Sanam tari kasam - 5 books and stories free download online pdf in Gujarati

સનમ તારી કસમ - (ભાગ ૫)


નીલ અને બીટ્ટી રાજુને લઈને પોતાના ટાર્ગેટ પોઇન્ટ પર આવે છે. રાજુ પણ મનમાં ખુશ છે કે આજે તેને કોઈક પોતાનું કહેવા વાળું મળ્યું પણ તેને ખબર નથી તે જેની સાથે પોતે આવી ગયો છે તે કોણ છે અને શુ કામ કરે છે.રાજુની દુનિયા તો ફક્ત ચાહની દુકાન સુધી જ હતી ત્યાં જ જન્મ્યો અને તે જ શીખ્યો જે તેને ત્યાંથી શીખવ્યું.
આ હું છે નીલ ભાઈ???
થોડી વાર બીટ્ટી એ રાહ જોઈ કે કદાચ રાજુના આવ્યા પછી નીલમાં બદલાવ આવે અને કંઈક બોલે પણ બટાકા કાંઈ પાણીમાં ઉગે ખરા !
બેટા રાજુ ઇધર આ મેં તુજે સમજાતા હું,
હમ તીન આદમી હે ઔર હમારા કામ થોડા તુજે સમજ ન આયે એસા હે,
ધીરે સે સમજ જાયેગા સાથ રહેગા તબ.
રાજુ ઘણું બધું પૂછવા માંગતો હતો પણ પોતાના હિન્દીના ઓછા નોલેજના લીધે ના બોલવાનું પસન્દ કર્યું.
બીટ્ટી એ પોતાનો ફોન કાઢ્યો અને બોડાનો નમ્બર જે હમણાં જ પોતાના કોલલોગમાં હતો તે ડાયલ કર્યો,
" અબે ગધે...ક્યાં કર રહા હે તું???,
અબે સાલે ફસા દિયા દોનો તો વહાં પડે તો ઔર મુજે,
ભય તું રેવા દે હેડ નહિ સમજે મારી તકલીફ,
આગે કા પ્લાન બતા મેં તો ભૂલ ગયા હું"
મુજે પતા હી થા ઇસલીએ હી કોલ કીયા હે.
બીટ્ટીએ કહ્યું,
તું બતાના યાર...
દેખ અબ 7:00 બજને મેં થોડી દેર હે હમને લાઈટ્સ કે સારે વાયર્સ નિકાલ દીયે હે અબ તુજે કુરેશી કી દુકાન પર જાકે સિર્ફ એ બતાના હે કી,
કિસ કામ સે તું આયા હે ઠીક !
હા બરાબર,
સમજી ગયો ચલ મૂક....

***
કુરેશી કી દુકાન???
હા બોલો...
એક લાઈટફિટરના વેશમાં સજ્જ બોડો કુરેશીની દુકાન પર જઈને બોલે છે.
હા જી બોલો શુ કામ છે હું જ છું.
શબ્દોમાં જ આવુ કડકપણું અને મોઢા પર અક્કડ જોઈને જ બોડાના આગળના શબ્દો વિસરાઇ ગયા પણ તેણે હિંમત ભરીને આંખોમાં આંખો નાખી કહ્યું,
જી મને મહેશભાઈએ મોકલ્યો છે તમારા ઘરની લાઈન ફોલ્ટમાં છે??
અરે !! હા......હા
આવો આવો,
આ પાછળના ભાગમાં આખા મહોલ્લાની લાઈન છે.
બોડાએ પોતાને સોપાયેલો પોઇન્ટ પકડી લીધો અને આગળનો પ્લાન શરૂ થયો.
ફોન કાઢ્યો અને બીટ્ટીને લગાવ્યો,
મેરી લાઈન યહા મેં ચેક કરી રહા હું તું વહાં દેખ લે,
કુરેશીના જોડે ઉભા રહેવાથી બોડા એ કોડમાં વાત કરી લીધી.
હવે વારો હતો નીલ અને બીટ્ટીનો..
આમ તો આવા કામ એમના માટે આસાન હતા તે કોઈ પહેલું ખૂન કરવા નહોતા જઇ રહ્યા.
નીલ એ પોતાની સફેદ એમ્બેસેડર કાઢી અને ચાલુ કરી,
ઈશારો કરીને રાજુને નીલ એ આગળ બેસવા કહ્યું અને As Always બીટ્ટી પાછળ જ બેસ્યો,
હવે પછીની ૨૦ મિનિટ તેમના માટે ખાસ હતી આ જ સમયમાં તે પોતાનું કામ પાર પાડવાના હતા.
બીટ્ટી બોલ્યો,
'લેટ્સ ટાઈમ સ્ટાર્ટ નાવ',
( આ સીન રાજુ માટે કોઈ સસ્પેન્સ થ્રિલ જેવું હતું તેણે ઘણા સમય પહેલા જોયેલા બોલિવુડ પિક્ચર જેવું સીન હતું.)
બોડો તેના કામમાં વ્યસ્ત હતો,
મહોલ્લાની એન્ટ્રીમાં ગાડી આવીને ઉભી રહી ત્યાં બીજી ઘણી ગાડીઓ હોવાને કારણે કોઈને કઈ અજુગતું લાગે એમ નહોતું.
કુરેશીની શોપ પર આવી રીતે આવા લોકોની અવરજવર પર કોઈ અજાણ નહોતી કારણ એ જ કે તે વિસ્તારમાં કુરેશીની ઓળખાણ અને અને ગ્રાહકોની લિસ્ટ થોડી વધારે પડતી હતી.
રાજુ તું રુક યહા પર ઠીક હે ગાડી મેં બેઠે રેહના હમ ચિકન લેકે આતે હે,
રાજુએ પણ મુન્ડી હલાવી બેસી રહેવા માટે કહ્યું,
બીટ્ટી પોતાની સાથે લાવેલી બેગમાંથી એક કાપડની થેલી કાઢી અને નીલની પાછળ જવાની શરૂઆત કરે છે.
હવે નીલ પોતાના અસલી રૂપમાં જણાઈ રહ્યો છે,
સિગરેટ કાઢી બે હોઠની વચ્ચે દબાવી પોતાના ડેનિમ પેન્ટના પાછળના પોકેટમાં મુકેલ 9Nova Electric Plasma લાઈટર કાઢી સિગરેટ સળગાવે છે,
તેની ચાલ અને અંદાજ કોઈ બૉલીવુડ હીરોને પણ સાઈડમાં મૂકી દે. બે કસ લગાવ્યા પછી સિગરેટ નીચે ફેંકી ચાલતા ચાલતા જ હોલવી દીધી,
કોઈ હે???
બીટ્ટી એ બૂમ પાડી,
જી હા બોલીએ??? કુરેશીની બેગમ બહાર આવી અને કસ્ટમરને આવકાર આપતા કહ્યું,
કુરેશીજી હે??
હા હે તો સહી પર અભી વૉ થોડે કામ મેં હૈ અભી બુલાતી હું રુકીએ. આટલું કહી પેલી સ્ત્રી ત્યાંથી ઘરના પાછળના દરવાજા પર ગઈ નીલએ મોઢા પર માસ્ક બાંધી દિધુ અને ફટાક કરતા અંદર ઘુસી ગયો.
બીટ્ટી પણ પોતાની થેલી લઈને અંદર આવ્યો,
કોણ છો ભાઈ કોણ છો????
કોણ છો??
અચાનક આમ મોઢા પર માસ્ક બાંધેલ વ્યક્તિને ઘરની અંદર ઘુસેલો જોતા જ કુરેશીની બેગમ ડરી ગઈ પણ તે કઈક વધારે બોલે તે પહેલાં તો બીટ્ટી એ તેને પકડી લીધી અને મોઢાની અંદર રૂમાલ બાંધી દીધો.
કુરેશી ઘરમાં અંદર આવ્યો અને બે વ્યક્તિને જોયા તે પોતાના રોજના ઉપયોગ વાળા ચપ્પુને ઉઠાવા ગયો ત્યા જ પાછળથી લોખંડના વજનદાર હથિયાર વડે હુમલાથી ખૂન નીકળવા લાગ્યું અને ઢળી પડ્યો.
અરે ક્યાં કર દિયા તુને બે???
દેખ સાંસ ચલ રહી હે કયા??
બોડા એ નીચે નમીને નસકોરા પર આંગળી મૂકી અને ડાબા હાથને પકડી નસ ચેક કરી,
યાર નહિ ચલ રહી !
કુરેશીની બેગમ આટલું સાંભળતા જ જપાજપી કરી છૂટી ગઈ અને કુરેશીને પકડી લીધો.
નીલ વધારે ન જોવા માંગતો હોય તેમ માસ્ક ઉતારતા ઉતારતા ઘરની બહાર નીકળી ગયો.



ક્રમશ :

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED