"કાં કવિરાજ! કરી લીધા બપોરા" દરવાજો બોલ્યો શરદે હા કીધી અને પૂછ્યું "આ તમે ઓલા ઝાડનો આગ્રહ કેમ રાખ્યો? એવું શું છે ત્યાં? કોઈ વાત હોય તો કહો મને ય કઈક વાત મળે." દરવાજો બોલ્યો "હા કવિ આ તો ખૂબ પવિત્ર ઝાડ છે. એટલે નહી કે લોકો પૂજા કરતા એક સમયે કબીરદાસજી ગુજરાતના પ્રવાસે નીકળેલા ત્યારે આ ગામમાં રોકાણા હતા એક રાત માટે ત્યારે એમને આખુ ગામ જોવા આ વડલા નીચે આસરો લીધો હતો. તમને ખબર છે ખુદ રાજાસાહેબ પોતે નીચે જમીન પર બેસી એમની રચના માણતા. ત્યાર બાદ હું જાણું છું ત્યાં સુધી એ ભરૂચ ગયા અને કબીરવડ ત્યાં થયો. પણ, અમારા ગામમાં તો આજ કબીરવડ છે કવિરાજ" શરદે પૂછ્યું "પણ ઝાંપા કોઈ એ વખતની યાદગાર વાત હોય તો કહે ને." થોડું મૌન લઈ ઝાપો બોલ્યો "હા છે... છે એક વાત ત્યારે ઘટના એવી બની કે ઘનશ્યામ દરજીને ગુજરી ગયે હજી ૨ વર્ષ જ થયા હતા. કબીરજી આવ્યા તે હતો અધિકમાસ. હવે, વાત એમ હતી કે ઘનશ્યામ દરજીના ૪ દીકરા. બધા ત્યારે પોતાની રીતે પોતાના ભાગનાં મકાનમાં રહેતા. હવે ઘનશ્યામની ઘરવાળી સરજુ ડોશીને ચારેય દિકરાઓના ઘરે ૩ મહિના રોકાવાનું એવું નક્કી ચારેય ભાયું વચ્ચે થયું. પણ હવે અધિક માસ આવતા ચારેય મુંજાણા. આ મહિનો ડોશી ક્યાં કાઢે? જાણ થઈ કે કબીરજી પધાર્યા છે એટલે વાતનો નિકાલ લાવવા ત્યાં પહોંચ્યા. કબીરજી હોશિયાર હતા એમને કીધું જેને પોતાની માંના પેટમાં ઓછો સમય વિતાવ્યો હોય એને આ સમયનો લાભ લેવાય ચારેય ચોંકી ગયા આવુ કેમનું બને! મોટા દિકરા એ કીધું કબીરજી અમે ચારેયએ નવ-નવ મહિના કાઢ્યા છે એટલે કબીરજી કહે જો તમારી માં એ જન્મ આપવામાં ભેદ નથી રાખ્યો તો તમે કેમ રાખો છો? કોઈ માંને એવું ન ગમે કે એના છોકરા જુદા રહે અને પોતાના ભાગ પડે સાચું સુખ બધા સાથે રહેવામાં છે. સુખ તો શું ફાયદો પણ એમાં જ છે કોઈ મોટું દુઃખ આવે તો ભાયું વચ્ચે વહેંચાય અને નાનું થાય અને ખુશી હોઈ તો વહેંચીને ચારગણી કરવા થાય. કબીરજીના આ સમજાવાથી ચારેય ભાયું જો ઓલી ત્રીજી શેરીના પાંચમા મકાનમાં ભેગા રહેતા" શરદ ત્યાં જઈ એ મકાનનો ફોટો પાડી પોતાની પાસે રાખે છે કેપ્શન લખે છે #mother's_love. "વાહ.. દરવાજા શું વાત છે" શરદ બોલ્યો " ખરેેેખર સરજુ ડોશીનો બુઢ્ઢાપો સુુધરી ગયો" શરદનો ફોન રણકે છે અવાજ આવ્યો "હેલ્લો, પપ્પા ક્યારે આવો છો? મને બવ યાદ આવે છે તમારી" શરદે જવાબ આપ્યો " બેેેટા કાલ આવી જઈશ હો તોફાન ન કારતી હો મારી ડાહી દીકરી છોને " ફોનમાંથી જવાબ આવ્યો "હા પપ્પા" ઝાપો બોલ્યો " કેેમ ગળગળો થઈ ગયો? દિકરોનો ફોન હતો કે શું? " શરદ ખાલી હકારમાંં માથું જ હલાવી શક્યો ઝાંંપો બોલ્યો "કવિરાજ! દિકરી તો દિકરી જ હોય હો હુંં ય બાપ ભૂમિકા ભજવી બેેઠો છુ હો" શરદને નવાઈ થઈ પૂછ્યું " ઝાંપા તુ? કેેવી રીતે?" ઝાપો બોલ્યો "એક વાત કહું આ ગામમાં ૨ જ દરબાર હતા એમાં એક રાજા અને બીજો એનો ભાઈ જે પ્રજા વચ્ચે પ્રજાની જેમ જ રહેતો રાજાને એક દિકરી જ હતી પણ દિકરી કેવી રૂપ રૂપનો અંંબાર જોઈ લ્યો હો અને નાની હતી ત્યારે રમતી આયાં મારી ઉપર ચડતી હો અને કાતરા તોડતી અને નીચે એની બહેનપાણીઓ ઝીલતી એ બધી ખાય અને વધે એ રાજાની દિકરી નીલમને આપતી નિલમનો નિયમ જે સામે મળે એનેે પૂછતી તું મારો ભાઈ થઈશ જે હા પાડે એને એક કાતરું આપે અરે! રક્ષાબંધનેે બધાને રાખડી બાંધતી એના લગન લેવાણા મારી ચકલીને તે'દી બાંધી એક કેસરિયો સાફો મારી સામેથી નીકળી ગયો. મને હજી યાદ છે કવિરાજ એના બાપના એક અવાજ અજુબાજુના છ-છ ગામ પાળતા ત્યારે એ મરદામરદ બાપ મારા ટેકે ઉભો હતો એના એ આશુ મને અડી ગયા એટલે હજી જીવતો છું એક જણા એ તો પૂછી પણ લીધો કે કેમ તારા બાપને ન મળી હજી એને કીધું ભલે એ છ પાદરનો ધણી રહ્યો મને મળશે એટલે અવાજ જ નહીં નીકળે છેલ્લે એ આવી હો જેની મૂૂૂછે લીંબુ-મરચા લટકતા હોય એવો બાપ આજ બે હાથ અને ત્રીજું માંંથુ જોડી કે'તો કે ભલે રાજા હોઉં પણ છતાંય ક્યાંંય તને ઓછું આવ્યુ હોય તો ગરીબ જાણી માફ કર જે અને થોડુંંક પુણ્ય રાખતી જા જે નહિતર તારા બાપનું ધનોત પનોત નીકળી જાશે ત્યારે એ દિકરી બોલી કે બાપુ એવું ન બોલો મારી તો પ્રાથના છે કે તમારો વટ સદાય આમ રહે અને મારી ઉંમર પણ લાગે બાપુ હું જાવ છું હવે એટલું કિધુ ત્યાં તો જાણે એ પાણી પાણી થઈ ગયો હો એ" શરદ બોલ્યો "ઝાંપા ઘૂઘરીનો ઘમકાર અને ઝાંઝરનો ઝણકાર નસીબદારને ત્યાં હોય છે." "પણ ઝાંપા આ ગામમાં કોઈ વિરરસની ઘટના નાથી?" દરવાજો બોલ્યો છે"ને હાલ એ વાત કહું તને."