સનમ તારી કસમ - (ભાગ ૯) આર્યન પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સનમ તારી કસમ - (ભાગ ૯)


નીલ પોતાના ખિસ્સામાંથી સિગારેટ કાઢી સળગાવે છે અને ફૂંકવાનું ચાલુ કરે છે એટલામાં જ ટીસી ત્યાં આવી પોહનચે છે. ટીકીટ કહા હે આપકી?? ત્રણેની બાજુના ડબ્બામાં બેથેલ મુસાફરોને ટીસીએ પૂછ્યું જેમ જેમ ટીસી નજીક આવી રહ્યો હતો તેમ બોડાની ફાટવા માંડી હતી, અલો ! બીસી આ આજે નઇ છોડે,
બીટ્ટી ઇતને સે ડરતા હે સાલે ઇતને બડે ક્રાઈમ કરે હે આજ ઇતને મેં ફટ ગઈ? ચલ મેં બાત કરતા હું.
બીટ્ટી એ જવાબ આપ્યો સર ટીકટ તો નહીં હે વૉ ક્યાં હે ના હમ થોડે જલ્દી મેં થે ઔર ટ્રેન નીકલ રહી થી તો ટીકટ લેના ભૂલ ગએ,
ક્યાં બોલા? ચલ બાહર આ અભી દિખાતા હું તુજે એ આપકા હરરોજ કા હો ગયા હે ટિકટ લેના ભૂલ ગએ બોલ કે મુફ્ત કી મુસાફરી કરતે હો,
ચલ બાહર આ જૂરમાના ભરના પડેગા વરના કેદ હોગી ચારો કો. સાહબ જુરમાના ભર ડેંગે ઔર હમ અચ્છે ઘરાને કે હે એસા તો મત બોલો,
ટીસી પોતાની ડાયરીમાંથી પોહચ ફાડીને પૈસા લઈ બેસવા દે છે. યે લે હો ગયા ના કયા ડરને કી બાત હે, બસ હવે બેસ ચલ થઈ ગયું ને રાજુ ઉઠી જશે શાંતિથી જગ્યા કર અને બેસી જા. બીટ્ટી પોતાની જગ્યા હતી ત્યાં બેસી જાય છે અને બધા સુવાની તૈયારી કરે છે. હમણા ટાઈમ લાગશે બીટ્ટી સુઈ જજે બરાબર અને હલતો નહિ મારે પણ થોડી આંખ બન્ધ કરવી પડશે.ત્રણે સુઈ રહ્યા ત્યારે નીલ આંખો ખુલી રાખી પણ રોકાયલુ સપનું મેળવવા પાછું જવું હોય એમ વિચારોમાં ખોવાઈ જાય છે.
'ઓ મમ્મી મારે નથી આવવું મને નથી મજા આવતી, તું જા ને દીકરા એવું ના બોલાય તું ત્યાં બેસજે બસ મને પણ ખબર છે તને નથી મજા આવતી તું મોટો થઈશ એટલે સમજી જઈશ.
તારા દાદાએ મને કીધું તું કે મારો જન્મ જ આ નૃત્યને જીવંત રાખવા થયેલો છે. પણ મમ્મી...ચલ હવે. નીલ અને તેની મમ્મી બહેરા મૂંગા ચરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શાસ્ત્રીય સંગીતના પ્રોગ્રામમાં જાય છે જ્યા નીલની મમ્મીને બોલવવામાં આવ્યા હતા.નીલની મમ્મીને સુખરામ એ મરતા મરતા કહ્યું હતું કે,
બેટા આવનાર દિવસોમાં આ કલા વિસરાઈ જશે તારે એને જીવંત રાખવાની છે અને એ સમયે દીધેલા એ વાયદાને એ સ્ત્રીએ જીવનની દરેક મુશ્કેલીને ઓળંગીને જીવતી રાખવામાં સફળ થઈ હતી જો કે નીલની મમ્મી શાસ્ત્રીય સંગીતમાં જેટલી રુચિ રાખતી હતી તેનાથી વિરુદ્ધ નીલ હતો તેને આજકાલના બૉલીવુડના ગીતો પસન્દ હતા અને એની મમ્મીએ પણ એને ક્યારેય રોક્યો નહોતો કે ટોક્યો નહોતો.
એક દિવસ તો નીલ એ પોતાની મમ્મીને કહ્યું,
મમ્મી મારે તો મોટા થઈને એક સિંગર બનવું છે તું મને કલાસમાં જવા દઈશને?
હા કેમ નહિ દીકરા તને જે કરવું હોય તે કરજે અને તું સંગીતને જીવતું રાખે એ જ તો દાદાનું સપનું હતું બસ જમાનો બદલાયો છે એમા તું ના બદલાઈશ, મા સરસ્વતીની પૂજા કરીએ છીએ તું તેમાં કોઈ પણ ભૂલ પડે એવું કામ ના કરીશ. હા હવે મમ્મી, તું જો ને આ કુમાર સાનુંનો શુ અવાજ છે મારે પણ એવા ગીત ગાવા છે. ચલ હમણાં હવે જમીએ આપણે,
નીલ.....નીલ....ઉઠ ચલ સ્ટેશન આવી ગયું છે આપણે અહીંથી બીજી ટ્રેન પકડવી પડશે ને??
નીલનું સપનું અચાનક પાછું તૂટી જાય છે અને સફાળો જાગી જાય છે.
નિલ બોડો અને બીટ્ટીના માથેથી જાણે મુસીબતો એકસાથે આવી હોય તેમ ટ્રેનના ડબ્બામાં પોલીસ ત્રણેનો ફોટો લઈ પૂછી રહી હતી.
આ ત્રણેને જોયા છે??
હા સર પાંચમા ડબ્બામાં બેઠા છે.
ઝડપથી ટીમ પાંચમા નમ્બરના ડબ્બા પર પોહચી ગઈ પણ ત્યાં કોઈ જ જોવા ન મળ્યું,
સાલા ચુ** ઓ ક્યાં જતા રહ્યા ફટાફટ શોધવા માંડો છટકવા ના જોઈએ નહિતર યુપી પોલીસ પાસે જવું પડશે આ હરામખોરોને માંગવા.
યુપીમાં પ્રવેશ થવાનો અડધો જ કલાક બાકી હતો,
બોડો બીટ્ટી અને રાજુ ત્રણે વેશ બદલીને બેસી ગયા હતા જ્યારે નિલ ટોયલેટમાં છુપાઈ ગયો હતો.
(અડધા કલાક પછી)
અબે આજ તો બચ ગયે હે,
બોડાએ બીટ્ટીને કહ્યું
થોડી દેર શાંતિ સે બેઠ વો લોગ અભી ગયે નહિ હે ઇધર હી હોગે.
પોતાનું સાહસ છલકાવતા બોડાએ પોતાના માથે ઓઢેલું ઘૂંઘટ હટાવ્યું અને આગળના ડબ્બામાં રહેલા કોન્સ્ટેબલએ જોઈ લીધું.
હો ગયા ના અબ!! ચુ** તેરે કો બોલા થા મત બોલ થોડી ડેર શાંત નહિ બેઠ શકતા થા ગધે કી ગાં**
અબ જા લે લે અપને સસુરલ વાલો સે આજ તો ગયે,
સર સર...અહીંયા બધી પોલીસ આવી ગઈ અને બન્નેને પકડી લીધા,
એટલામાં જ બહારથી અવાજ આવ્યો,
"કૃપયા યાત્રિગણ ધ્યાન દે અહમદાબાદ સે આનેવાલી ગાડી નમ્બર ૧૭૨૦૨ અપને નિર્ધારિત સમય પર પોહચને વાલી હે",
હે ભગવાન બચ ગયે બીટ્ટી બોલ્યો...ગાડીમાની ભીડમાંથી ત્રણે જણ બહાર નીકળી ગાયબ થઈ ગયા સાથે રાજુ પણ,
સર અબ??
હવે શું છટકી ગયા સાલાઓ
વોરન્ટ વગર હવે આપણે અહીં તપાસ પણ નહીં કરી શકીએ અને વોરન્ટ લેવા બેસીશુ ત્યાં સુધી તો છુ થઈ ગયા હશે,
ચલો હવે...
લોકલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ પોતાનો ફોન કાઢી નમ્બર મિલાવ્યો,
જય હિન્દ સર
Any update?
નો સર...ત્રણે જણ ચકમો આપીને નીકળી ગયા.
નો પ્રોબ્લેમ તમે હમણાં જ પાછા આવો અને ફટાફટ યુપી પોલીસને જાણ કરો બચીને જશે ક્યાં સલાઓ
એસ.એસ.પીએ જવાબ આપ્યો.
આજ તો બડી મુસીબત સે બચે હે ઔર ચુ** તું તુજે બડી જલ્દીથી આજ સુકર માન કુછ અચ્છે કર્મોને બચા લિયા વરના બુરે ફસે થે.
સર ઓટીપી??
આ લો...હમણાં જ મુઝફ્ફરનગર માટે કેબ બુક કરાવેલ બીટ્ટીએ પોતાનો ફોન ડ્રાઈવર આગળ ધરી દીધો.
રાજુ ચૂપચાપ આ બધું જોઈ રહ્યો હતો તેના માટે તો એક સ્વપ્ન બરાબર ઘટી રહ્યું હતું બધું
તે બોલવા ઘણું જ માંગતો હતો પણ નવું નવું જોઈ ડરી ગયેલો રાજુ કઈ બોલી શકતો નહોતો.
બોડાએ પોતાના અંદાજમા શરૂઆત કરી,
ભૈયા આપકી શાદી હુઈ કી નહિ??
અરે કહા સે સાહબ અભી તો ઉંમ્ર હી કહા હે શાદી કો,
બોડો જવાબ આપતા
યે ભી બાત હે બડે હેન્ડસમ લગતે હો આપતો વેસે કોઈ ગર્લફ્રેંડ તો હોગી ના??
નહિ સાહબ મેરી કહા..
બના લીયા કરો મચલતે જજબાત સિર્ફ હાથો સે ઠંડે નહિ કિયે જાતે,
અબે તું યહાઁ ભી ચાલુ હો જાતા હે..બીટ્ટીએ ટોક્યો
ભૈયા આપ ધ્યાન મત દીજીએ એ થોડા ઐસા હી હે.
કોઈ બાત નહિ સાહબ આપ સબ દિખને મેં તો અચ્છે ઘર કે લગતે હો,
આપ મુઝફ્ફરનગર મેં કહા જા રહે હો??
વહા કા ઇલાકા અચ્છા નહિ હે આપને અચ્છા કિયા યહા સે હી કેબ બુક કર લી વરના વ્હા તો સિર્ફ કટ્ટે ચલતે હે..
બોડાએ ફરીથી ચાલુ કર્યું,
વૈસે ભૈયા યહાઁ પર વો સબ તો મિલ જાતા હે ના??
ક્યાં શરાબ?? નહિ નહિ વૉ અંધેરે કી પ્યાસ...
ડ્રાઈવર સમજી ગયો હતો બોડો શુ કહેવા માંગે છે એટલે એણે વધારે ન કહેતા પોતાની પાસે રહેલા
વિજીટિંગ કાર્ડને આપી દીધું,
આપકો ચાહીએ વો યહાઁ મિલ જાયેગા સસ્તે દામ મેં,
મતબલ આપ ભી !
બીટ્ટીએ આશ્ચર્ય સાથે ડ્રાઈવર સામે જોયું.
ડ્રાઈવર એ કહ્યું,
જી સાહબ અબ કયા કરે પુરે દિન કી નોકરી ઔર ઉપર સે અકેલા....

ક્રમશ :