અમર પે્મ - ૧૦ Kamlesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમર પે્મ - ૧૦

બાપુએ વનેચંદભાઇ ને બોલાવવા માણસને રવાના કર્યો.આ દરમ્યાન રાજકારણ ,નોકરી-ધંધાની તેમજ સામાજીક,કૌટુંબિક વાતો વચ્ચે ચલમો તથા હુક્કા-પાણી ચાલ્યા.

વનેચંદભાઇ આવ્યા તેથી તપાસની વાત આગળ ચલાવી.

સાહેબ:વનેચંદભાઇ તમારા ત્યાં ચોરી થઈ તેમાં ગામના કોઇ માણસનો હાથ લાગતો નથી.તમે બીજાે કોઇ બહારનો માણસ આવ્યો હોય તો વિચારી જોવો જેથી આ બાબતમાં આગળ વધી શકાય.વનેચંદ પાછલા થોડા દિવસની ગતિવિધી વિચારવા લાગ્યા.

વનેચંદ: સાહેબ મને શંકા છે કે ચોરી થઇ તેના છેલ્લા અઠવાડિયાથી અમારા ગામના રમતુજી ઠાકોર અને તેનો ભાઈબંધ બાજુના ગામનો વસતાજી ઠાકોર મારી દુકાન સામે બેસી બીડી પીતા-પીતા મારી દુકાન સામે નજર રાખી વાતો કરતા અને મારે ત્યાં આવતા-જતા ગા્હકો પર નજર રાખતા તે મારા ધ્યાનમાં આવે છે,હમણાથી વસતાજીના આંટાફેરા અમારા ગામના વધી ગયા હતા તેથી મને શંકા છે કે કદાચ ચોરીમાં તેનો હાથ હોય તેમ મારુ માનવું છે.

સાહેબ:વનેચંદભાઇ આ ઠાકરડાઓ ચોરી કરવામાં માહેર હોય છે,તેઓ ચોરી કરતા પહેલા રેકી કરતા હોય છે અને પછી લાગ મળતા ચોરી કરતા હોય છે માટે રમતુજીને બોલાવી થોડો ઠમઠોરવો પડશે તો કંઈ બાતમી મલશે.

સાહેબે તેમના બે હવાલદારને બાપુના માણસ સાથે મોકલી રમતુજીને પકડી લાવવા મોકલ્યા. થોડીવારમા તેઓ રમતુજીને પકડી લાવીને હાજર કર્યા એટલે સાહેબ પુછપરછ ચાલુ કરી.

સાહેબ: રમતુજી આ વનેચંદભાઇના ઘર તથા દુકાનમાં ચોરી થઇ છે અને તેમને શંકા છે કે આ ચોરીમાં તમે અને તમારા ભાઈબંધનો હાથ છે?તો બોલો તમારું શું કહેવું છે ? જો ચોરી કરી હોય તો સીધી રીતે કબુલ કરી લો તો તમને કંઈ નહી કરીએ નહીતર તમને દોરડા બાંધી તાલુકાના પોલીસ સ્ટેશને લઇ જઇ અને રિમાંનડ ઊપર લઇને મને ઓકાવતા આવડે છે,માટે જે જાણતા હોય તે સીધી રીતે કબુલ કરી લો.એક વખત રીમાંનડ ઊપર લીધી પછી બાપુ કે મુખી કોઇ તમને બચાવી શકસે નહી.

રમતુજી: સાહેબ હું ગરીબ માણસ છું,મારાે મિત્ર મને રોજ મલવા માટે આવતો હતો તેથી તેમની દુકાનની સામેના ઓટલા ઊપર બેસી બીડી પીતા વાતો કરતા હતા,આ ચોરી બાબતમાં હું કંઇ જાણતો નથી.મારી ઊપર ખોટી શંકા કરી વનેચંદભાઇએ મારુ નામ દીધું છે.

સાહેબ: જૂઓ રમતુજી વનેચંદભાઇનુ કહેવું છે કે તમે અને તમારો મિત્ર રોજ તેમની દુકાનની સામેના ઓટલા ઊપર બેસી ચોરી કરવા રેકી કરતા હતા,તે વાત સાચી છે?

રમતુજી: સાહેબ,મારો મિત્ર અને હું રોજ મલતા હતા તે વાત સાચી છે પરંતુ તેની દિકરીના લગ્ન આવતા હોવાથી લગ્ન પ્રસંગના ખર્ચ તથા વહેવાર કરવા પૈસાની જરુર હોવાથી મારી પાસે મદદ માંગવા અથવા બીજેથી વ્યવસ્થા કરી આપવા મલવા આવતો હતો.અને આ બાબત ઘરે જાણ ના થાય તેથી તેમના ઓટલા સામે બેસી બીડી પીતા-પીતા વાતો કરતા હતા.આથી વધુ કંઇ હું જાણતો નથી.

સાહેબ: રમતુજી તમારા મિત્રની દિકરીનું લગ્ન આવતું હોવાથી પૈસાની સગવડ કરવા તમે અને તમારાે મિત્ર સાથે મળીને ચોરી કરવાનો પ્લાન બનાવવા રેકી કરતા હતા તે વાત સાચી છે ?જો હજુ પણ કબુલ નહી કરો તો તમને દોરડે બાંધી ગામ વચ્ચેથી પોલીસ સ્ટેશન લઇ જઇ મારી મારીને ચામડી ઉતરડી નાંખીશ પછી કબુલ કરશો ?તમને મારા રિમાંનડની રીત ખબર નથી,ભલભલા ચોર-ડાકુ પણ થથરી જાય છે માટે ડાહ્યા થઇને જે બન્યું હો તે ફટાફટ બોલવા માંડો.

બાપુ: જોવો રમતુજી તમે અમારા ગામના છો અને અમારી શરમે સાહેબ સીધી રીતે તમને પુછે છે અને મારઝૂડ કરતા નથી માટે જે સાચું હોય તે કહી દો નહીતર પછી અમેા તમને જેલ જતા બચાવી નહી શકીએ અને તમારા બૈરા-છોકરા રઝડી પડશે.

રમતુજી બાપુની વાત સાંભળી અને ઢીલા પડી ને બીહ જાય છે અને જે કંઇપણ બન્યું હતું તે વિગતે જણાવવા અને ગુનો કબુલ કરવા તૈયાર થાય છે.......

વધુ આગળ પ્રકરણ-૧૧ ઊપર વાંચો