Anami - 4 books and stories free download online pdf in Gujarati

અનામી - 4

મને સ્કૂલમાં નોકરી મળીને હવે ભણવાનુ છોડી દીધું હતું. અંકુરના ફોન રેગ્યુલર આવતા મને એમ હતું કે અંકુર માની જશે, મને મનાવશે પણ એવું ન થયું મેં સંજના ને પણ આ વાત કરી તે પવિચારમાં પડી ગઈ કે કેમ આવું ? નોકરી કરીએ તો સારુ ને મદદ ની જરૂર નથી તો ટાઈમ તો પાસ થાય કેમ અંકુરે આવું કર્યું હું તેને સમજાવું ? પણ મેં ના કહી કે ના અમને અમારા નિર્ણય જાતે લેવા દે. અંકુર તેના મેડિકલમાં ઇન્ટનૅશીપ સુધી પહોંચી ગયો હતો અને બસ તેને ક્લિનક કરવાની જ વાર હતી. તે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બનશે સાથે આકાંક્ષા અગ્રાવત કરીને ડો.જનરલ સર્જન હતા, જે બંનેની પાર્ટનરશીપમાં હોસ્પિટલ ખોલવા માટેની ઈચ્છા એક વાર દર્શાવી હતી. આકાંક્ષા ની વાત કરી અંકુર નો ચહેરો કંઇક અલગ ચાડી ખાય છે તેવુ મને લાગતુ તો હતું આકાંક્ષાના લગ્ન નતા થયા. તે મને ત્યારે ખુંચતુ હતુ, ને એક વાર જયારે માર્કેટ મા બંનેને કારમા સાથે જતા જોયા ને સ્ત્રીસહજ ઇર્ષા મા ખોટા વિચારે ચડી ગઈ, મેં અંકુર ને ફોન કર્યો અને અંકુર સાથે ખોટો જગડો પણ કર્યો , ત્યારે મને અંકુરે સમજાવી પણ હતી કે તું માને છે એવું કંઈ જ નથી. આ વાતને અઠવાડિયું વીતી ગયું મારી નોકરી સરસ ચાલતી હતી. મને થયુ કે સંજનાની સાથે આ વાત કરૂ પણ એની લાઈફમાં ટેન્શન નથી આપવુ એમ વિચારીને વાત ન કરી.એ જ અરસામાં મારી સ્કૂલમાં કોમ્પ્યુટર ટીચર તરીકે એક પ્રોફેસર આવ્યા હતા જેનું નામ હતું પ્રેમ પાઠક. સ્કૂલમાં બધા સ્ટાફને સાથે નાસ્તો કરવાની આદત હતી, આથી રોજ પ્રેમને મળવાનું થતું અને અમે જુદા જુદા ઘણા બધા ટોપિક પર વાતો કરતા. એકવાર મને એવું લાગ્યું જાણે પ્રેમની નજર મારા પર થી હટતી ન હતી, આવું લગભગ દસ દિવસ સુધી માર્ક કર્યું હતું પણ મને એમ કે હશે મારો વહેમ છે, પણ હું રોજ જોતીકે કોઈ ના કોઈ બહાને મારી બાજુ ની ચેર પર જ પ્રેમ ગોઠવાઈ જતો અને લગભગ ફ્રી પિરીયડ માં પણ મારી આસપાસ જ રહેતો. હું પણ તેની સાથે બહુ સારી એવી મિક્સ થઈ ગઈ હતી ,અને પ્રેમનું આ વર્તન મને ગમતું હોય તેવું લાગતું હતું. મને થયું કે હું ભૂલ કરું છું પણ હું ક્યાં કંઈક ખોટું કામ કરું છું? એક વાર મારી સ્કૂલમાંથી ટૂર જઈ રહી હતી, જેમાં અમે બધા આબુ જવાના હતા અને પ્રેમે મને પૂછ્યું કે તમે આવશો તો જ જવુ છે, ત્યારે મેં કહ્યું કે કેમ એવું શું છે મારામાં? પૂછતા મને પ્રેમનો જવાબ મારા મગજમાં ઉતરી ગયો અણે, ""કહ્યું કે ખબર નહીં કેમ પણ તમે મને મારી જિંદગી જેવા લાગો છો!!!ને હું એ જવાબમાં અંકુર ગોતી રહી હતી જે મને અણસાર પણ ન હતો, અને મારા મગજમાં પ્રેમનો જવાબ જ રમતો રહેતો મને લાગ્યુકે હું અંકુર સાથે કોઈ બેઇમાની કરી રહી છું!! મને લાગતું હતું કે હું અંકુર ને નહિ ભૂલી શકું શું કરું પછી વિચારી ને અંકુર સાથે શાંતિ થી વાત કરવાનું પણ વિચાર્યું પણ અંકુર ન મળ્યો બીજા દિવસે અંકુર કોન્ફરન્સમાં બેંગ્લોર જવાનો હતો.હું ઘેર પહોંચી તો એક કુરીયર આવ્યું હતું જેમાં એક કંકોત્રી હતી ડો. અંકુર અને ડો. આકાંક્ષા,, મારો અહં ઘવાયો ને, અને બીજા દિવસે ટૂરમાં આબુ જવા રવાના થઈ, જે મારી પહેલી ભૂલ હતી!!!

બીજા રસપ્રદ વિકલ્પો