સનમ તારી કસમ - (ભાગ ૩) આર્યન પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સનમ તારી કસમ - (ભાગ ૩)

બીટ્ટી પુરો પ્લાન બોડા અને નીલને સમજાવી દે છે.
દેખ ભાઈ કુછ ગલત ના હો પ્લીઝ
મુજે તેરી ફિકર રેહતી હે,
ઔર પીછલી બાર કી તરહ તો બિલકુલ ભી નહિ
હમ મોમેડન એરીયે મે જાયેંગે મતલબ તું જાનતા હે વહા પર લડકીયા તો...
પર અપને કામ પર ફોકસ કરના.
બીટ્ટીને જાણે બોડા પર બિલકુલ ભરોસો ન હોય એમ સમજાવી રહ્યો હતો કારણ એ જ હતું કે બોડો થોડો ચંચળ મનનો હતો.
છોકરી જોઈ નથી કે ભયની લપસી નથી.
Cool Down bruh....
તેરા ભાઈ એસે જલ્દી સે પિલગતા નહિ હે અરે પીછલે દિન કી હી બાત લે લે
નીલને પૂછ...
કામવાળીને જોઈને પણ નહોતી પલટી ભાઈની નજર,
હા હા ચલ અબ....
ધ્યાન દે બાકી બાત સુબહ મેં કરેંગે કામ ખતમ કર કે,
વાતોમાં ને વાતોમાં નીલ એ કાર Exect લોકેશન પર લાવીને મૂકી દિધી અને કારનો દરવાજો ખોલી નીલ ઉતાર્યો.
બે હાથ ઊંચા કરી નીલ એ આડસ દૂર કરી અને ફરીથી કારના દરવાજા પાસે આવી થોડો નીચે નમીને ગિયર બોક્સની બાજુમાં રાખેલી પોતાની માઉન્ટેન ડયુંની બોટલ ઉઠાવી બે ઘૂંટ મારી
બાકીની સોડાથી મોઢાને સાફ કર્યું અને વાળ પ્લાળ્યા,
બીટ્ટી અને બોડો પણ ઉતર્યા,
બીટ્ટીએ બ્લેક રાઉન્ડ બોક્ષમાં પોતે તૈયાર કરેલો નકશો કાઢી બધું સમજાવીને કીધું,
લેટ્સ ગો...
Ready For next game dude...
અને પછીથી તેમનું કામ શરૂ થયું.
બોડો કારની અંદર બેઠો અને બિટ્ટી તથા નિલથી 3 કિમિ દૂર પોતાના ટાર્ગેટ સાઉટ પર પોહનચી ગયો,
અહીં
નીલ અને બીટ્ટી
બન્ને પોતાના કામ પ્રમાણે આગળ વધી રહ્યા હતા ત્યાં જ અચાનક જ એક આધેડ ઉંમરનો વ્યક્તિ આવ્યો.
બેટા??
અહીં શુ કરો છો ??
કુછ નહિ અંકલ....વૉ થોડા લાઈટ કી લાઈન વર્કિંગ પે હે તો ઉસસે ચેક કરને આયે થે.
ઓહ !!
સર બોવ જ લોચા રહે છે જરાક જોઈ લેજો બરાબર હમણાં ગઈ કાલે જ આખો દીવસ લાઈટ નહોતી.
અમે તો થાક્યા છીએ તમારી ઓફિસમાં રજુઆત કરી કરીને પણ કોઈ જવાબ સરખો મળતો જ નથી અમને
પણ લાગે હવે તમને સમય મળ્યો છે.
જી હા...
આટલું કહી બીટ્ટી વળ્યો અને લાઈટના મોટા મોટા ૫ થામ્ભલા પાસે આવી ગયો જ્યાં પહેલેથી જ નીલ કામ ચાલુ કરી ચુકયો હતો.
નિલને કોઈની સાથે કયારેય કોઈ માથાકૂટ કરવી કોઈના પ્રશ્નોનો જવાબ આપવો કે પછી પોતાના કામમાં અડચણરૂપ કોઈપણ વસ્તુ પસન્દ નથી એ અને તેનું કામ બસ...
બીટ્ટી અને નીલ કામ કરી રહ્યા હતા ત્યાં પાછળ જ પેલો માણસ ઉભો રહી જોઈ રહ્યો હતો.
યાર યે કબ જાયેગા યહા સે,
ટ્રીન......ટ્રીન
ટ્રીન....
ફોનની રિંગ વાગતા જ બીટ્ટી ઉભો થયો આને આજુબાજુ જોવા લાગયો આ રિંગ ક્યા વાગી.
હેલો....
"આઈ ગ્યો હેડ ",
પેલા વૃદ્ધના ફોનની રિંગ હતી અને તેના આ વાક્ય પરથી બીટ્ટીએ અનુમાન લગાવ્યું કે તે ફોન તેના ઘરેથી જ હશે ઠીક એમ જ હતું.
બીટ્ટીને કઈ જવાબ ન આપવો પડે એટલે પેલો માણસ ફોન પોતાના ખિસ્સામાં પાછો મૂકે એ પહેલા વળી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો,
પેલો માણસ પણ જતો રહ્યો અને
હવે કામ ઝડપથી થવા લાગ્યું,
નીલએ એક તાર કટ કર્યો અને ટ્રાન્સમિટર હાથમાં લઈ લાઈન ચેક કરી.
ઠીક કુરેશી વાળી લાઈન જ કટ કરી બાકીની જેમ હતી તેમ જ રાખી.
સમય થયો હતો ૬:૧૨ કલાક
હજી તો બન્નેને ૧ કલાક કાઢવાનો હતો.
નીલ યાર મુજે ચાઈ પીની પડેગી ચલ યહાઁ પાસ મેં કોઈ ચાઈ વાલા હોગા વહાં ચલતે હે.
નીલ અને બીટ્ટી ચા વાળાની દુકાન પર પોહનચી
બોડાને કોલ કરે છે.
હેલો....
હમારા કામ ખતમ અબ તેરી બારી
સંભાલ લિયો ઠીક હે.
સામેથી અવાજ આવ્યો,
શુ સંભાલ લિયો યાર ક્યાં પોહનચાડી દીધો તે મને આ તો ખતરનાક એરિયા છે.
લોકો તો મને જ જોઈ રહ્યા છે હું નથી રોકાવાનો આવું છું પાછો....
બીટ્ટી બોલ્યો,
સૂન મેં કેહતા હું વેસે કરતા જા ચલ


ક્રમશ :