કુદરતના લેખા - જોખા - 5 Pramod Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુદરતના લેખા - જોખા - 5

કુદરત ના લેખા જોખા - ૫
આગળ જોયું કે મયુર ના મિત્રો મીનાક્ષી ની મુલાકાત લે છે જેની જાણ મયુર ને થતાં તેના મિત્રો સામે ખૂબ જ ગુસ્સે થાય છે અને તેમની સાથે પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી સબંધ પણ પૂર્ણ કરે છે હવે આગળ.....

* * * * * * * * * * * * * * * * * * * * * *

શું વાત છે મીનાક્ષી આજે તો તુ ક્લાસ માં વહેલા આવી ગઈ. સીવણ ક્લાસમાં માં દાખલ થતાં જ મીનાક્ષી ની રૂમ પાર્ટનર સોનલે મીનાક્ષી ને કહ્યું. આજે પહેલા મનોજભાઈ ના કપડા ના ટાંકા આવવાના હતા એટલે આજે વહેલી આવી ગઈ. અરે તો મને પણ જાણ કરવી હતી ને હું પણ તારી સાથે જ આવી જાત. સોનલે થોડા ઠપકા ના સ્વર માં મીનાક્ષી ને કહ્યું. જો સોનલ તે કાલે મોડે સુધી કામ કર્યું હતું અને સવારે જ્યારે તને મીઠી નિંદર માં સૂતેલી જોઈ એટલે તને ઉઠાવવાનું મને મન ના થયું માટે જ હું એકલી આવતી રઈ. અરે સાંભળ એક વાત કહેવાની તો ભુલાઈ જ ગઈ. આજે એક પાર્ટી આવી હતી એ લોકો નવો હોલસેલ નો ધંધો શરૂ કરવાનું વિચારે છે જો એ લોકો નું પાકું થશે તો આપણને ઓર્ડર આપશે. ચાલ હવે બધી જ છોકરીઓ આવી ગઈ છે એને કામ સમજાવી દે હું પણ ઓફિસ નું થોડું પેપર વર્ક કરી નાખું.

મીનાક્ષી અને સોનલ બંને એક જ રૂમ માં ઘણા વર્ષો થી સાથે રહે છે. બંને એકાબીજા ને એક પરિવાર નો હિસ્સો જ માને છે કારણ કે એ બંને અનાથ હોય છે. એકાબીજા સિવાય આ દુનિયા માં એનું હતું પણ કોણ? બંને એકાબીજા ની લાગણી, પ્રેમ, ગુસ્સો , હેત પહેલી નજરે જ ઓળખી જતા. આટલા વર્ષો થી સાથે રહેતા હોવા છતાં ક્યારેય બંને જગાડ્યા હોય એવો એક પણ દાખલો નથી. બંને એકાબીજા ની ખુબ જ લાગણીથી સંભાળ લેતા. બંને ને એકાબીજા વગર થોડી વાર પણ ના રહી શકે. બંને વચ્ચે એક વાત માં જ વિરોધાભાસ હતો. સોનલ એમ કહેતી કે હું એવા છોકરા સાથે લગ્ન કરીશ જે સંયુક્ત પરિવાર માં રહેતો હોય જે પરિવાર નો પ્રેમ હું ના પામી શકી એ લગ્ન પછી મેળવીશ. જ્યારે મીનાક્ષી એમ કહેતી કે હું અનાથ છોકરા સાથે જ લગ્ન કરીશ કારણ કે જે અનાથ છોકરો હશે એ જ મને સમજી શકશે. અને કદાચ જો મારા સંયુક્ત પરિવાર ના છોકરા સાથે લગ્ન થાય અને એના પરિવાર તરફ થી જો અથાગ પ્રેમ મળે તો એ પ્રાપ્ત કરવા જેવડું મારું હૃદય પણ નથી. અત્યાર સુધી કોઈપણ અપેક્ષા વગર નું જીવન જીવી છું તો આગળ પણ એવી રીતે જ જીવીશ માટે હું તો અનાથ છોકરા સાથે લગ્ન કરીશ એ પાક્કું છે.

* * * * * * *

સાગર માટે પરિસ્થિતિ વધુ કપરી થઈ ગઈ હતી. એક તો સાગર ને મયુર પ્રત્યે ખૂબ જ લગાવ અને હાલ માં મયુર એકલો જ છે એની ચિંતા પણ વારે વારે સાગર ને સતાવે રાખતી હતી. સાથે સાથે પરીક્ષા પણ માથા પર મંડરાઇ રહી હોવાથી મયુર પાસેથી અભ્યાસનું મોસ્ટ IMP નહિ મળે એનું ટેન્શન પણ આવી રહ્યું હતું. મયુર ના સ્વભાવ ને પૂર્ણ પણે જાણતો હોવાથી હવે એને સમજાવવાના કોઈ નિરર્થક પગલાં લેવાનું માંડી વાળે છે. હવે જાત મહેનત થી જ પરીક્ષાની તૈયારી કરવાનો નિર્ધાર કરે છે.

મયુર તેના મસ્તિષ્કમાં એના મિત્રો અને મીનાક્ષી ના વિચારો ને ભૂલાવવા પોતાની જાત ને વધારે busy કરતો ગયો. એક એક મિનિટની પણ ગણત્રી કરી મયુર પોતાના અભ્યાસ ને કેન્દ્રમાં રાખી મહેનત કરતો જાય છે. કોલેજ માં પણ મયુરે તેની બેઠક વ્યવસ્થા તેમના મિત્રો થી અલગ કરી નાખી. તેમના મિત્રો સામે એ નજર સુધ્ધાં પણ મેળવતો નથી. કોલેજ થી આવતા અને જતા તેમના મિત્રો થી બને તેટલું અંતર રાખી ને જ જતો હતો. આ પરિસ્થિતિ મયુર ના મિત્રો માટે અકલ્પનીય હોય છે. સાગર માં તો હિમંત જ ના હતી કે મયુર ને ઉભો રાખી એને કાઈ સમજાવી શકે.

મયુર ના આવા વર્તન થી વિપુલ અને હેનીશ ખૂબ જ ગુસ્સે થાય છે. એક વાર કોલેજ ની લોબી માજ વિપુલ અને હેનીશ મયુર ને જબરદસ્તી ઊભો રખાવે છે. ખૂબ જ ગુસ્સા માં વિપુલ તેને કહે છે કે તમે શું થયું છે મયુર. અમે એવું તો શું ખરાબ કામ કર્યું છે જેની આકરી સજા તું અમને આપી રહ્યો છે. અમે તો તારા ભલાઈ માટે જ મીનાક્ષી ને મળવા ગયા હતા ને. જો એ જ બાબતે તને ખોટું લાગ્યું હોય તો બધા તરફ થી હું તને માફી માંગુ છું. પણ પ્લીઝ તું આવી રીતે અમને ના તરસાવ. જ્યારથી તે વાત કરવાની બંધ કરી છે ત્યારથી સાગરે કોઈ સાથે હસી ને વાત પણ નથી કરી. અમારી બંને સાથે ના બોલ તો વાંધો નઈ પણ પ્લીઝ સાગર સાથે તું વાત કર. પ્લીઝ.....

જુઓ હું અત્યારે કોઈ માટે કાંઈ પણ વિચારવા સક્ષમ નથી. મારા મગજ માં અત્યારે એક ધૂન છે એ આપડી પરિક્ષા ની છે. તમે લોકો પણ આવી ફાલતુ વાતો માં સમય બગાડ્યા વગર મહેનત કરવા લાગો. પરિક્ષા પછી બધું સારા વાના થઈ જશે એ મને વિશ્વાસ છે. સાગર ને તમે સાંત્વના આપજો. ખોટું ટેન્શન લીધા વગર પરિક્ષા ની તૈયારી કરે. અને હા તમે લોકો પણ હવે તૈયારી માં લાગી જાવ. ચાલો હવે મને જવાનો રસ્તો આપો. અને પ્લીઝ હવે મને પરિક્ષા સુધી.......... ( આગળ ના શબ્દો એ ના બોલી શક્યો પરંતુ વિપુલ અને હેનીશ સમજી જાય છે. અને મયુર ને જવા માટે રસ્તો કરી આપે છે)

મયુર ભલે બહાર થી મજબૂતીના મુખવટા સાથે ફરતો હોય પણ આજે સાગર વિશે જાણ્યા પછી એ ઘણા અંશે અંદર થી તૂટી ગયો હતો. દ્વિચક્રી વિચારો માં આજે એ અટવાય જાય છે. થોડી વારે એને એની જાત પ્રત્યે જ ધૃણા આવી રહી હતી તો થોડી વારે એમ થતું કે જે કર્યું તે સારા માટે જ કર્યું છે. પોતાના મન સાથે જ ચાલી રહ્યા દ્વન્દ્વ યુદ્ધ થી મયુર આજે ઘણો જ વિચલિત થઈ જાય છે. આજે અભ્યાસ માં પણ મન નહિ લાગતા મયુર તેના શરીર ને આરામ આપવાનું વિચારે છે. વિચારોના વંટોળમાં ક્યારે ઊંઘ આવી ગઈ એ મયુર ને ખબર જ ના રહી. કુદરત ની એક એવી થપાટ મયુર પર લાગવાની છે જે બાબત થી બેખબર મયુર ભર નિંદ્રા માં પોઢી રહ્યો હતો.

ક્રમશ:
પ્રમોદ સોલંકી

શું મયુર તેના સિધ્ધાંતો માં કાઈ ફેરફાર કરશે?
એવી કઈ કુદરતી આફત મયુર પર મંડરાઇ રહી છે?

જાણવા માટે વાંચતા રહો "કુદરત ના લેખા જોખા"

વધુ આવતા અંકે........

આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ.
આભાર🙏🙏