જીવનસાથી Hetal Chaudhari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનસાથી

        રીતુ અને પવન ના અરેંજમેરેજ થયા હતા, પવન એક કંપની માં કામ કરતો હતો અને સારૂ એવુ કમાતો હતો એટલે રીતુ એ પોતાનું બધું ધ્યાન બંને બાળકો મેઘ અને માહેર ને મોટા કરવા અને ઘર સાચવવા પર જ આપતી.
         મેઘ અને માહેર બંને પરાણે વ્હાલા લાગે એવા ક્યુટ હતા.જુડવા હતા એટલે બંને જુનિયર કેજીમાં સાથે જ ભણતા હતા.
             સાંજે પવન આવ્યો અને રીતુને કહે પપ્પા બિમાર છે મેલેરિયા થઇ ગયો છે તો તુ કાલે સવારે ની ટ્રેનમાં જ નિકળી જા અને પંદરેક દિવસ તેમની સાથે રહી આવ તો મમ્મી ને પણ મદદ રહેશે.
         રીતુને ત્યાં જવામાં કોઇ વાંધો ન હતો પણ મેઘ અને માહેર ની એક્ઝામ ચાલતી હતી એટલે તેણે પવનને કહ્યુ કે મેઘ અને માહેર બંને ની એક્ઝામ બે દિવસ પછી પૂરી થાય છે તો ત્યાર જઇશ,જેથી બંને ને પણ સાથે લઇ જવાય અને જમવાની પણ તકલીફ ન પડે.
        પણ પવન તો  તરત જ ભડકી ગયો, ' ત્યાં ન જવું પડે એટલે આમ બહાના કાઢે છે કાલ સવારની ટ્રેન ની ટિકિટ બુકિંગ કરી લીધી છે અને મેઘ અને માહેર ને પણ લેતી જજે પરિક્ષા નઇ આપે તો ચાલશે તારા પિયર જવુ હોય ત્યારે તો આ બધું યાદ નથી આવતું 'એમ કહી ગુસ્સામાં રૂમમાં જતો રહ્યો.
         રીતુને તેના આવા વ્યવહાર થી ખૂબ દુઃખ થયું, ફકત બે દિવસની જ વાત હતી ને ત્યાં તેના સાસુ - સસરા એમ પણ જેઠ -જેઠાણી સાથે રહેતા હતા, એટલે બે દિવસ પછી જાય તો બાળકો ની પરીક્ષા પણ સારી રીતે પૂરી થઈ જાય એટલી નાની વાત પણ પવન ના સમજી શક્યો અને પોતાને કેટલું સંભળાવી દીધું.
          બીજા દિવસે તે કંઇ જ બોલ્યા વગર તે મેધ અને માહેર ને લઇ ગામડે સાસુ-સસરાને ત્યાં પહોંચી ગઈ, મેઘ અને માહેર તો દાદા-દાદી ને જોઈને ખુશ થઈ ગયા, શહેરમાં તો બસ બંધ ઘરમાં રમવા મળતું જ્યારે અહીં તો મોકળુ આંગણુ હતુ.
        રીતુ એ સસરા નાં ખબર પૂછ્યા અને તેમની સેવા માં લાગી ગઈ, સાસૂ પણ ખૂબ સાલસ સ્વભાવ ના હતા એટલે તેમની સાથે રીતુને સારૂ ફાવતું.
         મેઘ અને માહેર ને તો જેઠ ના છોકરા ઓ સાથે સારૂ ફાવી ગયું એટલે એમને તો મઝા જ પડી ગઇ,રીતુની કાળજી અને સંભાળ થી અઠવાડિયામાં તો સસરા પણ તેમની સાથે રમતા થઇ ગયા.પણ રીતુએ પવન સાથે ખીજને લીધે એક પણ દિવસ તેની સાથે વાત ન કરી.બંને બાળકો ફોન પર વાત કરી લેતાં.
       એક દિવસ અહીં થી રીતુ નુ પિયર નજીક જ હતુ એટલે સાસુ મા ને વાત કરી બંને બાળકો ને ત્યાં જ મુકીને તેના મમ્મી પપ્પા ને મળવા માટે ગઇ.
      પણ તે દિવસે સવારે જ તેના પપ્પા ને છાતીમાં દુખાવો ઉપડ્યો, મમ્મી એ પડોશી ઓ ની સહાયતાથી તેમને હોસ્પિટલમાં પહોચ્યા, રીતુ ઘરે પહોંચી અને જેવી વાત મળી કે તરત હોસ્પિટલ પહોંચી ગઇ,મમ્મી તો તેને જોતાં જ વળગીને રડવા લાગી.
        રીતુ તેને શાંત કરી ડોક્ટર ને મળવા ગઇ,ડોક્ટરે કહ્યુ કે હાટૅ અૅટેકનો હળવો હુમલો હતો હવે  સારૂ છે પણ ત્રણેક દિવસ ઓબ્ઝરવેશન માં રાખી રજા આપીશું.
         રીતુએ તેની સાસુને ફોન કરીને બધી માહિતી આપી અને મેધ અને માહેર ને સાચવવા કહ્યુ,તેની સાસુ એ તેને નિશ્ર્ચિંત થઇ ત્યાં રહેવા કહી દીધું અને બંને બાળકો ને પણ તે સાચવી લેશે એમ જણાવ્યું એટલે રીતુને હાશ થઇ.
         રીતુ પપ્પા ની સેવામાં લાગી ગઇ મમ્મી સવારથી ત્યાં હતા એટલે એમને ફ્રેશ થવા ધરે મોકલી આપ્યા,સાંજે મમ્મી બધા માટે જમવાનું લઇ આવી ગયા,હોસ્પિટલમાં રાત્રે એક માણસ સાથે રહી શકે એવો નિયમ હતો એટલે જમી ને મમ્મી એ તેને ઘરે મોકલી આપી.
        ઘરે આવી તે ઉઘવાં પડી,પવનની ઘણી યાદ આવી રહી હતી પણ ફોન ન કર્યો, તેની કહેલી વાત હજુ પણ દિલમાં લગાવીને બેઠી હતી. વિચારો માં જ ક્યારે સુઇ ગઈ ખબર ન પડી.
          સવારે વહેલા કોઇએ જોરશોરથી દરવાજો ખખડાવ્યો, તે કંઈક અમંગળ ની કલ્પનાએ ફટાફટ ઉઠી અને દરવાજો ખોલ્યો ,તો સામે પવન ઉભો હતો.તે જોઇ જ રહી  પવન કહે જોયા જ કરીશ કે ઘરમાં  આવા દઇશ?
          પવને ઘરમાં આવી તરત જ તેને બાંહોમાં ભરી દીધી અને પોતાના તે દિવસના વતૅન બદલ માફી માંગી રીતુએ તરત જ તેને માફ કરી દીધો અને તેની બાંહોમાં સમાઇ ગઇ.
            તેણે પવનને પૂછ્યું તે અહીં કઇ રીતે આવ્યો,પવને કહ્યુ મા નો ફોન આવ્યો હતો કે તુ અહીં આવી છે અને પપ્પા ને  હાટૅ અૅટેકનો હુમલો આવ્યો હતો, જો તુ મારા માતા-પિતા ને પોતાના સમજી તેમની દિલથી સેવા કરી શકતી હોય તો મારી પણ ફરજ છે કે હું પણ તારા માતા-પિતાનો પુત્ર બની રહુ અને  તેમની પડખે ઉભો રહુ, તારો સાચા અર્થમાં જીવનસાથી બની રહુ.
         પવનની વાત સાંભળી રીતુ તેને વળગી પડી અને પોતાને આટલો સમજુ જીવનસાથી મળવા બદલ ભગવાનનો મનોમન આભાર માની રહી.