સનમ તારી કસમ (ભાગ ૪) આર્યન પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સનમ તારી કસમ (ભાગ ૪)

બોડાના એવા જવાબથી બીટ્ટી સમજી ગયો કે તેની ત્યાં શુ હાલત હશે પણ
આપણી આ સ્ટોરીનો નીલ કોઈને પણ બાટલીમાં ઉતરવા માટે પાવરધો છે હમણાં આગળ વાંચો તમને સમજાઈ જશે.

આગળ....

હેલો...
સુન ભાઈ તું જેસે સમજ રહા હે વેસા બિલકુલ ભી નહિ હે,
વો તો તુજે દેખ કે કોઈ ભી દેખતા રેહ હી જાયેગા તેરી બાત હી કુછ ઔર હે.
તું જા વહાં કુરેશી કી દુકાન પર વહાં જાકે બોલના મહેશભાઈને ભેજા હે મુજે,
હન ચલ જાઉં છું પણ સાચવી લેજો હા યાર પ્લીઝ મને બધા ચાલે પણ આવા વિસ્તારમાં તો ફાટે છે.
અરે હમ હે ના ભાઈ જા...
બીટ્ટી એ આટલું જ કીધું અને બોડો સમજી ગયો પણ બીટ્ટીને બોડા પરના ભરોસા પર થોડી ઓછી જ મીઠાસ હતી કેમ કે તેનું માનવું હતું કે બોડા નામનું ફળ છે ગુણકારી પણ સ્વાદે થોડી જ વાર મીઠાસ આવે છે પછી નથી રહેતી,
હવે પ્લાન આગળ વધ્યો.
નીલ અને બીટ્ટી ચાહની લારી પર ગયા.
કાકા બે કટિંગ,
આટલા સમયમાં પહેલી વખત બીટ્ટી ગુજરાતી બોલ્યો હતો એવું તો નહોતું કે તેને ગુજરાતી બિલકુલ નહોતું આવડતું પણ
થોડો કાચો હતો કેમ કે ગુજરાતી નહોતો,
એનું માનવું હતું કે ગુજરાતી મિત્રો મળ્યા એ તો ખૂલેલુ નસીબ છે નહિતર
કુદરત એ પોતાના જીવનની આંટીઘૂંટીમાં B અને C જ લખ્યો'તો.
આ લ્યો સાઈબ,
આટલું કહી એક 13 વરસનો છોકરો ટેબલ પર ચાહ મૂકીને જતો રહ્યો,
બીટ્ટીની નજર ચાહ પર નહિ પણ નીલ પર હતી કારણ કે તેને ખાતરી હતી કે ચોક્ક્સ નીલ પેલા છોકરાને જોતો હશે અને આવુ પહેલી વખત નહિ પણ ઘણી વખત બન્યું છે કે
નીલ કોઈ નાના છોકરાને જુએ અને તેને જોઈને કોઈ વિચારમાં ન ખોવાઈ જાય,
અધૂરામાં એ સમય જ એવો હોય જ્યારે
નીલ પોતાનું મૌન વ્રત તોડીને તેવા છોકરાઓ સાથે વાત કરે.
ઠીક એમ જ આજે પણ બીટ્ટી રાહ જ જોઈ રહ્યો હતો ક્યારે નીલ બોલે અને એ સાંભળે,
નીલ બોલતો ઓછું પણ જ્યારે તેના શબ્દો નીકળતા ત્યારે તે વધારે પડતા જ દિલ પર છવાઈ જતા અને તે જ એક ખાસ કારણ હતું કે બોડો અને બીટ્ટી જ્યારે પણ પોત પોતાની ગર્લફ્રેંડને મળવા જતા તો નીલ પાસે ક્યારેય મદદ નહોતા માંગતા,
બન્નેમાં ડર હતો ક્યારેક એવો દિવસ આવે અને નીલ બોલી જાય તો અમારા બન્નેના બ્રેકઅપ ચોક્કસ થઈ જાય.
તેનો લુક,તેની બોડી,તેનો એટીટ્યૂડ,તેનો અવાજ,
તેનું સેન્સ ઓફ હ્યુમર...
અરે !!
Perfect Man on the world હતો તે.
નીલ એ પોતાના પોકેટમાંથી સિગારેટ કાઢી સળગાવી અને પેલા છોકરાને બોલાવ્યો,
બીટ્ટી એક ધારી નજરથી નીલને જોઈ રહ્યો હતો.
મનમાં બોલ બોલ બોલ ભાઈ તું બોલ એક શબ્દ જલ્દી,
એટલામાં જ નીલ બોલ્યો,
શુ નામ છે તારું??
કોણ સાયેબ??
ઊ??
મારું ન્યોમ રાજલો
ચમ ?
તમુન કશું કોમ હતું??
કોઈ છે તારું??
નીલએ બીજો પ્રશ્ન પૂછ્યો,
પેલો છોકરો ખૂબ જ અચંબિત હતો કોણ હશે? કેમ આવુ પૂછે??
૮ વર્ષે બાપ ગુજરી ગ્યો અન ૧૦ વરહનો હતો તાર મા બીજાને લેને ભાગી ગી,
આતો ચંદુકાકા હારા અતા એમને આશયરો આલ્યો,
બીટ્ટી તેની તકલીફ જોઈને બોલ્યા વગર ન રહી શક્યો,
તું પઢતા હે કયા???
પેલા છોકરાને વધારે કઈ ન સમજાયું,
સાઈબ મને આ હું બોલ્યા કસું હમજણ પડી જ નઈ પણ ભણવુ શે પણ પૈસા કોણ આલશે?
અઇ તો ખાવાનો જ ફોફો સે ને,
નીલ એ સિગરેટ મોઢામાંથી કાઢી પગ નીચે દબાવી અને બોલ્યો,
રાજ આજથી તારું નામ અને અહીં આવ,
પેલો છોકરો નજીક ગયો અને તરત જ નીલ એ તેને બહોપાશમાં પકડી લીધો,
અને કહ્યું,
આજથી તું એકલો નથી.


ક્રમશ :