લાઈફ પાર્ટનર - 20 Divyesh Labkamana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાઈફ પાર્ટનર - 20

લાઈફ પાર્ટનર

દિવ્યેશ પટેલ

ભાગ 20

તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો

પ્રિયા એ જોયું તો તેના શર્ટના ખીચા માં એક ચાવી હતી જે ગાડી ની જ લાગી રહી હતી આ ઉપરાંત તેના હાવભાવ પરથી બિલકુલ નહોતું લાગી રહ્યું કે તેને બસ માટે મોડું થઈ રહ્યું હોય.અને પ્રિયા ને પછી યાદ આવ્યું કે આ માર્ગ પર તો બસસ્ટેન્ડ માટે ઘણી રિક્ષાઓ મળે છે.એને વિન્ડો ની બહાર પણ બે ચાર રીક્ષા જોઈ

પછી તેને તેના પાછળ ના ખીચા માં પાકીટ પણ જોયું અને શર્ટ ના ખીચા માં વીસ-પચાસ ની છુટ્ટી નોટો પણ જોઈ. પ્રિયા ને એના પર પહેલે થી જ શક હતો અને તે શક ને વિશ્વાસ માં ફેરવવા તેને એક ઠોસ સબૂત જોઈતું હતું.એટલીજ વાર માં તેની નજર તેના જમણા હાથ પર ગઈ તે થોડી થોડી વારે તે તેની કમરે હાથ લઈ જતો હતો.પરંતુ તે વિરુદ્ધ દિશા માં હોવાથી પ્રિયા કાઈ જોઈ શકતી ન હતી અને તેથી તેની મુંજવણ વધી રહી હતી અને તેની સાથે તે કઈ વસ્તુ છે જે અભય છુપાવી રહ્યો છે એ જાણવાની ઈચ્છા પણ વધી રહી હતી સાથે જ તેનો અંત આવ્યો પ્રિયાને ખ્યાલ આવી ગયો કે તે બીજું કાંઈ નહીં પણ ગન છે. એટલે તે બિલકુલ ગભરાઈ ગઈ અને તેની સાથે તેને ખ્યાલ આવ્યો કે તેની મદદ કરવા અહીં કોઈ નથી આથી તેને આ જે કોઈ પણ છે એનો મુકાબલો જાતે જ કરવાનો છે અને તેની સાથે જ તેને પોતાનો મોબાઈલ હાથ માં લીધો અને તેને તેમાં એક મદદ માટેનો ટેક્સ્ટ મેસેજ સેન્ડ કરવા તેને કોન્ટેક્ટ લિસ્ટ ખોલ્યું અને તેમાં માનવ સહદેવ અને પપ્પા પણ સિલેક્ટ કર્યું અથવા થઈ ગયું !!

તેને તે મેસેજ સેન્ડ કર્યો અને તે લોકો પહોંચે ત્યાં સુધી તો તેને જ સાંભળવાનું હતું એટલે તેને તેની ગાડી ની સ્પીડ ધીમી કરી દીધી અને સાથે જ ગીત નો અવાજ થોડો ધીમો કર્યો.પણ પેલા એજન્ટ X ને તો તેનો ખ્યાલ પણ ન આવ્યો તે તો યોગ્ય લોકેશન ગોતી રહ્યો હતો.

પ્રિયાનો મેસેજ પ્રાપ્ત થતા જ માનવ સહદેવ અને ઈશ્વરભાઈ ત્રણેય દોડ્યા અને સાથે જ પ્રિયા એ લોકેશન મોકલ્યું હતું તે પણ તેમને ખુબજ કામ આવ્યું અને હવે આગળ શું થવાનું હતું એ કોઈને ખબર ન હતી પણ પોતાનાથી જેટલી જલ્દી થઈ શકે એટલી ઉતાવળથી તે પ્રિયા દ્વારા અપાયેલા લોકેશન પર આવવા પ્રયત્ન કરી રહ્યા હતા.બીજી તરફ પ્રિયા પણ પોતાની રીતે પ્રયાસ કરી રહી હતી કે તે બને એટલી ઓછી સ્પીડે ગાડી ચલાવે જેથી તે બસ્ટેન્ડ ન પહોંચે પણ તેને ક્યાં ખબર હતી કે તેનો ખેલ તો વચ્ચેજ ખતમ કરવાનો વિચાર હતો પણ કહેવાય છે ને ધાર્યું તો ધણીનું જ થાય!!!

હવે એજન્ટ X ને એવું લાગ્યું કે તેના કામ માટે આ વિસ્તાર બરોબર છે એટલે એને પહેલા પ્રિયા તરફ જોયું અને પછી પોતાની ગન તરફ પછી તેને ગન કાઢી અને પ્રિયાના માથા પર રાખી અને કહ્યું “એ છોકરી બ્રેક દબાવ નહીંતર હું ટ્રિગર દબાવી દઈશ” પ્રિયાએ આવું તો નહોતું વિચાર્યું કે અહીં અધવચ્ચે જ આ આરીતે ગન કાઢશે.એટલે એ થોડી ચોંકી ગઈ પછી તેને બ્રેક મારવી જ ઉત્તમ સમજી. “ત્રણમાંથી હજી કોઈ કેમ ન પહોંચ્યું 20 મિનિટ થવા આવી”પ્રિયા સ્વગત બોલી.એટલી વાર માં પેલો એજન્ટ X બહાર નીકળી ગયો હતો એટલે તે બોલ્યો “ચાલ બહાર નિકાલ જલ્દી” એટલે પ્રિયા બહાર નીકળે છે.એટલે એજન્ટ X તેની તરફ જાય છે અને ગન તેના માથે રાખે છે એટલે પ્રિયાના મોતિયા જ મરી જાય છે. એટલે તે તેની આંખો બંધ કરી લે છે અને તેને લાગે છે કે આ તેનો છેલ્લો સમય છે.

ચાકુ જેવું હથિયાર હોય તો સ્વબચાવ માટે પણ પ્રયત્ન થઈ શકે પણ અહીં તો શું કરવું? તેમ છતાં તે બચી જવા એવા કોઈ પ્રયાસ માટે આજુ બાજુ જુવે છે પણ તેને એવું કોઈ વસ્તુ નથી મળતી એટલે તે થોડી નિરાશ થાય છે પણ ત્યાંજ તેની નજર આજુ બાજુની ધૂળ પર જાય છે અને જિંદગી નો છેલ્લો પ્રયાસ કરવા મન બનાવી લે છે અને તેની સાથે જ તે એજન્ટ X ને પૂછે છે “તું કોણ છે અને મને કેમ મારવા ઈચ્છે છે?”

“ઓહ એતો બોસે મને કહેવાની ના પાડી છે કેમ કે કોઈ એક પરસન્ટ પણ બચી જાય તો અમારા પકડાવવાના ચાન્સ સો ટકા થઈ જાય”

“ હજી હું બચીશ એવું તને લાગે છે” પ્રિયાએ આજુ બાજુ નજર કરતા કહ્યું

“હા કહીશ તારી છેલ્લી ઈચ્છા તો પુરી કરીશ જ પણ આ ગોળી તારી ખોપળીમાં જાય પછી..” એજન્ટ X એ અટહાસ્ય કરતા કહ્યું

પછી એજન્ટ X એ તેને હાથ થી હલાવી એટલે મોકાનો ફાયદો લઈ ને તે નીચે પડી ગઈ અને હાથ માં ધૂળ લઈ લીધી આ જોઈ એજેન્ટ X બોલ્યો “અહ..અહ.. માનવ તને ખવડાવતો નથી કે શું?”

આ સાંભળી પ્રિયાને આશ્ચર્ય થયું કે આ કઈ રીતે મીકુ ને ઓળખે છે કદાચ આ એનો જ કોઈ દુશ્મન લાગે છે પણ મીકુ એ તો કોઈ દિવસ મને એવી વાત નથી કરી.કદાચ મને કોઈ ટેન્શન ન થાય એ માટે નહીં કીધું હોય,બની શકે કેમ કે હું વધારે ટેન્શન લવ એ એને પણ ગમતું નથી,તેમ છતાં આવી વાતો સાંતળવી ન જોય અને મીકુ ને એવી તો શું દુશ્મની છે આની જોડે કે એ ડાઈરેક્ટ ખૂન કરવા જ આવી ગયો.આવા તો ઘણા પ્રશ્ન સેકન્ડ ના છઠ્ઠા ભાગ માં પ્રિયા ના મગજ માં ફરી વળ્યાં પણ તેને એ પ્રશ્નોને પ્રાથમિકતા ન આપી કેમ કે અત્યારે તો જીવ બચાવવો જરૂરી હતો અને આથી એ બધી વાતને પડતી મૂકી તેને મુઠ્ઠીમાં રહેલી ધૂળ એજન્ટ X પર નાખી અને તેની સાથે જ તે એજન્ટ X સમજી ન શક્યો કે શું થયું તેથી પ્રિયા ગાડી પાછળ સંતાઈ ગઈ કેમ કે ભાગવામાં તો તેને મુર્ખતા લાગી કેમ કે તે પાછળથી ગમે ત્યારે ગોળી ચલાવી શકે.અને અહીં એવું કોઈ સુરક્ષિત સ્થળ પણ એને ન દેખાણું,અને ઉપરથી એકેય વાહન પણ નહોતું આવી રહ્યું નહીંતર પણ મદદની ગુંજ લગાવી શકાય

એજન્ટ X થોડી વાર આખો ચોળતો રહ્યો અને તેને હવામાં એક ગોળી ફાયર કરી અને પછી અર્ધખૂલી આંખે તેને પ્રિયા તરફ જોયુ અને એક ગોળી ચલાવી પણ પ્રિયા ગાડી પાછળ સંતાઈ ગઈ એટલે તે ગોળી ગાડી સાથે અથડાઈ.આ જોઈ એજન્ટ X વધારે અકળાયો અને તેની સાથે જ તે ગાડી તરફ આગળ વધ્યો અને બૂમ પાડી કે “ક્યાં સુધી બચીશ હું આજે તારી લાશને ઠેકાણે પડ્યા વગર નથી જવાનો!!!”

હવે પ્રિયાની મૂંઝવણ વધી તે ફરી હાથ માં ધૂળ લેવા જતી હતી પણ પછી તેને થયું કે આ એક નુસખો ફરી વાર નહીં ચાલે એટલે હવે કંઈક નવું વિચારવું જોશે,પણ સમય નહતો એજન્ટ X સાવ નજીક આવી ગયો અને બંધુક કપાળ ના ભાગ માં રાખી અને ગોળી ચલાવવાની તૈયારી કરી.હવે તેનો અંત સમય નજીક આવી ગયો છે એવું વિચારી પ્રિયા એ તેના બે હાથ જોડ્યા અને પ્રભુને મનોમન પ્રાર્થના કરવા લાગી.

એજન્ટ X હવે ટ્રિગર દબાવવા બિલકુલ તૈયાર હતો સાથે જ પ્રિયાની આખો પણ મીંચાઈ ગઈ હતી. આજુ બાજુ શાંતિ પ્રસરી ગઈ હતી કદાચ ગોળી નો અવાજ જ હવે તેમાં ખલેલ પહોંચાડવાનો હતો.અત્યારે પ્રિયા માનવ એટલે કે પોતાના મીકુ જેવા લાઈફ પાર્ટનર ને યાદ કરી રહી હતી કે તેની સાથે પોતે કેવા સ્વપ્ન જોયા હતા અને હવે તો મારા કરતાં મીકુ ને દુઆ ની વધુ જરૂર પડશે બિચારો મારા વગર પોતાની જિંદગી કઈ રીતે કાઢશે. કદાચ આ જ શુદ્ધ પ્રેમ ની નિશાની હતી કે બંધુક પ્રિયાના પોતાના માથા પર હતી અને ચિંતા પોતાના લાઈફ પાર્ટનર ની થઈ રહી હતી કદાચ બહુ ઓછા લોકો ને આવો પ્રેમ નસીબ થાય છે એવું કહેવા કરતા બહુ ઓછા લોકો આ રીતે પ્રેમ કરી શકે છે એ કહેવું વધુ યોગ્ય રહેશે!!

બસ હવે એક સેકન્ડ ની રાહ હતી ને ગોળી છૂટવાની હતી હવે પ્રિયા માટે તો સમય થંભી ગયો હતો અને એજન્ટ Xની આગળી હવે ટ્રિગર ને દબાણ આપી રહી હતી!!

ક્રમશ:

તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો