લાઈફ પાર્ટનર - 21 Divyesh Labkamana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાઈફ પાર્ટનર - 21

લાઈફ પાર્ટનર

દિવ્યેશ પટેલ

ભાગ 21

તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો

એજન્ટ X હવે આજુ બાજુ શુ ચાલી રહ્યું છે એ બધું ભૂલી ને ફક્ત તેનું ધ્યાન પ્રિયા પર કેન્દ્રિત હતું અને તેનો હાથ ગન પર તેનું ટ્રિગર દબાય એની એક સેકન્ડ પહેલા કોઈએ તેના માથા પર એક સળિયો ઘા કર્યો એટલે ગન નિશાનો ચુકી ગઈ અને હાથ માંથી નીચે પડી ગઈ. અને તે સળિયા નો પ્રહાર એટલો જોરદાર હતો કે તે તેની જગ્યાએ જ સુઈ ગયો અને તેના અંતિમ શ્વાસ કદાચ ગણવા લાગ્યો.તેમ છતાં ફાયરિંગ નો અવાજ સાંભળી ને પ્રિયાના મુખથી એક ચીસ નીકળી ગઈ.પણ પછી તેને આંખ ખોલી તો તે સામે જોઈ ને ચોકી ગઈ સામે માનવ તેની ગાડી માં બેઠો હતો અને એજન્ટ X નીચે પડયો હતો અને તેની પાસે લોહીથી તરબોળ થયેલો સળિયો પડ્યો હતો જે જાખા પ્રકાશ માં દેખાઈ રહ્યું હતું અને તે સમજી ગઈ કે માનવે છેલ્લી સેકન્ડે તેનો જીવ બચાવી લીધો છે.

તે માનવ નજીક ગઈ એટલી વાર માં માનવ પણ ગાડી માંથી નીચે ઉતરી ગયો હતો.બને એ ગાઢ આલિંગન કર્યું અને પછી માનવ એને ચૂમવા લાગ્યો એને પછી બંને છુટા પડ્યા.ત્યાંજ સહદેવ અને પાછળ પાછળ ઈશ્વરભાઈ પણ આવી ગયા. ત્યાં એક લોહીથી ખરડાયેલ વ્યક્તિ અને સળિયો તથા તેની બાજુમાં ગન જોઈ બંનેને આછેરો ખ્યાલ આવી ગયો કે ત્યાં શુ ઘટના ઘટી હતી.આથી થોડી વાર તો ત્યાં ખામોશી છવાઈ ગયો.

પછી તે શાંતિને તોડતા સહદેવ બોલ્યો “દીદી આ બધું શુ થયું” એટલે પ્રિયા એ એક ઊંડો શ્વાસ લેતા બધી વાત કરી.આ સાંભળી ઈશ્વરભાઈ ની આંખ માં આંસુ આવી ગયા અને પછી તેમને માનવને ગળે લગાવ્યો અને કહ્યું “શાબાશ” આ જોઈ સહદેવ બોલ્યો કે “પપ્પા હું તો પહેલાજ કહેતો હતો કે તમે અપનાવી લો પણ તમને જ માનવ પર વિશ્વાસ નહોતો”

“કોને કહ્યું વિશ્વાસ નહોતો,પણ હું તો અત્યાર સુધી માનવને પરખતો હતો અને તમે એમ કહો છો તમે બંને ભાગ્યા એ મને ખબર નથી,તો સંભાળ જે દિવસે પ્રિયા તારા લગ્ન હતા એ દિવસે હું સાડા ચારે જાગ્યો ત્યારે પ્રિયા ઘરે નહોતી એટલે હું ત્યાંથી સીધો માનવ ના ઘરે આવ્યો કેમકે મને સો ટકા વિશ્વાસ હતો કે તે ત્યાંજ ગઈ હશે પણ ત્યાં સહદેવ તું પણ સંતાઈ ને જોતો રહ્યો,માનવની વાત એ દીવસે મેં પણ સાંભળી હતી.એ વખતે જ હું તેને સ્વીકારી ચુક્યો હતો પણ મારે એને પરખવો હતો કેમકે મારી રાજલની વાત મનમાં ખટકી રહી હતી, એજ વખતે સહદેવે એ વાત ની જવાબદારી લીધી એટલે મારુ કામ સરળ થયું,પછી તે દિવસે બાજુની શહેરની કોર્ટ માં તમારા બંને ના લગ્ન થવાના છે એ પણ મને ખબર હતી, મારા તે જજ મિત્રએ મને આગળના દિવસે જ માહિતી આપી હતી કે તારી દીકરી ના લગ્ન કાલે કોર્ટ માં હું કરાવવાનો છું,હું તે દિવસે તમારા લગ્ન રોકવા માટે નહોતો આવ્યો પણ એ માટે આવ્યો હતો કે તમારા લગ્ન માં કોઈ વિઘ્ન ન આવે અને જે મારે માનવ ને પરખવો હતો એ તો આજે મેં જોઈ જ લીધું”

ઈશ્વરભાઈની આ વાત સાંભળીને ત્રણેય ને તેમના માટે માંન ઉપજી આવ્યું અને ત્રણેય તેમને ભેટી પડ્યા.સાથે જ માનવ એક ઉદાસ ચહેરે બોલ્યો “પણ હવે મારી જિંદગી તો જેલ માં જ જશે ને મેં આને મારી નાખ્યો”ત્યારે બધાને હકીકતનું ભાન થયું

“ આ ઇલજામ હું મારા પર લઈ લઈશ અને તું છૂટી જઈશ”ઈશ્વરભાઈએ કહ્યુ

“અરે નહીં પપ્પા એવું તે કઈ હોતું હશે જેલ તો હું જ જઈશ” માનવે મક્કમ સ્વરે કહ્યું

પણ જેના મારવાની વાત કરી રહ્યા હતા એ તો હજી માર્યો જ ન હતો પેલા બધા વાતો માં વ્યસ્ત હતા ત્યારે તે થોડો ઉભો થયો અને પોતાની ગન ગોતવા લાગ્યો અને તે મળી એટલે તે ઉભો થયો અને આખી ગન ખાલી કરવાનો મન માં નિર્ધાર કર્યો અને તે ગોળી ચલાવવાની અણી પર જ હતો અને તેનો પહેલો નિશાનો હતો માનવ,એટલી વાર માં ઈશ્વર ભાઈએ ચપળતાથી પોતાની બંધુક કાઢી અને ત્રણ ગોળી તેની છાતી ની આરપાર કરી. થોડી વાર તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા પણ પછી બધાને ખબર પડી કે શું ઘટના ઘટી પણ આ સાથે ઈશ્વરભાઈ ખુશીથી બોલી ઉઠ્યા “માનવ હવે આપડા બંનેમાંથી કોઈને જેલ નહીં જવું પડે આ એન્કાઉન્ટરનો કેસ છે. આ સાંભળી બધાના મુખ પર એક મુસ્કાન આવી ગઈ અને જળવાઈ પણ રહી પણ પછી ઈશ્વરભાઈ તે એજન્ટ X નજીક આવ્યા અને તેના હાથ પર કંઈક લખેલુ હતું એ જોયું આ સાથે તે બોલ્યા “ઓહ હજી તો આ શરૂઆત જેવું લાગે છે” આ જોઈ બધા નજીક આવ્યા અને સહદેવ બોલ્યો “શુ થયું પપ્પા”

એટલે ઈશ્વરભાઈએ લાશ તરફ ઈશારો કર્યો ત્યાં લખીયું હતું ‘એજન્ટ X’

“ ઓ પપ્પા આતો ખાલી મને મહોરું લાગે છે” સહદેવે તેના તરફ જોતા કહ્યું.

“પણ મને એ નથી ખબર પડતી કે પ્રિયા ની પાછળ જ કેમ પડ્યો હતો” માનવ બોલ્યો

“શું તું મને નથી ઓળખતો મને તો થયું કે તું આને ઓળખતો હશે કેમકે એ જ્યારે મને મારવા જતો હતો ત્યારે એણે તારું નામ લીધું હતું મને તો મને એમ થયું કે તારી દુશ્મનનીના લીધે જ મને મારવા આવ્યો છે” પ્રિયા અસમંજસના ભાવમાં કહ્યું

“અરે એવું કઈ રીતે બની શકે અમે હું તો આને પહેલી વાર જોઉં છું” માનવ એ સ્પષ્ટપણે કહ્યું

“છોકરાઓ હવે જે હોય તે તમે ત્રણેય નીકળો હું બાકીની વિગતો પતાવીને આવુ છુ” ઈશ્વર ભાઈ ને ત્યાં વધારે રોકાવું યોગ્ય ન લાગતાં કહ્યું

“તો સહદેવ હું અને પ્રિયા બંને અમારા ઘરે જઈએ છીએ તું પપ્પાની મદદ કરી ને બંગલેથી તારો સામાન લઈને તું પણ ઘરે જતો રહેજે” માનવ એ કહ્યું

પછી માનવ તેની નજીક ગયો અને તેને ગળે લગાવ્યો અને ગદ્ગદિત ભાવે કહ્યું “once again thank you દોસ્ત” સહદેવે પણ તેને ગળે લગાવ્યો

પછી માનવઅને પ્રિયા ત્યાંથી નીકળે છે અને બંગલેથી પોતાનો સામાન લઈને પોતાના ઘર તરફ જાય છે બંનેના મુખ પર એક મુસ્કાન હતી. પણ હજી એક ખતરો છે તે વાત પણ તેમને સતાવી રહી હતી જે હોય તે પણ તેમના માટે તો ઈશ્વરભાઈ માની ગયા એજ મોટી બાબત હતી બાકી બીજી પરેશાનીઓથી તો તે લડી લેવા સક્ષમ હતા. બીજી તરફ સહદેવ અને ઈશ્વરભાઈ પણ પોતાનું કામ પતાવીને ઘરે ગયા અને જમીને તેઓ પણ સૂઈ ગયા.

*************

આ તરફ કોઈક હતું જે આરામથી નહોતું સુઈ શકતું તે હતો રાજ અને તે હંમેશા માનવ સાથે પોતાની દિવ્યા સાથે કરેલા વર્તન બદલો કઈ રીતે લઈ શકાય તેની પળોજણમાં રહેતો હવે જોઈએ કે જે દિવસે માનવે દિવ્યા સાથે ગેરવર્તણૂક કરી પછી શું થયું

તે દિવસ પછી દિવ્યા સાવ એકલી એકલી રહેવા લાગી અને કોઈ સાથે એ બોલતી નહીં.તે રાજ સાથે પણ વધારે વાત કરતી નહીં તેમ છતાં રાજ તેને મનાવવા હંમેશા પ્રયત્ન કરતો રહે તો ક્યારેક તેના ઘરે જતો ક્યારેક તેને પોતાના ઘરે બોલાવતો ક્યારેક ફોન કરતો તો ક્યારેક મેસેજ કરતો પણ કાંઈ ફાયદો થતો નહીં દિવ્યા ગમગીન રહેતી અને ઉદાસ જ રહેતી પછી ધીરે ધીરે તેને રાજ સાથે મળવાનું પણ બંધ કરી દીધું પણ રાજ હજી પણ તેને એટલો જ પ્રેમ કરતો હતો એટલે એક દિવસ તેને દિવ્યા ને ફરીથી પ્રપોઝ કર્યો પણ તેને કહ્યું કે “હું હવે આવા કોઈ રીલેશનશિપ માં આવવા નથી માંગતી”

બસ પછી તો દિવ્યા તેણે કોઇ દિવસ મળી પણ નહીં.પણ બે દોસ્તને દુશમન જરૂર બનાવતી ગઈ હવે રાજ હંમેશા એજ પ્રયતનમાં જ રહેતો કે માનવ સાથે બદલો કઈ રીતે લઇ શકાય

અચાનક જ તેને કંઈક સુજાતા તે બેડ પરથી ઉભો થયો અને બોલી ઉઠ્યો “યસ!!!”

ક્રમશ:

તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો