આગળ જોયું કે મયુર બધું જ ધ્યાન તેના અભ્યાસ માં પરોવે છે અને મયુરના મિત્રો કેશુભાઈ પાસે થી મીનાક્ષી ના નંબર અને એડ્રેસ મેળવી મીનાક્ષીને મળવા સીવણ ક્લાસ પર પહોંચે છે હવે આગળ.....
મંથન :- excuse me. ( કપડાંના ટાંકા ને ગોઠવતી છોકરી ને સંબોધીને)
છોકરી :- હાજી બોલો. ( કપડાં ના ટાંકા ને બાજુમાં રાખી અવાજની દિશા તરફ જુએ તો એકસાથે ચાર યુવાન નજરે પડતાં થોડી ગભરાય જાય છે પોતાને માંડ સંયમિત રાખી આટલું જ બોલી શકી)
જ્યારે છોકરી તેની સામે ફરી ત્યારે ચારે મિત્રોના મોઢા ખુલ્લા રહી ગયા. સાગર તો મનોમન વિચારતો જ રહી ગયો કે આજ મીનાક્ષી હોવી જોઈએ. જો આ જ મીનાક્ષી હોય તો મયુર ની પસંદ ને દાદ દેવી પડે. મંથને ક્ષોભ જનક પરિસ્થિતિને પારખી વાતની શરૂઆત કરી.
મંથન :- અમને કેશુભાઈ એ અહી મોકલ્યા છે અને અમારે મીનાક્ષીજીનું કામ છે.
છોકરી :- હા બોલો, હું જ મીનાક્ષી છું.
આટલું સાંભળતા જ સાગર મનોમન ખૂબ જ ખુશ થાય છે. મયુર ની પસંદ ખરેખર લાજવાબ છે.
મીનાક્ષી :- ચાલો આપણે ઓફિસ માં બેસીને જ વાત કરીએ.
બધા જ મિત્રો મીનાક્ષી પાછળ ઓફિસ માં જાય છે. ખુરશી પર બેઠક લે છે.
મીનાક્ષી :- હાજી બોલો, ક્યાં કામ માટે કેશુભાઈ એ તમને અહી મોકલ્યા છે.
મંથન :- કેશુભાઈને કહેલ આખી વાત ને વિસ્તારથી રજૂ કરે છે. ( આત્મવિશ્વાસ થી આખી વાત રજૂ કરી કારણ કે આ વખતે એને ડર લાગી રહ્યો હતો જો એક પણ વાત માં થોડી પણ કચાસ રહી જાય તો એણે કરેલો પ્લાન નિષ્ફળ થઈ શકે તેમ હતો)
મીનાક્ષી :- કોઈ વાંધો નઈ. તમે કહેલ કામ હું આપને અહીં કરી આપીશ. એ પણ બજાર ભાવ કરતાં પણ ઓછા ભાવે.
મીનાક્ષી પછી અમદાવાદ માં પોતે કેટલા વેપારીઓના કામ કરે છે તેની યાદી બતાવે છે.
સગાર ના મન માં મીનાક્ષી ની પર્સનલ લાઇફ વિશે જાણવાની તાલાવેલી હતી. પણ આગળ વધારે મીનાક્ષીને પુછવું હિતાવહ ના લાગતા એના ગળા સુધી આવેલી વાત પાણી ના ઘુંટડા સાથે પેટ માં ઉતારી દીધી.
મંથને ઊભા થતા ની સાથે મીનાક્ષી ની રજા લે છે. અને એને ભરોસો પૂરો પાડે છે કે કામ શરૂ થતા જ તમને ઓર્ડર આપવામાં આવશે. સાથે મીનાક્ષી પણ એને વિશ્વાસ દેવડાવે છે કે જો આપનો ઓર્ડર આવશે તો અમે ઓછા સમય માં અને સારી સિલાઈ સાથે કામ કરી આપીશું. મંથન ના મિત્રો પણ મંથન ને અનુસરી ખુરશી પર થી ઉભા થાય છે. બધા જ ત્યાંથી મીનાક્ષી ની વિદાય લે છે.
સીવણ ક્લાસ થી નીકળતા જ મંથન બધા ને આ પ્લાન ને ગુપ્ત રાખવાનું કહે છે સિવાય મયુર થી. પછી મંથન તેના શો રૂમ પર જવા નીકળે છે જ્યારે બાકીના મિત્રો પોતપોતાના રૂમ પર જાય છે.
મયુર ને આજે ઘણી નવાય લાગે છે કારણ કે એના મિત્રો ક્યાંય પણ જવાના હોય તો એને પહેલાં જાણ કરતા અને એને સાથે લઈ ને જ જતા. આજ થી પહેલાં આવું ક્યારેય બન્યું જ નથી. છતાં આજે મયુર ને એમના મિત્રો પ્રત્યે ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. મયુર કરતા એ લોકો ભણવામાં ખૂબ જ પાછળ હતા અને પરીક્ષાને ૨ જ મહિનાની વાર હોવા છતાં એ લોકો લેક્ચર છોડી કપડાં ખરીદવા કેમ જઈ શકે. મોબાઈલ પર રીંગ વાગતા જ મયુર બધા જ વિચારો ને પડતા મૂકે છે. સ્ક્રીન પર નામ જોતા જ એનો ચેહરો ખીલી ઊઠે છે. તે તેના પપ્પા , મમ્મી અને બહેન સાથે વાત કરી હળવાશ અનુભવે છે. પછી તે તેના નક્કી કરેલા ટાઈમ ટેબલ પ્રમાણે અભ્યાસ માં ધ્યાન પરોવે છે.
સાગર, હેનીશ અને વિપુલ ખૂબ જ ઉત્સાહિત વદને મયુર ને કહે છે શું વાત છે મયુર, તે તો કોહિનૂર હીરા ને પણ લજવે એવી છોકરી પસંદ કરી છે. કાલે અમે એની મુલાકાત લીધી તે ખૂબ જ સુંદર, સોહામણી અને કોઈ ને પણ પહેલી નજરે પસંદ આવી જાય તેવી છોકરી છે. સાગર એના મોબાઈલ ની સ્ક્રીનમાં જોતા કહે છે કે લે મયુર તું મીનાક્ષી નો નંબર તારા મોબાઈલ માં સેવ કરી લે અને એના સિવણ ક્લાસ નું એડ્રેસ પણ નોધી લે.
પ્રથમ મયુર તેના મિત્રોના ચહેરા ને એક નજરે તાંકી ને જુએ છે. એના સિદ્ધાંત વિરુદ્ધમાં એના મિત્રોએ કરેલ કામ થી એ ખૂબ જ ક્રોધિત થઈ જાય છે. તે બધા જ મિત્રો ને ગુસ્સાથી કહે છે કે મે તમને કીધું જ હતું કે જ્યાં સુધી એક્ઝામ પૂરી ના થાય ત્યાં સુધી મીનાક્ષી વિશે કોઈ એ વાત કરવાની જ નથી તો શા માટે આટલો બખેડો ઊભો કરી ને આવ્યા છો. તમારે એને મળવા જવાની શું જરૂર હતી તમારો અભ્યાસ બગાડી ને. હું જ એને એક્ઝામ સુધી યાદ કરવા નથી માંગતો તો શા માટે મને એને યાદ અપાવવા આટલું મોટું નાટક કર્યું. એક વાત કાન ખોલી ને સાંભળી લો મે તમારા પર જે વિશ્વાસ મૂક્યો હતો તે વિશ્વાસ તમે તોડ્યો છે. આ વાત માટે હું તમને ક્યારેય માફ નઈ કરી શકું. જાવ આપડી પરિક્ષા પૂરી ના થાય ત્યાં સુધી હું તમારા કોઈ સાથે પણ વાત નઈ કરું. માટે મેહરબાની કરી મને સામે થી બોલાવતા પણ નહિ અને ફોન પણ ના કરતા. ગુસ્સો કરી મયુર પોતાના ક્લાસ માં જવા નીકળી ગયો.
આટલા ગુસ્સા માં મયુર ને તેમના મિત્રો એ ક્યારેય જોયો નહતો. એ લોકો ના મનમાં તો એમ જ હતું કે મયુર મીનાક્ષી નો નંબર લાવી આપવા માટે એમનો આભાર માનશે. એની જગ્યા એ એણે તો સબંધ જ પૂરો કરી નાખ્યો. બધા મિત્રો ની ખુશી થોડી વાર માજ નિરાશા માં બેવડાઈ જાય છે. બધા ને એ પણ વિશ્વાસ હતો જ કે મયુર હવે સામે થી બોલાવશે પણ નઈ.
મયુર ખૂબ જ તટસ્થ મનોવૃતિ રાખી કરેલા નિર્ણય ને અનુસરવા બધા જ વિચારોની ગતિ ને બ્રેક લગાવે છે. એને વિશ્વાસ હોય છે કે અત્યારે કરેલો નિર્ણય આગળ જતા એના માટે ફાયદાકારક જ સાબિત થશે.
ક્રમશ:
પ્રમોદ સોલંકી
શું મયુર એમના મિત્રો વગર રહી શકશે?
શું મયુર ના મિત્રો મયૂરને મનાવવાના પ્રયત્નો કરશે?
જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"
વધુ આવતા અંકે.....
જો મારી આ નવલકથા આપને પસંદ આવી હોય તો જરૂર થી રેટિંગ અને પ્રતિભાવ આપજો. આભાર🙏🙏🙏