બાજુ માં રહેતો છોકરો... - ભાગ - 9 Jagruti Rohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાજુ માં રહેતો છોકરો... - ભાગ - 9

સોહમ‌ શિલ્પા તું મને સોમનાથ તારાં ધરે ગયા પછી ભુલીતો નહીં જાઈને ??
શિલ્પા એતો વિચારવું પડશે !!
સોહમ હું તને ભુલવા નથી દેવાનો. સમજી તો શું કરીશ હું તને મળવા આવીશ દર રવિવારે!!!
શિલ્પા આટલું દૂર આવીશ હા... શિલ્પા ખરેખર હું ખુબ નશિબદા છું કે મને તારા‌ જેવો સાથી મળ્યો છે. બંને વોટરપાર્ક ના એક ખૂણામાં બેસીને વાતો કરતાં હતાં ને સેજલ આવી ને બોલી, સોહમ તું શું જાદુંગર છે.??આ મારી રાની ને‌ તારા વિના કશું પણ દેખાતું નથી..!!
સેજલ : બોલી શિલ્પા પાણીને જોઈને ગાંડી બની જાયછે!! સ્વિમિંગ પુલમાં ન્હાવા નથી ઉતરી ??પાણી જોઈને એ તરતજ દોડે છે. પણ આજે શિલ્પા ને પાણી જ નથી દેખાતું.???

સોહમ:શું વાત છે. સેજલ મને ખબર નથી, તો ચાલ શિલ્પા આજે સાથે પાણીમાં ઊતરી એ??
શિલ્પા : તો હો જાઈ કરીને ત્રણે સ્વિમિંગ પુલ માં ન્હાવા માટે પડે છે. પાણી પણ બંને બધાંથી દુર એમની મસ્તી માં મસ્ત છે. આજુબાજુ માં શું ચાલે છે. એની ખબરજ નથી.

અચાનક એ વ્યક્તિ સ્વિમિંગ પુલમાં શિલ્પાને દેખાય છે. જેને‌ એ ઓળખે છે. પણ યાદ નથી આવતું!!
ને જેવા નજીક આવે છે કે શિલ્પા એમને ઓળખી ગઈ ને તરત જ સોહમ નો હાથ જોરથી પકડી લીધો છે..
સોહમ : શું થયું શિલ્પા કેમ ગભરાઈ ગઈ છે..

શિલ્પા : સામે પેલાં અંકલ છે. જે બસમાં મારી સાથે બતમિજી કરી હતી. સોહમ ઓ...હો.... એ અહીં કેવી રીતે આવી ગયો...

સોહમ: શિલ્પા તું કેમ ગભરાઈ છે. હું છું ને તારી સાથે..!!
શિલ્પા: મને હવે બહાર નીકળી જવું છે.સોહમ ચાલને !!

સોહમ : એવું ક્યાં સુધી તું ડરીશ આવાં લોકો તો બહારની દુનિયા માં તને ડગલે ને પગલે મળશે દર વખતે હું તારી સાથે નહીં હોવ તો તું ધર માં ભરાઈ રહીશ... બહાર નહીં નિકળે.
આવાં લોકો નો સામનો કર !!
શિલ્પા: તો કશું સમજવાં તૈયાર નથી.

સોહમ: શિલ્પા ને લયને સ્વિમિંગ પુલમાં ઉભો રહ્યો પેલાં અંકલ શિલ્પા ની નજીક આવી ગયા.
સોહમ: શિલ્પા ની આગળ થી ખસી ગયો .ને શિલ્પા ને એકદમ સામે એ અંકલ આવી ગયા.
શિલ્પા ,હવે શું કરવું એ વિચારી રહ્યી છે.. શિલ્પા એ અંકલ ને જોરથી ધક્કો માર્યો ને ત્યાં થી ખસી ગઈ. ડરતો ખુબ લાગ્યો પણ એણે સામનો કર્યો..
શિલ્પા એ સોહમ ની સામે જોયું તો સોહમ એના આપવા સ્વરૂપે ને જોઈ રહ્યો છે.
સોહમ પાછો એની પાસે આવી ગયો.
સોહમ: શિલ્પા તું તો બીલકુલ ના ડરીને...
શિલ્પા સોહમ ને બાઝી પડી ને હંસી પડે છે.
શિલ્પા તું મને એકલી મુકીને ને ખસી ગયો....??સોહમ ...

સોહમ: તારી સાથે જ હતો . તારાં દિલ માં છું હું ક્યાં દુર હતો...
શિલ્પા અને સોહમ..ની મસ્તી વિક્રમ નથી ગમતી..
વિક્રમ નજીક આવે છે.‌!સોહમ તું તો અમને બધાને ને ભુલી તો‌ નથી ગયો ને..?? માત્ર શિલ્પા જ દેખાય છે...

સોહમ : ના યાર એવું નથી.પણ આ મારાં માટે ખાસ છે.. સમજને...યાર

વિક્રમ : એવું...વિક્રમ તારી આ ખાસ ને મળવું જોઈએ સારી રીતે ને શિલ્પા ની નજીક જય એનો હાથ એણે પાણી ની અંદર પકડી લીધો.
શિલ્પા એ આ વખતે ડરા વિના વિક્રમ નો હાથ પાણીમાં પકડી ને જોર થી મચકોડી ને સોહમ ની સામે હંસી ને જોયું...સોહમ સમજી ગયો કે શિલ્પા એ વિક્રમ ને એનો જવાબ આપ્યો ‌છે..
શિલ્પા: માં હવે હિંમત આવી ગયછે. બુરાઈ નો સામનો કરવાની‌

વિક્રમ શિલ્પા ની આ હરકતથી થોડો ગભરાઈ ગયો ને દુર જતો રહ્યો..
સોહમ ને શિલ્પા ફરીથી એમની મસ્તી માં મસ્ત થઈ ગયાં...

શિલ્પા હવે સોહમ વિના પણ બહારની દુનિયા નો સામનો કરી શક્શે????