઘુટણ નીચેના શુઝ અને કમરમાં પહેનેલા કપડા પણ એને ઠંડીથી રક્ષણ આપી ન શક્યા, એટલે જ એને જેલની યાદ આવી.
શહેરમાં ગરીબ લોકોનાં ઊંઘવા માટેની જે ધર્માદા જગ્યામાં વ્યવસ્થા કરવામાં આવતી એ શોપીને પસંદ ન હતી. શોપીનાં માટે પરોપકાર કરતા પોલીસ વધારે દયાળુ હોય છે. નગર પાલિકા દ્વારા આવી સંસ્થાઓ ચાલતી હતી,જેમાં સખાવતી ધોરણે ખાવા અને રહેવાની વ્યવસ્થા થઇ શક્તિ હતી. પરતું શોપી જેવી સ્વાભિમાની આત્માને દાન લેવું પસંદ ન હતું. જેવી રીતે સીઝરની સાથે બુટ્સ હતા. તેવીજ રીતે ધર્મશાલા નાં દરેક ખાટલાની સાથે સ્નાન કરવાની સજા અને મળેલા દરેક દાનનાં રોટલા સાથે વ્યક્તિગત જીવનમાં ડોકિયું કરવાની આદત હંમેશા જોડાયેલ હોય છે. અને એટલે જ પોલીસનાં મહેમાન બનવ્ય વધારે સારું હોય છે. નિયમો સાથે ચાલવા છતાં કોઈપણ શરીફ વ્યક્તિનાં વ્યક્તિગત જીવનમાં દખલગીરી થતી નથી. જેલ જવાનો નિર્ણય કરીને શોપી એ તરતજ તેના અમલ માટે તૈયારી શરુ કરી દીધી. અને એ ઉદ્દેશ ને પૂર્ણ કરવાનાં અનેક આસાન રસ્તાઓ છે એવું શોપીનું માનવું છે.
સૌથી આસાન રસ્તો કોઈ સારી હોટલ માં ભોજન લઈ પછી પોતાની જાતને કંગાળ બતાવી દેવું. આવું કરવાથી વધારે તકલીફ વગર પોતે પોલીસ સ્ટેશનમાં જતો રહેશે એના પછી ની વ્યવસ્થા ટો મેજીસ્ટ્રેટ પોતેજ કરી લેશે. શોપી બેંચ ઉપરથી ઉભો થયો અને ચોક ની બહાર નીકળી પાકી સડકોને કાપીને હાઈ-વે ઉપર પહોચ્યો. અને એની નજર એક ચમકતી હોટલ ઉપર પડી. જ્યાં સરાબની નદીઓ વહેતી હતી અને સ્વાદિષ્ટ ભોજનની ખુબ સરસ વ્યવસ્થાઓ હતી. સોપી ને પોતાના કમર ઉપરનાં કપડા ઉપર પૂરો વિશ્વાસ હતો. કોર્ટ પણ સારો હતો અને એક સ્ત્રી એ આપેલ ટાઈ પણ એને લટકાવી હતી, જે એના સુખી સંપન હોવાની ગવાહી આપતી હતી. જો એ કોઈપણ સંકા વગર હોટલનાં ટેબલ સુધી પહોંચી જાય તો તેને સફળતા મળી જાય. શરીરનો એ ભાગ જે ટેબલ ઉપર દેખાતો હતો એ વેઈટરનાં મન માં બિલકુલ શંકા ઉતપન્ન કરી શકે નહિ એવી ખાતરી શોપીને હતી. શોપીએ વિચાર્યું કે શરાબની એક બોટલ, પુડિંગ, મૂર્ગ મીસલ્લ્મ અને અડધું પેગ સેમ્પેઈન તથા એક સિગાર એટલું બરાબર થઇ રહેશે. સિગારની કીમત ટો એક ડોલર થી વધારે નહિ હોય. સાથે એ એવું પણ વિચારવા લાગ્યો કે કિંમત એટલી વધારે પણ ન હોવી જોઈએ કે હોટલનાં માલિકનાં મન માં બદલો લેવાની ભાવના રહે, ટો પણ તૃપ્તિ એટલી હોવી જોઈએ કે ઠંડીમાં રહેઠાણ સુધી પહોંચવાની યાત્રા આણંદમય હોય. પરતું જેવો શોપી હોટલનાં દરવાજા ઉપર પહોંચ્યો મુખ્ય વેઈટરની નજર એની ફાટેલી પેન્ટ ઉપર પડી તરત જ એને શોપીને સડક ઉપર ફેકી દીધો. આ રીતે મૂર્ગ મુસ્સ્લ અને પુડિંગ બરબાદ થવાની ઘટના ટળી ગઈ. શોપી ત્યાંથી પાછો ફર્યો. એને એવું લાગ્યું કે નિશ્ચિત માર્ગ સુધી પહોંચવા માટે આ સ્વાદિષ્ટ ભોજન વાળો માર્ગ કામ નહિ આપે, જેલ સુધી પહોંચવા બીજો કોઈ માર્ગ શોધવો પડશે. ત્યાજ રસ્તા ઉપર એને અલગ અલગ વસ્તુઓથી સજાવેલ એક બારી દેખાઈ. શોપીએ એક પથથર લીધો અને બારી ઉપર માર્યું. ચારેય બાજુથી લોકો દોડીને આવ્યા ત્યાં એક સિપાહી પણ હતો એ પણ ત્યાં ભાગીને આવ્યો અને આમતેમ જોવા લાગ્યો. તેને જોઈને શોપી એ પોતાના હાથ ખીસામાં નાખીને ચુપકામ ઉભો રહ્યો. સિપાહીએ ગુસા માં પૂછ્યું આ કાંચ તોડવાવાળો ક્યા છે.
સૌભાગ્યનું સ્વાગત કરતો હોય એમ શોપીએ હસતા હસતા કહ્યું શું તમને એટલી પણ ખબર નથી કે આ કામ મારું હોઈ શકે?
ક્રમશઃ