અનામી - 2 Dipti N દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનામી - 2

પણ હા ,ભગવાને એક કૃપા કરી હતી, કે દેખાવમાં હું ફાવી ગઈ હતી, મારી ભૂરી આંખો હતી, એકદમ વાંકડિયા કમર સુધીના વાળ, ઊંચાઈમાં લાંબી, હાથ અને પગ પણ લાંબા અને પાતળા, અને સપ્રમાણ કહી શકાય તેવો બાંધો, નિશી કે મુગ્ધા મારી જેવા ન હતા, મારા દાદી તો મારી મમ્મી ને કોઈ વાર કહેતા કે તારી આ "વાવણી"ને કોઈ લણી ન જાય!જો જે આ તારૂ ""ચીંથરે વીંટ્યું રતન છે ""! પહેલા તો આ વાતની બહુ ખબર ન પડતી,પણ જેમ - જેમ શરીર પર ૧૬મું પગલું પડતુ ગયુ, ત્યાં ઘણી ખરી કળિઓ મગજમાં મહેકવા મંડી, હું દસમા ધોરણમાં સારા માર્ક લાવી પાસ થઈ ત્યારે નિશી ના શરીર પર વિસ વર્ષ નો ચાસ લાગી ગયો હતો, અને તેને તેની સાથે જ કોલેજ મા આગલા વર્ષમાં ભણતો સની મળી ગયો હતો બંને એકબીજાને મળતા અને લગ્નના સપનાઓ જોતા,એ વિશે મને બધી વાત ખબર હતી અને કોઈ વાર એ બંને મળતા ત્યારે હું સાથે પણ જતી! બંનેની મર્યાદામાં પણ થોડી ઘણી છૂટછાટ અને છેડછાડ હું જોતી!! ત્યારે મને પણ એમ થતું કે આ બધું મારી જિંદગીમાં પણ બનશે જ ને? ને કોઈ રોમાંચ અનુભવાતો, આપણે બે પાર્ટમાં જોઈ ગયા કે, નિશી અને શનિ સપના જોતા હતા શનિ પોતાના મમ્મી પપ્પા સાથે બેંગલોર બારમા ધોરણમાં અહી રહેવા આવ્યો હતો અને આથી કોસંબા તેની માટે નવું હતું. આમ તો કોસંબા કંઈ બહુ મોટું ન હતું પણ નીશી એ સનીને કોસંબા નો સારો એવો પરિચય કરાવી દીધો હતો આ નાના ગામમાં આવી પ્રેમ ની વાતો કંઈ વધુ છૂપી ના રહે આથી નિશીના ઘરમાં ખબર પડી ગઈ ,અને એના પપ્પાએ ખૂબ જ સમજણપૂર્વક શનિને એક વખત ઘરે બોલાવી તેના મમ્મી પપ્પા સાથે ઓળખાણ કરવાની વાત કહી, અને બંને પરિવાર મળ્યા પછી ભણતર પૂરું કરી અને બન્નેને લગ્ન કરાવવાની હા કહી આથી મારા દસમા ધોરણના વેકેશનમાં તો નિશી ના લગ્ન થઇ ગયા અને તે શનિના ઘરે ચાલી ગઈ ઘર થોડુ ખાલી થઈ ગયું હું મારા મમ્મીને ઘરકામ માં થોડી ઘણી મદદ કરાવતી થઈ લગ્ન પછી જ્યારે પહેલીવાર નિશી ઘરે આવી ત્યારે તેના ચહેરા પર નવા નવા લગ્નન નું માદક રૂપ છલકાઈ ગયું હતું !ત્રણ દિવસ રહી ત્યાં તો ચોથા દિવસે શનિ જીજાજી તેને લેવા પણ આવી ગયા અને ફરી એકવાર બંનેની ને હવે તો લગ્ન પછીની થોડી ઘણી હરકતો દેખાવા લાગી મારુ મન વિચાર કરવા લાગતુ કે શું પાંચ દિવસ પૂરા પણ નહિ રોકવા દે એવું તો શું લગ્ન પછી ઘેલુ લાગતું હશે? નિશી અને સની ગયા ફરી એકવાર ખાલી થઈ ગયું અને હવે તો કઈ વારંવાર આવે પણ નહી ને. મંત્રને મુગ્ધા નાના હતા હજી બંને પાંચમા ધોરણમાં આવ્યા હતા અગિયારમાં ધોરણમાં મારી સાથે ક્લાસમાં સુરતથી બદલી થવાથી આવેલી સંજના શાહ મારી મિત્ર બની અને થોડા એ જ દિવસોમાં તે એટલી બધી ખાસ મિત્ર બની ગઈ કે હું અને સંજના દરેક જગ્યાએ સાથે જ હોય સંજના ની બહેન નવ્યા ના પણ હમણાં જ લગ્ન થયા હતા આથી તે પણ ઘરમાં ખાલી ખાલી અનુભવતી હતી મારી સ્કૂલ ચાલુ હતી શનિ-રવિ ની રજા આવે તો પણ અમે એક બીજા ની ઘરે જતા ,એક વાર લગ્ન પછી પહેલીવાર સંજનાની બહેન નવ્યા અને જીજાજી નિવ ઘરે આવ્યા હતા આથી હું સંજનાની સાથે ગઈ.