આણું - 2 મુકેશ રાઠોડ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આણું - 2

નવલકથા:- આણું
*****************
_મુકેશ રાઠોડ
_____________

આપે આગળ જોયું કે અભેસિંગ એની દીકરી નું સગપણ એની બેન ના ઘરે કરીને આવે છે .કુસુમ ની માં હવે દીકરી ના કરિયાવાર માટે થોડું થોડું ભેગુ કરવાનુ કહે છે .નાંની કુસુમ ના લગન પણ થઈ જાય છે .હવે આગળ.....
**********
આજે કુસુમના બાપુ કુસુમ ને સાસરેથી તેડીને આવવાના છે એ વાટ માં કુસુમ ની માં ઘરમાં જ આમ તેમ આંટા માર્યા કરે છે.ઘડીક ડેલીએ જાય ને ઘડીક ઘરમાં કુસુમ અને એના બાપુ ની કાગડોળે વાટ જોવે છે.
એટલામાં જ ડેલીએ જાંજર નો અવાજ આવે છે હજી તો કુસુમ ની માં ડેલી ખોલવા જાય એ પેલા જ કુસુમ ડેલી ખોલી ને સીધી માં માં કરતી એની માં ને ભેટી પડે છે.આવી ગઈ મારી દીકરી , બે,ત્રણ ગાલ પર પપ્પિયું કરતા કરતા કુસુમની માં બોલી. તેડી ને ઘરની ઓસરી માં બેસાડી ને પાણી નો લોટો કુસુમ અને એના બાપુ ને આપે છે. સવ મજામાં છે ને બેન ને એ બધા કુસુમ ની માં બોલી.હા હા બધા મજામાં છે જાજા રામ રામ કીધા સે સૌવે,અભેસિંગ બોલ્યા.
બેટા કેવું લાઈગુ ફઈ નું ઘર ? કુસુમ ને માથે હાથ ફેરવતા કુસુમ ની માં બોલી.બહુ હારું છે માં મને તો બહુ મજા આવી કુસુમ બોલી.હુ ને કાનો આખા ફરિયામાં બહુ રમાં મજાપડી ગઈ માં .હારું હારું બહુ તોફાન નથી કઇરા ને તારું હાહરું કેવાય એ,કુસુમ ની માં બોલી. હાહરું એટલે સુ હે માં?,કુસુમ બોલી.કુસુમ ની માં દાંત કાઢતાં કાઢતાં બોલી, એ તને અતારે નઇ હમજાય બેટા મોટી થાને તારે તને હમજાહે.
થોડા દિવસો પછી અભેસિંગ વાડીએ થી ઘરે આવીને હાથ પગ ધોઈને ખાટલે બેઠાં છે સાંજ નું ટાણું છે.ગામ માં મંદિરે ઝાલર થઈ રહી છે . કુસુમ પણ એના ઘરના ગોંખ માં માતાજીની છબી આગળ ઘી નો દીવો કરીને પગે લાગે છે .કુસુમ ની માં ચૂલા આગળ બેસીને ઉંબાર નાખતી જાય છે ને રોટલા ટીપતી જાય છે.કહું છું હાભરોછો?આ કુસુમ ના લગન પણ થઈ ગયા ને જોત જોતામા મોટી પણ થઈ જસે.છોડી ને વધતા વાર નો લાગે એના આણા હાટુ હવે ભેગુ કરતા રેવું પડશે.કુસુમ ની માં બોલી. હા હું વેત માં જ છું તું ચિંતા ના કર કુસુમ ની માં હુ છુ ને! અભેસિંગ બોલ્યા .તરત કુસુમ ની માં બોલી પછી જોજો હો તમારા બેન ને તો પોગી હેકાસે પણ તમારા બનેવી ને નહિ પુગાય.મારી કુસુમ ને મેણા ખાવા નો વારો ના આવે
તારી કુસુમ મારી પણ લાડકી છે ને? તું ચિંતા ના કર જોજે ને ગામમાં કોઈનું આણું ના કર્યું હોય એવું મારી કુસુમ નું આણું કરીશ.ગામ આખું જોતું રહી જસે,અભેસિંગ બોલ્યા.
***********

જોત જોતામાં પંદર વરહ ક્યાં વયા ગયા ખબર પણ ના પડી.કુસુમ હવે વિહ વરહ ની જુવાન થઈ ગઈ હતી. જવાની છોળે કળાએ ખીલી ઉઠી હતી.એની આંખો જાણે એની જવાની ની ચાડી ખાતી હતી . ગોળ ગોળ લાલ ચટક ગાલ,ગુલાબની પાંખડીઓ જેવા હોઠ,સુંદર મજા નું નાક એની ચેહરાની સુંદરતા વધારી રહ્યું હતું. નેણ ના ઉલાળા તો એવા કે જોતા જ ઘાયલ થઈ જાય.હાથ અડે તો પણ દાગ પડે એવું ગોરું શરીર. અવાજ તો જાણે કોયલ જોઈલો.નખશીખ સુંદરતા જાણે સગી માં ની જ નજર લગી જાય એવી હતી.

આ બાજુ કાનો પણ એકવી વરહ નો જુવાન થઈ ગયો હતો.મૂછના દોરા ફુટી નીકળ્યા હતા. આંખોમાં સ્નેહ ને કપાળ માં તેજ ચમકતુ હતું.હોશિયાર ને બહાદુરીના વખાણ તો આખા ગામમાં થતાં.બોલકો પણ એટલો જ .સુંદર અને ઘાટીલું શરીર એવું કે આખા ગામ ની છોકરીયું કાના ની દીવાની.કાનો આખા ગામની છોકરીયું સાથે મજાક મસ્તી કરે પણ કોઈ એના દિલ ને આજ સુધી ગમી નોતી. એ સમજવા શીખ્યો ત્યાર થીજ કુસુમના જ ખયાલો માં ખોવાયેલો રહેતો. એ મનો મન કુસુમ ને પ્રેમ કરતો હતો.એ જાણતો પણ હતો કે નાનપણમાં જ એના લગન કુસુમ હારે થઈ ગયા છે.

ક્રમશ......

અભેસંગ શું શું કરશે દીકરી ના આણા માટે?
કુસુમ ને કાના ની લવ સ્ટોરી જમસે કે નહિ?
આગળ સુ નવા વણાક આવવા છે ?
વગેરે જાણવા માટે આગળ નો ભાગ વાંચવાનું ભૂલતા નહિ.

તો મિત્રો કેવી લાગી તમને મારી આ વાર્તા આપના પ્રતિભાવ જરૂરથી જાળવશો.અને કોઈ સૂચન હોય તો અવશ્ય કહેશો.આપનો સાથ ને સહકાર મળતો રહે એવી આશા રાખું છું

આપનો મિત્ર
_મુકેશ રાઠોડ.