મન નું ચિંતન - 3 Pandya Ravi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મન નું ચિંતન - 3

નામ : મન નું ચિંતન 3
લેખક : રવિ પંડયા

મિત્રો , આજ થી એક નવા જ પ્રકારની સિરીઝ લઇને આપ સમક્ષ પ્રસ્તુત થઇ રહયો છું.તેમાં તમે બે ભાગ વાંચ્યા હશે , જો ના વાંચ્યો હોય તો વાંચી લો. આશા છે કે આ સિરીઝમાં તમારો ભરપુર સહયોગ મળશે.હવે વધુ વાતો નથી કરતો,પણ એટલે જરુરથી કહીશ.જો પસંદ આવે તો અભિપ્રાય આપજો.જો ના પસંદ આવે તો સુચન જરૂર કરજો.

આજનો શબ્દ : સમસ્યાઓ

મિત્રો , આજે સમસ્યા શબ્દ વિશે થોડી વાત કરવી છે.આ શબ્દ આપણે વારંવાર સાંભળતા હોય છે.
રોજ બે રોજમાં વધુ ઊપયોગ થતો શબ્દ છે.

એક પંકિત પ્રસ્તુત કરુ છું
જીવન મેં સમસ્યા તો આયેગી ,
લેકિન સમસ્યા સે ડરના નહી હૈ , લડના હૈ

આપણા સવારે વહેલા ઉઠીએ એટલે બ્રશ કરવા જોઇએ, બ્રશ કરવા જઇએ ત્યારે ત્યાં જોઈ તો ટુથપેસ્ટ ખતમ થઇ ગઇ છે.ટુથપેસ્ટ ખતમ થઇ તે તમારી સમસ્યા બની .તે સમસ્યા દુર કરવા પહેલા તમારે ઘરની બહાર નીકળી ને દુકાને લેવા જવું પડશે અથવા કોઇનએે મોકલવા પડશે.


અમુક સમસ્યાઓ આવે તો તેનો ઉપાય જલદી મળે છે , અને અમુક સમસ્યાઓ એવી હોય કે તેનો ઉકેલ લાવવા માટે મથીએ તો પણ તેમાં બીજી સમસ્યાએ ઉત્પન્ન થાય.સમસ્યાઓ તો આવતી જ રહેવાની.


હું ત્યાં સુધી કહું છું કે એક સમસ્યામાંથી બીજી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે.સમસ્યાઓ નાની કે મોટી હોઇ શકે.પણ આપણે તે સમસ્યાઓના ઉકેલ માટે પ્રયત્ન કરીએ તો ચોકકસ થી કોઇ ઉકેલ તો શોધી શકીશું.


મારા જીવનમાં પણ ધણી સમસ્યાઓ આવેલી , તેમાંની એક સમસ્યા એવી હતી કે તે સમયે મારુ શું કરવું જોઇએ , શું ના કરવું એ વિચારવું મુશકેલ હતું , પણ હિમ્મત રાખી
મન મકકમ કરી લીધું.સમસ્યાનો ઉકેલ લાવી શકયો.

હું બારમા ધોરણ અભ્યાસ કરતો હતો.બારમું ધોરણ એટલે બોર્ડની પરીક્ષાનું વર્ષ.વેકેશન ખુલ્યુ . ભણવવાનું ચાલુ થઇ ગયું. એક દિવસ એકિટવ લઇને સ્કુલેથી ઘેર જઇ રહયો હતો.રસ્તામાં એકિટવા રીક્ષા સાથે ભટકાઇ. અને પગમાં મોટું ફેકચર આવ્યું.

હવે સ્કુલે જવું શકય નહોતું, જઇ શકાય તેમ પણ ના હતું.હવે કરવું શું ? ઘેર થી તૈયારી કરીને પરીક્ષા આપવી કે વર્ષ ડ્રોપઆઉટ કરી લેવું.ઘેર થી તૈયારી કરીએ તો પાસ થાય કે નહી.તે પણ સમસ્યા.


થોડા સમય ગયો , હજી નકકી ના કરી શકયો.હવે સ્કુલે થી પણ કહેવા લાગ્યા.થોડો વિચાર કર્યો.અને અંતે હિમ્મત રાખી .મનને મકકમ કરી લીધું અને કહયું કે પરીક્ષા તો આપવી જ છે.પાસ પણ થવું જ છે.


આ બધાના ચકકરમાં ડિસેમ્બર મહિનો આવી ગયો.હવે થોડું સારુ થઇ ગયું હતું.હવે નકકી કર્યુ કે હવે સ્કુલે જવાનું ચાલુ કરી દીધું.થોડા દિવસો ગયા.એકાઉન્ટ માં થોડો પ્રોબ્લમ પડે.હવે કરવું શું ?


થોડી પ્રેકિટસ કરવાનું ચાલુ કર્યુ .ધીમેધીમે સમજ થી સમસ્યાનો ઉકેલ આવતો હોય તેવું દેખાયું.પછી આગળ વધવા લાગ્યા.માર્ચમાં પરીક્ષા આપી .પેપર બધા સારા ગયા.


મે મહિના ના એન્ડમાં રિઝલ્ટ આવ્યું.સારા માર્કસ પાસ પણ થઇ ગયો.આમ સમસ્યાનો ઉકેલ પણ આવી ગયો.

( બોધ : આમ જોઇએ તો મારા માટે સમસ્યા મોટી હતી , કેમ કે એટલી બધી મેચ્યુરિટી પણ ના હોય.આ સમસ્યાનો ઉકેલ લાવવો.એ સરળ તો નહોતું પણ કહેવાય છે ને મન મકકમ હોય તો બધું શકય છે )
મિત્રો , તમારા જીવન માં ઘણી બધી સમસ્યાઓ હશે અથવા નહી હોય તો આવશે . જયારે પણ સમસ્યાઓ આવે .ત્યારે સમસ્યાના જળ સુધી પહોંચી ને તેને ઉકેલવાનો પ્રયત્ન કરજો.તો સમસ્યાનો ઉકેલ અવશ્ય મળી જશે.સમસ્યાઓથી ડરતા નહી , તેનો હિમ્મતપૂર્વક સામનો કરજો.