ran ak anokhi rahshymay katha books and stories free download online pdf in Gujarati

રણ એક અનોખી રહસ્યમય કથા

"રણ એક અનોખી રહસ્યમય કથા"
રાત ના 11 વાગ્યા હતા અને રાહુલ થોડું દૂર રહેતા તેના મિત્ર મિતેષ ના ઘરે થી પોતાના ઘરે જતો હતો ત્યાં રસ્તા પર અચાનક તેની સામે ખૂબ પ્રકાશ પડે છે તેની આંખો અંજાય જાય છે તેને કશું દેખાતું નથી.તેની સામે મોટરકાર નો પ્રકાશ પડે છે અને તેની આંખો માં અંધારા આવી ગયા તે નીચે પડી જાય છે અને મોટરકાર માંથી બે માણસો નીચે ઉતરે છે એ લોકો ને માથે કાળું કપડું વીંટડાયેલું હોય છે અને તેઓ ના કપડાં થોડા મેલા ઘેલા હતા આ લોકો રાહુલ ને મોટરકાર માં ઉપાડીને લઇ જાય છે!
રાહુલ ની રાહ જોઈ ને તેની પત્ની શિવાની ઘરે રાતનું ભોજન બનાવી સોફા પર બેઠી બેઠી પુસ્તક વાંચી રહી છે તે રાહુલ આવે પછી સાથે જમવાના છે તેથી તે રાહ જોતી બેઠી છે પણ રાહુલ ને કોણ મોટરકાર માં લઈ ગયું એ કોઈને ખબર નથી.
શિવાની પુસ્તક ના પાનાં ઉથલાવતા ઘડિયાળ માં જુએ છે ત્યાં તો બોલી ઉઠી "ઓહો 11 વાગી ગયા હજુ રાહુલ કેમ ના આવ્યા! " શિવાની ઘરે એકલી જ છે તેને રાહુલને કોલ લગાડ્યો પણ કમનશીબે કોલ લાગતો નથી શિવાની ને ડર લાગવા માંડ્યો કે રાહુલ હમણાં આવું એમ કહી ક્યાં ગયા હશે.
મોટરકાર રાતના અજાણ્યાં રસ્તે ખૂબ ઝડપે ચાલે છે મોટરકાર માં ત્રણ માણસો મોઢા ઉપર કાળું કપડું ઓઢી મોટર માં રાહુલ ને લઈ ને જઇ રહ્યા છે.
રાહુલ જરા ભાન માં આવ્યો તેને અવાજ સાંભળ્યો તેને થયું કે તેઓ ક્યાં છે?કોની સાથે છે? ક્યાં જઈ રહ્યા છે? પણ રાહુલ ખૂબ હોંશિયાર છે તે હંમેશા પરિસ્થિતિ ને જાણી ને જ વર્તન કરે એવો માણસ છે તેથી ઘડીક તે કશું બોલ્યો જ નહીં તેને લાગ્યું કે આ અવાજ મેં ક્યાંક સાંભળ્યો છે પણ તે જાણી શકતો નથી કે કોનો અવાજ છે.
રાહુલ ભાન માં આવ્યો એવું લાગતા પેલા માણસએ ચાલુ રસ્તે જોર થી બ્રેક મારી અને મોટર ને તરત ઉભી રાખી રાહુલ કશું બોલ્યો નહિ અને તે બેભાન હોય એવું નાટક કરવા લાગ્યો.પેલા મોટર ચાલક એ પાછળ બેઠા બીજા બે શખ્સો ને પૂછ્યું શા માટે ઉભી રખાવી જવાબ માં પેલા બોલ્યા જવા દો કઈ નહીં.
રાહુલ મન માં વિચારી રહ્યો હતો કે " આ લોકો મને કયાં લઈ જઈ રહ્યા છે અને શા માટે ? પણ તે ચૂપ જ રહ્યો
મધરારાત્રી હોવાથી અંધારું પણ ખૂબ હતું રાહુલ એ આજુબાજુ જોવાનો પ્રયત્ન કર્યો પણ રસ્તા માં અંધારું ખૂબ હોવાથી તેને રસ્તા ની ખબર ન પડી.
અચાનક જોર થી મોટર થંભી પેલા બે માણસ પાછળ ની સીટ પર થી નીચે ઊતર્યા તેઓ બંને ચાલતા થઈ ગયા અને મોટર ત્યાં ઉભી છે.
‌ રાહુલએ આજુ બાજુ માં જોયું તો સાવ સૂકા મેદાન જેવું લાગી રહ્યું હતું પેલા બે માણસો તો ક્યાંક ચાલી નીકળ્યા અને આગળ બેઠો મોટર ચાલક સ્થિર બેઠો હોય એવું લાગ્યું રાહુલ એ મોટર નો દરવાજો ધીમે થી ખોલ્યો છતાં પેલો માણસ સ્થિર બેઠો છે એટલે રાહુલ ને લાગ્યું કે તે માણસ સુઈ ગયો લાગે છે તેથી રાહુલ મન માં કશુક બબડયો અને તે ધીમેથી નીચે ઉતરી ગયો અને ઝડપથી ચાલતો થઈ ગયો.
‌રાહુલ વિચારે છે કે મધરાતે અજાણ્યા રસ્તે જવું તો ક્યાં જવું અને તે અત્યારે ક્યાં છે તે પણ તેને ખબર નથી.કઈ બાજુ જવું શુ કરવું ઘરે તેની પત્ની ચિંતા કરતી હશે આવા અનેક વિચારો રાહુલ ના મગજ માં જાણે વિચારો ના વાદળ છવાયા હોય એવું લાગી રહ્યું હતું!
‌પણ રાહુલ આ બધા વિચારો એકબાજુ મૂકી તે ચાલવા લાગ્યો રાતના અંધારામાં તેને કશું દેખાતું ન હતું પણ ચંદ્રના તેજ થી ઝાંખું ઝાંખું દેખાતું હતું એટલે રાહુલ ચાલવા લાગ્યો.
‌ ચાલતા ચાલતા દૂર પહોંચી ગયો એવું લાગ્યું તેને થાક પણ લાગ્યો હતો તેથી તે ત્યાં જ રાત કાઢશે અને સવારે તે આગળ નુ વિચારશે એવું વિચારી તે ત્યાં નીચે ઢળી પડ્યો ત્યાં અચાનક એક બાવો તેને આવતો દેખાયો બાવાએ જોર થી ચિપીયા નો અવાજ કર્યો બોલ્યો બાબા કી જય હો....ત્યાં રાહુલ નું ધ્યાન બાવા સામે ગયું બાવા ને કાળા કપડાં પહેર્યા છે આખા મોઢા ઉપર કાળા પટ્ટા કર્યા છે કાળી અંધારી રાત માં એની આંખો સફેદ દેખાતી હતી આ અવાજ સાંભળ્યો કે તરત બાવો ગુમ થઈ ગયો
રાહુલ આ બાવા ને આમ તેમ શોધવા લાગ્યો પણ જોયું તો ચારેતરફ રણ જ રણ છે અને આ રણ બધા રણ જેવું નથી લાગતું આ જગ્યા માયાવી જગ્યા લાગી રહી છે.પેલા બાવા ને શોધ્યો પણ ક્યાંય મળ્યો નહીં આજુબાજુ માં હવે રાહુલ ખૂબ થાકી ગયો છે તે ત્યાં ઢળી પડ્યો! પરંતુ પેલા બાવા ને જોયા પછી રાહુલ ની નિંદર ઉડી ગઈ અને આ અંધારી રાત માં આવા રણ માં જવું તો ક્યાં જવું રાહુલ ને કેટલાય વિચારો આવે છે!!
એવામાં જરા આંખ મિચાણી કે તે કોઈક વ્યક્તિ નો આભાસ થયો આંખ ખોલી તો કોઈ નહતું ફરી સુવા કોશિશ કરી કે અચાનક કોઈ રડતું હોય એવું જોર જોરથી અવાજ આવ્યો.રાહુલ તો જરા ડરી ગયો અને થયું અત્યારે કોણ રડી રહ્યું હશે આવા રણ માં ??
ધીમે ધીમે અવાજ શાંત થતો ગયો ફરી પાછો રાહુલ જમીન પર પડ્યો પડ્યો આંખ બંધ કરી સૂવાની કોશિશ કરી કે ચંદ્ર ના પ્રકાશ માં તેને કોઈ વ્યક્તિ નો પડછાયો દેખાયો અને અચાનક લાલ સાડી પહેરેલી સ્ત્રી નજર સમક્ષ આવી જોતા જ રાહુલ ખુબ ડરી ગયો!!!! પગ જોયા તો ઉંધા હતા આ સ્ત્રી જોર જોર થી હસવા લાગી!!!હા....હા....હા
રાહુલ હવે ખૂબ ડરી ગયો પેલી સ્ત્રી બોલવા લાગી "કોણ છો તું..." અને અહીંયા શુ કરવા આવ્યો છે ??
પેલી સ્ત્રી ફરી જોર જોર થી હસવા લાગી!!! રાહુલ ડરી જાય એવો વ્યક્તિ નથી તે ખૂબ બહાદુર છે.પણ આ સ્ત્રી ને જોતા ગમે તેવો બહાદુર વ્યક્તિ ડરી જાય એવી દેખાતી હતી. એવામાં સવાર ની પહેલી કિરણ પહોંચી આવી કે પેલી સ્ત્રી ગાયબ થઈ ગઈ!!!!
સવાર થયું કે રાહુલ તો પડ્યો છે રોડ ઉપર બાજુ માંથી વાહનો પસાર થઇ રહ્યા છે વાહનો ના અવાજ થી રાહુલ ઉઠી ગયો જોયું તો તે રોડ પર પડ્યો છે તેને યાદ આવ્યું કે તે તો પેલા રહસ્યમય રણ માં હતો અને સવાર થતા કેવી રીતે રોડ પર આવી ગયો તેને સમજાતું નહતું !!!
ત્યાં પેલો બાવો ફરી દેખાયો અને રાહુલની આંખ એ બાવા સામે થભી ગઈ ત્યાં જ બાવો બોલી ઉઠ્યો "બેટા તુ બહોત ભાગ્યવાન હૈ " આટલું કેતા બાવો ચૂપ થઈ ગયો રાહુલ બાવા સામે બોલી ઉઠ્યો "કેમ બાવા જી ?" બાવો જવાબ માં કહે છે उस जगह से कोई सुबह तक नहीं रह सकता इसलिए बोल रहा हूँ कि तुम भाग्यशाली हो!!

જે જગ્યાએ રાહુલ પડ્યો હતો તેની વાત બાવો કરી રહ્યો હતો એ જગ્યા રહસ્યમય જગ્યા હતી જે રાત પડે તો રહસ્યમય રણ બની જાય છે અને સવાર થતા રોડ થઈ જાય છે!!!!


# મારી આગળ ની સ્ટોરી ને તમેં ખૂબ વધાવી એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર અને તમને આ સ્ટોરી કેવી લાગી તે જરૂર થી જણાવજો....
- માલુ ગઢવી

બીજા રસપ્રદ વિકલ્પો