Featured Books
શ્રેણી
શેયર કરો

અનુવાદિત વાર્તા-૫ - વીસ વર્ષ પછી - ઓ હેનરી

એક પોલીસ ઓફીસર સડક ઉપર ખુબ જ તેજીથી ચાલતો હતો. રાતના ૧૦ વાગ્યા હશે. પણ ઓછા વરસાદ અને ઠંડી હવાના લીધે રસ્તા ઉપર ખુબજ ઓછા લોકો દેખાતા હતા. રસ્તાની એક બાજુ એક ખૂણામાં એક વખાર હતી. જ્યારે ઓફિસર એ વખાર પાસે પહોચ્યાં તો એના દરવાજા ઉપર એને એક વ્યક્તિને ઉભેલી જોઈ. એ વ્યક્તિ એ મોઢામાં સળગાવ્યા વગરની સિગારેટ દબાવેલ હતી. અને તે થોડુક નમીને ઉભેલો હતો. પોલીસ ઓફિસર એ વ્યક્તિ પાસે જઈ પ્રશ્નાર્થવાળી આંખોથી જોતો રહ્યો.

“હું અહિયાં મારા એક મિત્રની રાહ જોઈ રહ્યો છું. અમે 20 વર્ષ પહેલા આ જગ્યા ઉપર મળવાનું વચન આપ્યું હતું. તમને મારી વાત અલગ લાગશે. પરતું આ સાચું છે.” આમ કહીને પેલા વ્યક્તિએ દિવાશાળી સળગાવી અને સિગારેટ સળગાવવા લાગ્યા. એ સળગાવેલી સિગારેટનાં અજવાળામાં પોલીસ ઓફિસરે એનો મોઢું જોયું. એનું મુક્જ્હ પીળાશ પડતું હતું પરતું આંખોમાં ચમક હતી. એની ડાબી બાજુ મુખ ઉપર એક નાનો ડાયમન્ડનો હીરો કઈક અલગ રીતે મુખ્યો હતો. પેલી વ્યક્તિએ આગળ કહેવાનું ચાલુ રાખ્યું.વીસ વર્ષ પહેલા આ જગ્યા ઉપર વખાર ન હતી. પરતું આ જગ્યા “બિંગ જો “ નામનો રેસ્ટોરેન્ટ હતો.

          આજથી 20 વર્ષ પહેલા એ મારા સૌથી સારા મિત્ર સાથે એ રેસ્ટોરન્ટમાં જમવા ગયા.  એજ રાત્રે અમે બંનેએ નક્કી કર્યું કે આવતી કાલથી અમે બંને બીસ વર્ષ માટે અલગ અલગ થઈશું. કઈક મેળવીને કઇક કરીને અને જે પણ બનીશું પછી આજ જગ્યાએ ફરીથી મળીશું. અને દુનિયાના કોઇપણ કોણામાં હોઈશું તો પણ આવીશું.  આ સાંભળી પોલીસ ઓફિસર બોલ્યો તમારી વાત તો ખુબજ લાગણી વળી છે. પરતું તમે જ્યારથી અલગ હત્યા ત્યાર થી તેના વિષે કંઈપણ ખબર મળી કે નહિ. ?

          પેલો વ્યક્તિ બોલ્યો કે શરૂઆત નાં બે ત્રણ વર્ષ અમે બંને એકબીજા સાથે પત્રવ્યવહાર કર્તા રહ્યા પણ પછી ધીરે ધીરે એ પણ બંધ થઇ ગયો. પણ મે પૂરો વિશ્વાસ છે કે જીમી જીવતો હશે તો મને મળવા જરૂર આવશે. હું એક હજાર કી.મી. દુરથી એને મળવા આવ્યો છું. પોલીસઓફિસરે ડંડો ધુમાવ્યો અને ત્યાંથી ચાલ્યો ગયો.

          લગભગ 20 મિનીટ પછી એક લાંબો વ્યક્તિ જેને ઓવરકોટ પહેન્યો હતો. એ પેલા વ્યક્તિ પાસે આવ્યો અનેર કહ્યું કે શું તમારું નામ બોબ છે? ઓહ શું તમે જીમી વેલ્સ છો. રાહ જોનાર વ્યક્તિને ખુશી બમણી થઇ ગઈ બંને એક બીજાનો હાથ પકડી ચાલવા લાગ્યા. બોબ ને પેલો વ્યક્તિ શંકાસ્પદ લાગ્યો અને પછી અચાનક ગુસા થઇ બોલ્યો તમે જીમી વેલ્સ નથી? હું માનું છું કે 20 વર્ષ ખુબ જ લાંબો સમય છે પરતું આટલો લાંબો સમય પણ નથી કે એક વ્યક્તિની ચપ્કી નાક પાતળી થઇ જાય. જવાબમાં પેલો વ્યક્તિ બોલ્યો આવું થાય કે નહિ એ ખબર નથી પરતું વીસ વર્ષમાં એક સારો વ્યક્તિ ખરાબ બની શકે છે. 20 વર્ષ પહેલા તું  એક સારો વ્યક્તિ હતો. પરતું આજે ખરાબ વ્યક્તિ બની ગયો છે. આ કાગળ લો અને પઢો.

          પેલો વ્યક્તિ પત્ર વાંચવા લાગ્યો પત્રમાં લખ્યું હતું બોબ આપણે જ્યાં મળવાનું નક્કી કર્યું હતું ત્યાં હું સમયસર આવ્યો હતો. પણ જ્યારે તે સિગારેટ સળગાવી ત્યારે મેં તારો મુખ જોયું અને મને આશ્ચર્ય થયો કે તું એ વ્યક્તિ છે જેની શોધ સીકાગો પોલીસ કરી રહી છે. હું તને એ વખતે જ પકડી લેતો પરતું હું તારો દોસ્ત હતો. એથી એ કામ ન કરી શક્યો હવે હું પોલીસ છું અને બીજી વ્યક્તિને સાડા કપડામાં તને પકડવા મોકલી રહ્યો છું.