Aroma of native roses books and stories free download online pdf in Gujarati

સુગંધ દેશી ગુલાબની

સપના વિનાની રાત શું કામની
તમારા વિના જીંદગી શું કામની.

સુજય શબનમ સાથે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો, અને તેને આ ગઝલ સંભળાવી રહ્યો હતો, શબનમ તેની ગઝલો ની દિવાની હતી.
બંને સાથે જ કોલેજ માં ભણતા હતા, બંને ના સરખા વિષય ગુજરાતી જ હોવાથી એક જ ક્લાસમાં હતા, મોટાભાગે છોકરી ઓ બોલકણી હોય છે અને છોકરાના ભાગે સાંભળવાનુ જ આવે છે પણ આ બંને ના કેસમાં ઉલટું હતુ ,
સુજય સ્માટૅ, અને વાચાળ હતો, કોલેજ ની દરેક પ્રવૃત્તિઓ માં આગળ રહેતો, અને વકતૃત્વ સ્પર્ધા હોય કે ગઝલ સ્પર્ધા કાયમ તે જ જીતી જતો.પણ એક્ઝામ માં શબનમ તેની ટફ કોમ્પિટિશન રહેતી.
બધી છોકરીઓ સુજય સાથે ફ્રેન્ડશીપ કરવા આતુર
રહેતી પણ શબનમ ને બસ ભણવામાં જ રસ હતો, અને તેનુ આ ઉદાસીન વલણ જ સુજય ને તેના તરફ વધુ આકષૅતુ.
આકષૅણ ક્યારે પ્રેમમાં પલટાઇ ગયુ તેને પોતાને ખબર ન રહી,તે શબનમ સાથે વાતચીત કરવા માંગતો હતો પોતાના દિલની લાગણીને તેની સામે વ્યકત કરવા માંગતો હતો પણ શબનમ સામે આવતા જ તેની બોલતી બંધ થઈ જતી.
આખરે કોલેજ ના છેલ્લા વર્ષમાં આવતા જ તેણે નક્કી કર્યું કે પહેલા જ દિવસે શબનમને પોતાના દિલની લાગણી જણાવી દેશે,જેવો એ કોલેજ ગયો કે પહેલાં શબનમ ને શોધી વળ્યો.
તે રાહ જોઇ જોઇ ને થાકયો પણ આજે શબનમ કોલૅજ જ ન આવી.
સુજય ને તો જાણે એક દિવસ અેક વર્ષ જેટલો લાંબો લાગ્યો, કોઇક ની રાહ જોવી એ કેટલું અઘરૂ કામ છે તે તેને આજે સમજાયું.
બીજા દિવસે પણ વહેલા તૈયાર થઇ તે કોલેજ પહોંચી ગયો હજુ તો માંડ થોડા છોકરી છોકરાઓ કોલેજમાં દેખાતા હતા,સુજય ની આંખો તો શબનમની જ રાહમાં તકાયેલી હતી.
ત્યાં જ દૂરથી આવતી શબનમ દેખાય લાઇટ પિંક કુર્તા પાયજામા માં તે જાતે ગુલાબ જેમ ખીલી ઉઠી હતી ,ખુલ્લા રેશમી વાળ હવામાં લહેરાતા હતા ત્યારે મહેંદી ભરેલા હાથથી તે સરખા કરતી હતી, સુજય જોઇ જ રહ્યો .પછી ઝડપથી તેની સામે પહોચી ગયો,પહોંચી તો ગયો પણ હવે શું કહેવું તેની અસમંજસ મા પડયોં. એકટક શબનમને નિહારી રહ્યો, શબનમે હાય કહ્યુ તો પણ ન સાંભળતા બસ એકટક જોઇ રહ્યો,
શબનમ થોડી અસહજ થઇ ગઈ તેણે સુજયને ઢંઢોળ્યો. સુજય તો જાણે સપના માંથી જાગ્યો ,જેમતેમ ચાલ કેન્ટીન માં જઇને બેસીએ એટલું જ બોલી શક્યો.
હું ઘરેથી ચા નાસ્તો કરી ને જ આવી છું એમ કહી શબનમ જવા લાગી તો સુજયે તેનો હાથ પકડી લીધો શબનમ અટકી ગઇ , કોલેજમાં હવે બધા આવવા લાગ્યા હતા અને થોડા લોકો તો તેમને જ જોઇ રહ્યાં હતાં આમ પણ બંને કોલેજના સ્કોલર સ્ટુડન્ટસ હતા એટલે બધાં જ તેમને જાણતાં હતા.
શબનમ સુજય તરફ ફરી કે તરત સુજય ઘૂંટણિયે પડી ગયો અને સુંગધ થી મધમધતાં દેશી ગુલાબના ફૂલ તેની સામે ધરી દીધાં શબનમે તેની આંખો માં જોયું પ્રેમનો પડઘો પરેમ થી પડ્યો આઇ લવ યુ બોલ્યા ન હતા છતાં દિલ ની સાચી લાગણી બીજા દીલ સુધી પહોંચી અને શબનમે ગુલાબના ફૂલો લઇ લીધાં.
આજુબાજુ ઉભેલા છોકરા છોકરી ઓ એ તાળી પાડી તેમને વધાવી લીધા સુજયનો ખાસ મિત્ર એવો જય ત્યાં આવી પહોંચ્યો કે હાઇ ભાભી એમ જ કહી દીધું શબનમ તો શરમ થી લાલ જ થઇ ગઇ સુજયે જયને મસ્તી મા ધબ્બો માર્યો કે જય બોલી ઉઠ્યો માર ખાધે પેટ ન ભરાઇ ચાલ પાર્ટી આપ, અને ત્રણેય કેન્ટીન માં જઇને બેઠા.
હવે તો આખો દિવસ સાથે રહેવું, ઘરે જઇને મોબાઈલ પર કલાકો સુધી વાતો કરવી કોલેજ આવી ને રોજ કેન્ટીન માં સાથે બેસવુ અને કોફી પીતા પીતા સુજયની લખેલી ગઝલો સાંભળવી એ તેમનો નિત્ય ક્રમ બની ગયો,શબનમ ને દેશી ગુલાબના ફૂલો ખૂબ ગમતા એટલે સુજય તેના માટે ફૂલો લાવતો, ફ્રી લેક્ચર હોય ત્યારે પણ કોઇ સારા ગુજરાતી લેખક ની લવ સ્ટોરી ની બુક લઇ લેતા અને કોફી ની ચુસકી લેતા, ફૂલોની સુગંધ માણતાં સાથે બેસી બુક વાંચતા રહેતા અને નાયક નાયિકાની જગ્યાએ પોતાને મુકીને અવનવી કલ્પનાઓ કરતા રહેતા.
સુંગધ થી મહેકતી કાયનાત હોય ને
ગરમા ગરમ કોફીનો સાથ હોય,
તારા હાથમાં મારો હાથ હોય
ને સુંદર મઝાની સાંજ હોય,
અધિક શું માગું હુ હે ઇશ્વર
બસ જીવનભરનો તારો સાથ હોય.

પાંચ વર્ષ પછી આજે સુજય ફરી કોલેજ આવ્યો છે એક ઉમદા ગઝલકાર તરીકે કોલેજે વાર્ષિક સમારોહમાં તેને ચિફ ગેસ્ટ તરીકે બોલાવ્યો છે, સમારોહમાં જતા પહેલાં જ તે કેન્ટીન માં જાય છે .
એક રોડ એક્સિડન્ટમાં શબનમ મૃત્યુ પામી પણ તેની યાદ મા સુજયની કલમે લખાયેલી ગઝલો એ સુજયને એક મોટો ગઝલકાર બનાવી દીધો. જાણે હમણાં જ શબનમ આવશે ,હુ તેને ગુલાબ આપીશ અને તેની આંખો માં ખોવાતો ગઝલો સંભળાવીશ અને શબનમ ના ગુલાબી ગાલ શરમથી ઔર લાલ થઇ જશે એવી કલ્પના ઓ માં રાચતો તે ત્યાં જ બેસી ગરમ ગરમ કોફી પીવા લાગ્યો.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED