આણું - 6 મુકેશ રાઠોડ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આણું - 6

આણું - ભાગ ૬
_મુકેશ રાઠોડ


આગળ આપડે જોયું કે કુસુમ અને કાનો બંંને મેળામાં મળે છે.બધા સાથે મંદિરે દર્શન કરવા જાય છે.મેેળા માં ફરે છે.પછી તળાવની પાળે બેસવા જાય છે. ખુબ વાતું કરે છે.સમય ક્યાં વયો જાય એ ખબર જ નથી પડતી. બધા ઘરે જવા નીકળ્યા છે .હવે આગળ.........


" આ સાંજ થવા આવી છોડિયું કેમ હજી સુધી આવિયું નહિ." ઓસરીની ધારે બેઠી ખીચડી જોતી જોતી ચહેરા પર થોડી ચિંતા ના ભાવ સાથે કુસુમ ની માં બોલી .
"આવતી જ હશે , તું ચિંતા ના કર . કુુુુસુમ ક્યાં એકલી ગઈ છે, બધી છોકરીયું ગયું છે." અભેસંગ ફરિયામાં ઢોલિયા ઉપર બેઠા ચલમનો કશ લેતા લેતા બોલ્યા.

એટલામાં જ છોકરીયું આવી જાય છે." આ આવી ગયું જો.." છોકરિયુને જોતા જ અભેસંગ બોલ્યા. આવી ગઈ બટા..

" હા બાપુ થોડું મોડું થઈ ગયું આવતા " કુસુમ બોલી. આ "બધી છોકરીયું મેળામાં ફરતા ધરાતિયું જ નોતી. એટલે મોડું થઈ ગયું.'"

****************

" આપડે હવે તારા ભાઈના ઘરે એક આંટો મારતા આવીએ અને આણા નું કેતા આવીએ તો કેમ રેછે." કાના ના બાપુ બોલ્યા.

" મારે પણ ઘણા દિ' થઈ ગયા માવતર ગઈ એને .અને આણાનો વદાળ પણ લેતા આવીએ." એમ કાના ની માં બોલી.

" હા આમ પણ આપડે હમણાંથી ગયા નથી તો આંટાનો આંટો ને કામ નું કામ બેઉ બકીજાય." એમ કાના ના બાપુ બોલ્યા.
" તો કાલ સવારે જ વેલા નીકળી જઈએ એટલે સાંજે ટાણાસર ઘરે વયા આવીએ." કાનાની માં બોલી.

***********

સવારના લગભગ દશ વાગવા આવ્યા છે.કુસુમ અને એની માં ઘરકામ માંથી પરવાળી ને કુસુમ ની માં રહોડામાં ચા બનાવી રહી છે. અભેસિંગ ગામમાં થોડી ઘણી ઘરવખરી લેવા જવાની હોવાથી શું શું લાવવાનુ છે એવું કુસુમ ને કહે છે.ચા બનતો હોવાથી ચા પી ને જ ગામમાં જાવ એવો વિચાર કરતા હતા ત્યાંજ ડેલીએ કોઈ આવતું હોવાનો અણસાર આવ્યો. ડેલી ખુલી સામે નજર કરી તો બેન ને બનેવી દેખાણા. .
"કવ છું સાંભળે છે બેન ને બનેવી આવ્યા ,ચા થોડો વધારે મૂકજે ."રહોડા માં નજર કરતા અભેસિંગ બોલ્યા.

" હા, આવો આવો નણંદબા ,કેમ છો ભાઈ મજામાં ને સૌ, " કેતી કુસુમ ની માં રહોડા માંથી બહાર આવી.ને નણંદના મીઠડાં લીધા.
કુસુમ શરમાઈ ને રહોડામાં વૈ ગઈ.ચા બનાવવા લાગી.
ચા પી ને કુસુમ ની માં કાના ની માં અભેસિંગ અને કાના ના બાપુ સૌ ઘર ની વાતું કરવા લાગ્યા.

"સારું તમે વાતું કરો હું ગામમાંથી થોડું હટાણું કરતો આવું " કહીને અભેસિંગ ગામમાં જાય છે.
કુસુમ ની માં બપોરના રહોડાની તૈયારી કરે છે. રીંગણા,બટેકા નું શાક, બાજરીના રોટલા ,ભરેલા લીલા મરચા ને લાપસી રાંધે છે. ઘરની ગાયના દૂધની છાછ અને લાપસીમાં
ઘી નાખવા બરણી કાઢીને બધું તૈયાર કરીને રાખ્યું. " કુસુમ ના બાપુ ગામમાંથી આવે એટલે જમવા બેસી જઈએ "એમ એની નણંદ સાથે વાતું કરતા બોલી .
"********"
. કાના ના બાપુ અને અભેસિંગ બપોરા કરવા બેઠા છે .કુસુમ ની માં ખાવાનુ પીરસે છે,કાના ની માં એની ભાભી ની બાજુમાં જ બેઠી છે.
ખાતા - ખાતા ...." તો અભેસિંગ હવે કેદી તેડી જાવી કુસુમ નું આણું ,તારાથી પુગી હકાય તેદુનો વદાળ દે એટલે પાસ - સાત જણા આવીને આણું તેડી જાવી.. એમ કાના ના બાપુ બોલ્યા.

" હા, એમાં શું , 'મા ' મહિના ની અજવાળી બીજે તેડી જાજો બસ " .વાર પણ હારો છે ને મુરત પણ હારું છે . અભેસિંગ બોલ્યા .
*********

" કવ છું આ દિવાળી પણ ઢૂંકડી આવી જઈ ને હમણાં ' મા ' મહિનો પણ આવી જાહે . આપડે હવે થોડી ,થોડી આણાની વસતુ ભેગી કરતા રહો , એટલે વખત આવે પૈસા ની તાણ ના દેખાય .થોડું - થોડું ભેગુ કરશું તારે માંડ પુગી વરાહે." એમ કુસુમ ની માં બોલી.

" હા ,તું ચંતા ના કર બધું હારું થઈ જાહે .તું જોજે ને ગામમાં કોએ ના લીધું હોય એટલું મારી કુસુમ ને લેવું છે.ગામ આખું જોતું રહી જાંહે." અભેસિંગ બોલ્યા.

" પણ તમે એટલું બધું લાવસો ચાથી ?.ખેતર તો વેસવાની ના પડો છો ! ઘરમાં એટલા રૂપિયા તો સે નઈ ; તો કેમ કરીને કરશો ." કુસુમ ની માં બોલી...

ક્રમશ...........

*********

અભેસિંગ કુસુમ ના આણા માટે શું શું કરે છે.?
કેવું આણું કરશે?
કુસુમ ને મેણા ખાવાનો વારો તો નહિ આવે ને,?
વગેરે પ્રશ્ન માં જવાબ જાણવા માટે આગળના ભાગની રાહ જોવી રહી.આશા રાખું તમને મારી વાર્તા નો આ ભાગ પણ પસંદ આવ્યો હશે.આપના પ્રતિભાવ મને સ્ટાર રેટિંગ દ્વારા જણાવવાનું ભૂલતા નહિ.આપનું સુચન સદા આવકાર્ય છે.
આપ સૌ મિત્રો એ મારી આ નવલકથા નો ખુબ સારો પ્રતિસાદ આપેલ છે તે બદલ હું આપ સૌ નો આભાર માનું છું.
બની શકે એટલું download કરજો અને વાર્તા વાંચજો.જેથી મારો 10 k download નો ટાર્ગેટ જલ્દી પૂરી થઈ જાય..
મારી નવલકથા તમને ગમે તો like comment share karva nu ભૂલતા નહિ.
આપનો કિંમતી સમય ફાળવીને મારી વાર્તા વાંચવા બદલ ફરી વાર આપ સૌ નો ખૂબ ખૂબ આભાર 🙏🙏