લાઈફ પાર્ટનર
દિવ્યેશ પટેલ
ભાગ 3
આગળ ના ભાગ માં આપડે જોયું કે માનવ ને જાણવા ઝીલ દ્વારા જાણવા મળે છે કે પ્રિયા રોજે સિટી ગાર્ડન માં હોય છે આથી માનવ પણ બીજે દિવસે ત્યાં પહોંચી જાય છે અને પ્રિયા ના જલ્દી દોસ્ત બનાવી લેવાના સ્વભાવના કારણે તે બંને વચ્ચે થોડી ઘણી વાતચિત થાય છે અને માનવ હવે રોજ ગાર્ડન માં આવવાનું નક્કી કરે છે
હવે આગળ......
તમારો ફીડબેક મને 7434039539 પર આપો
*************
અંધારું થવાની તૈયારી માં હોય છે એટલે પ્રિયા કહે છે "ચાલ માનવ હવે હું જાવ છું કાલે મળીશું" આટલું બોલી પ્રિયા જતી રહે છે
માનવ મનોમન ખુશ થઈ રહ્યો હોય છે જેની સાથે છેલ્લા બે મહિના થી વાત કરવા માંગતો હતો તેની સાથે આજે પહેલી વાર વાત કરી અને પછી તે પણ પોતાના ઘર બાજુ જાય છે અને રાત્રે તેના મિત્રો ને આ વાત કરે છે આ સાંભળી બધા ખુશ થઈ જાય છે અને રાજ ખુબજ વધારે ખુશ થાય છે કારણ કે તે છેલ્લા ઘણા દિવસ થી કોશિશ કરતો હતો એ આજે પુરી થઈ આજે બિલ પણ માનવ ચૂકવે છે અને બધા છેલ્લે છુટા પડે છે
બીજે દિવસે પણ કોલેજ પુરી કર્યા બાદ માનવ સિટી ગાર્ડન પહોંચે છે અને આજે તે પ્રિયા કરતા પણ વહેલો હોય છે તે થોડી વાર રાહ જોવે છે એટલી વાર માં પ્રિયા ત્યાં આવે છે પ્રિયા તેની બાજુ માં આવી ને કહે છે" ઓહ આજે તો મારા કરતાં જલ્દી આવી ગયો તું"
તે હસતા હસતા કહે છે "હા" પ્રિયા તેની બાજુ માં બેસે છે અને ફિરીથી તેની સાથે વાત કરવા લાગે છે
"તારા તો ઘણા મિત્રો છે પણ કોઈ કેમ અહીં તારી સાથે નથી હોતું"મનાવે સવાલ પૂછતાં કહ્યું
"કેમકે મારા કોઈ પણ મિત્ર ને આવી રીતે ખાલી બેસવું ગમતું નથી"પ્રિયા એ જવાબ આપતા કહ્યું
હવે પંદર દિવસ જેટલો સમય વીતી ગયો હતો આમ રોજ તે એક બીજા સાથે ઘણી વાતો કરતા આ ઉપર થી માનવ સમજી ગયો હતો કે પ્રિયા ખૂબ સારી છોકરી પણ તેને ગુસ્સો જલ્દી આવે છે પણ મિત્રો માટે કઈ પણ કરી શકે છે આથી માનવ ને પ્રિયા પ્રત્યેય ઈજ્જત પણ વધી ગઈ હતી
આટલો સમય વીત્યા પછી એક દિવસ માનવ જ્યારે ગાર્ડન તરફ જઈ રહ્યો હતો ત્યારે તેને થયું કે આટલા દિવસ થી પ્રિયા જોડે વાત કરું છું તો આજે મારે તેનો નંબર માગવો છે આવા વિચાર સાથે તે ગાર્ડન સુધી પહોંચ્યો પ્રિયા ત્યાંજ બાંકડા પર બેઠી બેઠી માનવ ની રાહ જોઈ રહી હતી માનવ ત્યાં જાય છે ત્યારે પ્રિયા મજાક કરતા કહે છે "ઓહ આવી ગયા સાહેબ" આ સાંભળી માનવ પણ હસવા લાગે છે
માનવ તેની સાથે થોડી વાતો કરે છે અને પછી સારો મોકો ગોતી ને કહે છે"પ્રિયા મોબાઈલ યુઝ નથી કરતી"
"કરું છું ને કેમ?"
"ના બસ એમજ"
"ઇડીઈટ નંબર જોઈ છે એમ કેને"પ્રિયા આટલું કહી ને હસવા લાગે છે
માનવ ભોઠો પડ્યો હોય શરમ થી નીચે જોઈ જાય છે
પછી પ્રિયા માનવ ના ગાલ પર ઘીમેથી તાપલી મારે છે પછી બંને એક બીજા ને પોતાના નંબર શેર કરે છે
સમય ધીમે ધીમે પસાર થાય છે વરસાદ વિદાય લઈ ને દિવાળી પછી હવે ઠંડી શરૂ થઈ ગઈ હતું અને હવે તો પ્રિયા અને માનવ બંને રાત્રે બે વાગ્યા સુધી ચેટ કરે અને કોલેજ માં પણ પ્રિયા વધારે માનવ ની સાથેજ હોય આમ તો તેના કોલેજ માં ઘણા મિત્રો હતા પણ તે જો સામેથી બોલાવે તો જવાબ આપતી
કોલેજ ના મોટા ભાગ ના છોકરા ને માનવ પ્રિયા પાસે રહેતો તેની ઈર્ષા પણ થતી અને મોકો મળે તો બધા બદલો લેવાની પણ તૈયારી માં હતા
************************
ઠંડી ખૂબ જામી હતી પ્રિયા અને માનવ બંને સાંજ ના સમયે કેન્ટીનમાં ચા પી રહ્યા હતા ત્યારે પ્રિયા કહે છે"ખૂબ ઠંડી છે નહીં"
"હા ઠંડી તો છે પણ મને તો ઠંડી જ ગમે"મનાવે બે હાથ ઘસતા કહ્યું
"હા એ તો છે ઑય હું શું કહું છું કે ચાલ ને આજે નવરો હોય તો કોઈક હોટેલ માં જઇયે જમવા"પ્રિયા એ માનવ નો હાથ પકડાતા કહ્યું
પ્રિયા ના મન માં શું ચાલતું હતું એ તો પ્રિયાજ કહી શકે એમ હતી પણ જ્યારે પ્રિયા માનવ ને આમ સ્પર્શ કરતી ત્યારે માનવ ના આખા શરીર માં કંપારી ઉઠી જતી
"આપડે બંને" માનવે કહ્યું
"અવની તો આજે બીઝી છે તું રાજ ને બોલાવી લે આપડે ત્રણેય જઇયે"પ્રિયાએ કહ્યું
"પણ તને ઘરે થી રજા આપશે?"મનાવે કહ્યું
"હા કેમ કે સહદેવ ભૈયા નું વેકેશન પૂરું થતા તે કરાંચી જતા રહ્યા છે અને પાપા તો મને કોઈ દિવસ ના નહીં પડતા"પ્રિયા એ કહ્યું
માનવ રાજ ને ફોન કરે છે તો તે પણ આવવા માટે તૈયાર થઈ જાય છે
***********************
રાત્રે ત્રણેય હોટેલ બ્લુ સ્ટાર માં જમવા માટે જાય છે.આજે પ્રિયા એટલી તૈયાર થઈ ને આવી હોય છે કે માનવ નું ધ્યાન ન ઇચ્છવા છતાં પણ પ્રિયા તરફ જાય છે.
પછી ત્રણેય પોતપોતાની મનગમતી વાનગી જમવાનું શરૂ કરે છે અને પ્રિયા માનવ ને પૂછે છે"માનવ તને ઘરે કાઈ ના કીધું કે કોની સાથે જમવા માટે જાય છે?"
મનાવે પોતાના ઘર ની પરિસ્થિથી કહી અને એ કહેતા કહેતા માનવ ની આંખ માંથી ઝરઝરીયા આવી ગયા. પ્રિયા એ તેને સાંત્વના આપતા કહ્યું"અરે ! તો એમાં આટલો ઉદાસ કેમ થાય છે અમે છીએ ને તારા દોસ્તો"
પછી માનવ થોડો સ્વસ્થ થાય છે અને બધા જમવા નું શરૂ કરે છે બધા જમીને થોડી વાર ગાર્ડન માં જાય છે અને રાત ના દસ વાગે છે એટલે પ્રિયા કહે છે"ચાલો ફ્રેન્ડ્સ હવે જઇયે મારે મારા એક બીજા ફ્રેન્ડ ને પણ મળવા જવાનું છે પછી બહુ મોડું થશે તો નહીંતર મારા મમ્મી અને પપ્પા ચિંતા કરશે"
"ચાલ હું તને ઘર સુધી છોડી દવ" મનાવે તેને આગ્રહ કરતા કહ્યું
"ના યાર હું જતી રહીશ અને એમ પણ હું મારા એક ફ્રેન્ડ ને મળી ને જવાની છું"પ્રિયા એ કહ્યું
"ઓકે પણ સાંભળી ને જજે"મનાવે તેને કહ્યું
પ્રિયા ત્યાંથી જાય છે પછી માનવ રાજ ને કહે છે"ઓલા બંને ને ફોન તો કરી દે કે આજે અમારા ગાંઠિયા નો પ્રોગ્રામ કેન્સલ"
રાજ અનિલ ને ફોન કરી ને ના પાડે છે પછી તે બંને પણ માનવ ની બાઇક પર ઘર તરફ નીકળે છે કારણકે રાજ નું ઘર માનવ ના ઘર પર જતાં રસ્તા માં આવતું હતું
"યાર આ પ્રિયા પણ ગમે તેને દોસ્ત કરી લે છે"મનાવે ડ્રાઈવ કરતા કરતા કહ્યું
"કેમ ભાઈ ઈર્ષા થાય છે"રાજે હસતા હસતા કહ્યું
"અરે! ના એ ભલે હજાર દોસ્ત કરે પણ જાણી પરખી ને કરે એમ કહું છું"માનવે કહ્યું
"તું ચિંતા ન કર એ પણ સમજદાર છે"રાજે માનવ ને કહ્યું
બંને એ હજી પંદર વીસ મિનિટ નો રસ્તો કાપ્યો હતો ત્યાં માનવ ને એક કોલ આવે છે આથી તે બાઇક એક તરફ ઉભું રાખે છે અને મોબાઈલ માં જોવે છે તેમાં લખ્યું હોય છે "પ્રિયા"
માનવે ઝડપથી ફોન રિસીવ કર્યો અને તરત પૂછ્યું"શુ થયું?"
"તું ઝડપ થી આપડે જે હોટલ માં જમ્યા એની આગળ ની ગલી માં આવ"પ્રિયા ના અવાજ માં ડર સાફ દેખાઈ રહ્યો હતો
"હા હું આવું પણ તું આટલી ડરેલી કેમ છે"મનાવે ચિંતાજનક સ્વર માં પૂછ્યું
પ્રિયા કંઈક કહેવા જતી હતી પણ ત્યાં કોલ ડિશકનેકટ થઈ ગયો.
માનવે રાજ ને બધી વાત ટુક માં કહી બાઇક પાછું વાળી ડબલ સ્પીડે હોટેલ તરફ લઈ લીધું માનવ બને એટલી ઝડપે બાઇક ચલાવી રહ્યો હતો અને તેના ચહેરા પર ડર પણ સાફ સાફ દેખાઈ રહ્યો હતો અને મનો મન ભગવાન ને પ્રાથના કરી રહ્યો હતો કે પ્રિયા કોઈ મોટી મુસીબત માં ના હોય
"દુનિયા મને કોઈ વાતે ડરાવે એવો કમજોર હું નથી,
જોવું છું માસુમ ચહેરો તારો ને મને ડર લાગે છે.
છું જીવીત ત્યાં સુધી પડાછાયો બની રહીશ,
પણ હવે મને મારી કબર નજદીક લાગે છે.
ક્રમશ.......
તમારો ફીડબેક મને 7434039539 પર આપો
કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો કોમેન્ટ માં જણાવજો અને રેટિંગ કરવાનું ભૂલતા નહીં
******