લાઈફ પાર્ટનર
દિવ્યેશ પટેલ
ભાગ 17
તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો
આ તરફ પ્રિયા અને માનવ પણ સહદેવની રાહ જોઇને ઉભા હતા.અને મનમાં એક અલગજ પ્રકારનો ઉચ્ચાટ હતો અને એક મૌનનો ઘોંઘાટ છવાયેલો હતો.અને પેલો દૂરબીન વાળો ખબર નું શુ ગોતી રહ્યો હતો પણ 100 મીટર જેટલા અંતરથી બંને ને નિહાળી રહ્યો હતો તેણે મુખવટુ પહેરેલું હતું એટલે ઓળખી શકતો ન હતો.પણ એની બિલાડી જેવી ચમકતી આખો એ દર્શાવતી હતી કે તેના ઇરાદાઓ નેક તો નથી જ અરે નેક તો શું પણ ખૂબ ખતરનાક છે જે કદાચ પ્રિયાના અતીત સાથે જોડાયેલુ છે.
હવે મૌન તોડતા પ્રિયા કહે છે “મીકુ આજે ફાયનલી આપડા લગ્ન છે તેમ છતાં તું વધારે ખુશ નથી દેખાતો એવું કેમ”
“ના એવું નથી ખુશ તો હું ખૂબ છું પણ હું એવું વિચારતો કે આપડા લગ્ન ખૂબ ધૂમધામ થી થશે અને ખૂબ મજા કરીશું પણ આ તો ઊલટું થઈ ગયું” માનવે મંદ સ્મિત સાથે કહ્યું
“હા પણ બસ હવે ત્રણ દિવસ પછી તો આપડે પપ્પા ને મનાવી જ લેશું”પ્રિયા એ કહ્યું
“પણ કદાચ એ ન માને તો?” માનવે સચોટ અવાજે કહ્યું
“મીકુ એ મને નથી ખબર પણ ગમે તે થાય પણ આપડે હંમેશા સાથે જ રહીશુ” આટલું કહી તે માનવ ને ભેટી પડી અને માનવ ના હાથ પણ અનાયાસે જ પ્રિયા ફરતે વીંટળાઈ ગયા.બને છુટા પડીને ટેબલ પર બેઠા અને ફરી મૌનનો ઘોંઘાટ ફરી છવાઈ ગયો.
તે બન્ને થોડી વાર બેઠા હશે ત્યાં સહદેવ આવી પહોંચે છે.અને તે આવતા જ પ્રિયા અને માનવ બંને બગીચા માં બેઠેલ ટેબલ પરથી ઉભા થાય છે અને માનવ કહે છે “આવ સહદેવ” સહદેવ ફક્ત હકાર માં મોઢું ધુણાવે છે એટલે પ્રિયા કહે છે “ભઈલુ થોડી વાર બેસ હું ચા નાસ્તો લઈ આવું તારી માટે” એટલે સહદેવ કહે છે “ના દીદી એની કોઈ જરૂર નથી પણ હવે આપડે જલ્દીથી જલ્દીથી નીકળવું જોઈએ માનવ તારા પપ્પા સમયસર પહોંચી તો જશે ને?”
“હા હા એ તો ત્યાં રેડી છે આપડેજ હવે નિકળવાનું છે”માનવે કહ્યું
“હા પણ તમે ડોક્યુમેન્ટ તો બધા લઈ લીધા છે ને?”
“હા હા”બંને એક સાથે બોલી ઉઠ્યા
“તો ચાલો જલ્દી”
પછી બધા જે સહદેવ ગાડી માં આવ્યો હતો એજ ગાડી માં બેસી ત્યાંથી નીકળી પડે છે બાજુના શહેર માં જ્યાં માનવ અને પ્રિયા નું ભવિષ્ય લખાવાનું હતું.હવે આમાંથી કોણ પોતાની જગ્યાએ સાચું હતું એ કહેવું તો ખૂબ મુશ્કેલ હતું અશક્ય જ કહો ને!! કેમ કે કોઈ પણ માનવી હંમેશા એની દ્રષ્ટિએ તો સાચો જ હોય છે ખાલી બધાનો જોવાનો દ્રષ્ટિકોણ અલગ હોય છે બાકી આ દુનિયામાં કોઈ ખોટું હોતું નથી. એટલેજ કહેવાય છે ને કે માણસ કોઈ દિવસ ખરાબ હોતો નથી ફક્ત તેના ગુણો ખરાબ હોઈ શકે.પ્રેમ ક્યાં કોઈ જાણી જોઈને કરે છે એ તો થઈ જતો હોય છે અને કોઈએ કહ્યું છે કે જે માણસ પ્રેમ નથી કરતો તે હજી માણસ તરીકે જન્મવાનો બાકી છે.ભગવાન ના વરદાન રૂપી પ્રેમ તો નસીબવાળા ને જ મળે છે અને તેમાંથી ઘણા ઓછા લોકો તેને સાચવી શકે છે.તો જોઈએ આપડો માનવ શુ કરે છે!!!
ગાડી ધીરે ધીરે કોર્ટ તરફ આગળ વધી રહી હતી ત્યાં અચાનક સહદેવ ને કંઈક યાદ આવતા તેને કહ્યું “માનવ હું વકીલ ને કહેવાનું તો ભૂલી જ ગયો”
“તું તેની ચિંતા ન કર સહદેવ મારો એક સ્કૂલ ફ્રેન્ડ છે તે વકીલ છે તેને મેં કીધું છે તે પહોંચી પણ ગયો હશે” માનવે કહ્યું
“હ અને પ્રિયા જજ કોઈ પણ સવાલ પૂછે ગભરાતી નહીં બિલકુલ” સહદેવે ગાડી ચલાવતા ચલાવતા કહ્યું
“હા તું ચિંતા ન કર”પ્રિયાએ કહ્યું
કોર્ટ આવી ગઈ એટલે ત્રણેય નીચે ઉતરે છે અને ત્યાં પહેલે થી જ માનવ ના પપ્પા અને એનો દોસ્ત હજાર હોય છે એટલે તે ત્યાં જાય છે માથા પર ઈશ્વરભાઈનું સંકટ હોવાથી સહદેવ કોઈને વધારાની વાત ન કરતા વકીલ ને જરૂરી પ્રોસેસ પુરી કરે છે અને સહદેવ તથા માનવ ના પપ્પા ની સહી લે છે પછી સહદેવ કહે છે “તમે લોકો અંદર જાવ હું અહી બહાર જ ધ્યાન રાખું છું”
બધા કોર્ટ માં પ્રવેશે છે અને કોર્ટનું વાતાવરણ જોઈ બધાને ડર ન કહી શકાય એવી ગભરાહટ તો થઈ જ જતી હોય છે.અંદર કોર્ટમાં જજ જરૂરી કાર્યવાહી પુરી કરીને કેટલાક પ્રશ્નો પૂછે છે
“કેટલી ઉંમર તમારા બંને ની?”
“બંનેની 24” માનવે કહ્યું
“કોઈના બીજા લગ્ન તો નથી ને?”
“ના” આ વખતે પ્રિયાએ જવાબ આપ્યો
“બેટા તારા કોઈ પરેન્ટ્સ સાથે કેમ નથી?”
“તેમને કેટલાક ઘરેલુ કારણથી આ લગ્ન મંજુર નથી એટલે તે નથી પણ મારો ભાઈ આવ્યો છે” પ્રિયા એ માનભેર જવાબ આપ્યો
“બંને માંથી કોઈ પોતાની મરજી વિરુદ્ધ તો આ લગ્ન નથી કરી રહ્યા ને?”
“ના અમે કોઈના દબાણમાં આવ્યા વગર આ લગ્ન કરી રહ્યા છીએ”બન્ને એ એક સાથે કહ્યું
આમ જ ઘણા જરૂરી સવાલ માનનીય જજ સાહેબ પૂછી રહ્યા હતા
***************
સહદેવ બહાર બેઠો હતો અને તેને ઈશ્વરભાઈ ને આવતા જોયા અને તેને એક ધ્રાસકો પડ્યો અને તે થોડો વિચલિત થયો પણ તે ભાવ તેને તેના મુખ પર ન આવવા દીધા.ઈશ્વરભાઈ તેની સાવ નજીક આવીને પૂછ્યું “સહદેવ શુ થયું આવ્યા હતા તે અહીં”
“ના પપ્પા હું અહીજ છું કોઈ નથી આવ્યું પણ તમે આમ અચાનક અહીં?”
“હા કેમ કે આપડા શહેર માં તેઓ લગ્ન કરે એવી શક્યતા બહુ ઓછી હતી એટલે મને થયું અહીં આંટો મારી લવ” ઈશ્વરભાઈએ કહ્યું
“હા ઓકે પણ અહીં તો કોઈ નથી આવ્યું” સહદેવે અંદર એક નજર નાખતા કહ્યું.
“ઠીક છે હું અહીં સુધી આવી જ ગયો છું તો અંદર એક જજ સાહેબ મારા મિત્ર છે તો એમને મળતો આવું” આટલું કહી ઈશ્વરભાઈ અંદર જવા લાગે છે
“સહદેવ રોક આમને અંદર તો પ્રિયા અને માનવના લગ્ન થાય છે જો પપ્પા અંદર જશે તો બધી મહેનત પાણી માં જશે”સહદેવ સ્વગત બબડે છે પછી તે કહે છે “પપ્પા હું શું કહું છું….” આ સાંભળીને ઈશ્વરભાઈ થોડી વાર ઉભા રહે છે.સહદેવ કંઈક વિચારી ને કહે છે “પપ્પા હું શું કહું છું આત્યારે તમે તમારા મિત્ર ને મળવા ન જાવ તો નહીં ચાલે?”
“કેમ?” ઈશ્વરભાઈએ થોડા શંકાસ્પદ અવાજે કહ્યું
“અરે પપ્પા આજુ બાજુ બીજા નાના મોટા ઘણા શહેરો છે ત્યાં પણ તે લોકો જઈ શકે છે આથી તમારે ત્યાં જવું જોઈએ ક્યાંક મોડું ન થઈ જાય” સહદેવે મોડું શબ્દ પર ભાર આપતા કહ્યું
ઈશ્વરભાઈ થોડા વિચારમુદ્રામાં આવી ગયા. સહદેવ થોડો વિચલિત હતો કેમ કે પોલીસની વર્ધિ માં આટલા બધા કેસ સોલ્વ કરનાર પપ્પા એના જુઠણા ને ઓળખી ગયા હશે એવી પુરી શક્યતા હતી.પણ ઈશ્વરભાઈ તેને ઓકે કહી ને એક ભેદી સ્મિત આપી ત્યાંથી જવા લાગ્યા
થોડી વાર તો સહદેવ પણ તેના પપ્પા ની આ હરકત થી ચોકી ગયો કે પપ્પા આટલી આસાનાથી માની પણ પછી એને એ વિશે વિચારવાનું બંધ કરી ને કોર્ટની અંદર ચાલતો થયો.
બધી કાર્યવાહી પતી એટલે માનવના પપ્પાએ નવયુગલ ને આશીર્વાદ આપ્યા અને કહ્યું “તો દિકરા હું નીકળું છું તું પ્રિયા બેટી નું ધ્યાન રાખજે અને હવે હું 2 થી ત્રણ મહિના માં દુબઇ થી પાછો આવી જઈશ.એટલે માનવે હકાર માં મોઢું ધુણાવ્યું એટલે માનવ ના પપ્પા ત્યાંથી નીકળી ગયા.પછી સહદેવે કહ્યું “તો દીદી જીજુ હવે તો કહીજ શકાય ને હું નીકળું છું ત્રણ દિવસ પછી હું આવીશ અને આપડે પપ્પા ને માનવી લઈશું” બંને એ હા કહ્યું એટલે સહદેવે કહ્યું “તો ચાલો હું તમને ઘર એટલે કે મારા મિત્રના બંગલા સુધી છોડી દવ પછી હું ત્યાંથી નીકળી જઈશ”
તે બંને ને બંગલે મૂકીને સહદેવ નીકળી જાય છે અને માનવ તથા પ્રિયા ગાડી તરફ જોતા રહે છે”
ક્રમશ:
તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો