અમર પે્મ - ૮ Kamlesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમર પે્મ - ૮

મુખી: સાહેબ આટલા વષોથી કોઇ દિવસ ના બન્યો હોય તેવો બનાવ અમારા ગામમા બન્યો છે ,તેથી આપની પાસે ફરિયાદલ નોંધાવવા આવીયા છીએ.સાહેબ અમારા વનેચંદભાઇની દુકાન તથા ઘરમાં રોકડ તથા સોના-ચાંદીના ઘરેણાંની ચોરી થઇ છે.

સાહેબ:મુખી તમારા ગામમા તમારા વહીવટ અને બાપુની બીકથી કોઇ ગામનો માણસ ચોરી કરે તેવું લાગતું નથી! પરંતુ જો ચોરી થઇ હોય તો બહાર મારા રાઈટર પાસે વનેચંદભાઇની જે માલમતા ચોરાઇ હોય તેની F.I.R નોંધાવી દો,હું તથા મારા માણસો કાલે તપાસ અંગે તમારા ગામ આવીશું .બાપુને મારા રામ-રામ કહેજો અને હું કાલે આવવવાનો છું તેવો સંદેશો આપજો.

મુખી તથા વનેચંદભાઇ બહાર રાઇટર પાસે ચોરીની F.I.R નોંધાવવા ગયા. રાઇટરે તેમનું નામ,ગામનું નામ,ચોરી કયારે થઇ તેની તારીખ તથા શું શું ચોર્યાયુ તેની વિગત નોધાવવા કહીયું .

વનેચંદભાઇએ તેમની ફરિયાદમાં પાંચ હજાર રુપિયા રોકડા તથા દાગીનામાં સોનાનો ભારે હાર,ચાર ચેન ,ચાર બંગડી,બાજુબંધ,ચારવીંટી,પહોંચો વિગેરે મળી ૨૫ તોલા તથા ચાંદીમા કંકાવટી,ઝાંઝરા,પગની માછલી,થાળી-વાટકી,ગ્લાસ,ઘુઘરો તથા ખાસ મહાવીર સ્વામી ની માતાને આવેલા ચૌદ ચાંદીના સ્વપ્નો મળીને ૧૫કીલોની નોંધ કરાવી.બન્ને જણા સાંજની બસમાં ગામ આવવા રવાના થયા.




પથુભા ઝાલા બીજા દિવસે તેમના બે હવાલદાર સાથે રતનપર ગામ જવા ઘોડા ઊપર રવાના થયા.

હજુ સવારની ચહલ-પહલ શરુ થઇ હતી.બધા લોકો કામે જવા તૈયાર થતા હતા.બૈરાઓ નદીએ કપડા ધોવા તથા નહાવા જતા હતા,ગામની દીકરીઓ કુવે પાણી ભરવા જતી હતી,લોકો પોતાની ગાયો તથા બળદ વિગેરે પશુઓને પાણી પાવા તથા નવડાવવા નદીએ જતા હતા.ગામના નાના મોટા માણસો નહાઇને મહાદેવના મંદિરે પૂજા કરવા જતા હતા.મુખી તેમના પંચાયતના મકાનમાં વહિવટમાં કામમાં વ્યસ્ત હતા,વનેચંદભાઇ તેમની દુકાન ખોલી સવારની ઘરાકી પતાવવાના કામમાં રોકાયેલા હતા.આમ સવારના માહોલમા ગામ વ્યસ્ત હતું .

જોતજોતાંમાં ધુળનીડમરી ચડી હોય તેમ હવામાં ધુળના ગોટેગોટા ઉડતા ઘોડાના તબડક તબડક અવાજ સાંભળી લોકો પોતાનું કામકાજ ભુલી તે દિશામાં આશ્વયઁથી જોવા અને વિચારવા લાગયા કે સવારના પહોરમાં આમ મારતે ઘોડે કોણ આવ્યું હશે ?થોડીવારમા પથુભા ઝાલા તેમના બે સાથીદાર સાથે ગામમા પ્રવેશતા દેખાયા અને લોકો શું બન્યું છે તે જોવા અને જાણવા ટોળે વળવા લાગ્યા.

પથુભા ઝાલા સિદધાજ મુખીની પંચાયતની ઓફિસે જઇને ઊભા રહ્યા એટલે તેમના આગમનની જાણ થતા મુખી હાંફળા-ફાંફળા બહાર આવી સાહેબને આવકારો આપી બોલ્યા,પધારો-પધારો સાહેબ આજે આપના પગલાથી અમારું આંગણું પવિત્ર થઇ ગયું.આમ કહી ઢોળીયો ઢાળી ઊપર સરસ મજાનું ગાદલું નાંખી નવી ચાદર પાથરી ગોળ લાંબા તકિયા મૂકી સાહેબને બેસવા વિનંતી કરી.

સાહેબ તથા તેમના બે સાથીદાર ઘોડા ઉપરથી ઊતર્યા એટલે મુખીએ બધાને હાથ-મોં ધોવા પાણી આપ્યું અને સ્થાન ગ્રહણ કરવા કહ્યું.પછી સરસ મજાના માંજેલા કળશીયામાં ઠંડું પાણી આપી આરામ ફરમાવવા વિનંતી કરી.રામા-રાત તથા ભગા નાઇને બોલાવી સાહેબોના ઘોડા ઘોડારમાં બાંધી નિરણ નાંખવાની સુચના આપી અને તેમના ઘરે રમાબેનને ચા-નાસ્તાની તથા બપોરના સાહેબો માટે જમવાની તાત્કાલિક સુચના આપવા રવાના કયાઁ.તેમને બન્ને ને સાહેબની સેવામાં હાજર રહેવા કહ્યું

સાહેબ હજુ અલક મલકની વાત કરતા હતા એટલામાં રમાબેન તેમના કામવાળી બેન સાથે ગરમા ગરમ બટાકા પૌંઆ ને ઉપમા સાથે ચા આપવા અને સાહેબની ખબર-અંતર પૂછવા આવ્યા.

પથુભાએ ચા-નાસ્તો પત્યા ચોરી બાબતની તપાસની કાર્યવાહી ચાલુ કરવા મુખીને કહીને ચમાર,હરીજન,વણકર,વસોયાના મુખિયાઓને બોલાવી લાવવા કહ્યું તેથી રામા-રાતને મોકલી બધાને ગા્મ પંચાયતની ઓફિસે હાજર થવા બોલાવી લાવવા મોકલ્યો .

બધા હાજર થઇ સાહેબને પગે લાગી ઊભા રહ્યા અને સાહેબને વિનંતીના સુર મા આજીજી કરવા લાગ્યા,’માઈ-બાપ અમારાથી કોઇ ભુલ થઇ ગયી કે કોઇ વાંક ગુનો થયો છે’? આપે અમને શા માટે બોલાવ્યા છે?

સાહેબ: જૂઓ તમે તમારી નાતના આગેવાનો છો અને તમને ખબર હશે કે વનેચંદભાઇની દુકાન તથા ઘરમાંથી રોકડ તથા સોના-ચાંદીના દાગીનાની ચોરી થઇ છે, તો તમારા નાતના માણસોમાંથી કોઇએ ચોરી કરી હશે એટલે જેને ચોરી કરી હોય તેને મારી સમક્ષ હાજર કરો નહીતર ગુનો કેમ કબુલાવવો તે મને આવડે છે!....

વધુ આગળ પ્રકરણ -૯ મા વાંચો