“બાની”- એક શૂટર - 34 Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“બાની”- એક શૂટર - 34

બાની- એક શૂટર

ભાગ : ૩૪


બાનીના મૃત્યુંનાં પાંચ વર્ષ થવા આવ્યા હતાં. દોસ્તોને ગમ હતો કે એમને એક અચ્છી ફ્રેન્ડ ગુમાવી હતી. એનું ખાલીપણું તો લાગતું જ. પર જીંદગી રુકતી કહા હૈ ? બાનીના ફ્રેન્ડો પોતપોતાની દુનિયામાં આગળ વધી રહ્યાં હતાં. હની અને ક્રિશનાં મેરેજ ત્રણ મહિના બાદ થવાના હતાં એ બધા જ ફ્રેન્ડોને જાણ થઈ ચૂકી હતી. મેરેજના કાર્ડ પણ જલ્દી જ વેચી દીધા હતાં. બાનીના આખા પરિવારને પણ હની ક્રિશે ખૂબ જ પ્યારથી કાર્ડ આપી આમંત્રણ આપ્યું હતું...!!

"હેલ્લો ક્રિશ...!!" કોલ જોડાતા જ હનીએ કહ્યું.

" હા બોલને માય સ્વીટ હની..!! શું થયું રહેવાતું નથી. હવે તો મેરેજના ત્રણ જ મન્થ બાકી છે." ક્રિશ આદત મૂજબ મજાક કરતો બોલ્યો.

"ક્રિશ...!! વાત ચેન્જ ના કર. તું વોટ્સએપનો રિપ્લાય કેમ નથી આપતો. શું પૂછ્યું?? એ મૂવી જોવા જઈએ??" હનીએ પૂછ્યું.

" અરે શું છે એ મૂવીમાં?? લવસ્ટોરી હોત તો હું નક્કી તારી સાથે જતે. પણ આ અઢી ત્રણ કલાક...!! ઓહ્હ હું વેસ્ટ ના કરી શકું યાર..એના બદલે આપણે બીજે ક્યાંક ફરવા જઈએ??" ક્રિશે કીધું.

" ક્રિશ તને આવવું હોય તો બોલ. મેં બે ટિકીટ બુક કરાવી છે. નહીં તો હું જઈને આવું. તારી થનાર વાઈફ કોઈ બીજા સાથે બગલમાં બેસીને જોશે. ઓકે ચાલશે..!!" હનીએ ગુસ્સામાં જ કહ્યું.

" આવ્યો." ક્રિશે મોબાઈલમાં જ જોરથી બૂમ મારીને કહ્યું.

****

'બાની- એક શૂટર' ફિલ્મનું નામ થિયેટરમાં મોટા સ્ક્રિન પર લખાતા જ સિનેમાહોલમાં ચિચયારી તાળીઓનો ગડગડાટ અને સીટીઓ વાગવા લાગી. હાથ પર રુંવાડા ઊપસી આવે એવું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક સાથે મૂવીનું નામ લખાતા જ સાથે મેઈન લીડ રોલ કરનાર એક્ટ્રેસનો ટફ લૂક હાથમાં પિસ્તોલ સાથે નજરે પડતા જ લોકો ઉભા થઈને સીટી તો ચૂમીઓ વરસાવા લાગ્યા.

હની અને ક્રિશ પણ આ મૂવી જોવા આવ્યા હતાં. હનીની ખૂબ જ ચાહ હતી કે આ મૂવી માટે નહીં પણ એમાં કિરદાર ભજવનાર એ હિરોઈન જે નવોદિતા જ હતી પરંતુ એની ચર્ચા ફિલ્મ થિએટરમાં રિલીઝ થવાના પહેલા જ પ્રમોશન દ્વારા ઘણી બોલબોલા થઈ હતી. આખી ફિલ્મ ફક્ત એક જ હિરોઈનના ખભે હતી જે સુપર હિટ સાબિત થતી જતી હતી.

મૂવી જોઈને હની અને ક્રિશ બંને થિએટરની બહાર આવ્યા.

"હવે ખૂશ ને હની. કેટલા દિવસથી મારું માથું ખાતી હતી કે 'બાની-એક શૂટર' મૂવી જોવી છે...'બાની-એક શૂટર' મૂવી જોવી છે. હવે જોઈ લીધી...શાંતિ....!!" ક્રિશે ડોળા ઉપર કરીને કંટાળતાં કહ્યું.

" અરે થોડી તો ઈજ્જત રાખ. આપણી ફ્રેન્ડનું નામ પણ બાની જ હતું." હનીએ ગુસ્સો દેખાડતા કહ્યું.

"હની...!! બાનીનું નામ એ મૂવી સાથે મેચ થાય એનો મતલબ એ નહીં કે તું આ મૂવી જોવા માટે મારો જીવ ઉકાળી નાંખે સાથે જ મારો ટાઈમ પણ વેસ્ટ કર્યો એ અલગથી. ફાલતું મૂવી હતી..અને હિરોઈન..સૌથી બેકાર.!!" ક્રિશે કંટાળતા કહ્યું.

"બસ..!! હું એક શબ્દ પણ આ મૂવી માટે કે મારી ફેવરીટ હિરોઈન માટે સાંભળવા માગતી નથી. આપણા ઝગડા થઈ જશે...ઓહ..હું એને ચાહું છું. પાહીની હું જબરજસ્ત ફેન છું." કહીને હની નિરાશ થઈને ત્યાંથી જતી રહી.

" અરે રે...પણ આટલી વાતમાં તું નારાજ કેમ થાય છે." ક્રિશ હનીના પાછળ મનાવા માટે ભાગ્યો.

"એવું જરૂરી છે? જે તને ગમતું હોય એ મને પણ ગમે..!! અને જે મને ગમતું હોય એ તને...!!" હની આગળ બોલવા જ જતી હતી ત્યાં જ વચ્ચે જ ક્રિશે હાથ જોડતા કહ્યું, " અરે હા મારી મા.. હા...!! જે તને ગમે એ મને બધું જ ગમે. હવે નારાજ નહીં થા. મેરેજના ફક્ત ત્રણ મહિના બાકી છે. આ પાખીના લીધે..આય મીન આપણા બંનેની ફેવરીટ હિરોઈનના લીધે ઝગડા ઉભા થઈને તું મેરેજ માટે ના ન પાડી દે એનો ડર મને તો સતાવી રહ્યો છે."

"હવે મને વધારે મનાવવાની જરૂર નથી. ક્રિશ મારું સપનું છે કે હું એક વાર પાહીનો ઓટોગ્રાફ લઉં." સપનામાં રાચતી હોય તેમ હનીએ કહ્યું. ક્રિશ એને જોતો જ રહી ગયો. મનમાં જ બબડયો " ઉફ્ફ કેવી પાગલ થાય છે એક હિરોઈન માટે અને પોતાનો હીરો સામે ઊભો છે તો પણ ગણતી નથી.!!"

"શું??" હનીએ પૂછ્યું.

"હા આપણે હનીમૂન મનાવા નહીં જઈશું. પણ મેરેજ બાદ પહેલા અભિનેત્રી પાહીને મળવા એના ઘરે જઈશું." ક્રિશે મજાક કરી.

"ક્રિશ..!!" હની છણકો કરીને ત્યાંથી જતી રહી. ક્રિશ ફરી મનાવા ભાગ્યો હનીના પાછળ...!!

****

હની અને ક્રિશનાં આજે મેરેજ હતાં. બધા જ ફ્રેન્ડો ઉપસ્થિત હતાં. સિવાય કે બાની...!! બાનીનો ખાલીપો તો સૌને હરહંમેશા સતાવતો જ રહેતો. અને એમાં પણ એના ગ્રૂપમાંથી આ ફર્સ્ટ મેરેજ થઈ રહ્યાં હતાં..!!

ક્રિશના ડેડી મોટા પોલીટીક્સ. રાજ્યનાં મંત્રી હતાં. ક્રિશના ચહેતા સેલીબ્રીટીઓને પણ લગ્નમાં ઈન્વાઇટ કરાયા હતાં. ક્રિશની પોતાની પણ એવી જ ઈચ્છા હતી કે એના લગ્ન શાનદાર તો હોય જ પણ જાનદાર પણ સાબિત થાય. એમાં એકટર લવ સોની જે નેચરલ એક્ટિંગનાં માટે જાણીતો હતો. મિસ પાહી પાટીલ જે નવોદિત કલાકાર પણ એના ડાન્સ થતા એક્ટિંગના લીધે બધા જ યુવા વર્ગ એના માટે પાગલ દિવાના હતાં. અને ત્રીજી સેલિબ્રિટીનું શું કહેવું મિસ આર્યા ત્રિવેદી જે ખુબસુરત સાથે સારી એવી એક્ટિંગ માટે જાણીતી બની હતી. તેમ જ મીડિયાનાં પણ ઘણા ટોપ રિપોર્ટર, એડિટર પણ મોજુદ હતાં. જેમાં રિપોર્ટર મિસ માયા જૂઠાની, રણદીપ સિંગ, વંદના રાઉત વગેરેનો સમાવેશ હતો...!!

હનીને મેરેજનું સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માટે જ મિસ પાહીને ક્રિશે આમંત્રિત કરી હતી. હનીના તો હોશ જ ઉડેલા હતા જ્યારે મિસ પાહી પોતે જ હનીને મેકઅપ રૂમમાં મળવા આવી ત્યારે...!! ઓટોગ્રાફ ને બદલે મિસ પાહીના દર્શન...એ પણ પોતાના મેરેજ દરમિયાન...!! ટૂંકમાં હની ખૂબ જ ખૂશ થઈ ગઈ હતી.

મેરેજ રીસેપ્શન બાદ અમુક ફેન પોત પોતાની ફેવરીટ સેલીબ્રીટીઓની સાથે સેલ્ફી લેવા ઉમટી પડ્યા. અમુક ફેન મિસ પાહી જે રીતે પોઝ આપીને ઊભી રહી હતી એમાં તેઓ નક્કી કરી શક્તા ન હતા કે આ રિઅલમાં જ છે કે પછી એનું પુતળું ઊભું છે..!! રિઅલમાં જ સેલીબ્રેટી પાહી જ છે એ જાણ પડતા જ ફેનોમાં ફોટો તેમ જ સેલ્ફી લેવા માટે પડાપડી થવા લાગી.

એહાન અને ઈવાન તેમ જ ટીપી એટલે કે ટિપેન્દ્ર આ ત્રણેમાંથી કોઈએ પણ હજુ મેરેજ કર્યા ન હતાં. હા ઈવાન એવો જ છોકરીઓ સાથે ફ્લર્ટ કરીને દિવસો કાઢી રહ્યો હતો. એના મોટા ભાઈ લકીનું પ્રેશર લગ્ન માટે રહેતું જ હતું પણ ઈવાન એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાંખતો. એહાને યુટ્યુબ પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પહેલું યુટ્યુબ ચેનલથી એણે ખાસી સફળતા મળી હતી. એટલે એણે બીજું ચેનલ સ્ટાર્ટ કર્યું એમાં એ નામચીન વ્યક્તિઓનાં ઈન્ટરવ્યૂઝ લેતો અને મોટીવેટ કે વિચારતા કરી દે એવાં મેસેજ આપે એવાં થીમને લઈને જ વિડીયો બનાવતો. એ પોતે પણ હવે નામચીન વ્યક્તિ થઈ ગયો હતો. એના આગળ પાછળ ઘણા ટોળા વળગી જતા.

હની ક્રિશના મેરેજમાં એ પોતે પણ અત્યારે ઉપસ્થિત હતો. ત્યારે જ વિચાર આવ્યો કે કેમ નહીં મિસ પાહી સાથે ઓળખાણ કરીને યુવા વર્ગો માટે ઈન્ટરવ્યૂઝ કરવામાં આવે? પણ એણે અંદરખાને થોડી આશંકા તેમ જ થોડો ડર પણ હતો કેમ કે મિસ પાહી વધારે ઈન્ટરવ્યૂઝ આપતી ન હતી. એનો પોતાનો જાણે રૂલ્સ જ બનાવી રાખ્યો હોય તેમ એનો ફર્સ્ટ એવોર્ડ્સ પણ એ સ્વીકારવા માટે ગઈ ન હતી. તેમ જ એના ઝાઝા ઈન્ટરવ્યૂઝ પણ હતાં નહીં. પણ એહાનને પોતાનાં પર વિશ્વાસ ઘણો હતો. એ મિસ પાહીના નજદીક ગયો, “ હાય બ્યુટીફૂલ રોઝ. હું એહાન. મને કામની વાત કરવામાં જ ઈન્ટરેસ્ટ છે. મારું એક 'યુવા ફોર યુ' યુટ્યુબ નામનું ચેનલ છે જે મોટીવેટ કરતો મેસેજ આપે..!! એવાં વ્યક્તિઓનું હું ઈન્ટરવ્યૂઝ લેવાનું આગ્રહ રાખું છું. હું જાણું છું તમે ઝાઝા ઈન્ટરવ્યૂઝ આપતા નથી પણ આ મારી રિક્વેસ્ટ છે.”

એટલા નજદીક એહાનને જોઈને મિસ પાહીની આંખો થોડી મોટી થઈ. એ ચમકી. એટલા બધા લોકોની વચ્ચે એનું ધ્યાન જ ન હતું કે એહાન શાહ પણ અહિયાં ઉપસ્થિત હશે..!! એ થોડી અંતર બનાવીને રાખવાં માંગતી હોય તેમ થોડી આઘી ખસી. થોડી સહમી. પછી થોડો ખોખારો ખાધો અને એકદમ તીણા સ્વરમાં કહ્યું, “ ઓહ્હ હાય મિસ્ટર એહાન શાહ. તમારા પ્રસ્તાવની હું કદર કરું છું. પણ અત્યારે એ પોસીબલ નથી. જયારે મને એવી જરૂર જણાશે ત્યારે હું સામેથી તમારો કોન્ટેક્ટ કરીશ.”

“ઓકે એઝ યુ વિશ. નાઈસ ટુ મીટ યુ.” એમ કહીને શેક હેન્ડ કરવા એહાને હાથ લંબાવ્યો.

પણ મિસ પાહી લંબાવેલા હાથ તરફ એક સેકેંડ માટે જોતી રહી પછી ઝડપથી એહાનને કહ્યું, “ એક્સક્યુઝ મી..” એટલું કહીને એ ઝડપથી ત્યાંથી જતી રહી. એહાન અચંબામાં પડી ગયો. એ વિચારવા લાગ્યો મિસ પાહીને શું થઈ ગયું?? એના ચહેરા પર સાફ ગભરામણનાં ચિન્હો દેખાઈ આવતા હતાં. એ ઊંડા વિચારમાં પડવા માંગતો હતો પણ મેરેજનો ઘોંઘાટભર્યો માહોલ એના મગજ પર હાવી થઈને બેઠો હતો.

મિસ પાહી ફ્રેશ થવા માટે વૉશબેઝ રૂમમાં આવી હતી. એણે અરીસામાં ધ્યાનથી પોતાનો ચહેરો જોયો. સંપૂર્ણ ચહેરાનું જાણે પોતે જ અવલોકન કરતી હોય તેમ એ નિહાળવા લાગી. અતિસુંદર લાગતી હતી એ. ત્યાર બાદ એણી નજર પોતાનાં છાતીનાં ઉભાર તરફ ગઈ. એણે ઝડપથી પોતાનો છાતીના ભાગને સાડીના પલ્લુથી ઢાંકી દીધો. ફક્ત ડોકનો ભાગ દેખાય એવી રીતે પલ્લું રાખ્યું. અને એ ફરી પાર્ટી એન્જોય કરવા આવી પણ હવે એણે જલ્દી જ નીકળવું હતું. એહાન હવે એના પર નજર રાખવા લાગ્યો. એણે મિસ પાહીને આવતા જોઈ. ફરી એનું મગજ દોડવા લાગ્યું, “ એણે સાડીનો પલ્લું આગળ કેમ લઈ લીધો? એ સેલીબ્રીટી હતી એના ઉપઉપાંગો પર તો બધા જ ધ્યાન આપતા હોય. પછી એણે એમ કેમ કર્યું? મને જોઈને એના ચહેરાના ભાવ ઉડેલા કેમ દેખાયા. સૌથી અગત્યનો પ્રશ્ન કે એણે મને એહાન શાહ કહીને કેમ પૂકાર્યો..મેં તો ફક્ત એહાન જ નામ કહીને ઇન્ટ્રો મારો કર્યો?! કે પછી કદાચ એ મારા ફેમસ યુટ્યુબ ચેનેલ વિશે જાણતી હોઈ શકે...!!”

મિસ પાહી મેરેજ પાર્ટી અટેઈન કરીને ત્યાંથી નીકળી ચૂકી હતી. પણ એહાનનાં મગજમાં અનેકો પ્રશ્ન છોડતી ગઈ.

(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)