આત્મહત્યા કે ખૂન? Malu Gadhvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્મહત્યા કે ખૂન?

આત્મહત્યા કે ખૂન ?

એક સુંદર મજાનું નાનકડું પ્રેમપુર નામનું ગામ છે.ગામ માં સૌ હળીમળી ને રહે છે.આ ગામ ના સીમાડા નજીક સુરેશ રહે છે તેના કુટુંબ માં આઠ સભ્યો છે.
સુરેશ તેના અભ્યાસ અર્થે તેના ગામ થી દુર સીટી માં અભ્યાસ કરવા જાય છે સુરેશના પિતા ખેતી કરે છે અને તેની મમ્મી ઘરકામ કરે અને સુરેશ ને ત્રણ બહેનો છે.

સુરેશ તેનો અભ્યાસ વિશ્વવિદ્યાલય માં કરવા માટે દૂર સિટી માં જાય છે તે અભ્યાસ કરવા માટે મિત્રો સાથે રૂમ ભાડે રાખી કોલેજ નો અભ્યાસ કરે છે.સુરેશ ભણવામાં ખૂબ હોંશિયાર છે.
આજે શનિવાર છે સુરેશ અને તેના મિત્રો કૉલેજ માં લેકચર પુરા કરી રૂમએ જઈ રહ્યા છે રસ્તામાં તેઓ બધા કાલે sunday છે એટલે ફિલ્મ જોવા જવું છે એ માટે આયોજન કરી રહ્યા છે.બધા એક પછી એક પોત પોતના મંતવ્ય આપી રહ્યા છે પરંતુ સુરેશ કશું બોલ્યો નહીં એટલે એનો મિત્ર રાજુએ પૂછ્યું

રાજુ: કેમ સુરેશ કાલે જાવું ને ફિલ્મ જોવા ?
સુરેશ: ના મિત્રો હું નહીં આવી શકું સોરી યાર
રાજુ: પણ કેમ ?
સુરેશ: મારે કાલે ટેસ્ટ ની તૈયારી કરવાની છે એટલા માટે હું નહીં આવી શકું.
રાજુ: ટેસ્ટ તો આપડે બધા ને છે પણ બધા જાય છે તો ફિલ્મ જોતા આવ્યે.
સુરેશ: ના તમે જતા આવો હું નહી આવું તો શુ ફેર પાડવાનો.
રાજુ: તો સારું બીજું શુ

વાતોમાં ને વાતો માં તેઓ બધા રૂમ પાસે પહોંચી ગયા.રાજુએ રૂમ નો તાળો ખોલ્યો અને બધા અંદર ગયા.રૂમએ પહોંચી બધા ફ્રેશ થયા અને રૂમ નો દરવાજો ખખળ્યો મિતેષ ગયો દરવાજો ખોલવા જોયું તો ટિફિન વારો ટીફિન દેવા આવ્યો હતો.બધા મિત્રો ના ટિફિન લઈ મિતેષએ દરવાજો બંધ કર્યો અને બધા મિત્રો જમવા બેઠા જમી કરી અમુક વાંચવા બેઠા તો અમુક લખવા બેઠા એવા માં સંજય બોલ્યો મિત્રો ઘડિયાળ માં જુવો ૫:૩૦ થઈ ગયા ચાલો ફ્રેશ થઈ ને મંદિરે જાવું છે ને આજે શનિવાર છે.

બધા મિત્રો ફ્રેશ થઈ અને રૂમ માં તાળો દઈ ને ચાલ્યા મંદિરે તરફ ના રસ્તે વાતો કરતા કરતા ધીમે ધીમે ડગલાં માંડ્યા અને પહોંચ્યા પંચમુખી હનુમાન મંદિર બધા મિત્રો મંદિરે આરતી કરવા ઉભા રહી ગયા અને ત્યાં આરતી શરૂ થઈ.આરતી પુરી થઈ એટલે બધા ભક્તો એ પ્રસાદ લીધો અને દર્શન કર્યા સુરેશ અને તેના મિત્રો પણ પ્રસાદ લઈ દર્શન કરી મંદિર થી રૂમ તરફ જવા રવાના થયા .
ચાલતા ચાલતા તેઓ રૂમએ પહોંચી ગયા દરવાજો ખોલી તેઓ બધા રૂમમાં પ્રવેશ્યા.તેઓ રાતનું ભોજન કરી બધા મિત્રો વાતો એ વળગ્યા અને વાતો તો જામી તેઓ ફિલ્મ જોવા જવાના છે અને ફિલ્મ કેવા પ્રકાર ની છે,કેવી છે એવી વાતો કરી રહ્યા છે.વાતો માં ને વાતો માં બધા ક્યારે ઊંઘી ગયા એની કોઈ ને ખબર ના રહી.
બીજે દિવસે સવારે રવિવાર હતો એટલે બધા મોડા ઉઠ્યા અને ત્યાર બાદ સવાર નો નાસ્તો કરી સૌ પોત પોતાના ના કામ માં લાગી ગયા.

બધા મિત્રો સાંજ થઈ એટલે ફિલ્મ જોવા નીકળી ગયા અને સુરેશ જવાનો નથી એટલે તે ટિફિન મંગાવી જમવા બેઠો.સુરેશ જમી અને સુઈ ગયો અને બધા મિત્રો ફિલ્મ જોય રૂમએ આવી બધા મિત્રો પણ સુઈ ગયા.

આમ કરતા કરતા બધા મિત્રો T. Y. માં આવી ગયા કોઈ ને ખબર ના પડી last year ના છેલ્લાં દિવસો ચાલી રહ્યા હતા અને પરીક્ષા આવી પહોંચી બધા મિત્રો પરીક્ષા પરીક્ષા આપવા પરીક્ષાખંડ માં હાજર થયા અને પરીક્ષા ક્યારે પુરી થઈ ગઈ ખબર ન પડી.
સુરેશ કોલેજ નો અભ્યાસ કરી તેના ગામડે છે અને ત્યાંથી તે અમુક કંપની ઈન્ટરવ્યુ આપવા જતો હોય છે તે ઈન્ટરવ્યુ આપી એક મોટી કંપની માં જોબ કરે છે સુરેશ અને તેની સાથે ભણતા અમુક મિત્રો આજે પણ તેની સાથે છે અને તેઓ સાથે નોકરી કરે છે.સુરેશ તેના ફિલ્ડ સાથે ખૂબ ખુશ છે તેના બોસ પણ સુરેશ ના કામ થી સંતુષ્ટ છે.સુરેશને મોભાની નોકરી મળી તેથી તેના ગામ માં તેના વખાણ થવા લાગ્યા અને તેની સગાઈ પણ તેના બાજુ ના ગામ ની સુંદર છોકરી સાથે નક્કી થવાની છે.આથી સુરેશ અને તેનો પરિવાર ખૂબ ખુશ છે.
સુરેશ ની સગાઈ નક્કી થઈ ગઈ અને તેઓ એક વર્ષ થયા નોકરી કરી રહ્યો છે અને એક વર્ષ માં તેની કંપની ને મોટા પાયે નફો થયો હોવાથી આ વર્ષે સુરેશને પ્રમોશન પણ મળશે એવું બોસ તેને મિટિંગ માં કહે છે.

આ વાત સાંભળી સુરેશ ની સાથે કામ કરતા બીજા લોકો ને આ વાત ખટકી પણ બોસ ને કશું કહેવાય નહીં તેથી બધા ચૂપ છે પરંતુ સુરેશ ના પ્રમોશન ને લઈ ને તેઓ મનમાં ને મનમાં ગુસ્સે છે!
સુરેશ ને પ્રમોશન મળી ગયું અને ફરી પાછો સુરેશ તો પોતના કામ માં વધુ વ્યસ્ત થઇ ગયો પણ તેના સહકર્મચારીઓ ને સુરેશ હારે ગુસ્સો છે તેની બધા સહકર્મચારીઓ સાથે મળી સુરેશ ને માનસિક ત્રાસ આપવાનું ચાલુ કર્યું ! બધા કર્મચારીઓ આડા અવળા હાલવા લાગ્યા અને તેઓના કામ અનિયમિત થવા લાગ્યા.બોસ જે અપેક્ષા રાખતો તેમ કામ થતું હતું પણ હવે તેના થી ઉલટું થવા લાગ્યું એક પણ કામ સારી રીતે થતું નથી એનું એકમાત્ર કારણ છે સુરેશ નું પ્રમોશન!

સુરેશ સાથે કામ કરતા કર્મચારીઓ સુરેશ ને અનહદ ટોર્ચર કરી રહ્યા છે પરંતુ સુરેશ તેના કામ માં ખૂબ જ મશગૂલ રહ્યા કરે છે. તે કામ સિવાય બીજી કોઈ પરવા નથી કરતો.
પરંતુ સુરેશ ને કર્મચારીઓ દ્વારા ખૂબ જ પ્રેસર અને માનસિક ટોર્ચર તેના કર્મચારીઓ આપી રહ્યા છે.હવે સુરેશ ને તેના બોસ દ્વારા પણ ઠપકા મળી રહ્યા છે.
થોડા દિવસ થયા સુરેશ ખૂબ દુઃખી રહે છે પણ તે દુઃખી છે એવું એના ચહેરા પર લાગવા દેતો નથી.તે અંદર થી ખૂબ દુઃખી રહે છે અને એના દુઃખી ભાવ ને પ્રગટ નથી કરતો અને દુઃખી છે એવું છુપાવવા તે સ્મિત કરે છે.
સુરેશ નો બોસ સુરેશ બોલાવે છે અને તેને એકાંત માં જોરદાર ઠપકો આપે છે તેથી સુરેશ તેના કામ ને લઈ ને ખૂબ ચિંતા માં છે પણ તેને વિશ્વાસ છે કે તે એક દિવસ કૈક મોટું કામ કરી તેના બોસ ને ગૌરવ અપાવશે.
સુરેશ ના સાથી કર્મચારીઓ બધા નક્કી કરી આજ સુરેશ ના રૂમ એ જવાના છે જ્યાં સુરેશ ને કંપની દ્વારા રૂમ આપવામાં આવ્યું છે.બધા સુરેશ ને કહી રાતે પાર્ટી કરવાના છે એવું નક્કી કરી સુરેશ ના રૂમ આ પહોંચે છે અને પાર્ટી કરે છે પણ પાર્ટીનું તો ખાલી નામ છે તેઓ ના મન માં કૈક અલગ ન ખીચડી બફાતી લાગે છે.
પાર્ટી કરી બધા છુટા પડયા અને સુરેશ તેના રૂમ માં લાઈટ બંધ કરી તે સુવા બેડ પર પડ્યો અને અચાનક સુરેશ ની રાળ નીકળી ગઈ!
સવાર થઈ પણ સુરેશ હજુ કંપનીએ ના પહોંચ્યો એટલે તેના બોસએ તેને કોલ કર્યો પણ કોલ લાગ્યો નહીં! બોસ એ તેના પટાવાળાને બોલાવ્યો અને સુરેશના રૂમ એ સુરેશ ની તપાસ કરવા મોકલ્યો.પટાવાળો સુરેશ ના રૂમ નો દરવાજો ખખડાવ્યો પણ ખુલ્યું નહિ એટલે દરવાજાને ધક્કો મારી દરવાજાની હુક તોડી દરવાજો ખોલ્યો અને પટાવાળા ની આંખ ફાટી રહી ગઈ જોયું તો સુરેશ ની લાસ પડી છે બેડ ઉપર!
પટાવાળાએ તરત બોસ ને કોલ કર્યો અને બધી વાત કરી તરત જ બોસ રૂમએ આવી ગયા અને સુરેશ ને ૧૦૮ માં લઇ ગયા હોસ્પિટલમાં ત્યાં પોલીસ ને બધી જાણ કરી અને વિગતવાર વાત કરી.હોસ્પિટલમાં સારવાર થવા લાગી ત્યાં તો ડૉક્ટર આવ્યા અને કહ્યું કે કેસ ફેલ છે!
હવે પોલિસને સમજાતું નથી કે ખરેખર શુ થયું છે.બોસ પણ અચરજ માં છે કે અચાનક સુરેશ ને શુ થઈ ગયું!સુરેશ ની લાસ ને જોતા એવું લાગી રહ્યું હતું કે તેને આત્મહત્યા કરી હોય એ રીતે તેની ડોક માં રસી ના આકાર જેવા નિશાન જોવા મળ્યા પરંતુ બધા ને વિશ્વાસ છે કે સુરેશ એવો ઢીલોપોચો નહતો કે તે આત્મહત્યા કરે તે તો બીજા ને પ્રરેણાં આપે એવો હતો.

સૌ કોઈ અચંબા માં છે કે સુરેશ ને શુ થયું શુ ખરેખર તેને આત્મહત્યા કરી કે પછી કોઈએ તેનું ખૂન કરી નાખ્યું?