Life Partner - 8 books and stories free download online pdf in Gujarati

લાઈફ પાર્ટનર - 8

લાઈફ પાર્ટનર

દિવ્યેશ પટેલ

ભાગ 8

તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો

સવાર પડતા જ માનવ એક ઉદાસી સાથે ઉઠે છે. પોતાનો નિત્યક્રમ પતાવી ને તે પોતાની ડીગ્રી કોલેજ જવા રવાના થાય છે.રાજ તેને રસ્તા માં મળે છે અને હવે તે લોકો બાબુરાવમાં ગાંઠિયા ખાવા માટે પણ રાત્રે નહોતા જતા કેમ કે હવે અનિલ અને ઝીલ ને કોલેજ પુરી થઈ ગઈ હોવાથી તેમના પર હવે કોઈ સારી નોકરી ગોતવાની જવાબદારી હતી.આથી હવે માનવ આખો દીવસ ફ્રી જ રહેતો કેમકે દિવસે પ્રિયા સાથે સમય વિતાવવો અને રાત્રે દોસ્તો સાથે સમય વિતાવવો આ બંને અત્યારે બંધ થઈ ગયું હતું.

આજે પહેલીવાર માનવ નિરસતાથી કોલેજ જઈ રહ્યો હતો તે કોલેજ જઈ ને રાજ ની બાજુમાં બેસે છે. આખો કલાસ તો ધીંગા-મસ્તી કરતો હતો પણ માનવ એક એકદમ ચૂપચાપ બેઠો હતો.ક્યારેક રાજ બોલાવે તો તેને જવાબ આપી દેતો.હવે આખો ક્લાસ ભરાઈ ગયો હતો.

એટલામાંજ એક યુવતી કલાસમાં પ્રવેશે છે.તેનું રૂપ જોઈને ક્લાસ ના બધા છોકરા બે ઘડી સ્તબ્ધ બની જાય છે.તેને એક ટી-શર્ટ અને એક જીન્સ પહેરેલું હતું,આમા તેના શરીરના લયબદ્ધ વણાંકો સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.તેના ખુલ્લા વાળ બારી બહાર થઈ આવતા પવન માં ઉડી રહ્યા હતા.કલાસ ભરાઈ ગયો હોવાથી તે જગ્યા માટે આમ-તેમ જોઈ રહી હતી આથી કેટલાક છોકરા પોતાની જગ્યાએથી ઉભા થઈને તેને પોતાની જગ્યાએ બેસવા કહ્યું પણ તે છોકરીએ નો થેન્ક્સ કહી માનવ અને રાજ ની બાજુમાં જે એક જગ્યા ખાલી હતી ત્યાં જઈને બેસી ગઈ. તેને જાતાજ માનવ ને હાઈ કહ્યું મનાવે પણ તેનામાં કોઈ રસ વગર હાઈ કહી દીધું.

આવું બે ત્રણ દિવસ ચાલ્યું એટલે માનવ પણ થોડો સ્વસ્થ થઈ ગયો હતો તે પ્રિયા સાથે કલાકો ની કલાકો વિડિઓ કોલ પર વાત કરતો એટલે માનવ ને પણ તે પાસે હોય એવુંજ લાગતું હતું. પછી તે એકદમ નોર્મલ થઈ ગયો હતો પેલી યુવતી પણ રોજ માનવ પાસે જ બેસતી કેમ કે તેને પણ સાવ સરળ છોકરા પાસે બેસવું ગમતું હતું.એકાદ અઠવાડિયા પછી તે યુવતી ને થયું કે આજ માનવ નો મૂડ સારો છે એટલે તેને કહ્યું "મારુ નામ દિવ્યા છે આટલા દિવસ થી તારો મૂડ સારો નથી હોતો એટલે ક્યારેય વાતના કરી"

મનાવે પણ તેની સાથે થોડી વાત કરી. ત્યારે દિવ્યાએ પૂછી લીધું કે તેને મૂડ કેમ આટલો ખરાબ હોય છે ત્યારે માનવે બધી હકીકત જણાવી.પણ દિવ્યા ને તેની ગિર્લફ્રેન્ડ છે એ સાંભળી ને સારું ન લાગ્યું હોય એમ મો બગાડ્યું અને પછી માનવ ને જૂઠી સાંત્વના આપવા લાગી.પણ માનવ ને દિવ્યા નું આમ ખભે ઉડવું એ ગમતું નહોતું તેને થતું કે મારા પર ફક્ત મારી પ્રિયા નો જ હક છે બીજા કોઈ નો નહીં!!

માનવને ભલે દિવ્યા સાથે કોઈ લગાવ ન હોય પણ ક્યાંક ને ક્યાંક દિવ્યના મન માં માનવ માટે કુણી લાગણીઓ જન્મ લઈ ચુકી હતી અને હવે આગળ તેનું શું પરિણામ આવશે તેના વિશે તો સમય જ બતાવી શકે એમ હતો.

હવે ધીરે ધીરે દિવ્યાએ માનવ સાથે કેન્ટીન માં કોફી પીવા જવા લાગી.તો ક્યારેક તેની સાથે લાઈબ્રેરી માં વાંચવા માટે જાવા લાગી તો ક્યારેક ગાર્ડનમાં ફરવા માટે જવા લાગી.તો ક્યારેક માનવ ના ઘર સુધી પણ પહોંચી જતી.

આમ એમ.ડી નું પણ એક વર્ષ પૂરું થઈ ગયું.આ સાથેજ માનવ અને દિવ્યા વચ્ચે પણ સારી મિત્રતા થઈ ચૂકી હતી.ક્યારેક કેન્ટીન માં સાથે ચા પીવી તો ક્યારેક સાથે સ્ટુડી કરવું અને ક્યારેક સાથે લંચ લેવા જવું.માનવના મગજ માં તો હજી દિવ્યા એક દોસ્ત જ હતી અને હંમેશા રહેવાની! પણ દિવ્યા ના મગજ માં પ્રેમ નું ભૂત સવાર હતું તે આ બધી વસ્તુ ને પ્રેમ સમજતી હતી.પ્રિયા પણ જાણતી હતી કે ત્યાં કોઈ દિવ્યા નામની દોસ્ત બની ગઈ છે.આથી ક્યારેક તે દિવ્યા ને પણ વિડિઓ કોલ કરતી હતી.દિવ્યા ઉપર ઉપર થી તો નોર્મલ વર્તન કરતી હતી પણ અંદરથી પ્રિયા ને બહુ ઈર્ષા કરતી હતી. આ ઉપરાંત દિવ્યા ઘણો મેકઅપ કરતી હતી તેમ છતાં પ્રિયા વગર કોઈ મેકઅપે દેખાવમાં સારી લાગતી હતી આ વાત દિવ્યા ને અંદર સુધી બાળી નાખતી હતી

એક વાર માનવ અને પ્રિયા નો વિડિઓ કોલ ચાલતો હતો.અચાનક મનાવે પ્રિયા ને પૂછ્યું " પ્રિયા તને કોઈ દિવસ શક નથી થતો કે હું અને દિવ્યા બંને હંમેશા સાથેજ હોઈએ છે"

પ્રિયાએ હસતા હસતા કહ્યું"કેમ કે મને મારા મીકુ પર પૂર્ણ ભરોસો છે કે તે મારી જગ્યા કોઈ ને નહીં આપે!!" આટલું સાંભળી માનવ ને પ્રિયા માટે જે પણ જે વિશ્વાસ હતો તે અનેક ગણો વધી ગયો. પણ હજી તેના વિરહ માં બે વર્ષ પસાર કરવાના હતા.

આ તરફ દિવ્યા પણ જેમ બને તેમ માનવ ની નજીક રહેવાની કોશિશ કરાતી હતી.પણ માનવ તેને અમુક લિમિટ થી આગળ નહોતો આવવા દેતો જે દિવ્યા ને ગમતું નહોતું.પણ માનવ ના મનમાં પણ એક પ્રશ્ન હતો કે દિવ્યા તેની સાથે નાના માં નાનો પ્રસંગ શેર કરતી પણ આજ સુધી તેને તેના માતા-પિતા,ભાઈ-બહેન, ની વાત તો ઠીક નામ સુધ્ધા નહોતો કીધા અને તેને પોતાનું ઘર ક્યાં છે એ પણ નહોતું કહ્યું.તે પોતાની પાસે કોઈ મોબાઈલ પણ નહોતી રાખતી.પણ માનવ તેને આ બધું પૂછવા નહોતો માંગતો કેમ કે તે તેની સાથે બને એટલો ઓછું રિલેશન રાખવા માંગતો હતો.

હવે બીજું વર્ષ પૂરું થઈ ગયું હતું અને ત્રીજા વર્ષ ની પણ પરીક્ષા આવી રહી હતી.હવે માનવ ખૂબ ખુશ હતો કારણ કે પ્રિયાના પપ્પા એ ફરી પોતાનું ટ્રાન્સફર લઈ લીધું હતું અને તે હવે ફરીથી પોતાના શહેરમાં આવી રહ્યા હતા અને સાથેજ હવે તે પ્રિયા ને ત્રણ વર્ષ પછી મળી શકશે એ વાત તેને રોમાંચિત કરી જતી હતી. આની સાથેજ હવે માનવ અને પ્રિયા પણ પોતાના અભ્યાસ ના છેલ્લા વર્ષ માટે ખૂબ મહેનત કરી રહ્યા હતા.હવે તેમને કોલ કરવાનું પણ ઓછું કરી દીધું હતું.

ધીરે ધીરે દિવસો પસાર થાય છે અને પરીક્ષાઓ પણ પુરી થાય છે અને બંને ના પેપર ખૂબ સારા ગયા હોય છે અને પરીક્ષા ના છેલ્લા દિવસે તો બંને રાત્રે બે વાગ્યા સુધી વાત કરે છે અને સાથે જ પ્રિયા પોતે પરિણામ ના બીજા દિવસે આવી રહી છે એ પણ જણાવે છે.

થોડો દિવસો વીત્યા હોય છે અને પરિણામ પણ જાહેર થઈ જાય છે અને માનવ કોલેજ માં બીજા નંબરે રહ્યો હોય છે અને પ્રિયા કોલેજ માં ચોથા નંબરે રહી હોય છે.દિવ્યા પણ સારા ગુણાંક થી ઉત્તીર્ણ થઈ જાય છે.

હવે માનવ એક સરકારી ડોક્ટર માટે પરીક્ષા આપવા ઇચ્છતો હતો જે થોડા દિવસ બાદ જ હતી.પ્રિયાને તેમાં કોઈ રસ નહોતો તેમ છતાં માનવ ના કહેવાથી તે પરીક્ષા આપવા તૈયાર થઈ જાય છે અને હવે તે પરીક્ષા પછી જ આવશે એવું કહે છે.

થોડા સમય માં પરીક્ષા પણ લેવાઈ જાય છે અને માનવ હવે તેનું રિઝલ્ટ ન આવે ત્યાં સુધી પોતે એક બ્રેક પર જવા ઇચ્છતો હતો.અને બીજે દિવસે પ્રિયા પણ આવી રહી હતી.આથી મોટી ખુશી ની વાત માનવ માટે ન હતી

બીજી તરફ દિવ્યા પણ હવે માનવ ને પ્રપોઝ કરવાનું મન બનાવી ચુકી હતી!!!!

ક્રમશ:

તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED